ભૂલ. - 15 Pritesh Vaishnav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ. - 15

[ આગળની વાર્તામાં થોડાક મિત્રોને ખરાબ અનુભવો થતા તેના કારણ સુધી પહોંચવા જંગલ માં જાય છે. ત્યાં બધાને અલગ અલગ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આગળના પાર્ટમાં કિશન સિવાય બધા દલદલમાં ફસાઈ ગયા. કવિતા નીચે પડી ગઈ અને બ્રિસા હવામાં ઝાડ સાથે અથડાઈને બેહોશ થઈ ગઈ. ]

" કિશન.. " કિશન આંખો બંધ કરીને ઉભો હતો. " હમમમમ.." કિશને આંખો ખોલી. સામે કુશ , દીપ , નિલ અને બાકી બધા ઉભા હતા. બધા કિચળથી લથપથ હતા. " તમે બધા કેવી રિતે ? " કિશન બોલ્યો. " ખબર નઇ. પણ અચાનક અમે બહાર આવી ગયા. " નિલ બોલ્યો. " સારું થયું. બહાર આવી ગયા. મારા તો મોઢામાં કીચડ ભરાઈ ગયો. થું... થું.." દીપ બોલ્યો. " નજીક માં ક્યાંક ઝરણું હોય તો સાફ કરીએ. " હર્ષ બોલ્યો. " આહ...." નીરવ આગળ ચાલવા જતા પડી ગયો. નિરવના પગ પર કઈક ઉપસી ગયું હતું. નિરવને પગમાં દર્દ થઈ રહ્યું હતું. " શું થયુ ? " કિશન બોલ્યો. બધા ત્યાં ભેગા થઈ ગયા. ઉપસેલા ભાગને જોઈને એવું લાગતું હતું કે કંઈક કરડી ગયું હોય. નીરવ ત્યાં સાફ કરવા લાગ્યો. ચામડી ફુગ્ગાની જેમ ફુલાઈ ને તેની પારદર્શકતા વધી ગઈ હતી.

" આ શું ? " હર્ષ બોલ્યો. નિરવના ઉપસેલા ભાગની અંદર કઈક હલચલ કરી રહ્યું હતું. બહારથી એવું લાગતું હતું કે કોઈક જીવડુ અંદર હલનચલન કરતું હોય. " અંદર તો કંઈક છે. " દીપ બોલ્યો. બધા એક નજરે જોવા લાગ્યા. " જુવો છો શું ? કઈક કરો. " નિરવ આ જોઈને ગભરાઈ ગયો. તેના શ્વાસની ગતિ વધી ગઇ. " આને તો કાપીને બહાર કાઢવું પડશે. " રાજ બોલ્યો. " મારી પાસે ચાકુ છે. " કિશન બોલ્યો. " ના અત્યારે નઇ આને બહાર કાઢીને લોહી નીકળશે. એને સાફ કરવા આપણી પાસે પાણી નથી. " કુશ બોલ્યો. " પણ આમને આમ તો આ મોટું થતું જશે. " નિલ બોલ્યો. " પણ સાફ કેમ કરશું ? " હર્ષ બોલ્યો. " કપડાથી સાફ કરી દેશું અને બીજું કપડું બાંધી દેશું. " નીલ બોલ્યો. " વાંધો નઇ. મારી પાસે લાગ્યું હોય ત્યાં લાગવાનો પાવડર છે. " રાજ બોલ્યો. " કોણ કરશે ? " કિશન ચાકુ કાઢીને બોલ્યો. બધા એકબીજાના ચહેરા જોવા લાગ્યા. " લાવને હું કરી દવ. " નિલ બોલ્યો. " આના મોઢામાં કઇક ઠુસો . બાકી પોતાની જીભને જ બટકું ભરી લેશે. " કુશ બોલ્યો. દીપે નિરવના મોઢામાં એક લાકડું રાખી દીધું. " પગ પકડી રાખ. " નિપ બોલ્યો. દીપે હાથ અને કુશે પગ પકડી લીધા. " બીજી તરફ જોઈ જા. " નિલે નીરવને કહ્યું. નીરવ પોતાની પુરા બળથી આંખો બંધ કરી ગયો. નિલે ઉપસેલા ભાગ પર વચ્ચેથી ચાકા વડે પગની લંબાઈની સાથે ચીરો માર્યો. નિરવના મોઢામાંથી થોડોક અવાજ નીકળ્યો.

ઉપસેલા ભાગમાંથી પીળા જેવા સફેદ કલર જેવા રસી નીકળ્યા. અંદરથી કઈક જીવતું જીવડું નીકળ્યું. નિલે ચાકા પર લઈ તેને જમીન પર રાખી દીધું. " મારી નાખ. " દીપ બોલ્યો. નિરવે મોઢામાંથી લાકડું ફેંકી દીધું. નિલે નીકળતા લોહીને સાફ કરવા કપડાના એક છેડા વડે લૂછયું. નિલ કાપેલા ભાગ પર કપડું લપેટવા લાગ્યો. " એક મિનિટ ઉભો રે. પે'લા બધું રસી દબાવીને કાઢી લે. " હર્ષ બોલ્યો. નિલે ફરી કપડું કાઢી લીધું. થોડું આસપાસ દબાવીને થોડાક રસી બહાર નીકળ્યા. રસી બંધ થતાં તેને કપડાથી સાફ કરી નાખ્યું. " આલે આ છાંટી દે. "રાજ એક ડબ્બો આપતા બોલ્યો. " હા આતો હું ભૂલી જ ગ્યો'તો. " નિલ ડબ્બામાંથી પાવડર છાંટી માથે કપડું બાંધવા લાગ્યો.

" એ આતો જો કેવું રમે છે. " કિશન બાજુ પર રાખેલા જીવડાને જોઈને બોલ્યો. " આઘો રે'જે. " કુશ બોલ્યો. " હા. વળી તારામાં ઘરી જશે તો ફરી આવું કરવું પડશે." દીપ હસતા હસતા બોલ્યો. " આ જુવો. " કિશન ગભરાયેલા અવાજે ઉભો થઇ જમીન તરફ જોતા જોતા પાછળ હટવા લાગ્યો. બધાની નજર તે તરફ ગઈ. " આતો મોટું થાય છે. " કુશ બોલ્યો. નિલ તરત ઉભો થઇને પાછળ હટવા લાગ્યો. નીરવ પણ ઢસળાતા ઢસળાતા દૂર જવા લાગ્યો. કપાયેલા ભાગ પરનું કપડું લસરી ગયું. ફુગ્ગામાં હવા ભરતા મોટો થાય એમ જીવડું ઝડપથી મોટું થઈ રહ્યું હતું. બધા આ જોઈને દૂર હટવા લાગ્યા. " ફરી નવું બખડજંતર. " કિશન બોલ્યો. નિલ ઝડપથી પાસે પડેલું ચાકુ લઈને જીવડના પેટમાં મારી દીધું. જીવડાના બે કટકા થઈ ગયા. થોડીવાર હલીને બન્ને કટકા શાંત થઈ ગયા. કિશને લાકડીથી એક કટકાને હલાવ્યું. " મને એમ હતું કે કાપ્યા પછી એકના બે થઇ જશે. " કિશન બોલ્યો. " તને આવા જ વિચાર આવે બોવ બધી ભૂતની વાર્તા વાંચીને એટલે. " કુશ બોલ્યો. " જ્યારથી અંદર આવ્યા છીએને ત્યારનું દુનિયાનું ગણિત બદલાય ગયું છે. " દીપ માથા પર હાથ રાખતા બોલ્યો. " તને ક્યારથી ગણિત આવડવા લાગ્યું!" કિશન હસતા હસતા બોલ્યો. " અરે નીલમ મેમ પાસે સ્પેશ્યલ ટ્યુશન માં જાય છે ને એટલે." રાજ બોલ્યો. " હું એકલો થોડો જાવ છું. આ કિશન પણ મારી સાથે આવે છે. અમે 12 સ્ટુડન્ટ છીએ. " દીપ બોલ્યો. " પણ અસર તો તને થઈને. હઅ..હઅ..હઅ..." નિલ દીપને કોણી અડાળતા બોલ્યો. " યાર કોક સરખો પાટો તો બાંધી આપો. " નીરવ પાટો કપાયેલી જગ્યા પર મુકતા બોલ્યો. નિલે પાટો બાંધી આપ્યો. " ચાલો હવે. " હર્ષ બોલ્યો. નીરવ નિલના ટેકાથી ઉભો થયો અને એક પણ પર થોડોક અને બીજા પગ પર પૂરો ભાર રાખતા આગળ ચાલવા લાગ્યો.

" એક મિનિટ આ અવાજ શેનો છે ? " કિશન બોલ્યો. કઈક ઉડવાનો અવાજ આવતો હતો. અચાનક કિશનના પીઠ પર કઈક પડ્યું. બધાએ અવાજ તરફ જોયું. આંખો પહોળી થઇ ગઇ. દીપનું મોઢું પોતાની રીતે ખુલી ગયું. ચહેરા પરનો ભય અને માથામાં પરસેવો કઈક ડરાવણા દ્રષ્યની ચાડી પૂરતા હતા.

પ્રતિભાવ આપશો.