bhul - 7 books and stories free download online pdf in Gujarati

ભૂલ - 7

[ આગળના પાર્ટમાં બ્રિસા અને કવિતાને ભૂતિયો અનુભવ થયો. નીરવ સાથે રાજ મજાક કરવામાં પકડાઈ ગયો. નીલમના ગળામાં રિંગ વીંટળાઈ ગઈ.]આ ભાગ , ભાગ 5 સાથે જોડાયેલ છે.

" ભાઈ કઈ વિચાર આવ્યો કઈ રીતે પકડશું ? " હર્ષ બોલ્યો. "હજુ એકવાર આવું થાય તો પકડી લઈએ. " નિલ બોલ્યો. " પાછું આવું થાય તો કે જે અને બીજી કઈ ખબર પડે તો પણ કે જે. " નિલ એટલું બોલી પોતાના કલાસરૂમ માં ચાલ્યો ગયો.

" શું વાત કરતા હતા બેય ભાઈ ? " દીપ બોલ્યો. " કઈ નઇ. " હર્ષ બેગ માંથી બુક કાઢતાં બોલ્યો. " સાચું બોલ. તારા મોઢા પર દેખાય છે. " દીપ બોલ્યો. " કઈ નઇ તું મજાક કરીશ. " હર્ષ બોલ્યો. " ના નઇ કરું બસ. તારા સમ. " દીપ માથા પર હાથ રાખી બોલ્યો. " તું બોલ જ મા. આવું કેટલી વાર તે કીધુ છે. પછી આખા ગામમા ભોપાળુ કાઢશ. " હર્ષ થોડો ગુસ્સે થઈ ગયો. " ના. કે ને. કોઈ ને નઇ કવ. મારા સમ બસ. " દીપ બોલ્યો. " ગઈ વખતે ખબર છે ને મારા થેલા માં ચોકલેટ છે એવું બધા ને તે જ કીધું હતું. " હર્ષ બોલ્યો. "પણ આ વખતે નઇ કવ. " દીપ બોલ્યો. " એની આગળની વખતે હું લેશન નથી કરી આવ્યો તે જ સર ને કીધું હતું. " હર્ષ બોલ્યો. " આ વખતે પાકું નઇ કવ. " દીપ બોલ્યો. " એની આગળની વખતે... " " હા ભઇ. મારી ભૂલ છે. તારે કે'વુ છે ? " હર્ષ બોલવા જતો હતો ત્યાં વચ્ચેથી દીપ બોલ્યો. " ના. " હર્ષ બોલ્યો. " કે'ને યાર. પછી જમવાનું નઇ પચે હો. " દીપ બોલ્યો. " તોય ના. " હર્ષ બોલ્યો. " ભાઈબંધીનાં સમ હવે તો કે'. " દીપ બોલ્યો. " અમે બે એ વાત કરતા 'તા કે કઈક અજુગતું બન્યું. રાતે મને...... " " ગુડ મોર્નિંગ સર. " બધા સ્ટુડન્ટ સર આવતા બોલ્યા. " પછી કે'જે. " દીપ બોલ્યો.
*

" હા મમ્મી ચાલો જઈએ. " રાજ તેના મમ્મી સાથે પાડોશીને ત્યાં રાખેલી પાર્ટીમાં જતા હતા. રાજ પોતાના રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો. અચાનક તેની સામે એક કાળા કપડાવાળી સ્ત્રી આવી ગઈ. રાજ ડરી ગયો. તને તરત બારણું બંધ કરી દીધું. આંખો બંધ કરી, દરવાજાને ટેકે ઉભો રહી ગયો. શ્વાસ વધી ગયો. આંખો ખોલી તો તે સામે હતી. " રાજ ડરે છે શા માટે ? " સ્ત્રી બોલી. રાજ દરવાજો ખોલવા લાગ્યો પણ ખોલી ન શક્યો. " મારે મદદની જરૂર છે. " સ્ત્રી બોલી. " કેવી મદદ ? " રાજ ડરેલા અવાજે બોલ્યો. " તારે મારી પાસે આવવું પડશે. " સ્ત્રી હસીને બોલી. " અને તું મને મારી નાખ તો. " રાજ બોલ્યો. " નઇ મારુ. " સ્ત્રી બોલી. "પણ મને કેવી રીતે વિશ્વાસ આવે ? "રાજ બોલ્યો. " કીધું ને એકવાર નઇ મારુ. " સ્ત્રી ગુસ્સા સાથે બોલી. રાજ થોડો ડરી ગયો. " હું કવ ત્યાં આવી જજે. શહેર ની દ.... " " રાજ એકલો એકલો કોની સાથે વાત કરે છે ? " રાજના મમ્મી દરવાજો ખોલતા બોલ્યા. અચાનક તે સ્ત્રી ગાયબ થઈ ગઈ. " મમ્મી... " બોલી રાજ ભેટી પડ્યો. " શું થયું ? " રાજ ના મમ્મી બોલ્યા. " કઈ નઇ. ચાલો. " રાજ બોલ્યો.
*

" નીરવ ઉઠને. " નિરવને કોઈક અવાજ આવ્યો. " શું.. " નીરવ નિંદ્રામાં બોલ્યો. " ઉઠ. " એક ઉંચા અવાજે ચીસ આવી. નીરવ ડરી ગયો અને ઉભો થઇ ગયો. " કોણ છે ? " નીરવ બોલ્યો. " હું તારી ફ્રેન્ડ. " " કોણ ફ્રેન્ડ ? " નીરવ પોતાના ચશ્માં ગોતતા બોલ્યો. " મારે મદદની જરૂર છે. " " કેવી મદદ ? " નીરવ ચશ્માં પહેરતા બોલ્યો. નીરવ સામે કાળા કપડામાં ઉભેલી સ્ત્રીને જોઈને ડરી ગયો. " મારે દુનિયામાંથી છૂટવું છે .શહેરની દ..... " અચાનક નીરવના મોબાઇલની રિંગ વાગી. નિરવે તેમાં નિલનું નામ વાંચ્યું. નિરવે ઊંચું જોયું સામેથી સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી. નિરવે કોલ રિસિવ કર્યો. " કાલે સવારે દીપના ઘરે આવી જજે. " નિલ બોલ્યો. " શું થયું ? " નીરવ આશ્ચર્ય સાથે બોલ્યો. " જે કોઈ પણ આપણે ડરાવે છે એને હર્ષે જોઈ છે. એ કાલે વાત કરશું. તું તૈયાર રે'જે . હું સવારે તારા ઘર પાસેથી નિકળીશ ત્યારે લેતો જઈશ. "
*

"કુશ હું છું ચાલ મારી સાથે. " કુશ બેન્ચ પર બેઠો હતો ત્યારે કોઈક બોલાવતું હતું. કુશે પાછળ ફરીને જોયું. એક કાળા કપડાંવાળી સ્ત્રી ઉભી હતી. " ચાલ મારી પાસે. કુશના પગ અચાનક તેની તરફ ચાલવા લાગ્યા. કુશ પોતાના જ પગ ઉપર કાબુ ગુમાવી બેઠો હતો. પોતાના જ પગને રોકવા પરસેવો વળી ગયો છતાં તે ઉભા રહેતા ન હતા. કુશના મનમાં ડર આવવા લાગ્યો. હવે તો કુશ રોડ પર દોડવા લાગ્યો. તે સ્ત્રી તરફ દોડતા તેની વચ્ચેનું અંતર ઘટતું ન હતું. તે સ્ત્રી પાછળ જઇ રહી હોય તેવું કુશને લાગ્યું. પણ કુશ પોતે પોતાની જગ્યા પર દોડતો હતો. આસપાસ બધું સ્થિર હતું." આવી જા. અહીં જ છું. " સ્ત્રી બોલી. " પણ હું આગળ નથી વધી શકતો. " કુશ બોલ્યો. " તારે આવવું જ નથી. હું જાવ છું. " સ્ત્રી એટલું બોલી કુશ તરફ વધવા લાગી. કુશ ડરી ગયો. તે પાછળ જવા પ્રયત્ન કરવા લાગ્યો. અચાનક તે સ્ત્રી તેની પાસે આવી ગઈ. " ચાલ હું તને લઈ જાવ. " સ્ત્રી બોલી. કુશનો હાથ પકડી લીધો. કુશ છોડાવવા મથવા લાગ્યો. બચાઓ... બચાઓ ની બૂમો પાડવા લાગ્યો. અચાનક આકાશમાંથી ગીત સંભળાવા લાગ્યું. પેલી સ્ત્રી તે સાંભળી કુશ સાથે ઝડપથી ભાગવા લાગી. કુશે તે ગીત સાંભળ્યું હોય તેવું લાગ્યું. અચાનક તે સ્ત્રી એક સામેથી આવતા ટ્રક સામે દોડવા લાગી. કુશ તે જોઈને ડરી ગયો. " માફ કરી દો મને. આપણે અથડાઈ જશું. " કુશ રડવા લાગ્યો. ટ્રક નજીક આવી ગયો. કુશની આંખો પોતાની રીતે બંધ થઈ ગઈ.

પ્રતિભાવ આપશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED