ભૂલ. - 10 Pritesh Vaishnav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ. - 10

[ આગળના પાર્ટમાં બ્રિસા રિંગ પર ,કવિતા ચોપડા પર અને નિલ દીવાલ પર લખેલું વાંચે છે. ]

" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " બ્રિસાએ વાંચ્યું.
*

" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " નિલમે વાંચ્યું.
*

" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " કવિતાએ ચોપડા પર લખેલું વાંચ્યું.
*

" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " નિલે વાંચ્યું. " ચાલો. " રાજ બોલ્યો. " ક્યાં જવું છે ? " દીપ બોલ્યો. " આ જગ્યાએ. " રાજ બોલ્યો. " સાવ કોરેકોરા જવું છે ? " દીપ બોલ્યો. " તો ? " રાજે પૂછ્યું. " તને ખબર છે આ જે જગ્યાની વાત ચાલે છે ને એ જગ્યા એ જે જાય છે એ પાછું નથી આવતું. " દીપ બોલ્યો. " ના આવી તો મને ખબર નથી. " રાજ આશ્ચર્ય સાથે બોલ્યો. " ટણપો તેમાં. " કિશન બોલ્યો. " તો આપણે જશું કેવી રીતે ? " નીરવ બોલ્યો. " મને એમ લાગે છે આપણે ન જવું જોઈએ. " દીપ બોલ્યો. " ફાટણો. " કુશ બોલ્યો. " આપણે જવું તો પડશે જ. " કિશન બોલ્યો. " હા જેમ એક દિવસની ટ્રીપ પર જઈએ એમ જશું અને આવતા રે'શુ. " નિલ બોલ્યો. " પણ આવું પેરાનોર્મલ થાય તો ખાલી ટ્રીપ ના થાય હોરર ટ્રીપ થાય. " કુશ બોલ્યો. " હા આપણે કઈક બચાવ માટે લઈ જશું. " દીપ બોલ્યો. " જેમકે. " કિશને પૂછ્યું. " જેમકે માળા, ભભૂત , ઓમ એવું કંઈક. " દીપ બોલ્યો. બધા હસવા લાગ્યા. " છોરો ગાંડો થઈ ગયો છે. " કુશ બોલ્યો. બધા હસવા લાગ્યા. " બીકણો. " કિશન બોલ્યો. " એની વાત સાચી છે કઈક તો લઈ જાવું પડશે. બાકી ત્યાંથી પાછા આવવા માટે કોઈ ઉપાય નઇ રે'. " નિલ બોલ્યો. " પણ આવું મળશે ક્યાં ? " કુશ બોલ્યો. " મને ખબર છે. " દીપ બોલ્યો. " કયા ? " બધા એકસાથે બોલ્યા. " અહીં શંકરના મંદિરે. " દીપ બોલ્યો. " બધા પોતાના ઘરે તૈયારી કરી લઈએ. હજુ તો સવાર છે એટલે સાંજ સુધીમાં પાછા આવી જશું અને શંકરના મંદિરે 9 વાગે ભેગા થશુ." નિલ બોલ્યો.
*

"મમ્મી આ જો તો. " કવિતા ચોપડો લઈને ભાગી. " શું છે ? કેમ સવારે વહેલી ઉઠી ગઈ ? " કવિતાના મમ્મી બોલ્યા. " શું થયું બેટા ? " કવિતાના પપ્પા બોલ્યા. " આ જગ્યા ક્યાં છે ? " કવિતા બોલી. " આ તને કોને લખીને આપ્યું ? " કવિતાના મમ્મી બોલ્યા. કવિતાએ આખી વાત કરી. " આ જગ્યાએ જે જાય છે તે પાછું નથી આવતું. " કવિતાના મમ્મી બોલ્યા. " ક્યાં દેખાડ ! " કવિતાના પપ્પા બોલ્યા. " તું અહીંયા ન જતી. " કવિતાના મમ્મી બોલ્યા. " પણ મમ્મી આગળની બધી વાત મને તે તરફ ખેંચી જાય છે. મારે જવું પડશે. " કવિતા બોલી. " ના પાડી ને. " કવિતાના મમ્મી ગુસ્સા સાથે બોલ્યા. " પણ મમ્મી ... " " ના એટલે ના." કવિતાના મમ્મી બોલ્યા. " પણ મમ્મી જવું છે મારે. " " નઇ. " ગુસ્સા સાથે બોલ્યા. " પણ એ બધું પાછું દેખાશે. " કવિતા બોલી. " ભલે પણ તું ત્યાં નઇ જાય. " કવિતાના મમ્મી બોલ્યા. " પણ ... " " ના પાડી ને. " ગુસ્સા સાથે બોલ્યા. કવિતા રડવા લાગી. " આવી રીતે ગુસ્સે થવાય !" કવિતાના પપ્પા કવિતાનું માથા પર હાથ ફેરવતા બોલ્યા. " તમે જ બગાડી છે. " " ના જવાય બેટા ત્યાં તને ખતરો છે. " કવિતાના પપ્પા બોલ્યા. "પણ હું અને બ્રિસા જઈએ. " કવિતા ધીમા અવાજે બોલી. " હા પૂછી લે એને. હા પાડે તો જજો. " કવિતાના પપ્પા બોલ્યા. "ના. નથી જવું ક્યાંય. " કવિતાના મમ્મી બોલ્યા. " જવા દે થાકીને પાછી આવતી રે'શે. " કવિતાના પપ્પા બોલ્યા. " પણ તારે મંદિરમાં પડેલી માળા પહેરવી જોશે અને ગમે તે થાય કાઢવાની નથી. " કવિતાના મમ્મી બોલ્યા. " હા ભલે. " કવિતા ખુશ થતી ભાગવા લાગી.

પ્રતિભાવ આપશો.