અધુુુરો પ્રેમ - 29 - જાનની બાજી Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ - 29 - જાનની બાજી

જાનની બાજી
ઉંચા ઉંચા પહાડોને ચીરીને બસને ડ્રાઈવર બહુજ મહેનત અને સુજબુજ દાખવી અને નીચે ઉતારી રહ્યોં છે.પરંતુ રસ્તો એટલો બધો વીકટ છે કે કોઈપણ વ્યક્તિનાં હાજા ગગડી જાય અને એમાંય પણ આપણાં અહીંના ડ્રાઈવરે હીંમત દાખવી અને પોતેજ ગાડી હીલ ઉપર ચડાવવાની પહેલ કરી હતી. કારણકે કોઈપણ પહાડી વીસ્તારમાં હીલ પર ગાડી ચડાવવા માટે એનો સ્પેશિયલ ડ્રાઈવર હોય છે. એટલે ધીરે ધીરે બસને બેહદ વળાંક સાથે જીવ તાળવે ચોટી જાય એમ બસને ઉતારી રહ્યો છે. એમાંય સામેથી કોઈ ગાડી આવી ચડે તો તો મહામુસીબતથી પસાર કરવી પડે. એકબાજુ હજારો ફુટ ઉંડી ખીણ અને આવો ચક્કર આવે એવો વળાંક ભરેલો રસ્તો.એવામાં બસ સુજબુજ સાથે ઉતારવી પડે,જયારે જયારે કોઈ વળાંક આવે ત્યારે ત્યારે મહીલાઓ ચીચીયારી નાખી જાય. જાણે હમણાં જ કાળનો કોળીયો બની જશે.અને પોતપોતાના ભગવાનને યાદ કરવાં લાગે. પરંતુ બસને તો ગમેતે ભોગે પણ નીચે ઉતારવી જ રહી.મહામુસીબતથી કલાકો પછી ગાડી પહાડી રસ્તો કાપીને નીચે ઉતારી લીધી. બધાં જ ડ્રાઈવરની તારીફ કરવાં લાગ્યાં
બસ જેવી નીચે ઉતારી એટલે બધાએ રાહતનો દમ લીધો. હાશ ભગવાન બચી ગયાં. પોતાની છાતી ઉપર હાથ ધરી અને ઈશ્વરનો આભાર માનવા લાગ્યાં.અને એમ છતાં પણ કુદરતી સૌંદર્યની ગાથા બે મોઢેથી કરવાં લાગ્યાં. પારાવાર કુદરતી સંપદા એક ઈશ્વરનો ઉપહાર ગણીને ધરતી ઉપર સ્વર્ગ રુપે દર્શન કરવા લાગ્યા. હવે નીચે ઉતરી અને બપોરનું ભોજન કરી પછી આગળ જવાનું વીચાર્યુ.સારી રેસ્ટોરન્ટ ગોતી અને દરેક જણે ખૂબ પેટભરીને જમ્યાં,પછી થોડો વીશ્ર્રરામ કરી અને ફરીથી પ્રવાસની અને પ્રકૃતિની ખોજમાં નીકળી પડ્યાં. સડકની બંન્ને બાજુમાં મોટા ઘટાદાર વૃક્ષો અને પહાડોની કોતરમાંથી વહેતા ઝરણાંઓ રુમઝુમ કરતાં નાના નાના પશુંપક્ષીઓ કાનમાં જાણે રોમાંચ ભરી દે એવાં હતાં. બધાને મન જાણે પવનના સુસવાટા છેક અંતર સુધી પહોંચી જાય છે. રમણીય દ્રશ્ય પહેલી જ નજરે મનને મોહી લે અને અપાર શાંતિ પમાડે એવું લાગે છે. પલકને મન તો જાણે જે જોઈતું હતું એ એને મળી ગયું છે. એ તો પ્રકૃતિની અપાર સંપદા જોઈને વીશાલને પણ ભુલી જાય છે. વારેવારે વીશાલ એને યાદ આપાવે છે કે એ પણ એની સાથે છે.જરા મારા તરફ પણ ધ્યાન આપજે,અને પલક માથું ધુણાવી અને હાસ્યમાં વાત જાણે ઉડાડી દે છે.પરંતુ બધાં જ ખુબ ખુબ ખુશ છે. એટલી વારમાં બસ મંજીલે પહોંચી ગઈ. હવે અહીંથી બધાને ચાલીને પહાડોને કાપીને ઉપર કેટલીક કીમી ઉપર ચડવાનું હતું. બધાં ખુબ જ રોમાંચિત અને રોમાન્સ સાથે આગળ વધી રહ્યાં છે. કયારે સમય પસાર થઈ ગયો એની કોઈને ભાળ ન રહી.અડધે રસ્તો પસાર કરી એક ઘટાટોપ છાંયાદાર વૃક્ષની શીતળ છાંયડીમાં નીરાંતે આરામ કરવા બેસી ગયાં.
એમાં એક કપલ હતું અભય અને હેતલ આ બંન્ને પણ કુદરતી સૌંદર્ય જોઇને ગદગદ થઈ ગયાં હતાં. અભય તો થાક્યો હતો તેથી છાંયડીમાં ઘડીક આરામ કરવા લાગ્યો. પરંતુ હેતલ ખૂબ જ ઉત્સુકતાથી છેક ખીણનાં કિનારે પહોંચી ગઈ. અને ચારેતરફ અલોકીક દ્રશ્ય જોવામાં મશગુલ બની ગ્ઈ.જોવામાં ને જોવામાં હેતલ ખીણને છેક કીનારે સુધી પહોંચી ગઈ. એને એનું ભાન ન રહ્યું કે એક કદમ આગળ મોત છે.એટલીજ વારમાં હેતલનો પગ લપટી ગયો અને એક કાનને ફાડી નાખે એવી ચીખ સંભળાણી અને વાતાવરણમાં ઉદાસી છવાઈ ગઈ. અભય સમજી ગયો કે આ ચીખ એની પત્ની હેતલની છે.થાકેલા હોવા છતાં પણ બધાજ એકી સાથે પુરપાટ દોડ્યાં. અને જોયું તો હેતલ ક્યાંય દેખાણી નહી.એ જોઈને અભય ભાંગી પડ્યો. ઘડીભરમાં તો ત્યાં માણસોનાં ટોળાં ભેગાં થઈ ગયાં. કોઈએ કહ્યું કે હવે ભુલી જાવ એ બાઈને હવે તો એની લાશ પણ નહી જડે.એ સાંભળીને અભય ચોધાર આસુંડે રડી પડ્યો. અને બધાં હજીતો જોયાં જ કરે છે.ત્યાં તો કોઈકની નજર પલક ઉપર પડી.કોઈએ કહ્યું કે એ પેલી છોકરી શું કરવાં બેઠી છે. કોઈ સમજાવો એને એટલે બધાની નજર પલક ઉપર પડી.પલકે એટલામાં કોઈ પાસેથી લાંબુ દોરડું લઈ અને એક છેડો એક ઝાડ સાથે બાંધી અને બીજો છેડો પોતાની કમર સાથે બાંધી અને ખીણમાં અડધે પહોંચી પણ ગ્ઈ હતી.એણે સામેથી જોયું હતું કે હેતલ એક ઝાડની આડસમાં અટકી ગઈ હતી. પરંતુ ડરમાં ને ડરમાં એનો અવાજ નીકળવાનો બંધ થઈ ગયો હતો.
વીશાલે આ દ્રશ્ય જોઈને અહીંયા ઉભાં ઉભાં ચક્કર આવવા લાગ્યાં. અને બીજી બાજુ ચારેતરફ પલકના વખાણ થવા લાગ્યાં. બધાં કહેવાં લાગ્યાં હતાં કે આ છોકરી કેટલી બહાદુર છે.એણે કોઈને બચાવવાં પોતાની "જાનની બાજી"લગાવી દીધી. થોડીવાર પછી પલક હેતલ પાસે પહોંચી ગઈ. અને પલકને જોઈને હેતલનાં ઉડી ગયેલાં પ્રાણમાં પ્રાણ આવ્યો અને કહ્યું અરે ! પલક તું મારો જીવ બચાવવા માટે તે તારી "જાનની બાજી"લગાડી દીધી. તારો ખૂબ ખૂબ આભાર પલક, એટલે પલકે કહ્યું આભાર પછી વ્યક્ત કરજો ભાભી પહેલા આ દોરડાંનો છેડો તમારી કેડ સાથે બાંધી લ્યો.એટલે બન્નેએ મળીને દોરડું કસકસાવી ને કેડ ઉપર બાંધી દીધું. પછી પલકે ત્યાથી જ વીશાલને ફોન કર્યો ને કહ્યું વીશાલ તમે ધીરે ધીરે દોરડાને ખેચવાની કોશિષ કરો બધાં સાથે મળીને પણ આરામથી ખેચજો.વીશાલે અને ત્યાં ઉભેલા દરેક વ્યક્તિએ ભેગાં મળી અને ધીમે ધીમે રહીને બંન્ને જણને ઉપર ખેચી લીધાં. હેતલ થરથર ધ્રુજી રહી હતી પરંતુ પલક હસી રહી હતી. એટલી વારમાં પોલીસ પણ આવી ગઈ. એણે સઘળી વાત સાંભળીને પલકને શાબાશી આપી અને એક નીડર છોકરી હોવાનું પ્રમાણપત્ર પણ આપ્યું. બધાં જ રાજી રાજી થઇ ગયા હતાં. થોડીવાર પહેલાં હતાશામાં ઘેરાયેલા સહુ કોઈ પલકને શાબાશી આપી રહ્યાં હતાં. મહામુસીબતથી ડર ઉપર કાબુ મેળવ્યા બાદ હેતલ પલકને ભેટીને ખૂબ રડી અને કહ્યું કે તારામાં આટલી બધી હીંમત કેમ કરીને આવી.
પલકે કહ્યું હું નાનપણથી જ પહાડો ઉપર ચડવા ઉતરવાનો શોખ ધરાવું છું. હું આવા કેટલાય કેમ્પમાં ગ્ઈ છું. અને કેટલાય પહાડો ઉપર આ કરી ચુકી છું. પણ મને ખબર નહોતી કે આ મારો શોખ કયારેય કોઈની જીવ બચાવવા માટે પણ ઉપયોગી બની રહેશે. આજ મને થાય છે કે મારો ઈ શોખ ખરેખર સાર્થક થયો. અને આજે હું મારી જાતને ગર્વથી મહેસુસ કરું છું. આટલી બધી તારીફ મને વધારે ને વધારે ઉત્સાહિત કરી છે.વારાફરતી બધાએ પલકનાં આ હીંમત ભરેલાં કામને બીરદાવે છે.પરંતુ વીશાલ ચુપચાપ ઉભો છે.એ હેતલ કરતાં પણ વધારે ડર મહેસૂસ કરી રહ્યો છે. એટલે પલકે વીશાલને કહ્યું તમે કેમ કશું બોલતાં નથી ને આમ ચુપચાપ ઉભાં છો.એટલે વીશાલે કહ્યું કે હું એટલામાંટે ડરથી કાંપૂ છું કે તને કાંઈ થઈ ગયું હોત તો હું તારી મમ્મીને શું જવાબ આપેત અને મારા ઉપર દોહણ લાગી જાત પલક તારે આમ ન કરવું જોઈએ.પલક જોરથી હસી પડી એણે કહ્યું વીશાલ તમે નાહકનો ઉચવાટ અનુભવી રહ્યાં છો. કેમકે મે આનો કોષ વર્ષો સુધી કર્યો છે. કેટલી વખત હું પહાડોને ઓળંગી ચુકી છું. એટલે મને મારા ઉપર પુરો વીશ્ર્વાસ હતો અને તમે બધા અંહીયાં ઉભાં હતાં ત્યારે હું સામેની સાઈડમાં જ્ઈ અને હેતલને સહીસલામત એક ઝાડની ડાળીએ જોઈ લીધી હતી. અને મે જરાપણ સમય બગાડ્યાં વગર જ ફેસલો કરી લીધો. કારણકે આવા સમયે એકેએક પલ કીમતી હોય છે એજ પલમાં કામ કરી લેવું જોઈએ નહીંતર પાછળથી પચ્છતાવાનો વારો આવે...બધાં હવે વધારે ઉપર ન જવાનું નક્કી કર્યું અને અહીંથી જ પાછા ફર્યા......... ક્રમશઃ.

(આગળ જોઈશું હોટલમાં જ્ઈ અને બધાં પલકની આગળ પાછળ ફરવાં લાગ્યાં પલક જાણે સેલીબ્રીટી બની ગ્ઈ હતી..... શું થયું આગળ જોઈશું ભાગ -30 લીડર માં)