Sanskaar books and stories free download online pdf in Gujarati

સંસ્કાર

સંસ્કાર

'હેય! શું થયું રાહુલ?? આજે કેમ આટલો ઉદાસ છે?? ઓફિસ થી આવીને પણ કઈ બોલ્યો નહિ; ક્રિશ પણ પૂછતો'તો કે ડૅડી આજે કઈ બોલ્યા નહિ?? બધું ઓલ રાઈટ છે રાહુલ??', અમ્રિતા કિચન સાફ કરતા બોલી.

'હા, ઠીક છે બધું ઓફિસમાં. ક્રિશને હું કાલે મળીશ શાંતિ થી. કામ વધારે હોય છે ઓફિસમાં એટલે થાકી જવાય છે બસ.', રાહુલ વિચારોમાં જ છે હજી.

અમ્રિતા નજીક આવી, ફોન હાથમાંથી લઈને એના હાથમાં-હાથ નાખી બસ આંખો સામે જોવે છે ત્યાં જ રાહુલ જે એક કંપનીમાં જનરલ મેનેજર હતો એ ધ્રુક્સે રડી પડ્યો અને થોડી વાર એમ જ ગળે લાગી રહ્યો.

'રાહુલ, મને ખબર છે તું ઠીક નથી. શું વાત છે?? મન આજે હળવું કરી દે.'

'અમ્રિતા, આપણી જિંદગી કેટલી સુંદર રીતે પ્રભુએ બનાવી છે. હું તું અને ક્રિશ, ઇન્ડિયામાં મમ્મી-પપ્પા અને કૃતિકા જેવી બહેન. આપણે સહુ ખુશ છીએ. ઘરબાર, પૈસેટકે અને શરીરથી આપણે સહુ ખુબ સફળ છીએ છતાં આપણા જીવનની અભિલાષા જ ખતમ નથી થતી અને આજે ટ્રેનમાં આવતા એક અંગ્રેજને મેં અંગ્રેજીમાં ભીખ માંગતા જોયો; ખરેખર રડતો અને એના અવાજમાં દર્દ દેખાયું. ઘણા લોકોએ પૈસા આપ્યા અને પછી એ સ્ટેશન પર ઉતરી ગયો પરંતુ મારુ મન હજી ત્યાં જ અટવાયું છે. કેટ-કેટલા જપ-તપ, ઉપવાસ અને માનતાઓ સાથે અપને જીવીએ છીએ. મળ્યું છે એટલું વાપરી નથી શકતા અને નથી એની ભીખ આપણે રોજ ભગવાન પાસે માંગીએ છીએ. તને તો ખબર છે દોસ્ત, તું તો એક પ્રસિદ્ધ લેખિકા અને સજ્જનો સાથે તારો રોજનો સંગાથ છે, ઘણું કરીને બાદ કરતા મેં એ પણ જાણ્યું કે 'કર્મ થી મોટો કોઈ ઈશ્વર નથી'. શું વિચારવા લાગી અમ્રિતા??'

'રાહુલ, તારી વાતમાં એટલું મોટું તથ્ય મને મળ્યું છે. તું વિચાર કર, તને જે વિચાર આયો એ ટ્રેનમાં બેઠેલા ૧૦%લોકોના મનમાં તો આવ્યો જ હશે અને આ પ્રભુની કરામત છે. દેશના સંસ્કાર અને લાગણીશીલ હ્દય હજી પણ ધબકે છે. કોઈનું દુઃખ જોઈને આંખની કિકી અને પાંપણ ભીના થઇ જાય છે. તારી વાત સાથે સહેમત છું કે આ જિંદગી 'કર્મ'નું જ ઋણાનુબંધન છે. કાલે જ એક કવિ-સમ્મેલનમાં આ ચર્ચા પર વાત થઇ હતી કે 'ગરીબ' કોને કહેવાય?? પૈસાથી ગરીબ હોય એ?? જિંદગીથી અને જિંદાદિલીથી ગરીબ હોય એ? મંઝિલ સુધીના સેતુ પર ચાલતા પાડવાની બીકે બેસી રહે એ?? પડ્યા પછી બાહોશ બનીને ફરી ના ચાલે એ?? તુચ્છ વિચારોથી ઘેરાય એ?? અભદ્ર વર્તન કરી દેશ અને સંસ્કારો લજવે એ?? માનસીબ રીતે ગરીબ હોય એ કે શારીરિક રીતે ગરીબ હોય એ?? બહુ મોટો અને વિચારશીલ કરે એવો વિષય છે દોસ્ત આ. તને એનું દર્દ દેખાયું, એની ઉંમર દેખાઈ, એના સફેદ વાળ અને રડતી આંખો દેખાઈ અને એના અવાજ દર્દ દેખાયું. સાચી વાત છે, સવાલ ૧૦૦૦ થાય આ વાત પર કે શું છે આ 'ગરીબી' અને કેમ પ્રભુ એટલો કઠોર છે?? પરંતુ પ્રભુ પણ જો 'કર્મ'ના ભોગે ભોગ ભોગવીને રહ્યાં હોય તો આપણે તો તુચ્છ મનુષ્ય છીએ, એના દર્દને આપણે ઓછું કરી શકીએ એને પૈસાથી મદદ કરીને પરંતુ સહન એને કરવાનું છે એમાં કોઈ કઈ નથી કરી શકતું એ તું પણ જાણે છે. મને ખબર છે આપણે બંને આપણા પરિવારને બહુ જ યાદ કરીએ છીએ. ચાલ, હવે મમ્મી-પપ્પને બોલાવી લઈએ અને રાજેશકુમારને કહીને કૃતિકાના લગ્ન જલ્દી વહેલા લઇ લઈએ એટલે કૃતિકા પણ અહીંયા જ. ક્રિશ હવે મોટો થવા લાગ્યો છે. એને મનમાં ૧૦૦૦ વિચારો ચાલે છે એની સાથે દોસ્ત બનીને ખભે હાથ રાખીને ચાલવાનો સમય આવી ગયો છે. એની સાથે તું વાત કર કાલે અને હું એને વિકેન્ડમાં મારી ઓફિસ લઇ જઈને શાંતિથી એની સાથે સમય પસાર કરીશ.', અમ્રિતા બોલી રહી.

'થેંક્યુ દોસ્ત. મન બહુ હળવું થયું. માણસ ગમે તેટલો મોટો કેમ ના થઇ જાય, એને એક સમજદાર પત્ની દોસ્ત રૂપે ના મળે તો એનું જીવન ધૂળ જ ને?? હવે, જિંદગીને પ્રેમ કરું કે તને? સમજાતું નથી...', રાહુલ જરા હસીને બોલ્યો.

'હવે, બંને એક કામ કરો. આજે મને જ પ્રેમ કરી લો એટલે વસુલ થઇ જાય.', ક્રિશ પાછળ આવીને સોફામાં બેસતાં બોલ્યો.

'અરે! તું અહીંયા?? હજી સૂતો નથી? મેં તો હમણાં રાહુલને તારી વાત. અચ્છા! તો તું અમારી વાત છુપાઈને સાંભળતો હતો?', અમ્રિતા બોલી.

'હા, આજે તમારા બન્નેની સમજદારી પૂર્વકની વાતો મેં સાંભળી ના હોત તો મને એટલો પ્રેમનો ઉમળકો તમારા બંને પર કેવી રીતે અવત?? તમે બંને ટુ ક્યૂટ અને ટુ ગુડ ટુ બી ટ્રુ એવા છો.', ક્રિશ બંનેને ગળે લાગી ગયો.

'થેન્ક્સ મોમ-ડૅડ. આઈ લવ યુ. હું પરદેશમાં રહીને સંસ્કારોની સેજમાં જ રહીશ એ વાત જાણીને મને આનંદ થયો. હવે વધારે ચર્ચા વિકેન્ડમાં કરીશું. હું સુવા જવું છું, તમે બન્ને પણ હવે એકબીજાને પ્રેમ કરી શકો છો. હાહાહાહા.... ગુડ નાઈટ સ્વીટ.', ક્રિશ સુવા ગયો.

'વાત તો ક્રીશની સાચી છે... ', રાહુલ અને અમ્રિતા એકબીજા સામે જોઈ હસી રહ્યાં.

-બિનલ પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED