અધુરો પ્રેમ - 23 - મદહોશી Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરો પ્રેમ - 23 - મદહોશી

મદહોશી
વીશાલને આમ દારુનાં નશામાં ચીક્કાર પીધેલી હાલતમાં જોઈને પલક ભાંગી પડી.ભાભીનાં માર્મિક વેણ એનાં કાળજામાં તીરની જેમ ખુંપી ગયાં હતાં. પણ એ કોઈને કશું કહી શકે એમ નહોતી. તેથી એણે ચુપચાપ રહેવાનું જ પસંદ કર્યું.તમામ લોકો ખુબ જ મસ્તી મજાક કરી રહ્યા છે. પરંતુ પલકના ચહેરા ઉપર જરાય પણ આનંદ જણાતો નથી,એતો બસ આકુળવ્યાકુળ બની ગ્ઈ છે.એના ફીયાન્સેનો" મદહોશી"ભરેલો ચહેરાની સામે જોતાં જોતાં એનાં રોમે રોમમાં એક અણધારી કંપારી છુટી જાય છે. જાણે જમીન માગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. પરંતુ એનાં હાથમાં હજી કશું જ નથી, અને અત્યારે એ કશું કરી શકે એમ પણ નથી. કારણકે એ જો કોઈ બખેડો ખડો કરશે તો બધાની મજા બગડી જશે.એમ વીચાર કરી અત્યારે ચુપ રહેવાનું પસંદ કર્યું. પણ એનાં મનને મુંજાયેલું પોતાના જ અંતરમાં ધરબી દીધું.
થોડીવાર પછી બધાં ખાઈ પી અને થાકેલા પાકેલા હતાં ને દારુનાં નશામાં "મદહોશી"છવાઈ રહી હતી. તેથી બધાએ પોતપોતાના રુમમાં આરામ કરવા જતાં રહ્યાં. પણ પલક હજી બહાર જ બેઠી છે.એને વીશાલ સાથે આવી હાલતમાં એકલા રુમમાં જતાં ખૂબ જ ડર લાગતો હતો. પણ એની પાસે બીજો કોઇ વીકલ્પ પણ નહોતો.એટલામાં વીશાલ આવ્યો અને પલકને લડખડાતી જુભે કહ્યું અરે ! તું હજી અહીજ બેઠી છે. ચાલ ઉભી થા અને રુમમાં ચાલ હવે આપણે આરામ કરીએ.પલકનું કાળજું તીવ્ર ગતીએ દોડવા લાગ્યું. એને મનમાં ઉંડો ઉંડો ભય ઉભૈ થયો. એને એ પીધેલી હાલતમાં વીશાલને જોતાં જ ડરથી થરથર ધ્રૃજવા લાગી હતી. એટલામાં તો ફરી વીશાલે જોરથી બુમ પાડી પલક તને નથી સંભળાતું એકવાર કહ્યું તો હવે હાથ પકડીને ઢસડીને લઈ જ્ઉ.એથી પલક ફડાક દ્ઈને ઉભી થઇ ને ઉતાવળે પગે દોડવાં લાગી. એકજ મીનીટમાં એ છેક આકાશને પાછળ છોડીને છેક રુમનાં દરવાજે પહોંચી ગઈ.
વીશાલ હજીતો પાછળ વળી વળીને જોઈ રહ્યો છે, એને થયું કે પલક હજીયે નથી આવી પણ પગથિયાં ચડતાં ચડતાં રુમનાં દરવાજા તરફ નજર પડી તો પલક દરવાજા પાસે ઉભી હતી. કારણકે રુમની ચાવી તો વીશાલ પાસે હતી.વીશાલ રુમનાં દરવાજે આવીને પલક સામે જોયું. એણે ચાવી પલકના હાથમાં આપી કહ્યું કે દરવાજો ખોલ.પલકે ધ્રૃજતાં હાથે રુમનો દરવાજો ખોલવાની કોશિશ કરી પણ ચાવી હાથમાંથી પડી ગઈ. નીચે નમીને પલક ચાવી લેવા ગ્ઈ ને પલકના કંધા ઉપરથી દુપટ્ટો નીચે પડી ગયો.અને વીશાલની નશીલી આંખો પલકની છાતી ઉપર વળગી પડી.થોડીવાર એકીટશે પલકની છાતી તરફ જોયાં જ કર્યું. અને પલકના રુંવાડા અવળા થઈ ગયા. એને કાંઈક અજુગતું બનવાની આશંકા જાગી ગ્ઈ.પલકે એકજ પલમાં દુપટ્ટો નીચેથી લઈ અને પોતાના ખભે બરોબર ગોઠવી દીધો.અને વીશાલને કહ્યું કે તમે દરવાજો ખોલીને અંદર બેસો હું માલતીભાભીને મળીને આવું છું. અને પલક બાજુના રુમમાં દોડતી દોડતી માલતીભાભીના રુમમાં એમને કશુંક કહેવા માટે ગ્ઈ.દરવાજો ખુલ્લો જ હતો.તેથી પલક ડરનાં મારી દરવાજે ટકોર કરવાનું પણ ભુલી ગ્ઈ.અને હાફળી ફાંફળી એકદમ રુમમાં ઘુસી ગ્ઈ.અને પોતાના મોઢાં ઉપર હાથ રાખીને હેબતાઈ ગ્ઈ.આ શું માલતીભાભી અને એનો પતીને પલકે કઢંગી હાલતમાં જોઈ લીધા.હવે પલકના પગ જમીનમાં ગડી ગયાં. આગળ કુંવો અને પાછળ ખાઈ જેવો ઘાટ સર્જાઈ ગયો.
એકદમ માલતીભાભીની નજર પલક ઉપર પડી, અને એ પણ હે ભગવાન કરીને એકદમ પોતાના કપડાં સંકોરવા લાગી અને પલકને જોરથી ધમકાવવા લાગી. ખૂબ જ ખરીખોટી સંભળાવી દીધી.પલક જેવી આવી હતી એમજ દોડતી દોડતી રુમની બહાર નીકળી ગઈ. માલતીભાભીને પણ થોડીવાર પછી સમજાયું કે અરે અમે તો રુમનો દરવાજો પણ બંધ નથી કર્યો. એમાં પલકનો બીચારીનો કશો જ વાંક નહોતો. એમજ એને ઉધડી લઈ નાખી,માલતીભાભી સમી નમી થઈ અને બહાર આવી તો પલક બાકડા ઉપર બેઠી બેઠી ધ્રૃસકે ધ્રૃસકે રડતી હતી. માલતીભાભી પલક પાસે આવી અને કહ્યું અરે પલક તું કેમ રડે છે,જે થયું તે અમે ઉતાવળમાં દરવાજો બંધ કરવાનું ભુલી ગયા હતા. એમાં તારો કોઈ જ વાંક નથી. તું રડીશ નહી એકતો પલક એનાં ફીયાન્સેની હરકતોથી નારાજ હતી અને વળી આ માલતીભાભીનો નવો કાંડ જોઈને સુકા પત્તાં ની જેમ થરથર ધ્રુજી રહી હતી. માલતીભાભીને લાગ્યું કે પલક આટલી બધી કેમ ડરી ગ્ઈ છે.એણે પુછ્યું શું વાત છે પલક મને વાત કર,રડતાં રડતાં પલકે કહ્યું ભાભી હું વીશાલની સાથે એકલા રુમમાં નહી સુ્ઈ શકું. કારણકે એકતો એ ખૂબ જ નશામાં છે અને અમારા લગ્ન પણ નથી થયાં. ને લગ્ન પહેલાં હું એવું કોઈપણ કામ નથી કરવાં માગતી જેનાથી મારી આત્માને ઠેસ પહોંચે.પ્લિઝ ભાભી મારી સાથે તમે સુવોને વળી ? આપની બહુ જ મહેરબાની રહેશે.
માલતીભાભીને પલકની વાત ન ગમી કારણકે એનો હસબન્ડ એવું કયારેય નહી કરવા દે.અને અત્યારે તો નહીજ કારણકે એકતો નશામાં ચકચૂર છે અને એનું કામ પણ અધુરું હતું. તેથી એ રઘવાયો થયો હશે એવું માલતીએ મનોમન વીચાર્યુ. એણે પલકને સમજાવવાની કોશિશ કરી. એણે કહ્યું અરે પલક તું ક્ઈ દુનીયામાં જીવે છે.આધુનિક સમયમાં તારા જેવી પણ છોકરીઓ છે મને કલ્પના નથી થતી.જો પલક ભલે આજે નહીં તો કાલે તારા લગ્ન વીશાલની સાથે થવાના જ છે. તો પછી શું કામ આટલી ગભરાઈ ગઈ છે. જો તારી ઈચ્છા ના હોય તો તું વીશાલને ચોખ્ખું ના પાડી દેજે એ પણ માણસ જ છેને એ સમજી જશે.અને એમને હું છેલ્લા દસેક વરસથી જાણું છું. એ તારા ના પાડવાં પછી તને હાથ પણ નહી લગાડે.તું જરાય ઘભરાઈશ નહી.ચાલ હું તારી સાથે આવી અને વીશાલને સમજાવી લ્ઉ.પણ પલકને એ મંજૂર નહોતું કે આવી વાતમાં કોઈ એનાં થનાર હસબન્ડ સાથે આવી વાત કરે.એટલે પલકે ઉભાં થઈ અને માલતીભાભીને કહ્યું કે ભાભી તમે તમતમારે જાવ હું મારી જાતને સંભાળી લ્ઈશ.ઠીક છે પલક અને માલતીભાભી પોતાના રુમમાં જતાં રહ્યાં.
પલક ધીમે ધીમે પગલાં ભરતી ભરતી પોતાના રુમમાં ગ્ઈ દરવાજા પાસે થોડીવાર ઉભી રહી.એની પાસે બીજો કોઇ વીકલ્પ હતો જ નહી તેથી ડરતાં ડરતાં અને કમને પણ એને વીશાલની પાસે જવું જ પડ્યું. પલકને આવતાં જોઈ ને વીશાલે કહ્યું અરે કયાં હતી અત્યાર સુધી હું કયારનીય તારી રાહ જોવું છું.(તોતડાતી જીભે)પલકે કહ્યું હું જરા માલતીભાભીને મળવા ગ્ઈ હતી.અને થોડીવાર પછી પલકે કહ્યું હું અહીંયા નીચે પથારી કરી અને અહીંયા જ સુઈ જ્ઈશ અને તમે ત્યાં પલંગમાં સુ્ઈ શકો છો.પલકની વાત વીશાલ સમજી ગયો. એણે કહ્યું અરે ના ના તારે નીચે સુવાની જરુર નથી. હું નીચે સુઈશ અને તું અહીંયા બેડ ઉપર સુઈ જા.પલકે પોતાની ગરદન હલાવી અને ઠીક છે કહ્યું. વીશાલ થોડા નારાજ થયો. પણ અત્યારે એ પલકની વાત માની અને નીચે ગાદલું પાથરી અને લાંબો થઈ ગયો. વીશાલ પુરેપુરો "મદહોશી"થી ભરેલો હતો.એનાં મનમાં કામવાસના જાગી ઉઠી હતી. એકતો એણે પલકને દરવાજો ખોલતાં ખોલતાં વીશાલની નજર પલકની વક્ષસ્થળ ઉપર મંડાઈ ગ્ઈ હતી અને બીજું નશો ભારોભાર હતો.એનાં હૈયામાં વાસનાની આગ ભભુકી ઉઠી હતી. પરંતુ અત્યારે એણે કશું જ કરવાનું માંડી વાળ્યું હતું. એ મધમધતી રાત્રીનો મજર ભાંગવાની રાહ જોતો હતો.પલક પડખું ફરી અને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. પણ વીશાલની નજર સુતાં સુતાં પલકના આખા ભરાવદાર શરીરને સ્કેન કરી રહ્યો હતો.
ક્રમશઃ---

( શું પલક વીશાલની હવસનો શીકાર બની જશે કે પછી પોતાની જાતને બચાવી શકશે....જોઈશું... ભાગ:-24 કસોટી માં)