ભૂલ. - 14 Pritesh Vaishnav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ. - 14

[ આગળના પાર્ટમાં કવિતા અને બ્રિસા હવામાં ઉડવા લાગ્યા. બધા જમીનમાં ફસાવા લાગ્યા. દલદલ ફેલાતું હોય તેવું લાગ્યું. ]

" કિશન તું તો કંઈક કર. " નિલ બોલ્યો. કિશને આસપાસ તપાસ કરી. એક વડલાની વડવાઈ દેખાઈ. તે લઈ તેને એક ઝાડ સાથે બાંધી દીધી અને તેને કુશ પર ફેંકી. કિશન દૂર ચાલ્યો ગયો. કુશે તેને પકડી અને ખેંચવા લાગ્યો. તે થોડો જ બહાર આવ્યો હતો ત્યાં બાંધેલ ઝાડ પણ નીચે આવવા લાગ્યું. " નઇ નઇ નઇ નઇ. " કુશ રાડો પાડવા લાગ્યો. કુશે પોતાનો પૂરતો પ્રયત્ન ચાલુ રાખ્યો. કુશ બળ કરીને ગોઠણ સુધી બહાર આવી ગયો. અચાનક તે ઝાડની ડાળી નજીક આવી કુશે પકડી લીધી. તે ઉપર ચડી ગયો. તેને હર્ષને ખેંચીને ડાળી પર ચડાવી દીધો. બંને ઉંચી ડાળી પર ચડી ગયા.

" દીપ અહીં ચડી જા. " નીરવ ઉત્સાહમાં જોરથી બોલ્યો. નિરવ જે ઝાડ પર ચડ્યો હતો તે ઝાડ નીચે જતું હોવાથી તેની એક લાંબી ડાળી દીપ સુધી પહોંચી ગઈ. દીપ, નિલ અને રાજ તે ડાળી પકડીને ઉપર ચડી ગયા અને ત્યાંથી દૂર ભાગવા લાગ્યા. નીરવ પણ ટોચ સુધી પહોંચી જતા તે જમીન પર કુદી ગયો. તેની સાથે નિલ, દીપ અને રાજ પણ કૂદી ગયા. અચાનક બધાના પગ ખૂંચવા લાગ્યા. નીરવ જેવી-તેવી રીતે બીજા ઝાડ પર ચડી ગયો. નિલ પણ હાથ આપીને ચડી ગયો. દીપ અને રાજ પહોંચી ન શક્યા.

" ત્યાં જુવો. " કિશન આંગળી ચીંધતા બોલ્યો. બધાની નજર આંગળીના ઈશારા તરફ ગઈ. બધાના ચહેરા પર આશ્ચર્ય ફેલાઈ ગયું. જે ઝાડ પરથી નીરવ , રાજ ,દીપ અને નિલ નીચે ઉતરી ગયા હતા તે જમીન માં જતું અટકી ગયું હતું. કિશન તે ઝાડ ની નજીક ગયો અને તેને અડકયું. કોઈ પણ ફરક ન પડ્યો. " આવું કેવી રીતે થઈ શકે ? "કુશ બોલ્યો. " મને લાગે છે કે આ આપણી સાથે રમત રમાઈ રહી છે. " હર્ષ બોલ્યો. " સાચી વાત છે. " દીપે પોતાની હાજરી પુરાવી. " જો પે'લા દીપ જમીનમાં ઘસવા લાગ્યો. પછી તેને પકડવા માટે ગયેલા નિલ અને હર્ષ પણ જમીનમાં ધસવા લાગ્યા. તેની મદદ કરતા રાજ , નીરવ અને કુશ પણ જમીનમાં જવા લાગ્યા. મતલબ મદદ કરવા જાય એ બધા ફસાય છે. " કિશન બોલ્યો. " હા એ બધું બરાબર પણ આપણે અહીંથી નિકળશું કેવી રીતે ? " નીરવ બોલ્યો. " અહીંથી બહાર જવાનો કોઈ રસ્તો જ નથી. " કિશન બોલ્યો. " એક ઝાડથી બીજા ઝાડ પર જઈએ તો ? " દીપ બોલ્યો. " પણ કેટલીક વાર જશું! થોડા સમયમાં તો થાકી જશું 'ને ક્યારેક તો ડુબવું જ પડશે. " કુશ બોલ્યો. " પણ આ કિશન કેમ બચી ગયો ? " રાજ બોલ્યો. " કારણ કે હજુ એને કોઈની મદદ નથી કરી. " હર્ષ બોલ્યો. " કઈક તો ઉપાય હશે. " નીરવ બોલ્યો. " ભગવાનના નામ સિવાય કોઈ ઉપાય નથી. " દીપ બોલ્યો. " એ તો આપણે ક્યારના લઈએ છીએ પણ કઈ થતું નથી. " કુશ થોડી અકળામણ સાથે બોલ્યો. " પણ બીજો કોઈ રસ્તો જ નથી. " નિલ નિરાશા સાથે બોલ્યો. બધા મનમાં ને મનમાં ભગવાનનું નામ લેવા લાગ્યા. " કિશન તું અમારા ઘરે કઈ દેજે. અમે મફતમાં નથી મર્યા હો. "રાજ બોલ્યો. " બધા આવું બોલવાનું બંધ કરો. " કિશન બોલ્યો. " હા સાચીવાત છે. હજુ ક્યાં આપણે મરી ગયા. " નીરવ બોલ્યો. " તુંય બંધ રે. " કિશન ગુસ્સા સાથે બોલ્યો. થોડીવાર કોઈ કઈ ન બોલ્યું. બધા જમીનમાં ઝાડ સાથે ગોઠણ સુધી ખૂંચી ગયા. " હું જાવ છું. " નીરવ ગળા સુધી ખૂંચી જતા બોલ્યો. " અમે તારી સાથે જ આવીએ છીએ. " હર્ષ બોલ્યો. "હા ભલે ઉપર મળીએ." નીરવ બોલ્યો. નીરવ પૂરો ડૂબી ગયો. બાકી બધા પણ જમીનમાં પુરા ડૂબી ગયા. કિશન હજુ બહાર ઉભો હતો. તે આ જોઈને એટલો ગભરાઈ ગયો આંખો મટકાવાનું ભૂલી ગયો. આંખો માંથી ક્યારે પાણી જમીન સુધી પહોંચવા લાગ્યા તેનું ભાન જ ન રહ્યું. કિશન બહાર જવાના વિચારથી પણ ઘણો દુર ચાલ્યો ગયો હતો.
*

" બચાવો. " બ્રિસાએ બુમ પાડી. કવિતાની પકડ ધીમે ધીમે છૂટતી જતી હતી. " કઈક કર. " બ્રિસા બોલી. " હું શું કરું. હું પણ તારી સાથે લટકું જ છું ને. " કવિતા બોલી. " એવું ના બોલ. " બ્રિસા રડમસ અવાજે બોલી. " એક મિનિટ કઈક કરું. " કવિતા એટલું બોલી બાજુના ઝાડની ડાળી સુધી પગ લંબાવ્યો. થોડાક પ્રયત્નો પછી ડાલી પગ વચ્ચે આવી ગઈ. " બ્રિસા પકડી લે. " કવીતા બોલી. બ્રિસાએ હાથેથી ડાળી પકડી લીધી. ડાળી બ્રિસા તરફ નમી ગઈ પણ બ્રિસા પોતાની જગ્યાએ એમને એમ રહી. " આનાથી તો કઈ ના થયું. " બ્રિસા બોલી. અચાનક બ્રિસા હવામાં આગળપાછળ અને ઉપરનીચે થવા લાગી. હાથમાંથી ડાળી છૂટી ગઈ. કવિતા ગોઠણથી પગના પંજા સુધી આવી ગઈ. " કવિતા છોડતી નઇ. " બ્રિસા ચિલ્લાઈ. અચાનક એક ઝટકો આવ્યો અને કવિતાના હાથ છૂટી ગયા. તે જમીન પર પડી. કવિતા હોશમાં હતી પણ ઉપરથી પડવાથી દર્દથી પીડાઈ રહી હતી. ફરીથી ઉભું થવા માટે થોડા સમયની જરૂર હતી. બ્રિસા હજુ હવામાં આમથી તેમ ઉડી રહી હતી. બ્રિસાને ચક્કર આવવા લાગ્યા હતા. ચારેતરફના ઝાડ અને જમીન ગોળ ગોળ ફરતી હોય તેવું લાગી રહ્યું હતું. અચાનક તે એક ઝાડ સાથે અથડાઈ. બ્રિસાના મો માંથી કારમી ચીસ નીકળી ગઈ. બ્રિસાનું શરીર આનાથી વધુ સહન કરી શકે એમ ન હતું. બ્રિસા બેહોશ થવા લાગી. આંખો ખુલી હતી પણ કઈ દેખાતું ન હતું એવી પરિસ્થિતિ થઈ હતી. અચાનક ફરી તે બીજી ડાળી સાથે અથડાઈ. આ વખતે માત્ર દર્દનો અહેસાસ થયો અને થોડી ખુલી આંખો પણ બંધ થઈ ગઈ.

પ્રતિભાવ આપશો.