[ આગળના પાર્ટમાં બધા નક્કી કરેલા સ્થળ પર પહોંચી જાય છે અને ત્યાં જવા માટે નીકળે છે. બ્રિસા નાસ્તો લેતા સમયે તેના પગ સાથે કઈક અથડાય છે.]
" બસ અહીંથી હવે આ જંગલમાં જવાનું છે. " નિલ બોલ્યો. " હા ચાલો આપણે ક્યાં વાંધો છે. " કુશ દીપ તરફ જોતા બોલ્યો. " મને વાંધો છે. " દીપ બોલ્યો. બધા તેની તરફ જોવા લાગ્યા. " શું વાંધો છે ? " રાજ બોલ્યો. " મારે એક નંબર જવું છે. " દીપ ટચલી આંગળી બતાવતા બોલ્યો. " આને આવું જ હોય. અમે જઈએ છીએ તું કરીને આવી જજે હો. " નીરવ બોલ્યો. " ના ઉભા રો. હું કરી લવ ત્યાં સુધી. " દીપ બોલ્યો. " હા ભઇ જાને ઉભા જ છીએ. " નિલ બોલ્યો.
" ચાલો હવે જઈએ. " દીપ બોલ્યો. બધા જંગલ તરફ ચાલવા લાગ્યા. અચાનક દીપ ચાલતા ચાલતા પડી ગયો. " શું થયું ? " હર્ષ બોલ્યો. બધાએ ઉભો કર્યો. " હું કોઈ વસ્તુ સાથે અથડાયો. " દીપ કપડાં સાફ કરતા ઉભો થયો. બધા આગળ હાથ ફેરવવા લાગ્યા. બધાના હાથ આગળ જઇ શકતા હતા પણ ગળાથી ઉપરનો ભાગ આગળ જઇ શકતો ન હતો.
" આ શું ? " કિશન બોલ્યો. " આ કઈક જાદુ છે. " નીરવ બોલ્યો. " તો કઈ માથું અહીં મૂકીને તો ના જવાય ને. " દીપ બોલ્યો. " એને આપણે આવવા નઇ દેવા હોય. " રાજ બોલ્યો. " આવવા ના દેવા હોય તો બોલાવે જ શા માટે ? " કુશ બોલ્યો. " આ કઈક બીજીવાત લાગે છે. " હર્ષ બોલ્યો. " ગળાથી ઉપર એટલે એ આપણે આપેલી માળા તરફ ઈશારો હોઈ શકે. "નિલ બોલ્યો. " હા જોઈ લઈએ. " દીપ માળા કાઢતા બોલ્યો. "એક મિનિટ કાઢતો નઇ. " નિલ બોલ્યો. " કેમ શું થયું ? " દીપ બોલ્યો. " પૂજારીની વાત યાદ છે ને આ માળા જ આપણે બચાવે છે. " નિલ બોલ્યો. " હા પણ તો બીજું શું કરી શકાય ? " નીરવ બોલ્યો. " થોડો સમય તો રાહ જો. બીજું કઈક વિચારી." નિલ બોલ્યો. બધા વિચારવા લાગ્યા.
" એક મિનિટ જો તારી પાસે શક્તિ હોય તો તું તને ખતરો હોય એવી ચીજ ને તારાથી મેક્સિમમ દૂર રાખીશ ને. " કિશન બોલ્યો. " કઈક સમજાય એવું બોલ ને. " દીપ બોલ્યો. " આ દીવાલનું અહીં હોવું જ એ સાબિતી છે કે અહીંથી બા'રે તેની શક્તિ કામ કરતી ના હોય. " કિશન બોલ્યો. " હા પણ એનું શું ? " કુશ બોલ્યો. " હા તો આપણે અહીં બહાર રહીને જોઈએ કે માળા અંદર જાય છે કે નઇ. " કિશન બોલ્યો. " હા તું ચેક કરી જો. " દીપ બોલ્યો. કિશને પોતાની માળા કાઢી અને હાથમાં લઈ આગળ વધવા લાગ્યો. અચાનક તેના હાથ કોઈ વસ્તુ સાથે અથડાયા હોય તેવી રીતે ઉભા રહી ગયા. કિશને ધક્કો માર્યો પણ ફર્ક ના પડ્યો. તેને માળા ને આગળ ફેંકી. માળા હવામાં અદ્રશ્ય વસ્તુ સાથે અથડાઈને નીચે પડી ગઈ. " આ તો માળાનો જ લોચો છે. " દીપ બોલ્યો. " મતલબ કે આપણે માળા અહીં મૂકીને જવું પડશે. " નિલ નિરાશ આવજે બોલ્યો. " આટલું થયા પછી મારી માળા વગર અંદર જવાની ઈચ્છા થતી નથી. " રાજ બોલ્યો. " હા યાર. " કુશ બોલ્યો. બધાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ." હવે અહીં સુધી આવીને પાછા ન જવાય. જે થાય એ આપણે બધા સાથે જ છીએ. " હર્ષ બોલ્યો. " હા બીજું શું થાય." નિલ બોલ્યો. બધાએ માળા કાઢી અને એક ઝાડની ડાળી પર રાખી દીધી. બધાના મનમાં ડર વધી ગયો. પોતે કોઈક મોટી મુસીબતમાં ફસાયા હોય તેવો ભાસ થવા લાગ્યો. બધા ફરી ચાલવા લાગ્યા.
*
" આ તો કંઈક કંકુ જેવું છે. " બ્રિસા બોલી. " ખોલીને જોને. " કવિતા બોલી. બ્રિસા એ ખોલીને જોયું. અંદર લાલ કલરની ભૂકી જેવું હતું. બ્રિસાએ તેને ઢાંકણામાં લીધુ. " આ તો કુંકુ જ છે. " બ્રિસા બોલી. " તારે શું એનાથી ? ફેંકી દે. " કવિતા બોલી. " કદાચ આ આપણા માટે ભગવાનની ભેટ હોય. " બ્રિસા બોલી. " હોઈ શકે. પણ આપણી સાથે પેલેથી જ ભગવનનો સાથ છે. તું ચિંતા ના કર. ફેંકી છે. " કવીતા બોલી. અચાનક પવનની લહેરખી આવી અને થોડું કંકુ બ્રિસાના હાથ પર પડ્યું. બ્રિસાએ કકુને ફરી બંધ કરી ફેંકી દીધું. " ચાલો. " બ્રિસા એક્ટિવા ચાલુ કરતા બોલી. બંને નક્કી કરેલી જગ્યા પર પહોંચી ગયા. " આટલી બધી સાઇકલ કોની હશે ? " બ્રિસા સાઇકલ લાઈનમાં ઉભી રાખેલી જોઈને બોલી. " આવી ભૂતિયા જગ્યા પર કોણ આવે ? " બ્રિસાએ આશ્ચર્ય સાથે પૂછ્યું . " આપણા જેવા. " કવિતા હસીને બોલી. " હા કદાચ આપણી જેમ કોઈક આવ્યા લાગે છે. " બ્રિસા બોલી. " હા બની શકે. " કવિતાએ સાથ પુરાવ્યો. તેને એક્ટિવા સાઇકલ પાસે રાખીને જંગલ તરફ ચાલવા લાગ્યા.
" એ કવિતા આ જો. " બ્રિસા બોલી. " શું ? " કવિતા બ્રિસા તરફ જોતા બોલી. " આટલી બધી માળાઓ એક સાથે કેમ હશે? " બ્રિસા બોલી. કવિતા માળાને નીરખીને જોવા લાગી. " શું જોશ ? " બ્રિસાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. "કઈ નહિ. હું ગણતી હતી કે આની અને સાઈકલની સંખ્યા સરખી છે. " કવિતા બોલી. " તો ? " બ્રિસા બોલી. " તો કદાચ આપણી પેલા અહીંથી કોઈક અંદર ગયું છે. " કવિતા બોલી. " તો ? " બ્રિસા ફરી બોલી. " તો આ માળાઓ સાબિત કરે છે કે કઈ પણ આપણે બચાવતી વસ્તુ આગળ નહી લઈ જઈ શકાય. " કવિતા ગંભીર આવજે બોલી. બ્રિસાનો હાથ તરત પોતાના હાથ પર બાંધેલ પવિત્રા પર ગયો. " પણ મમ્મી એ તો આ કાઢવાની ના પાડી છે. " બ્રિસા ગભરાયેલા આવજે બોલી. " અહીં ક્યાં લખ્યું છે કે આને કાઢી નાખો! આપણે ચાલવા લાગો. " કવિતા બોલી. બંને ચાલવા લાગ્યા. અચાનક કોઈકે બ્રિસાનો હાથ પકડ્યો હોય તેવું લાગ્યું.
પ્રતિભાવ આપશો.