ટ્વિસ્ટ વાળો લવ - 29 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 29

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 29 )

આભાસ ને એવી રીતે જતો જોઈને.. ના તો રિયા ને ગમ્યું અને ના રોહિત ને.. પણ હવે શું થાય બંને ની લાઈફ માં.. કેવા ચેન્જીસ આવે છે.. અને બંને પોતાની રીતે એ ચેન્જીસ સામે લડી રહ્યા.. છે.. વાત નથી થઇ શક્તિ... ત્યાં જ પ્રોબ્લમ છે.. બાકી તો ક્યાર ના.. મળી ગયા હોત બંને......

અને હવે આભાસ દરોજ મોક્ષિતા ની રાહ જોવે છે...અને એને એવી રીતે જોઈને રોહિત અને રિયા ને નથી ગમતું... કેવો થઇ ગયો છે .... રિયા અને રોહિત ઘણી કોશિશ કરે છે.. મોક્ષિતા સાથે વાત કરવાની...... એના ભાઈ ને પણ ખબર છે કે.. આ રિયા એટલે જ તેને કોલ કરે છે પણ તે ઉપાડતો નથી... હવે એ આભાસ અને રિયા પાસે એક જ ઉપાય છે... એ છે હવે મોક્ષિતા ની રાહ.. જોવાની... બસ.. !!

શું થાય હવે.. કઈ ના થઇ શકે એની રાહ જોયા શિવાય... અને હવે ધીમે ધીમે.. આભાસ પણ સમજી ગયો.. કે.. જો હું આમ ઉદાસ રહીશ ને તો... રિયા અને રોહિત
પણ ઉદાસ રેસે... એટલે મારે જ શરૂઆત કરવી પડશે... ખુશ રેવાની.. કારણકે એ મારો પ્રેમ છે.. પણ હું દોસ્ત ને પણ નારાઝ ના કરી શકું ને... એ મારી ખુશી છે.. પણ હું મારાં દોસ્તો ને પણ... દુઃખી ના કરી શકું ને... અને હા હજુ મને વિશ્વાસ તો છે જ કે એક દિવસ આવશે.... અને એ મને કેસે.... કે હું પણ તને જ પ્રેમ કરું છું... પણ થોડીક રાહ જોવી પડશે.. એટલું જ... અને એની રાહ તો... હું જિંદગી ભર જોઈ શકું... હા... ચાલો હવે કોલેજ જઈને... હસાવું. દોસ્તોને...... . મારી આશિકીમાં મારી દોસ્તી ક્યાંક ગુમ ના થઇ જાય.... !!

અને હા.. રિયા નો બર્થ ડે પણ આવે છે.. તો એના માટે કંઈક કરવું પડશે ને...
અને એવુ વિચારતો એ તૈયાર થઇને રોહિત ને કોલ કરે છે... રિંગ જાય છે..રોહિત સ્ક્રીન પર આભાસ નું નામ વાચી ને તરત જ કોલ રિસીવ કરે છે...

" હાય... યાર ક્યાં છે તું.? " આભાસ..

આભાસ ને એટલો ખુશ બોલતા સાંભળી ને એના હોઠ પર પણ.. એક મોટી સ્માઈલ પથરાઈ ગઈ.. અને હૈયા માં નવી હામ...

" ઓય બોલને.. ક્યાં છે તું..? " આભાસ..

" ઘરે જ છું... કેમ... શું કામ છે..?? " રોહિત..

" કેમ... કઈ કામ હોય તો જ તને હું કોલ કરું... બોલ... " -આભાસ.

" અરે યાર ના... એવુ કઈ નથી.. ભાઈ... આતો એમ જ પૂછતો હતો કે.. " રોહિત

" ઓકે ઓકે.. હવે તારું લેકચર નથી સાંભળવું... ઓકે... અને હા.. તું મને 20 મિનિટ ની અંદર બ્લુ પાર્ક.. માં મળ..ચાલ... ઓકે બાય.. " - આભાસ.. રોહિત ની વાત ને અટકાવતા બોલે છે...

" અ... રે.. પણ... " - રોહિત...

રોહિત બીજું કઈ બોલે એ પેલા ફોન કટ થઇ ગયો..

પાછો મેસેજ આવ્યો કે..

" જો 20 મિનિટ થી વધારે વાર લાગી.. તો... 5 લાફા વિથ 1 કિક... " - આભાસ..

સામે રોહિતે પણ મેસેજ કર્યો " ઓકે "..

પછી 20 મિનિટ પછી એ લોકો બ્લુ પાર્ક માં મળે છે...

" રાઈટ 19 મિનિટ માં જ આવી ગયો.. વાહ... " - આભાસ..

" હા.. આવી જ જાવ ને.. નહિ તો 5 લાફા... ખાવા પડત.. અને એપણ એક લાત સાથે... ! " રોહિત..

" હા... એ તો છે જ.. " - આભાસ..

" તો બોલીયે જનાબ અહીં કેમ બોલાવ્યો મને... આજે તો કોલેજ જવાનુ નથી? " રોહિત.

" અરે આજે.. કોલેજ બંક કરી.. " - આભાસ..

" પણ કેમ..?? " રોહિત..

" હવે.. દોઢી પંચાત ના કર..... કેમ... ક્યારે... શું થયું... અને ખાલી મારી વાત સંભાળ.. " આભાસ.. રોહિત ના માથા પર ટપલી મારતા કહે છે...

"હા.. ઓકે બોલ.. " - રોહિત

" એમાં એવુ થયું.. કે.. 2 દિવસ પછી રિયા નો બર્થ ડે છે... તો એની તૈયારી કરવી પડશે.. ને... અને મોક્ષિતા એની બેસ્ટ ફ્રેડ છે.. એ જ્યારે થી ગઈ છે અમેરિકા ત્યારની એ ચૂપ ચૂપ રહે છે.... એટલે.. એના મારે આપડે કંઈક બેસ્ટ પ્લાન વિચારીએ... " આભાસ

" ઓ હા.. યાર આ બધા માં એ તો સાવ ભુલાય જ ગયું... "- રોહિત..

પછી એ બંને તેના બર્થડે પાર્ટી ની પ્લાનિંગ કરે છે... અને આ બાજુ.. આભાસ ને અને રોહિત ને તે કોલેજે ગોતે છે.. કે.. બે માંથી એક પણ નથી દેખાતા... એ ફોન કરે છે પણ કોઈ ફોન નથી ઉપાડતું.. પછી તે કંટાળી ને પિતાની હોસ્ટેલે જતી રહે છે...

.....

પછી રિયા ને 12:00 વાગ્યે કોલ આવે છે... તે જોવે છે તો આભાસ નો.. કોલ છે... એ ગભરાઈ જાય છે કે અત્યારે.. આભાસનો કોલ.. તે તરત જ કોલ રિસીવ કરે છે..

" હેલો.. " - રિયા..

" હેપી બર્થડે.. રિયા... " - આભાસ અને રોહિત બંને સાથે બોલે છે.. તે કોન્ફરન્સ કોલ પર હોય છે..

" ઓહ.. યાર આજે મારો બર્થડે છે મને યાદ પણ નોતું... બટ થૅન્ક યુ ગાઈસ.. " રિયા..

" ઓકે.. વેલ કમ.. ઓકે.. તો હવે તું શૂઈ જા કાલે મળીયે.. ઓકે.. " આભાસ..

"ઓકે " રિયા..

પછી કોલ કટ થાય છે એ વિચારતી હોય છે કે દરવખતે મોક્ષિતા એને પેલા મોક્ષિતા વિશ કરે.. પણ... આ વખતે... !!!!!!

અને સાંજના સમયે.. રોહિત.. રિયા અને આભાસ... ત્રણેય દરિયા કિનારે બેઠા હતા.... એ ત્રણેય મિત્રો પ્રકૃતિ નો આનંદ માની રહ્યા હતા.. મનમાં ને મનમાં ત્રણેય સામે રહેલા સમુન્દર ને હજારો પ્રશ્નો કરી રહ્યા હતા... પણ એકબીજાને દુઃખ થશે એટલે અંદર રહેલા આંશુ બહાર નોતા લાવી સકતા... ત્યાં નું વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું... અને ત્યાં માત્ર મૌન ને સ્થાન મળ્યું હતું ના કોઈ વાત... ના કઈ શબ્દો.. બસ મૌન રૂપી લાગણી વહી રહી હતી.. ત્રણેય દોસ્તો વચ્ચે... પછી રોહિતે મૌન તોડ્યું..

" યારો... એક વાત ક્વ... " રોહિત

" હા.. બોલને શું કેવું છે તારે.. " - આભાસ.....

" આ મારાં માથે ચોટલી વાળીએ તો હું નાની છોકરી જેવો લાગે કે શું..? " રોહિત..

અને આ બોલતા ત્રણેય હશ્યા...... ખુબ જ..

....અને આમ ને આમ હવે આ ત્રણેય મિત્રો.. મોક્ષિતા ની રાહ જોતા જોતા દિવસો વિતાવવા લાગ્યા
....
અને આ બાજુ મોક્ષિતા પણ.. આભાસ ને દરેક બાબતે યાદ કરતી જ રહેતી... એ ગઈ તો હતી આભાસ ને ભૂલવા પણ તેના વિરહ ને કારણે તે તેને વધુ ચાહવા લાગી... અને ત્યાં એનો એક ફ્રેડ બન્યો એ છે.. વિલિયમ્સન ... એ તેની બાજુમાં જ રહેતો... અને આર્ટસ ઈન્ટિટ્યૂટમાં પણ એ કામ કરતો હતો...

એ તેને ખુબ હસાવતો... અને એ પરેશાન હોય ત્યારે એને એ પરેશાની ભુલાવી દેતો.. અને એ એની સાથે રહી ને જે હિન્દી શીખતો અને એ હિન્દી બોલવામાં એ થોડી ભૂલો કરતો.. અને એના થી મોક્ષિતા ને ખુબ જ હશું આવતું.....

અને એમ ધીરે ધીરે બંને પોતાની લાઈફ માં આગળ વધવા લાગ્યા પણ બંને ના દિલ માં આ દુરી યે વધુ પ્રેમ જગાડી દીધો હતો.......

.........