Bhul - 20 books and stories free download online pdf in Gujarati

ભૂલ. - 20

[આગળના પાર્ટમાં સ્ત્રી બધાને જમીન પર પછાડે છે. અને મારવા માટે ગળું દબાવે છે. ]

"સઅઅ..... ધીમે ધીમે " નિલ સ્ત્રીની જાળમાંથી બહાર નીકળી ગયો અને નીચે સુઈ ગયો. એકપછી એક બધા સ્ત્રીની જાળમાંથી નીકળી ગયા. બધાની હાલત ખરાબ હતી અને કોઈને સમજાતું ન હતું કે પોતાની સાથે શું થાય છે. બધા ઝડપથી અને ટૂંકા ટૂંકા શ્વાસ લેતા હતા. " ક્રિશ ?" નિલ બોલ્યો. " હા. હું " ક્રિશ ધીમા અવાજે બોલ્યો. સ્ત્રી આ જોઈને ગુસ્સે થઈ ગઈ. " તું બચાવીશ આ બધાને " સ્ત્રી બોલી. તેને પોતાની બધી શક્તિ વાપરી. છતાં કોઈને કઈ અસર ના થઇ. તેને ફરી પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યો. થોડા મંત્રોચાર બાદ પ્રયાસ કર્યો તે પણ નિષ્ફળ રહ્યો. અંતે ગુસ્સે થઈને ક્રિશ પર મંત્રોચાર કર્યો. ક્રિશ પર તેની અસર થઈ. ક્રિશ તરત હવામાં ઊંચે ચડ્યો અને નીચે પછડાયો. અને ગળા પર દબાવ વધવા લાગ્યો. ક્રિશની હાલત પણ બધા જેવી થવા લાગી. આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. સ્ત્રી પણ વિચારતી હતી કે આ બીજાને બચાવવામાં પોતાનું રક્ષણ કરવાનું ભૂલી ગયો. ક્રિશ પણ છૂટવા તરફડીયા મારવા લાગ્યો. " પેલા આને પતાવું પછી બધાનો વારો. " સ્ત્રી મનમાં બોલી. ક્રિશ બેહોશ થઈ ગયો.
*

" છોડી દો. છોડી દો. " ક્રિશ ભાનમાં આવતા બોલ્યો. બધા થોડા દૂર થઈ ગયા. " છુટેલ જ છો. " નિલ બોલ્યો. " હું કેવી રીતે બચ્યો? " ક્રિશ ઉધરસ ખાતા બોલ્યો. ક્રિશે આસપાસ જોયું. બધા તેની ફરતે કુંડાળું કરીને બેઠા હતા. કવિતા અને દીપ થાકીને સુઈ ગયા હતા. બધાના અંગો પર લાગવાના લીધે કપડાં પર લાલ ડાઘ થઈ ગયા હતા. કપડાં ક્યાંક ક્યાંક ફાટી ગયા હતા. " તે અમને અમારી માળા પેરાવીને બચાવ્યા પછી મારી પાસે ભભૂત હતી જે પુજારીએ આપી હતી એ હિંમત કરીને પેલી સ્ત્રી પર નાખી દીધી. જેથી તે મરી ગઈ." હર્ષ બોલ્યો. " મરી નથી ગઈ. " રાજ બોલ્યો. " તો ? " બ્રિસા આંખો પહોળી કરતા બોલી. " મરી નથી ગઈ પણ સદગતિ પામી એમ. " રાજ બોલ્યો. " તું શાંત રે. એક તો પહેલાથી જ અહીં સલવાયેલા છીએ અને તું બીવડાવ બીવડાવ કરે છે. " દીપ બોલ્યો. " રાજની વાત સાચી છે. એ મરતા મરતા બોલી કે તમે નઇ બચો. મતલબ એ મરી નથી અને કા બીજું કો'ક મારશે આપણને. " નીરવ બોલ્યો. " મુકને એને તડકે. જોયું જશે. તું અહીં કેવી રીતે ?" કુશ ક્રિશ તરફ જોતા બોલ્યો. " જ્યારે નિરવે મારી સાથે મુવી જોવાની ના પાડી ત્યારે જ હું સમજી ગયો કે કંઈક તો ગરબડ છે. મેં નિરવના ઘરે જઈને પણ પૂછ્યું. નિરવના મમ્મીને પણ કંઈક અજુગતું લાગ્યું. અને એક વખત નીરવને ડરીને ભાગતા જોયો ત્યારે પાકું થઈ ગયું. આજે જ્યારે તમેં નીકળી ગયા ત્યારે પછી હું નિરવના ઘરે ગયો ત્યાંથી ખબર પડી તમે ટ્રીપમાં ગયા છો. મને થયુકે કોઈને તો કહીને ગયા હશેને એમ કરી હું હર્ષના ઘરે ગયો. ત્યાં પણ એવો જ જવાબ મળ્યો. બીજા બધાના ઘરેથી એવો જ જવાબ મળ્યો. છેલ્લે દીપના ઘરે ગયો. તેના મમ્મીએ પણ એવું જ કહ્યું. પણ મને એમ થયું કે એના રૂમમાં ચેક કરી આવું કઈક મળી જાય તો. એટલે તેના મમ્મીને ચોપડીનું બહાનું કરીને રૂમમાં ગયો. ત્યાં ચોપડા ફંફોર્યા, બેગ ચેક કર્યું પણ કઈ ના મળ્યું. અંતે હારીને એક બુક લઇને ચાલવા લાગ્યો. મોઢા પર પરસેવો હતો એ લુછવા હું બાથરૂમમાં ગયો. અને ત્યાં એક એડ્રેસ લખેલું જોયું. બસ બુક મૂકી અને એડ્રેસ પર આવ્યો. ત્યાં તમારા બધાની સાઇકલ જોઈ. ત્યાં સાઇકલ રાખી. આસપાસ જોયું ખબર નો'તી પડતી કે કઈ બાજુ જવું. થોડા આગળ પાછળ ફાંફાં માર્યા બાદ એક ઝાડ પર માળા લટકતી દેખાઈ. મેં માળા લઈને ગણી. સાત થઈ એટલે હું એ કેળી પર ચાલવા લાગ્યો અને અહીં પહોંચી ગયો. " ક્રિશ આટલું કહીને અટકી ગયો. " પણ તને દલદલ કે રાક્ષસ ન નડ્યા ? અને આ ગુફા તો બંધ હતી તો તું અંદર કેમ આવ્યો ?" રાજ આતુરતા સાથે બોલ્યો. " દલદલ કે રાક્ષસ તો ન નડ્યા પણ ગુફા જરૂર બંધ હતી. એ આસપાસ ચેક કર્યું ખોલવા માટે એમા મારો હાથ ક્યાંક અડી ગયો અને ગુફા ખુલી ગઈ. પછી બધાને માળા પેરાવાનું તો પહેલેથી જ નક્કી કરી લીધું હતું. પણ તમે માળા કાઢી શું કામ ? " ક્રિશ બોલ્યો. " અમે આવ્યા ત્યારે આ માળા સાથે આગળ જ વધાતુ નો'તું. એટલે કાઢીને આવ્યા. પણ તું માળાને કેવી રીતે અંદર લઈને આવ્યો અને તે આ બન્ને ને કેવી રીતે બચાવી ?" નિલે કવિતા અને બ્રિસા સામે જોતા પૂછયું. "પેલા એના ગળામાં માળા નાખી. તે નીચે પડી એટલે કાઢી લીધી. અને હું છું જ એટલો સંસ્કારી કે આવી આત્મા મને માળા લઈને જતા થોડી રોકી શકે. " ક્રિશ થોડી મુસ્કુરાહત સાથે બોલ્યો. " સંસ્કારી એમ પોલ ખોલું? " નીરવ રમત કરતા બોલ્યો. " સારું થયું તું આવી ગયો મને લાગ્યું ન હતું કે આજે બચસુ." દીપ બોલ્યો. " હા યાર થેન્ક્સ. " નીરવ બોલ્યો. બધાએ થેંક્યું કહ્યું. " મારે નથી જોતું થેંક્યું. " ક્રિશ નારાજ અવાજે બોલ્યો. બધા થોડા ચિંતિત થઈ ગયા. " તો ?" નિલ બોલ્યો. " મારે તો શેક જોઈને એ પણ સંતુષ્ટિ માંથી અને બધાનો અલગ અલગ. " ક્રિશ હસતા હસતા બોલ્યો. બધા હસવા લાગ્યા. " અરે તું કે' તો રોજ શેક પીવડાવશું. " દીપ સુતા સુતા બોલ્યો. " અમે નઇ આપી. તું રોજ પીવડાવજે ." હર્ષ હસતા હસતા બોલ્યો. બધા હસવા લાગ્યા. " હવે ઘરે જવું છે કે અહીં જ બેસવું છે. " બ્રિસા બોલી. " હા બધાં હાલવા જેવા થાય એટલે જઈએ. " નીરવ બોલ્યો. " એવું નઇ જે હાલવા જેવા હોય તે ચાલો જેનાથી ન ચલાય એ ભલે અહીં બેસે. " કિશન મજાક કરતા બોલ્યો. દીપ તરત ઉભો થઈ ગયો અને ચાલવા લાગ્યો. બધા હસવા લાગ્યા.

" ક્યાં જવું છે ?" એક અવાજ આવ્યો. બધા થોડાક ગભરાઈ ગયા. અચાનક ફરી એક સ્ત્રી તેની સામે આવી ગઈ. બધા ડરી ગયા. તેને કાળા કલરના કપડાં વિટાળેલા હતા. તેની આસપાસ અંધારું હતું તેથી શું પહેરેલું છે તે કહેવું મુશ્કેલ હતું. તેના ચહેરા પર માત્ર આંખો દેખાતી હતી. તે પણ લાલ રંગથી ચળકતી હતી. માથાથી પગ સુધી બે વખત પહોંચે એવડો લાંબો ચોટલો હતો. પોતે પ્રકાશને ખાઈ લેતી હોય એમ તે કાળા ઓછાયાથી ઘેરાયેલી હતી. ક્રિશ ઝડપથી નિલ પાસે ગયો અને એની માળા પકડી લીધી. " ભભૂત ક્યાં ? " કુશ ઉતાવળથી ધીમાં સ્વરે બોલ્યો. "પતી ગઈ. " હર્ષ બોલ્યો. "હવે આપણે પતી જશું. " દીપ ગભરાઈને બોલ્યો. કવિતા અને બ્રિસા એ આ જોઈને નજીકમાં રહેલા કિશન અને દીપની માળા પકડી લીધી. " હા.... હા...તમારી એ માળા મને નઇ રોકી શકે. " સ્ત્રી બોલી. સ્ત્રીએ હાથ ઊંચો કર્યો. બધા તેની સાથે હવામાં ઉડવા લાગ્યા. તેને પણ પેલી સ્ત્રીની જેમ મુઠ્ઠી બંધ કરી. પણ કોઈના ગળા દબાયા નહિ. ડાયને ગભરાઈને ફરી પ્રયત્ન કર્યો પણ કઈ અસર થઈ નહિ. ડાયને આંખો બંધ કરીને મંત્ર બોલ્યો તેને બધાના શરીર પાસે કોઈક દૈવિક શક્તિનો ભાસ થયો. ફરી બીજો મંત્ર બોલ્યો. બધા હવામાં હતા ત્યાં તેની નીચે જમીન પર એક ચક્ર બની ગયું. ડાયને બધાંને નીચે ઉતારી દીધા. " કેમ શું થયું ? " કુશ રમુજી સ્વભાવે પૂછ્યું. " તમારી પાસે રહેલી વસ્તુના લીધે હું તમને મારી નથી શકતી. " ડાયન ગુસ્સા સાથે બોલી. બધાના મનમાં ટાઢક વળી. દીપના ચહેરા પર ખુશી આવી ગઈ. " વધુ ખુશ નઇ થાવ. મને ખબર છે કે એ સવાર સુધી જ સાથ આપશે. બસ ત્યાર પછી બધાનું પૂરું. " ડાયન દીપ સામે જોઇને હસવા લાગી. રાજ પાછળ હટવા લાગ્યો. અચાનક તે કઈક વસ્તુ સાથે અથડાયો જે તને પાછળ જતા રોકતી હતી. " આ ચક્રની બહાર તમે નઇ જઇ શકો. સવાર સુધી અહીં જ બેસવાનું છે. " ડાયન બોલી. કુશે પણ પ્રયત્ન કર્યો પણ બહાર ન નિકળાયું. બધાના મનમાં થોડી ચિંતા થઈ પણ પોતે થોડી કલાકો વધુ જીવશે એની ખુશી પણ હતી. અને પોતે કઈક રસ્તો ગોતશે એ પણ આશા હતી.

" હું કઈક પૂછું ? " નીરવ બોલ્યો. " ના. મારે તમારી બકવાસ નથી સાંભળવી. અને મારી પાસે સમય પણ નથી. તમારા જેવા બીજાને પણ ભગવાન પાસે પહોંચાડવાના છે. " ડાયન ગુસ્સામાં બોલી. " છેલ્લી ઈચ્છા સમજીને પૂછવા દો. " નીરવ દયામણા અવાજે બોલ્યો. " સાચી વાત છે. મરતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવાથી તો પુણ્ય મળે. પૂછો પણ બધા એક એક પ્રશ્ન જ પૂછશે. " ડાયન બોલી. " હું...હું..... " બધા એકસાથે બોલ્યા. " હું કવ એ બોલશે. તું બોલ. " ડાયને નીરવ સામે આંગળી ચીંધીને બોલી.

પ્રતિભાવ આપશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED