અધુરો પ્રેમ - 28 - નિજાનંદ Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરો પ્રેમ - 28 - નિજાનંદ

નિજાનંદ
એકાદ કલાક બસને ચલાવતા બાદ બધાં જ ઉચાં પહાડી વીસ્તારમાં પહોંચી ગયાં.હીલ ઉપર લગભગ 28 કલોમીટરનો રન કાપીને બસ ખીણોમાંથી ચાલી રહી અને ઉંચા દુર્ગમ રસ્તાઓ વચ્ચે થઈને આંખોને આંજી નાખે એવાં રમણીય વાતાવરણમાં પહોંચી ગયાં. પહાડોને ચીરતાં રસ્તાઓની વચ્ચે કાળજાને બેસાડી નાખે એવાં દુર્ગમ ખીણોમાં પસાર થતાં બધાયનાં જીવ તાળવે ચોટી ગયાં હતાં. જ્યારે ગાડી ઉપર પહોંચી ગઈ, ત્યારે બધાને જાણે હાશકારો થયો. પોતપોતાનો જોઈએ એટલો માલસામાન લઈ અને બસમાંથી ઉતરી ગયાં. જયારે પલક નીચે ઉતરી અને આકર્ષક પ્રકૃતિની ખુબસુરત આભા જોઈ અને વશીભુત થઇ ગઇ હતી. બસ એ ખુબસુરત વાદીઓમાં વહેતી નદી, ઉંચા પહોડો ઉપરથી પડતાં ઝરણાંઓ,જાતજાતના પશુંપક્ષીઓ,ઉંચા ઉંચા પહાડો અને સુંદર મજાનું રમણીય વાતાવરણમાં જાણે પલક ખોવાઈ ગઈ. એ પ્રકૃતિની પારાવાર સોંદર્ય જોઈને"નિજાનંદ"માં ખોવાઈ ગઈ. રંગીન સપનામાં ખોવાઈ ગઈ. પોતાની લચકતી ગરદનને ઢેલની માફક ચારેતરફ ફેરવીને કુદરતની અજબ લીલીછમ દુનિયામાં ગરકાવ થઈ ગઈ.
એકતરફ લીલીછમ હરીયાળી છવાયેલી છે,બીજીબાજુ રુપાળા દસ કપલ છે,દરેકનાં હૈયામાં પ્રેમનાં પુષ્પો કુંપળો બની બનીને ખીલી રહ્યાં છે. નવયુવાન હૈયે પ્રણયનાં પરાગ મધમધતી મધુનાં સ્વાદ ચાખવા ઉમડી રહ્યાં છે. એકબીજાને હાથમાં હાથ ધરી અને વારેવારે છાતીએ ચાંપવાં તડપી રહ્યાં છે. જાણે કોઈ નવયુવાન હરણ અને હરણી અષાઢી મેઘને જોઈને કામાતુર બની અને શીકારીની પરવાં કર્યા વગરજ મોહજાળમાં ફસડાઈ પડ્યાં હોય, એમ નવયુવાન હૈયામાં કામદેવનાં બાણ જાણે ચારે બાજુથી ફરી વળ્યાં છે. પરંતુ પલક તો જાણે અલગ જ દુનિયામાં ખોવાયેલી જણાય છે. એને મન તો પ્રકૃતિ પ્રાણથી પણ વધારે પ્યારી હોય એમ વીશાલને ઇગ્નોર કરી અને કુદરતની અજાઈબીમાં આંધળી બનીને બસ મનભરીને માણ્યા જ કરી રહી છે. એકતરફ ઉભાં ઉભાં વીશાલ પલકને નીહાળી રહ્યો છે. અચાનક પલકનું ધ્યાન વીશાલ પર ગયું તો એણે જોયું કે વીશાલ એકીટશે પોતાની તરફ જોઈ રહ્યો છે. ને પલકે કહ્યું વીશાલ અહીંયા મારી પાસે આવો હું તમને કુદરતની અતુલિત અને લખલૂટ સંપદાથી વાકેફ કરાવું. આ જોવો કેટલી અતુટ વૈભવ છે,પ્રકૃતિની પાસે ચારેતરફ નજર તો કરો કેવી રુડી વનરાઈ ખુપી ખુપીને ભરી પડી છે. જાણે હમણાં કોઈ માણસ બનીને આપણને હોકારો આપશે,જાણે હમણાં આપણી સાથે વાત કરશે.જોવો તો ખરા કેવા નાનાં મોટાં પશુંપક્ષીઓ વીચરી રહ્યા છે, પોતપોતાના બચ્ચાને કેવાં નાનકડી ચાંચમાં દાંણા ગોતી ગોતીને ખવરાવી રહ્યાં છે. જોવો તો પેલાં ઉંચા ઝાડની ડાળીએ મોટાં મોટાં પક્ષીઓ પોતાના માળામાંથી બચ્ચાઓ નીચે ન પટકાઈ આવે એનો પુરેપુરો ખ્યાલ રાખી રહ્યાં છે. અને પેલું હરણીનું બચ્ચું જોવો તો કેવું કુદાકુદ કરી અને એની માં ને પરેશાન કરી રહ્યું છે. આહાહા આ ઉંચા ઉંચા પહાડોને કોણે ચીતર્યા હશે.પહાડોની ટોચેથી પડતાં ઝરણાંઓને કોણે સંગીત આપ્યું હશે.આ રુડો સુમધુર વાયરો કેટલો બધો પ્રેમાળ લાગે છે. કોઈ કેટલાય જનમનો માંદગીમાં સપડાયેલા માણસ પણ આ કુદરતી સૌંદર્ય જોઈને ફરીથી જીવવાની આશાં જાગૃત કરી બેશે.
પલકની વાત વીશાલને કાને સંભળાતી જ નથી એતો માત્ર ને માત્ર પલકનાં રુપને બેઉ આંખૈથી ભરપુર પેટભરીને માણી રહ્યો છે. પોતાની તરફ એકીટશે જોઈ રહેલાં વીશાલને જોઈને પલકે કહ્યું અરે ! વીશાલ મારી તરફ જોઈ રહેશો તો આવો લાહવો કુદરતને નીહાળવાનો રહી જશે.પલકની વાત સાંભળીને વીશાલે કહ્યું તું હજી મને સમજી નથી શકી પલક મારું સર્વસ્વ તારામાં જ સમાયેલું છે.મારી પ્રકૃતિ મારું જીવન મારું ધન વૈભવ ઝરણાંઓ,સૌદર્ય બધું જ તારામાં જોવું છું. મારે મન તું જ બધું જ છે. વીશાલની વાત પલકને કાળજે ઉતરી ગ્ઈ અને એણે થેન્કયું વીશાલ કહી અને કહ્યું મારા ઉપર આટલો વીશ્ર્વાસ કરવાં બદલ આભાર,અને વીશાલને એક ટાઈટ હગ કર્યું. વીશાલની છાતી ફરી જોરથી ધડકવાં લાગી,એનું હૈયું કોઈ લુહારની ધમણની માફક આઠ આઠ ઈચ વધવાં ને ઘટવાં લાગ્યું. એનાં હ્લદયથી નીકળતો ધડકનનો અવાજ છેક પલકનાં કાન સુધી અથડાવાં લાગ્યો. પલક એકદમ વીશાલની છાતી ઉપર હાથ ધરી ને કહ્યું અરે ! વીશાલ સંભળો તમારી જાતને આ તમારું હૈયું કેટલું ધડકી રહ્યું છે.
હાં પલક તું એજ તો નથી સમજતી મને શું પસંદ છે. તને જે ગમે છે એ બધું જ મને ગમે છે,પણ મને જે ગમે છે એ તું સમજવામાં સહેમત નથી.અરે વીશાલ હું બધું જ સમજું છું, હું કાઈ નાની કીકલી નથી કે મને સમજણ ન પડે પણ બધી વાતનો એક નિચ્ચત સમય હોય અને એ સમયની આપણે રાહ જોવી જ રહી.પછી બન્ને એકબીજા હાથમાં હાથ ધરી અને પેલાં મીત્રની પાસે આવી ગયાં. બધાં જ કપલો ઝાડીઓની ઓથ લઈને એકબીજાને પ્રેમનાં આલીંગન આપીને એકબીજાને ચુમી રહ્યાં છે. જાણે આખાય જગતમાં એ કપલ સીવાય બીજું કોઈ જ નહીં હોય. એકબીજાને વાળમાં હાથ ફેરવીને પ્રેમથી ગુદગુદાવી રહ્યાં છે. તો કોઈ એકબીજાનાં ખોળામાં માથું મૂકીને મીઠી નીંદરમાં સરકી ગયાં નો ડોળ કરી રહ્યાં છે. તો વળી કોઈ એકબીજાનાં ગુલાબી ગાલ ઉપર હોઠનાં નીશાન મુકીને પ્રણયનાં પુષ્પો લુટાવી રહ્યાં છે. આ બધું જોઈને વીશાલે પલકને કહ્યું પલક તું જોવે છે આ મારા મીત્રો કેટલાં ભાગ્યશાળી છે.વીશાલને વચ્ચે રોકીને કહ્યું વીશાલ એ બધાં જ લગ્નની પવીત્ર અને અગ્નિ ની સાક્ષીએ જોડાયેલા છે. અને આપણે હજીતો કુંવારા છીએ હું પણ તમને એનાથી પણ વધારે પ્રેમ કરીશ અને અત્યારે પણ કરું છું. આપણે એ હદે પહોચવાં માટે એકાદ વર્ષ સુધી રાહ જોવી પડશે.
હમમમમ એમજ તો કરવું પડશેને વીશાલે કહ્યું. થોડીવાર પછી દરેક વ્યક્તિ ઉભાં થયાં અને પારાવાર પ્રકૃતિના સોંદર્ય ને મનભરીને માણ્યું. બપોરના સુમારે દરેક જણે સાથે લાવેલાં નાસ્તો કરવાં માટે એક મોટો ઘટાટોપ વડલાની શીતળ છાંયડે પોતપોતાનાં પાથરણાં પાથરીને ફરતાં ફરતાં બેસી ગયાં. જે કોઈ જે પણ લાવ્યું હતું એ બધું જ એકબીજાની સામે ધરી દીધું. દરેકની પાસે રહેલી ચીજ વસ્તુઓ બધાએ ભેગાં મળીને ચાખી અને ધરાઈને ખાધી હસતાં હસતાં અને મજાક મશ્કરી કરતાં કરતાં "નિજાનંદ"માણીને ખૂબ જ આનંદ વીભોર બની ગયાં. જમી અને થોડીવાર પોતપોતાનો થાક ઉતારવા પાથરણાં પાથરીને ઘડીભર પગ ફેલાવીને લાંબા થઈ ગયાં. વડલાની શીતળ છાંયડામાં થોડીવાર પછી ઘસઘસાટ નીંદર માણી લીધી જાણે પોતાના ઘરમાં પણ આવી મીઠી નીંદર ન આવે એવી રુડી નીંદર અહીંયા કુદરતનાં સાનિધ્યમાં આવી ગઈ. ખરેખર નશીબ લઈને આવ્યાં હતાં એ લોકો જેને આવી પ્રાકૃતિક સોંદર્ય માણવાનો મોકો મળ્યો હતો.સમય જાણે કોઈની રાહ જોતો નથી એમ કયારે ત્રણ વાગી ગયાં કોઈને પણ જાણ ન થઈ. ડ્રાઈવરે આવીને બધાને ઉભા કર્યા ને કહ્યું ભાઈ આગળ જવાનું છે કે અહિયાં જ આરામ કરવાનો છે. હમણાં સાંજ પડી જશે,અને આપણે બીજા સ્થળ જોવાનાં રહી જશે.બધાં હાફળાં ફાંફળાં ઉભાં થયાં. અને એકીસાથે બોલ્યાં અલ્યાં ત્રણ વાગી ગયાં અને આપણને સૌને ખબર પણ ન રહી.એકદમ હાથમોં ધોઈ સામાન ઉપાડી ને બસમાં બેસી ગયાં. અને બસ આગળની મંજીલ તરફ પ્રયાણ કરી.જ્યારે જ્યારે ખીણોમાં ધ્યાન જતું ત્યારે ત્યારે દરેકનાં જીવ તાળવે ચોટી જતાં હતાં. પરંતુ પલક તો જાણે આ નજારો જોવા આતુર હતી.એ ડ્રાઈવર પાસે બેઠી હતી. એણે પહાડોને ચીરતાં રસ્તાઓ પર મન ભરીને માણ્યાં.જાણે આ પ્રકૃતિ એનાં માટે જ બની હતી.બધાં જ પલકની હીંમતની ભારોભાર તારીફ કરતાં થાકતાં ન હતાં. વાતવાતમાં રસ્તો પસાર થવાં લાગ્યો અને પારાવાર "નિજાનંદ"માણ્યો........ ્્્....્્...ક્રમશઃ



(આખી બસ ખુશ ખુશ થઈ અને વાદીઓમાં પોતાની છાપ છોડીને આગળ વધી રહ્યા છે... આગળ જોઈશું.... ભાગ-29 જાનની બાજી)