મારી ચૂંટેલી લઘુકથાઓ - 60 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 60

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

મંદી

દીવાલ પર લટકેલી ઘડિયાળે અવાજ કરીને બાર વાગી ગયા હોવાની સૂચના આપી દીધી છે. કહેવાય છે કે અડધી રાત્રે માત્ર ઘુવડ જ જાગતું હોય છે. હા એકલા રામકિશન પ્રસાદ આજે અડધી રાત્રે અંધારામાં દીવાલ ઉપર આંખો ખોડીને પોતાની જાતને ઘુવડ જ હોવાનો અનુભવ કરી રહ્યા હતા.

બે કલાક પહેલા જ્યારે તેઓ સુવા માટે પથારી તરફ જઈ રહ્યા હતા ત્યારે ફોનની ઘંટડી વાગી ગઈ હતી. બીજી તરફ અમેરિકાથી એમનો પુત્ર આશુતોષ હતો. ફોન પર એનો રડમસ અવાજ એમને ચિંતિત કરી ગયો હતો.

“ડેડી, હું પરમદિવસે ભારત પરત ફરી રહ્યો છું.”

“પરત ફરી રહ્યો છું એટલે?” એ કઈ સમજી ન શક્યા.

“હા ડેડી, હું આવી નથી રહ્યો હું પરત આવી રહ્યો છું. જે એમએનસીમાં હું કામ કરી રહ્યો હતો તેનું દેવાળું ફૂંકાઈ ગયું છે.”

“શું?” એ એકદમ સ્તબ્ધ થઇ ગયા હતા.

“હા ડેડી, હવે મારા માટે અહીં કશુંજ બાકી નથી રહ્યું. બહુ મુશ્કેલી વેઠીને ભારત પરત થવાની વ્યવસ્થા કરી છે.” જો કે ફોનમાંથી એના આંસુ તો બહાર નહોતા આવી રહ્યા પરંતુ તેના ડૂસકાં છુપાઈ શક્યા ન હતા.

રામકિશનજી સ્તબ્ધ થઇ ગયા હતા. તે ઘણું બધું કહેવા માંગી રહ્યા હતા પરંતુ એ તરફથી ફોન કપાઈ જતા તેમને દીકરાને એ કહેવાની તક પણ ન મળી કે આવતીકાલે સવારે એ ખુદ આ ઘરમાંથી બહાર જતા રહેવાના છે. કારણકે દીકરાના ભણતર માટે મકાન ગીરવે રાખીને ઋણ લીધું હતું તે તેમની પૂરી કોશિશ છતાં ચૂકવી શક્યા ન હતા.

***