ટ્વિસ્ટ વાળો લવ - 27 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 27

ટ્વિસ્ટ વાળો લવ.. ( ભાગ 27 )

" ગુડ મોર્નિંગ મારી વહાલી ઢીંગલી.. ઉઠી ગઈ... " - કુલજીત

" હા... ઉઠું છું... "- થોડી હજુ. ઊંઘ બાકી હોય.... એન્ડ હજુ સૂવું હોય એ રીતે મોક્ષિતા એ જવાબ આપ્યો..

" ઓકે.. તો ચાલો.. હવે.. ઉઠી જાવ.. ઢીંગલીબેન... આજે.. હજુ પેકીંગ પણ કરવાની છે... ને.. ચાલો.. ઉઠો હવે.. "- કુલજીત

" ઓકે.. ભાઈ.... "- મોક્ષિતા ઉઠી..

" થૅન્ક્સ ભાઈ... તમે.. " - મોક્ષિતા

" તને મેં કેટલી વાર કીધું કે ... મને થૅન્ક્સ નઈ કેવાનું... ઢીંગલી!!. " - કુલજીત મોક્ષિતા ને અટકાવતા બોલે છે...

"ઓહ.. ઓકે ભાઈ.. "- મોક્ષિતા

" ઓકે.. ચાલ હવે ઉઠી ને.. તૈયાર થઇ જા.. મમ્મી એ બ્રેકફાસ્ટ રેડી કરી નાખ્યો છે...તું આવ પછી કરીયે.. બ્રેકફાસ્ટ... એન્ડ.. પછી પેકીંગ પણ કરવાની છે ને... ! "કુલજીત

" હા ભાઈ... ઓકે.. " - મોક્ષિતા

" અને હા.. આજે સાંજે 5:00 વાગ્યાં ની ફ્લાઇટ છે.. " -કુલજીત જતા જતા બોલે છે

" ઓકે.. ભા... ઈ.... "- મોક્ષિતા ના અવાજ માં થોડીક હજુ અમેરિકા જવા માટે આનાકાની હતી.... નથી જવું.. એને ક્યાંક ને ક્યાંક તો એવુ થતું હતું કે ભાઈ કેતા એ સાચું.... તો નહિ હોય ને.. કદાચ મને કઈ.. ગલતફેમી.. નહિ થઈ હોય ને... ના ના.. મને કાંઈજ ગલતફેમી નથી થઇ... એને રિયા ને કીધું હતું... એ મેં સાંભળ્યું.... હા.. મેં સાંભળ્યું... છે... અને હવે શું... થાય એ ગમે એમ કરે પણ જવું તો પડશે જ.. અહીં રેસે.. તો.... રિયા એન્ડ આભાસ ની વચ્ચે મારે નથી આવવું... હું જતી જ રહીશ..હા... પોતાના આવા વિચાર ને થોભાવી.. તે હવે બેડ પરથી ઉભી થાય છે.. અને.. તૈયાર થાય છે......
...

અને આ બાજુ...
સવાર પડી કે... તરતજ આભાસ ની ઊંઘ ઉડી...એ એકાએક ઉભો થઇ ગયો... આજે મળવાનું છે... એને કેવાનું છે... આજે જવાનુ છે.. આજે એને મનાવવાની છે... એ માનસે જ... હા હા... માનસે જ... એમ વિચારી ને.. તે પોતાના ઘરે... એન્ડ મોક્ષિતા ને બધી હકીકત કેવા માટે....તૈયાર થાય છે...

" અરે થઇ ગયો તૈયાર..?? " રોહિત

" હા બસ... હવે.. આ ચિન્ટુ ચકલી નું લોકેટ એન્ડ ડાયરી મૂકી દવ... બેગ માં... પછી તૈયાર "- આભાસ

" ઓહ... ઓકે.. પણ ક્યારે નીકળે છે...? "- રોહિત

" હમણાં જ.. બસ.. નીકળ્યો એટલી વાર "- આભાસ

" ઓહ.. પણ.. અત્યારે તો હજુ 9:00 વાગ્યાં છે... તું તો બસ માં જવાનો ને ! બસ નો ટાઈમ તો 10:00 વાગ્યાં નો છે.. "- રોહિત

" હા... પણ મારે હવે મોડું નથી કરવું..... બસ છૂટી જશે તો..મારે પાછુ કાલે જવાનુ થશે.... એન્ડ વધારા ના 24 કલાક.. પાછા... વાટ જોવાની એના કરતા હું... એક કલાક વેલા નીકળું એ સારુ રહે... !! " આભાસ

" ઓકે.. ઓકે.. પોચી ને ફોન કરજે ઓકે... એન્ડ હું આવું સાથે..? " રોહિત

" ના ના.. યુ ડોન્ટ વરી... હું સાંભળી લઇ બધું... "- આભાસ

" ઓકે બાય...ઓલ ધ બેસ્ટ.. યાર... "- રોહિત... ગળે મળતા બોલે છે...

" ઓકે.. થૅન્ક યુ ભાઈ.. ચાલ 2-3 દિવસ માં મળીયે..... "- આભાસ.. નીકળે છે..

આભાસ નીકળે છે અને બસ સ્ટૅન્ડે પોચી જાય છે... પછી આભાસ.. રિયા ને કોલ કરે છે.. રિયા રિસિવ કરે છે..

" હેલો.. રિયા.. " આભાસ

" હાય. આભાસ... બોલને... ક્યારે નીકળે છે.. તું.? " રિયા

" હા એજ કેવા માટે તને કોલ કર્યો.. એન્ડ.. હું.. બસ સ્ટેન્ડે છું... બસ.. હવે અડધી કલાક પછી બસ આવશે.. એન્ડ.. નીકળીશ.... "- આભાસ.

" ઓકે.. પણ ધ્યાન રાખજે.. તને તો ખબર જ છે કે. .. એના ફેમિલિ... "- રિયા

" અરે હા.. હા.. ખબર છે... તું ચિંતા ના કરીશ.. હું મોક્ષિતા ને બધું ક્લિયર કરવા જ જાવ છું... બધું ઠીક થઇ જશે.... "- આભાસ રિયા ને અટકાવતા બોલે છે..

" ઓકે... સારુ.... સોરી હો.. મારા કારણે તમારી વચ્ચે...ગલતફેમી થઇ... "- રિયા

" મેં તને કીધું કે... તારો એમાં કઈ જ વાંક નથી.... તું સોરી ના બોલ... યાર.." આભાસ

" ઓકે ઓકે.. ધ્યાન રાખજે.. ઓકે.. " - રિયા

" ઓકે.. સારુ ચાલ.. બસના આવવાનો સમય થયો છે.. પછી વાત કરું.. " - આભાસ

" ઓકે.. સારુ બાય.. " - રિયા

" હા બાય.. " - આભાસ..

.... કોલ કટ થાય.. છે... એન્ડ 5-10 મિનિટ માં.. તેની બસ પણ એવી જાય છે... એન્ડ તે બેસી જાય છે....
અને આ બાજુ..

મોક્ષિતા.. અમેરિકા જવાની તૈયારી કરતી હોય.. છે...

" થઇ ગઈ તૈયારી... "- કુલજીત.

" હા ભાઈ.. ઓલમોસ્ટ પુરી.. " - મોક્ષિતા..

" ઓકે સારુ.. 3 વાગ્યે નીકળશું આપડે.. એર પોર્ટ જવા માટે ઓકે.. " - કુલજીત..

" ઓકે ભાઈ.. " - મોક્ષિતા

આભાસ પણ ત્યાં હવે પોહન્ચવા જ આવ્યો છે... રિયા એના ભાઈ ને કોલ કર્યા..પણ એના ભાઈ નો ફોન સાઇલેન્ટ હોવાથી એને કઈ ખબર ના રહી.. કે.. ફોન આવે છે... અને મોક્ષિતા અને કુલજીત નીકળે છે....એ બંને નીકળે છે.. ત્યારે મોક્ષિતા ને.. જાણે.. ચિન્ટુ.. આજે બહુજ યાદ આવી રહ્યો છે.. એ એની જૂની સ્કૂલ પાસે થી પસાર થાય છે. ત્યારે.. જાણે કોઈ.. ચિન્ટુ ના રૂપ માં એને એક જ વાત કહી રહ્યો હોય... કે..." ના જઈશ.. ચકલી.. જે ભૂલ મેં કરી એ તું ના કરીશ... ".. આવો જ અવાજ એને સંભળાય છે.... આજે કેમ ચિન્ટુ.. યાદ આવે છે.. એની યાદદસ્ત પાછી .. આવે છે... કે... શું.. એની એને પણ નોતી ખબર.. પછી તે વિચારો માંથી બહાર નીકળે છે....

એ ચિન્ટુ ના વિચાર માંથી બહાર નીકળે છે.. તો એને બીજા વિચારો ઘેરી લે છે.. એને હજુ આ બધું એક સપના જેવું જ લાગતું હતું... કે.. આ છેલ્લા.. 5-6 મહિના માં. કેટલું બધું બની ગયું.... એક સતત ચાલતી ટ્રેન ની જેમ કેટલું બધું... બની ગયું...... એક ઝટકા માં જ બધા સપના.. બધી જ ઉમીદ.. આ બધું એક જ સાથે તૂટી જશે એની.. કલ્પના પણ નોતી કરી એને...પણ હવે..એને એટલી જ ખબર હતી.. કે.. એ રિયા એન્ડ આભાસ ની વચ્ચે હવે નઈ આવે...... હા.. નહિ આવે... ઓહ.. આ વિચારો કેમ બંધ નથી થતા.....

" મારે થોડુંક ફ્રેડ નું કામ છે... હું આવું... તું બેસ અહીં.. ઓકે.. " - કુલજીતે ગાડી બસ સ્ટૅન્ડ ની બાજુ માં જ ઉભી રાખી... અને બોલ્યો...

" ઓકે ભાઈ.. "- મોક્ષિતા..

ત્યાં ફરી ચિન્ટુ... અથવા આભાસ ના વિચાર એને ફરી પછી.. ઘેરી લે.. એ પેલા.. એ ગાડી માંથી ઉતરી અને નાની રમતી બાળકી ને પોતાના હાથ માં રહેલી ચોકલેટ આપવા જાય છે... અને એની સાથે થોડીકે વાતો કરે છે..

એન્ડ અહીં આભાસ ની બસ આવે છે... અને આભાસ બસ માંથી ઉતરી ને બહાર બસ સ્ટેશન ની આવે છે.. એન્ડ મોક્ષિતા ને જોવે.. છે... એતો ખુશ થઇ જાય છે... એન્ડ.. એને થાય છે.. કે આ અહીં... અને એ એની પાસે આવવા જાય છે.. ત્યાં.. કુલજીત ની નઝર આભાસ પર પડે છે.. અને એ જોવે છે કે.. તે મોક્ષિતા તરફ જાય છે... ત્યારે મોક્ષિતા ની નઝર આભાસ પર પડે તે પેલા કુલજીત આભાસ નો હાથ પકડીને બીજી બાજુ લઇ જાય છે....

" તું શું કામ આવ્યો.. અહીં...જો.. તું જે કામ માટે આવ્યો હોય.. પણ.. મોક્ષિતા થી દૂર રેજે.. હવે બહુ થયું તારું આ નાટક.. " - કુલજીત..

" અરે.. સાંભળ.. મને એક વાર મોક્ષિતા સાથે વાત કરવા દે.. ફક્ત એકવાર... " - આભાસ..

" અરે.. વાત કરવા તો દૂર ની વાત છે.. તને.. હું એને મળવા પણ ના દવ... " - કુલજીત..

" પણ.. સંભાળ.. જે થયું એ વધુ.. એક.. " - આભાસ..

" હવે.. તારા કારણે મારી બહેન ના આંખ માં બહુજ આંશુ આવ્યા... પણ હવે નઈ બહુ થયું.. તારું આ નાટક... " - કુલજીત આભાસ ને અટકાવી ને બોલે છે...

" પણ.. મારી.. વાત.. તો " - આભાસ.

" નથી સાંભળવી તારી કોઈ પણ વાત... મેં તને પેલા જ કહ્યું હતું.. કે તું મારી જ બહેન ને લવ કરસ ને... " કુલજીત.

" હા... તો હજુ એને જ કરું છું... " - આભાસ...

" એમ.. ખોટું ના બોલ.. હવે... અને જવાદે મને.. " - કુલજીત..

" અરે હું ખોટું નથી બોલતો... " - આભાસ...

" એમ.. તું હજુ મારી બેહેન ને જ લવ કરસ ને.... સાચું.. ને.. " -કુલજીત..

" હા.. હા.. હા... હું એને જ લવ કરું છું... " - આભાસ...

" તો... જો તું મારી બહેન ને જ લવ કરતો હોય.. તો તું..હવે.. અત્યારે તું એને નહિ મળે... અને એને અત્યારે રોકીશ પણ નઈ ....તને કસમ છે તારા પ્રેમ ના... " કુલજીત.

" શું......... .. " આભાસ..

કુલજીત ત્યાંથી જતો રહે છે..... કુલજીત અને મોક્ષિતા ત્યાંથી નીકળી જાય છે...
ના જાણે મોક્ષિતા ને થયું કે આભાસ અહીં જ છે... એને પાછળ ફરી ને જોયુ ... પણ.. આભાસ બીજી બાજુ ફરી ગયો... એટલે એને આભાસ ને ના જોયો....અને પછી.. એ એર પોર્ટ પહોંચ્યા... એન્ડ મોક્ષિતા.. જતી રહી અમેરિકા..

પણ... આભાસ હજુ અહીં જ.. છે..એને તો એ પણ નથી ખબર કે મોક્ષિતા હવે અમેરિકા જાય છે... તે તો બસ તેને જતી જોઈ રહ્યો છે ત્યાં.. જ ઉભો રહ્યો એ... અને તેના કાન માં હજુ એક જ વાત સંભળાય છે.... કસમ...

કસમ તારી આપી ને ચૂપ કરાવ્યા
કસમ ના કારણે કહી ના શક્યા
કસમ માં કારણે મળી ના શક્યા
કસમ ના કારણે તને રોકી ના શક્યા
.પ્રેમ કર્યો તને.. પણ...
કહી ના શક્યા.... .
..
.........