અધુરો પ્રેમ - 24 - કસોટી Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુરો પ્રેમ - 24 - કસોટી

કસોટી

પલક થરથર ધ્રૃજતી ધ્રૃજતી આંખોમાં આંસુ સાથે સુવાનો ડોળ કરી રહી છે. પણ એને ઉંઘ આવતી નથી કારણકે એનો ફીયાન્સે નશામાં ચકચૂર પડેલો છે.અને એની તરફ અજુગતી નજર પણ મહેસુસ કરી છે.તેથી પલક વધારે ને વધારે ડરથી કાંપી રહી છે,જાણે એને 105 ડીગ્રી તાવ ચડી ગયો હોય એવું લાગે છે.પલકનું શરીર શીથીલ થઈ ગયું છે. મનોમન ખૂબ જ મુંજાયેલું રહે છે. આખુંય શરીર સુકાઈ ગયેલા પત્તાં ની જેમ કપકપાઈ રહ્યું છે. જાણે કોઈ મેઘલી રાત હોય. અને રાત્રીના લગભગ બે ત્રણ વાગ્યે કોઈ કારણસર સુમસામ રસ્તા ઉપર પગપાળા જવાની ફરજ પડી હોય, આખાય રસ્તે કોઈ ચકલુંય ફરકતું ન હોય. મેઘલી રાતે ચારેતરફ અંધકાર છવાયો હોય, આકાશમાં કાળાડીબાંગ ઘટાટોપ વાદળો મંડરાયેલા હોય, થોડીથોડી વારે વીજળીના ગડગડાટથી કાળજામાં અજાણી બીક ઘર કરી જાય. એક ઘટાટોપ ભુતીયો વડ આવે એની નીચે વડની વડવાયે ઉંધા માથે જેમ ચુડેલો લટકતી હોય, એમ વડવાંગડ (ચામાચીડીયા)ટીંગાઈ રહ્યા હોય, અને કોઈ ડરપોક વ્યક્તિ એ વડની નીચે વરસાદથી બચવા ઉભો રહ્યો હોય. અને બસ હવે જ વખતે વીજળીના ચમકારા સાથે વડલાની ઉપર બેઠેલું ગીઘ પક્ષીનું ટોળું ખડખડાટ કરતું ઉડે અને જેટલી બીક કાળજે લાગે એટલી જ બીક આજે પલકને લાગી રહી છે.
બીકમાં ને બીકમાં લગભગ રાત્રીના સાડાબાર વાગી ગયા. આ બાજુ વીશાલ પણ આજે પલકને પુરી તરહ પામવાનું નક્કી કરી ચુક્યો હતો. અને આ બાજુ પલક પણ આ "કસોટી"માંથી કેવીરીતે પોતાનો બચાવ કરવો તેની અવઢવમાં હતી. ત્યાં જ વીશાલ પથારીમાંથી ઉભો થયો. પલકે ત્રાસી નજરે જોઈને પોતાની આંખો બંધ કરીને પોતાના બેઉ હાથ પોતાની છાતી સરસા ચાંપી અને ભગવાનનું સ્મરણ કરવા લાગી. વીશાલ ઉભો થઇ અને બાથરૂમમાં ગયો. બાથરુમનો દરવાજો ખુલ્લો એટલે પલકને થયું કે વીશાલ બાથરૂમમાં ગયો છે જરાક હાશકારો થયો. એને થયું કે અરે નહી નહીં હું તો કાઈપણ વીચારું છું. એ તો બીચારો બાથરૂમમાં ગયો છે. અને હું તો ગમેતેમ વીચાર કરું છું. થોડીવાર પછી વીશાલ બાથરૂમમાંથી બહાર આવ્યો. અને પલકની બાજુમાં સુઈ ગયો. પલક એકદમ શાંત થઈ ને મડદાંની માફક પડી રહી.એનું આખુંય શરીરમાં કમકમાટીભર્યા ખ્યાલ આવી રહ્યા છે. હજીતો પલક કશું વીચારે કે ન વીચારે વીશાલે પલકને હાથ પકડીને પોતાની તરફ ઢસડી લીધી. પલક વીશાલને બે હાથ જોડીને આજીજી કરવા લાગી. ખબર નહી એને ક્યાથી આટલી હીંમત આવી ગઈ. એણે વીશાલને કહ્યું જો વીશાલ અત્યારે આપણાં લગ્ન થયાં નથી.અને લગ્ન પહેલાં હું એવું કોઈપણ પગલું ભરવાં નથી માંગતી જેથી મારું આત્મસંમાન ઘવાય.અને હું તમારી જ આપણે લગ્ન પછી આ બધું કરવાનું જ છે.હું તમને પછી ક્યારેય નહીં રોકુ પણ અત્યારે નહીં પ્લિઝ વીશાલ. તમે સમજો પ્લિઝ તેમ છતાં પણ વીશાલ પલકને જબરજસ્તી કરવા લાગ્યો, એણે પલકને પોતાની બાહોમાં જકડી લીધી. અને એનાં ગાલ અને હૈઠને ચુંબન કરવા લાગ્યો. થોડીવાર પલક આજીજી કરતી રહી.પણ વીશાલે પલકની વાત સાંભળી જ ન હોય એમ અનસુની કરી ને પોતાની હવસ પુરી કરવા પોતાના હાથને પલકની છાતી ઉપર લઈ ગયો. અને પલકનો પિત્તો સાતમા આસમાને પહોંચી ગયો.
પલક એકદમ પથારીમાંથી છલાંગ મારી એક વીરાંગનાની માફક ઉભી થઇ ગઇ. અને વીશાલનો કોલર પકડીને પલંગની નીચે ખેંચી લીધો. અને એની ગરદનને દબાવી અને તાડુકવા લાગી. તને સમજણ નથી પડતી. તું રાક્ષસ છે સાલા કોઈ છોકરી નથી ઈચ્છતી કે એની મરજી નથી તો એને તું જબરજસ્તી કેવીરીતે કરી શકે.શું તારાં માં બાપે તને એટલી સમજણ નથી આપી હૈવાન છે સાલા.અગર ફરીવાર જો મને હાથ લગાડ્યો છેને તો અહીં ચોંથા માળેથી હેઠો ફેકી દ્ઈશ.જા ચુપચાપ સુઈ જા તારી પથારીમાં નહીંતર એક લાત એવી જગ્યાએ મારીશ કે તારી આવનારી પેઢી તારા પેટમાં જ અવસાન પામી જશે.એક વીરાંગનાની જેવું રુપ જોઈને વીશાલના મોતીયાં મરી ગયા. એનો નશો પણ ફડાક દ્ઈને ઉતરી ગયો. એ કશું સમજે એ પહેલા જ એનાં પેટમાં ફાળ પડી ગઈ.એની આંખોમાં ઉંડો ડર છવાઈ ગયો, પહેલાં જે પલકની આંખોમાં દેખાતો હતો એજ ડર હવે વીશાલની આંખોમાં છવાઈ ગયો. એથી આગળ વધી અને રુમનાં ખુંણામાં પડેલું ઝાડું અને એની સાથે લગાડેલી લાકડી એક જ જટકે પલકે લાકડીને ઝાડુંથી અલગ કરી અને પોતાના હાથમાં લઈ લીધી. અને પોતાની પડખે મુકી અને સુઈ ગઈ. ને વળી પાછી સુંતા પહેલાં ધમકી ભર્યા અવાજે કહ્યું કે અગર ફરી અહીંયા આવવાની કોશિષ કરી છેને તો તારા હાથપગ ભાંગી નાખીશ.પછી પલક પડખું ફરી અને બેધડક આંખો બંધ કરી અને આરામથી સુ્ઈ ગ્ઈ.
વીશાલ જાણે અવાચક થઈ ને પોતાની છાતી ઉપર હાથ પર હાથ ધરી અને અવળું ફરી ને સુવાની કોશિશ કરવા લાગ્યો. પણ વીશાલને નીંદર આવતી નથી. એને મનમાં ભય પેસી ગયો છે. એને થયું કે અરે યાર આ છોકરી સાથે જીવન કેવી રીતે પસાર થઇ શકે. આતો એકદમ મહાકાલી જેવી બની ગ્ઈ છે.એનું ભયાનક રુપ હજી વીશાલની નજર સામેથી દુર થતું જ નથી,જાણે હમણાં આવીને પોતાની છાતી ઉપર ચડી બેસછે.વીશાલને ઉંઘ આવતી નથી. તેથી તે ઉભા થઇ અને ગ્રાઉન્ડમાં ટહેલવા જતો રહ્યો. અને એકાદ કલાક પછી ત્યાં બહાર સોફામાં જ સુઈ ગયો. ક્યારે સવાર થઈ એ પણ ખબર ન પડી.સવારે સાડા છ વાગ્યે હૈટલનો સ્ટાફનો માણસે વીશાલને આવીને જગાડ્યો,કહ્યું કે સર હેલ્લો સર વીશાલ અચાનક બેબાકળા બનીને જાગી ગયો. સ્ટાફના માણસે કહ્યું સર આપકી તબિયત તો ઠીક હૈ નાં આપ ઈધર ક્યું સો રહે હૈ આપ અપને રુમમે ક્યું નહી હૈ સબ ઠીક હૈના.હા હા સબ ઠીક હૈ આપ ચિંતા ન કરો મૈ તો યુંહી સો રહા હું.એટલું કહી વીશાલ ઉભો થઇ અને એક મીત્રનો દરવાજો ખટખટાવ્યો અરે પ્રકાશ દરવાજો ખોલ યાર. આટલી સવાર સવારમાં વીશાલ કેમ આવ્યો પ્રકાશે એની પત્ની મધુને કહ્યું. એ ઉભાં થઈ અને દરવાજો ખોલ્યો અરે ! વીશાલ આવ ભાઈ આવ કેમ આટલાં વહેલા જાગી ગયો.
અરે ! યાર શું વાત કરું તને એમ કહેતાં જ વીશાલ રડી પડ્યો. પ્રકાશની વાઈફ મધુભાભીએ વીશાલને પાણી આપ્યું. ને કહ્યું વીશાલભાઈ શું થયું વાત કરો પ્લિઝ શું થયું. થોડીવાર પછી વીશાલ સ્વસ્થ થયો અને કાલે રાત્રીના જે બનાવ બન્યો હતો એ પ્રકાશ અને એની વાઈફને કહ્યું. થોડીવાર બધાં ચુપચાપ બેસી રહ્યા.અને પ્રકાશ ખડખડાટ હસવાં લાગ્યો. એની પત્નીએ કહ્યું ચુપ રહો હવે દેડકાનો જીવ જાય અને કાગડાનો હસવું આવે છે. પણ પ્રકાશની હસી રુકવાનું નામજ લેતી નથી.એ પેટ પકડી પકડીને આંતરડા ઉચાં થઈ જાય એટલો બધો હસ્યો.અંતે વીશાલ પણ હસવાં લાગ્યો. અને મધુભાભીએ પણ મંદમંદ હસતાં રહ્યા.બધાં જ શાંત થયાં. હવે પ્રકાશે વીશાલને કહ્યું ભાઈ તારી માથે તો ખરી થઈ. પણ તારે સમજવું જોઈએ હજી તારા પલક સાથે લગ્ન નથી થયાં. અને અત્યારથી તું ભુરાટો થઈ જા તો કેમ ચાલે.કોઈ પણ ખુદ્દાર છોકરી એ સહન ન કરી શકે.અને મેં તને પહેલા જ કહ્યું હતું કે તું તારા ઈમોશન ઉપર કંટ્રોલ રાખજે કારણકે હું તને જાણું છું કે તું દરેક કામમાં બહું ઉતાવળો છે,જેથી મેં અગાઉથી જ તને કહ્યું હતું કે કદાચ તારા ઉપર ભારે પડશે.અને કોઈપણ સારા ઘરની છોકરી આવું લગ્ન પહેલાં ન કરી શકે. હા પ્રકાશ મારી ભુલ થઈ ગઈ. દારુનાં નશામાં હું મારા મન ઉપર કંટ્રોલ ન રાખી શક્યો.અને મેં મારી જાતેજ પલકને કપરી "કસોટી"માં નાખી દીધી. અને એને પણ ગુસ્સો કરવામાં મજબૂર કરી દીધી.હવે તું જ બતાવ હું પલકની સામે કેવી રીતે સામનો કરી શકું હું શું મોઢું લઈ અને પલક સામે જ્ઈ શકું.......... ક્રમશઃ



(વીશાલ હવે શું કરશે એ પલક સામે કેવી રીતે જ્ઈ શકશે પલકને કેમ મનાવશે.....જોઈશું ભાગ:-25-પસ્તાવો-)