[આગળના પાર્ટમાં નિરવને , કુશને અને રાજને કાળા કપડાવાળી સ્ત્રી દેખાય છે.] આ પાર્ટ , પાર્ટ 6 સાથે જોડાયેલ છે.
" આટલું હોમવર્ક છે. " સર એટલું બોલીને બહાર ચાલ્યા ગયા. " હા બોલ. " દીપ બોલ્યો. " હસતો નઇ. " " હા ભઇ. " " મને , કુશને અને નિલને અજીબ અજીબ વસ્તુ દેખાઈ છે. ભૂતકાળમાં બનેલું સામે આવી જાય છે અને એ વાત..." " તને એકને જ ખબર હોય એવી હતી. " હર્ષ બોલે એ પહેલા જ દીપ બોલ્યો. " તને કેમ ખબર ? " હર્ષે પૂછ્યું. " તમે ત્રણ જ નથી. બીજા ચાર છે. હું , રાજ, નીરવ અને કિશન. " દીપ બોલ્યો. " શું તમને બધાને આવું થયું છે ? " હર્ષ બોલ્યો. " તો હું બીજું શું બોલ્યો. " દીપ બોલ્યો. " મતલબ કઈક મોટી ગરબડ છે. " હર્ષ બોલ્યો. " મેં બાકી બધાને કીધું 'તું કે બીજાને પૂછીએ તો બધા કે' આપણે ગાંડા કે'શે. " દીપ બોલ્યો. " હા બરાબર છે. અમે પણ રાહ જોતા 'તા કે બીજી વખત થાય તો પકડી શકાય. " હર્ષ બોલ્યો. " અમે પણ એમ જ નક્કી કર્યું છે કે બીજી વખત થાય એટલે બધાને કોલ કરીને બોલાવી લેવા. " દીપ બોલ્યો. " સારું આજ નું હોમવર્ક કરવા આવજે. મને જરાય નથી ગમતું આ સરનુ હોમવર્ક. " હર્ષ બોલ્યો. " હા ક્લાસિસ માંથી છૂટીને આવીશ." દીપ.બોલ્યો.
*
" હર્ષ " હર્ષ ફૂટપાથ પર ચાલતો હતો ત્યારે પાછળથી કોઇકનો અવાજ આવ્યો. રસ્તા પર કોઈ દેખાઈ આવતું ન હતું. અચાનક સ્ટ્રીટલાઇટ ચાલુ બંધ થવા લાગી. હર્ષ પાછળ ફર્યો. એક કાળા કપડાં પહેરેલી સ્ત્રી હર્ષને પોતાની તરફ આવવા માટે ઈશારો કરી રહી હતી. હર્ષ તેની તરફ દોડવા લાગ્યો. હર્ષને દોડતો જોઈ સ્ત્રી હસવા લાગી. હાસ્ય એટલું મોટું હતું કે હર્ષના પગલાં ધીમા પડી ગયા. પણ ફરી મન બનાવી તેની પાસે પહોંચી ગયો. " હા બોલ. " હર્ષ બોલ્યો. " તું મને મજાક સમજે છે એ હું નથી. હા...હા... " સ્ત્રી બોલી. " હે...એવું. " હર્ષે મજાક માં કહ્યું. " હા. " સ્ત્રી બોલી. હર્ષ તેને પકડવા માટે તેના હાથ પર હાથ મુક્યો પણ હાથ તેની હાથની વચ્ચેથી નીકળી ગયો. હર્ષે બીજીવાર પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. હર્ષ ગભરાઈ ગયો. તેના પગ પાછળ જવા લાગ્યા. " ઉભો રે. " સ્ત્રી બોલી. હર્ષ ત્યાં જ ઉભો રહી ગયો. "મારે મદદની જરૂર છે. " સ્ત્રી બોલી. " શું ? " હર્ષ બોલ્યો. હર્ષ પોતાના મોબાઇલની પાવર સ્વીચ ત્રણ વખત ઝડપથી દબાવીને ઈમરજંસી મેસેજ અને કોલ નિલને કરી દીધો. " તારે મદદ માટે મારી કહેલી જગ્યાએ આવવું પડે. ત્યાં હું બંધાયેલી છું. તારે છોડાવવા આવવું પડશે. " સ્ત્રી દયાળુ અવાજે બોલી. " હા કઈ જગ્યા પર. " હર્ષ બોલ્યો. " શહેરની બહાર , દ.... " અચાનક તે ગાયબ થઈ ગઈ. હર્ષ આસપાસ ગોતવા લાગ્યો. પાછળથી નિલ આવતો દેખાયો. " શું થયું ? " નિલે પૂછ્યું. " એક સ્ત્રી દેખાઈ. એ મદદ માટે બોલાવતી હતી. પણ અચાનક ગાયબ થઈ ગઈ. " હર્ષ બોલ્યો. "હુ આવ્યો એટલે હશે. " નિલ બોલ્યો. "ઝડપથી આનું કઈક કરવું પડશે. " નિલ બોલ્યો. "મને તો સાચી આત્મા જેવું લાગ્યું. હું તેને પકડી નો'તો શકતો. " હર્ષ ચિંતાના સ્વરમાં બોલ્યો. " જોશું કાલે બધાને ભેગા કરીએ. " નિલ બોલ્યો. બંને ઘર તરફ ચાલ્યા ગયા.
"હું બધાને કોલ કરી દવ છું. આપણે દીપના ઘરે ભેગા થશું " નિલ બોલ્યો. " હા હું મારા ફ્રેન્ડને જેને દેખાયું છે તેને કોલ કરી દવ છું. "હર્ષ બોલ્યો. નિલે નીરવ અને રાજ ને કોલ કર્યો. હર્ષે દીપ , કિશન અને કુશને કોલ કર્યો. બધાએ ભેગા થવાની હા પાડી.
*
" કુશ ને ગીત યાદ આવી ગયું. તે ગીત પોતાની સવારની રિંગ હતી. કુશનું એલાર્મ વાગતું હતું. કુશે આંખો ખોલી. તે પોતના રૂમમાં હતો. " આજે દીપના ઘરે જવાનું છે. " મનમાં બોલ્યો. ઝડપથી ઉઠીને તૈયાર થવા ગયો.
*
નિલમની આંખો બંધ થવા લાગી. અચાનક તે રિંગ નીકળી ગઈ. નીલમ ત્યાં જ પડી રહી. રિંગ પર કઈક લખેલુ હતું. નીલમ તે જોવા હાથ આગળ વધાર્યો. હાથમાં રિંગ આવી ગઈ ઉંચી કરીને આંખો પાસે લઈ આવી. " બેટા " બોલતા નિલમના મમ્મી તેને ખોળામાં લઈ લીધી. નિલમના હાથમાંથી રિંગ પડી ગઈ. હાથમાં રહેલ પાણી પીવડાવવા કોશિશ કરી પણ નીલમ ઘોર નિંદ્રામાં સુઈ ગઇ.
*
" આવી ગયા બધા. " નિલ બોલ્યો. " મને કાલ રાતે એક સ્ત્રી દેખાઈ હતી. તને હું પકડી શકતો ન હતો. તે આવતા વાતાવરણમાં ફેરફાર થઈ ગયો હતો. અને એને મારી ...." હર્ષ બોલ્યો. " મદદની જરૂર હતી. " નીરવ બોલ્યો. " હા. તને કેમ ખબર ? " હર્ષ બોલ્યો. " મને પણ કાલે રાતે એ દેખાઈ હતી. " નીરવ બોલ્યો. " અને મને સપનામાં " કુશ બોલ્યો. " આના ઉપરથી એવું સાબિત થાય છે કે પે'લીવારમાં આપણા સિક્રેટ હતા અને બીજીવાર માં બધાને સ્ત્રી દેખાઈ જે મદદ માટે બોલાવતી હતી. એટલે તે આપણે પુરી રીતે જાણે છે અને આપણી જૂની વાતનો સહારો લઈ આપણને આકર્ષિત કરે છે. " નિલ બોલ્યો. " મને એકવાર તો એમ થયું કે લાવને એડ્રેસ પૂછી લવ. " કુશ બોલ્યો. બધા હસવા લાગ્યા. " હા કોઈ પાસે એ એડ્રેસ છે ? તો આપણે ત્યાં જઈને ચેક કરી લઈએ. " દીપ બોલ્યો. બધાએ નકારમાં માથું હલાવ્યું. બધાના ચહેરા પર થોડી નારાજગી આવી ગઇ. " એ એડ્રેસ વગરતો નકામુ છે બધું. " દીપ બોલ્યો. " પણ નથી તો શું કરવું ? " રાજ બોલ્યો. " કઈ નઇ. મારા મમ્મી હમણાં સરબત લઈને આવે છે . એ પીને ઘરે જતા રે' જો. બીજું શું ? " દીપ બોલ્યો. " અરે યાર. હજુ કેટલીકવાર પેલી સ્ત્રીને મળવું જોશે. મને બીક લાગે છે. " કુશ બોલ્યો. " સાચીવાત છે. મને તો એ ગળે મળવા લાગી હતી. " કિશન બોલ્યો. " તો લગ્નનો પ્રસ્તાવ મુકાય ને. " નિલ હસતા હસતા બોલ્યો. " બીજીવાર મળે તો તારા માટે માંગુ નાંખશું. " કિશન બોલ્યો. બધા હસવા લાગ્યા. " આ લો સરબત." દીપના મમ્મી પ્લેટ ટેબલ પર મુકતા બોલ્યા. " અને હા ગઈ વખતની જેમ બાથરૂમમાં કઈ લખીને ના જતા બાકી બધાના પેરેન્ટ્સ ને કોલ કરવો પડશે. " થોડા ગુસ્સા સાથે બોલ્યા. " ક્યાં ? " દીપ બોલ્યો. " સામે બારી પર. " દીપના મમ્મી બોલ્યા. " શું ? " દીપ બોલ્યો. " પણ અમે નથી લખ્યું. " નિલ બોલ્યો. " તો કોણ લખી ગયું ? " દીપના મમ્મી ગુસ્સામા બોલ્યો. " પણ.... " " હા. આ જ હતા. હું સમજાવી દવ છું. " નિલને બોલતો અટકાવી દીપ બોલ્યો. " હા બીજીવાર આવું ન થવું જોઈએ. " દીપના મમ્મી ત્યાંથી ચાલ્યા ગયા. " અમે કયારે ? " નિલ થોડો ગુસ્સા સાથે બોલ્યો.
પ્રતિભાવ આપશો.