Bhul - 9 books and stories free download online pdf in Gujarati

ભૂલ. - 9

[ આગળના પાર્ટમાં નિલમ બેહોશ થઈ જાય છે. બધા દીપના ઘરે ભેગા થાય છે.]

"મમ્મી...." નિલમને હોશ આવતા બોલે છે. તે પથારી પરથી ઉભી થઇ જાય છે. " શું થયું ? " નિલમના મમ્મી આવીને બોલ્યા. " કઈ નઇ. " નીલમ બોલી. " તો કેમ બેહોશ થઈ ગઈ હતી. શ્વાસ પણ ન'તો લેવાતો. મને કેટલી ચિંતા થતી હતી. બીક લાગી ગઈ હતી. સવારથી ભગવાનને પ્રાર્થના કરું છે. તું સૂતી જ રે'. તને હવે કેવું છે ? " નિલમના મમ્મી બોલ્યા. " સારું છે. તું ચિંતા કરમા. મને કંઈ નઇ થાય. " નીલમ મુસ્કુરાહત સાથે બોલી. " તો વાંધો નઇ. " નિલમના મમ્મી પણ ખુશ થઈ ગયા. " મમ્મી તે મારી પાસે એકેય રિંગ પડેલી જોઈ ? " નીલમ બોલી. " કઈ રિંગ ? " નિલમના મમ્મી આશ્ચર્ય સાથે બોલ્યા. " મોટી બધી. " નીલમની આંખો પહોળી થઇ ગઇ. " ના . " " ચાલને ઘરે ઝડપથી. " નીલમ બોલી. " પણ ડોક્ટરને તો પૂછી લેવા દે. " નિલમના મમ્મી બોલ્યા. " હા. " નીલમ બોલી. " કઈ પ્રોબ્લમ નથી. તમે ઘરે જઈ શકો છો. " ડોક્ટર બોલ્યા. નીલમ ઘરે પહોંચતા પોતાના રૂમ તરફ ભાગી. ત્યાં રિંગ હજુ એમ ને એમ પડી હતી. નિલમે રિંગ ઉપાડી તેના લર લખેલું વાંચ્યું.
*

કવિતાના હાથ પર કોઈ લખતું હોય તેવો ભાસ થયો. કવિતા નિદરમાંથી ઉઠી. તેના હાથ પર પેન્સિલ ચાલી રહી હતી. કવિતા તે જોઈને ડરી ગઈ. કવિતાએ તરત હાથ પાછો ખેંચી લીધો. પેન્સિલ તેના હાથ પરથી નીચે પડી ગઈ. પેન્સિલ નીચે પડવા છતાં લખતી હતી. કવિતાએ પોતાના હાથ જોયા પણ કઈ લખેલું ન હતું. કવિતાની નજર પેન્સિલ પર ગઈ. પેન્સિલને ધક્કો માર્યો. પણ પેન્સિલ પડી નઇ. તેને લખવાનું ચાલુ જ રાખ્યું. પેન્સિલ તેને કઈક કહેવા માંગતી હોય તેવું લાગ્યું. કવિતાએ ટેબલ પર રહેલા ચોપડાને ખોલીને પેન્સિલની નીચે સરકાવી દીધો. થોડીવારમાં પેન્સિલ આપોઆપ લખતી બંધ થઈ ગઈ અને નીચે પડી ગઈ. કવિતાએ નાઈટલેમ્પ બંધ કરી મોટો બલ્બ ચાલુ કર્યો. કવિતાએ ચોપડા પર લખેલું વાંચ્યું.
*

" હું શાક લેવા જાવ છું. " બ્રિસાના મમ્મી એ કહ્યું. " હા. " બ્રિસા બોલી. બ્રિસા પોતાના રૂમમાં લખતી હતી. દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. બ્રિસાના મોબાઈલ ની લાઈટ ચાલુ થઈ. બ્રિસાનું ધ્યાન તે તરફ ગયું. એક મેસેજ હતો. બ્રિસાએ ખોલ્યો. અંદર કઈ લખેલું ન હતું. બ્રિસાને થયું કે આવા ખોટા મેસેજથી મોબાઈલમાંથી ચોરાઈ જવાની શક્યતા છે. બ્રિસાએ તે કાઢી નાખ્યો. ફરી એક મેસેજ આવ્યો. તેમાં કઈક લખેલું હતું. મેસેજ મોકલનારમાં ફ્રેન્ડ લખેલું હતું. બ્રિસા વિચારમાં પડી ગઇ. થોડો ડર પણ લાગ્યો. ફરી મેસેજ ખોલ્યો. અંદર વાંચવા લાગી.

*

" મને ખબર છે. તમે કઇ નથી કર્યું . " દીપ બોલ્યો. " તો આ બધું શું છે ? " કુશ બોલ્યો. " તમને કે'તા ભૂલી ગયો. મારી સાથે પણ આવું થયું હતું " દીપ બોલ્યો. " હા બોલ." નિલ બોલ્યો. " શરમાય છે કેમ બોલને. " કિશન બોલ્યો. " હા બોલું છું. એક કબૂતર આવને મારા બાથરૂમમાં ચાંચ મારતું હતું. એ કદાચ આપણને મેસેજ આપવા આવ્યું હતું. " દીપ બોલ્યો. " પરતું તેને 2 દિવસ થયા. તું ક્યારેય ગયો નથી ? " હર્ષ બોલ્યો. " ના હું નીચે ચાલ્યો જતો. " દીપ બોલ્યો. " ચાલો જોઈએ. " નિલ બોલ્યો. બધા બાથરૂમ તરફ ગયા. " બસ એલા. બધા ન સમાય. " નિલ બોલ્યો. નિલે અને દીપે અંદર જઈને વાંચ્યું.
*

પ્રીતિભાવ આપશો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED