Bhul - 19 books and stories free download online pdf in Gujarati

ભૂલ. - 19

[ આગળના પાર્ટમાં બધા ગુફામાં ફસાઈ જાય છે. સામે સ્ત્રી બેઠી હોય છે. ]

સ્ત્રીએ એક ઝટકા સાથે આંખો ખોલી. કવિતાના મોઢમાંથી ડરથી થોડોક અવાજ નીકળી ગયો. આગના અજવાળે આંખો ચમકી રહી હતી. સ્ત્રીએ બાજુમાં પડેલ લાકડી ઉપાડી અને આગમાં નાખી દીધી. જેમ આકાશમાં ખરતા તારાનો ચમકારો થાય અને ઓલવાઈ એમ આગ ખૂબ વધી અને અચાનક ઓલવાઈ ગઈ. ચારે તરફ અંધારું થઈ ગયુ. બધા એક બીજાને અડકીને ઉભા હતા. બધાના રુવાડા ઉભા થઇ ગયા. અચાનક બધા ફંગોળાઈ ગયા. કોઈને સમજવાનો સમય પણ ન મળ્યો. બધા પોતાનો હોશ ખોઈ બેઠા.

( પાર્ટ 1 )
" મેં કઈ નથી કર્યું. આ..આ... " નિલ દર્દથી કાણસતા બોલ્યો. તેની ચીખથી આસપાસનું વાતાવરણ ભયભીત થઈ ગયું. તેની પાસે ઉભેલો તેનો મિત્ર કુશ હોશમાં આવ્યો. " આપણે ક્યાં છીએ? " કુશ ઉઠતાની સાથે નિલ તરફ જોતા બોલ્યો. નિલ અત્યારે કઈ પણ બોલવાની હાલતમાં ન હતો. તેના શરીરમાંથી ચામડીમાંથી આરપાર લોહીના ટીપાં નીકળીને હવામાં ગુમ થઈ જતા હતા. નિલના હાથ અદ્રશ્ય દોરડા વડે બાંધેલા હોય તેવું લાગતું હતું. આસપાસ અંધારું હતું. પોતે કોઈ રૂમમાં હોય તેવું લાગતું હતું.

અચાનક કુશ ની પાસેથી કોઈ ગયું. કુશે તે તરફ ફરીને જોયું. એક હવામાં ઉડતું કપડું જેવું લાગ્યું. અચાનક તે પાછું ફર્યું અને કુશની અંદરથી પસાર થઈ ગયું. કુશનું આખું શરીર ચોંટી ગયું. " હું હલી નથી શકતો. " કુશ બળ લગાવતા બોલ્યો. " કોણ છે તું ? " કુશ જોશથી રાડ પાડતા બોલ્યો. " હું... " એક ભારે ખુદરાઈ ગયેલો અવાજ આવ્યો. " તારા ખરાબ કર્મો યાદ કર. એ પેલા તને અહીંથી મુક્તિ નઇ મળે. " સામેથી ફરી તે જ અવાજ આવ્યો. " પણ તું કોણ છે ? " કુશ આક્રોશ સાથે બોલ્યો. " તને કીધું એટલું કર. " કાનના પડદા ફાટી જાય એવો જોરથી અવાજ આવ્યો. કુશ પણ રીઢા ગુનેગારની જેમ ફરી જોરથી ચિલ્લાયો. " પણ મેં તો કસું નથી કર્યું. " " યાદ કર. " ફરી ગુસ્સા સાથે ધમકાવતો આવાજ આવ્યો. કુશ થોડો ડરી ગયો.

કુશે આસપાસ નજર કરી બધા તેની જેમ જ બંધાયેલા હતા. બધા નિલની જેમ કણસતા હતા. જાણે પોતાની સાથે થયેલી પૂછપરછ જેવી પૂછપરછ બધા સાથે કરી હોય તેવું લાગી હતું. " મને યાદ આવી ગયું. " કુશ જોરથી બોલ્યો. અચાનક બધા કુશ સામે જોવા લાગ્યા. હોશમાં ન હોય તે પણ આ સાંભળીને હોશમાં આવી ગયા. "હા.... હા.... હા.... વાહ! યાદ આવી ગયું ને તને. બોલ બોલ. " એ કાળા કપડામાં સ્ત્રી તેની સામે ઉભી રહી ગઈ. " બોલ બોલ. " ફરી એ સ્ત્રી બોલી. " અ... અ....અ.... અમે અમે એક વખત ગાડીમાં જતા 'તા ત્યારે કૂતરા સાથે ગાડી ભટકાઈ ગઈ હતી. તે મરી ગયું. કૂતરાને દાટી દીધું હતું. એનું..." કુશ ખચકાટ સાથે બોલ્યો. " એય... તને હું કૂતરા જેવી લાગુ છું. " સ્ત્રી જોરથી ચીસ પાડતા બોલી. એક પગમાં કુશને કઈક લાગ્યું હોય તેવું અનુભવાયું. લોહીની ધાર થવા લાગી જે તેની આંખ પાસેથી હવામાં જતી હતી. કુશને દર્દનો અનુભવ થયો અને એ એટલી હદ સુધી વધી ગયું કે કુશના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. બધાની હાલત સરખી હતી. હવે બધા જ પેલી સ્ત્રીના ગુસ્સાના શિકાર બની ગયા હતા.

" હવે કોઈ નહિ બચે. હા... હા.... હા.... વાંધો નઇ કોઈને યાદ ના આવે તો ઉપર જઈને નિરાંતે યાદ કરજો. મારે હજુ એકને અહીં બોલાવાની છે. " સ્ત્રી બોલી. " નઇ નઇ નઇ... " બધા એકસાથે બોલવા લાગ્યા. " હજુ જોરથી હજુ જોરથી હા હા હા . " સ્ત્રી જોરથી હસતા હસતા બોલી. સ્ત્રી પોતાના હાથ ઊંચા કર્યા બધા તેના હાથ સાથે હવામાં ઉડવા લાગ્યા. સ્ત્રીએ પોતાની મુઠી બંધ કરી બધાના ગળા દબાવવા લાગ્યા. બધાના મગજમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું. શ્વાસોસછવાસ બંધ થઈ ગયું. બેહોશીની હાલત થઈ ગઈ હતી. આંખોમાં લોહી ભરાઈ રહ્યું હતું. જીભ બહાર લટકવાથી લાળ ટપકવા લાગી. અચાનક સ્ત્રીએ પોતાની મુઠ્ઠી ખોલી અને બધાને નીચે ઉતારી દીધા. બધાના જીવમાં જીવ આવ્યો. તરસ્યાને પાણી મળે એમ બધા જોર જોરથી શ્વાસ લેવા લાગ્યા.

" તમે બધા આવી સરળ મોત ને લાયક નથી. થોડીક મજા થઈ જાય. " એટલું બોલી સ્ત્રી જોર જોરથી હસવા લાગી. બધાને આ હાસ્ય પોતાની મોતના હાસ્ય જેવું લાગ્યું. "પેલા કોણ આવશે પોતાનો નમૂનો દેખાડવા. " સ્ત્રી અજીબ ખુશી સાથે બોલી. " તું હા તું. " સ્ત્રીએ દીપ તરફ ઈશારો કર્યો. " નઇ નઇ હું નઇ. મને કંઈ નથી આવડતું. " દીપ બોલ્યો. દીપ પોતાની મેળે જ આગળ ચાલવા લાગ્યો. " કઈ ના આવડે તો વાંધો નઇ રાડો પડતા તો આવડેને. હી...હી...હી.. " સ્ત્રી હસવા લાગી. " નઇ મને જવા દો. પ્લીઝ મને જવા દો. મેં તમારું કઈ નથી બગાડ્યું. " દીપ કરગરતા બોલ્યો. " હે સારું ચાલ. તે કઈ નથી કર્યુંને તને જવા દઈએ. " સ્ત્રી બોલી. દીપ ખુશ થઈ ગયો. " કઈ વાંધો નઇ તું ન કર તો હું કરું. " સ્ત્રી હાસ્ય સાથે બોલી. સ્ત્રીએ પોતાનો હાથ ઊંચો કર્યો. દીપ તેની સાથે હવામાં ઊંચે ચાલ્યો ગયો. સ્ત્રીએ ઝડપથી હાથ નીચે લાવ્યો. દીપ જમીન સાથે જોરથી અથડાયો. દીપને ગોઠણ માંથી લોહી નીકળવા લાગ્યું અને જમીન પર ભટકતા માથામાં મૂઢમાર લાગ્યો. થોડા સમયમાં કાળું ચકામું થઈ ગયું. દીપ દર્દથી ચિલ્લાવા લાગ્યો. બધાને તેની ચીસ પોતાના ભવિષ્યની ઝાંખી કરાવતી હોય તેવું લાગ્યું. કવિતા જોર જોરથી રડવા લાગી. " એય ચૂપ હજુ તારો વારો બાકી છે. " સ્ત્રી કવિતા તરફ જોતા બોલી. કવિતા મોઢું બંધ કરી હીબકાં લેવા લાગી. બધાની રહેલી થોડી હિંમત પણ ભાંગી ગઈ. બધાએ મનથી પોતાને મારી નાખ્યા હતા. " કેવું લાગે છે ?" સ્ત્રી થોડાક રમુજી સ્વભાવ સાથે પૂછ્યું. " બો'વ દુખે છે. " દીપ રડતા રડતા બોલ્યો. " ખબર પડી જ્યારે કોઈક નીચે પાડે એ કેવું લાગે." એટલું બોલી ફરીવાર દીપને હવામાં ઉછાળી નીચે પાડ્યો. બધાએ આંખો બંધ કરી ચહેરો બાજુમાં ફેરવી લીધો. દીપની છાતી પછડાતાબશ્વાસ નીકળવાનો જ અવાજ આવ્યો. આ વખતે તે ચીસ પણ ના પાડી શક્યો. બધા દીપની હાલત જોઈને દુઃખી હતા અને પોતાની પણ આ હાલત થવાની છે એ વિચારી વધુ ડર લાગતો હતો. " હીહી...હીહી...હીહી.. બસ બે જ ફટકામાં પૂરું થઈ ગયું. સારું ચાલો તારો વારો પૂરો જોઈ તારા મિત્રો કેટલુંક સારું કરી શકે છે. " સ્ત્રી મુસ્કુરાઈને બોલી. સ્ત્રીએ હાથ ઊંચો કર્યો અને દીપ ફરી પોતાની મૂળ જગ્યાએ આવી ગયો. તેને જોઈને બધાનું મગજ બંધ થઈ રહ્યું હતું. " હવે કોણ આવશે?" સ્ત્રી ગોળ ગોળ ફરતા બોલી. બધા ડરથી ધ્રુજી ઉઠ્યા હતા. હીબકાં ભરતા પણ ડર લાગતો હતો કે પોતાનો વારો આવી જશે. " તું ક્યારની અવાજ કરતી'તી ને. આવી જા." કવિતા સામે જોતા બોલી. " નઇ નઇ માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. જવા દો મને. " કવિતા રડમસ અવાજે બોલી. " અચ્છા આવું તને ત્યારે યાદ ના આવ્યું? હવે ભોગવવા તૈયાર થઈ જા. " સ્ત્રી ગુસ્સા સાથે બોલી. કવિતાને પણ એવી જ રીતે પછાડી. કવિતા પછી નીરવ , બ્રિસા , નિલ , રાજ, હર્ષ, કુશ અને કિશન બધાનો વારો આવ્યો. બધાની હાલત એકજેવી થઈ ગઈ. બધાને બીજા કરતા પોતાના પર વધારે તરસ આવતો હતો. " હવે બધું પૂરું કરીએ. " એટલું બોલી સ્ત્રીએ ફરી બધાના ગળા દબાવ્યા. હવે તો કોઈ ના પાડવા જેટલી પણ તાકાત ધરાવતું ન હતું. કોઈના મોઢામાંથી અવાજ પણ ના નીકળ્યો. પહેલા બધાના શ્વાસની ગઈ વધી ગઈ પણ હવા અંદર જઇ સક્તિ ન હતી. હળવે હળવે બધાના શ્વાસ ધીમા પડવા લાગ્યા. કોઈ કઈ વિચારતું ન હતું. હવે મૃત્યુથી જ બહાર નીકળવાનો રસ્તો દેખાતો હતો.

પ્રતિભાવ આપશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED