Revenge - Story of Dark hearts - 5 ((Last part) books and stories free download online pdf in Gujarati

Revenge - Story of Dark hearts - 5 (Last part)

Revenge – Story of Dark Hearts
Episode – 5
“હેલ્લો મિ.શાહ, જીવો છો કે સાચે ઉકલી ગયા...?”
ધીરજે કે.ટી.શાહના મોઢા પર પાણી ફેંકતા કહ્યું. અચાનક પાણી પડતા કે.ટી.શાહ ભડકી ગયા. એમણે આંખો ખોલી તો પોતે એક રૂમમાં એક ખુરશી પર બંધાયેલી હાલતમાં હતા, ટેબલની બીજીબાજુ ધીરજ બેઠો હતો. એમણે ચારે બાજુ જોયું તો પોતે જેલની જગ્યાએ એક રૂમમાં હતા.

“સારું, તો હજી જીવો છો...”
ધીરજે ખુરશી પર આરામથી બેસતા કહ્યું.

“હું અહી કઈ રીતે આવ્યો? મને તો...”

“ઝેર આપવામાં આવ્યું હતું, મરવાની તૈયારીમાં હતા, અને દુનિયાની નજરમાં તો તમે મારી પણ ગયા છો, માત્ર અમારા માટે જીવો છો.”
ધીરજની વાતો કે.ટી.શાહને સમજાતી ન હતી.

“ન સમજાયું...? આ જુઓ આજનું ન્યુઝ પેપર, “જાણીતા બિઝનેસ ટાયકૂન કે.ટી.શાહએ જેલમાં જ કરી આત્મહત્યા. હોસ્પિટલ સુધી પહોચતાં રસ્તામાં જ કે.ટી.શાહનું નિધન થયું.” મજાની વાત તો એ છે કે ન્યુઝ ચેનલ વાળા અત્યારે તમારો અગ્નિદાહનો પ્રોગ્રામ લાઈવ દેખાડી રહ્યા છે, જોશો..?”
કહીને ધીરજે દીવાલમાં લાગેલી ટી.વી.ઓન કરીને ન્યુઝ શરુ કર્યા, જેમાં નીલમના હાથે કે.ટી.શાહનો અગ્નિદાહ દેખાડવામાં આવી રહ્યો હતો.

“આ કઈ રીતે શક્ય છે...હું... હું હજી જીવું છું તો ત્યાં કોણ છે?”
કે.ટી.શાહએ આશ્ચર્યથી કહ્યું.

“સિમ્પલ છે, તમારો ડુપ્લીકેટ, તમારા જેવીજ લાગતી એક બેનામી લાશને તમારો ચહેરો ઓઢાડી દીધો, બસ. તમને જે ઝેર આપ્યું એ સાચું જ હતું, પણ તમને જે એમ્બ્યુલેન્સ લેવા આવી એમાં ડોક્ટર અને ડ્રાઈવર મારા હતા. તમને બચાવીને તમારા જેવી લાગતી લાશને હોસ્પિટલ પહોચાડીને જાણીતા ડોક્ટર પાસેથી જ તમારું ડેથ સર્ટીફીકેટ તૈયાર કર્યું અને તમને અહી લાવી દીધા. તમે તમારા ગુનાઓ સ્વીકારી લીધા છે એવું કન્ફોર્મેશન લેટર તમારી સાઈન વાળું, મીડીયાને અને પોલીસને આપી દીધું, જે જેલમાં તમે હતા એજ જેલમાંથી તમારા ફિંગરપ્રિન્ટ વાળી ઝેરની બોટલ પણ મળી આવી.”
કહેતા ધીરજે એક ફાઈલમાંથી કે.ટી.શાહની સાઈન વાળું કન્ફર્મેશન લેટર, જે જે વ્યક્તિના પૈસા હળ્પ્યા હતા એ બધાને પોતાની પ્રોપર્ટીમાથી ભાગ આપતું લેટર, કંપની બંધ કરવાનું એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ ટેબલ પર રાખ્યા.

“તમને થતું હશે કે મેં તો સાઈન કરીજ નથી તો આમાં ઓરીજનલ સાઈન ક્યાંથી આવી? તમને યાદ છે તમે રશિયન મેનેજરે આપેલા ડોક્યુમેન્ટ્સ એક કાંચની ટેબલ પર સાઈન કર્યા હતા અને ફિંગરપ્રિન્ટ પણ આપ્યા હતા, એ ટેબલનો કાંચ હકીકતે એક સ્કેનર મશીન હતો, તમારી સાઈન સ્કેન કરીને ડોક્યુમેન્ટ્સ પર છાપી અને ફિંગરપ્રિન્ટ બોટલ પર છાપ્યા. બસ, અમારું કામ થઇ ગયું.”
કે.ટી.શાહ ધીરજની વાતો આશ્ચર્ય ચકિત થઈને સાંભળી રહ્યા હતા ત્યારેજ ધીરજના માણસો એક ખુરશી ઉપર બીજા એક માણસને બાંધીને લઇ આવ્યા.

“છોડો મને, છોડો....હવે કક્યાં લઇ જાઓ છો....”
એ માણસને જોઇને કે.ટી.શાહની આંખો ફાટી ગઈ,

“આ હજી જીવે છે...?”
કે.ટી.શાહે આશ્ચર્યચકિત થતાં કહ્યું.

“હાસ્તો, તમારો સાગરિત, ખાસ માણસ, લંડનના બિઝનેસનો પાર્ટનર ધ ગ્રેટ વિકાસ પણ હજી જીવે છે. તમે તો એનું એક્સીડેન્ટ કરાવ્યું હતું ને...?”

“મેં કોઈનું એક્સીડેન્ટ પ્લાન નથી કર્યું..”
કે.ટી.શાહ એ ગુસ્સામાં બરડા પડતા કહ્યું.

“પણ દુનિયા તો એમજ સમજે છે કે, તમે વિકાસને મરાવ્યો અને હવે તમે પોતે પણ આત્મ હત્યા કરી લીધી. જે રીતે એક સમયે દુનિયાની નજરમાં તમે નીલમને મૃત જાહેર કરી હતી, એજ રીતે આજે તમે બંને મૃત જાહેર થઇ ગયા. હવે પ્લીઝ એમ ન પુછજો કે વિકાસને કેવી રીતે મૃત જાહેર કર્યો, ફરીથી એજ બધું સમજાવવાની મારી જરા પણ ઈચ્છા નથી.”

વિકાસ હજી પણ છૂટવા માટે તરફડીયા મારી રહ્યો હતો,

“આ વખતે રસ્સી નહિ ખુલે, ગયા વખતે મે જાતે રસ્સી ઢીલી કરી હતી, થોડું તો ભેજું હલાવો યાર...”
ધીરજની વાત સાંભળીને વિકાસ તેની તરફ ગુસ્સાથી જોવા લાગ્યો.

“મેં, નીરવને નથી માર્યો, આ બધું મિ.શાહનું કાવતરું છે...”
વિકાસે ગુસ્સામાં કહ્યું.

“ચૂપ સાલા નફફટ, આ બધું તે કર્યું છે, બદલાની ભાવનામાં તું આંધળો થઇ ગયો હતો, તારા કારણે આજે મારી પણ આવી હાલત થઇ છે.”
કે.ટી.શાહ એ વિકાસ પર ગાળોનો વરસાદ કરતા કહ્યું. બંને થોડીવાર સુધી આમજ ઝઘડતા રહ્યા અને ધીરજ સામે બેસીને ક્રૂરતાથી હસતો રહ્યો.

“બસ, બસ, હવે એકબીજાને કોસવાનું છોડો, તમારા બંને માંથી કોઈએ નીરવને નથી માર્યો.”
ધીરજની વાત સાંભળીને બંનેને આંચકો લાગ્યો.

“તો...તો પછી કોણે માર્યો નીરવને...કોણ હતો એનો દુશ્મન...?”
કે.ટી.શાહએ આતુરતાથી અને અચકાતાં કહ્યું.

“તમે બંને તો શું, નીરવના કોઈ પણ દુશ્મનમાં, દુનિયાના કોઈ પણ વ્યક્તિમાં એટલી તાકાત નથી કે નીરવને હાથ પણ લગાડી શકે.”
ધીરજની વાત સાંભળીને કે.ટી.શાહ અને વિકાસ અચંબામાં પડી ગયા, એમના મનમાં એકજ સવાલ દોડી રહ્યો હતો કે

“આખરે નીરવને કોણે માર્યો?”
બંને શંકાની દૃષ્ટિથી ધીરજ સામે જોઈ રહ્યા હતા, “ક્યાંક ધીરજે તો નીરવને નથી માર્યોને? નીરવનો બદલો લેવાની આડમાં એ બિઝનેસ કમ્પેટીટર્સ ને મારવા માટે આ બધુ કરી રહ્યો હશે?” જેવા વિચારો બંનેના મનમાં ફરી ગયા. ધીરજના મોઢા પર એક ખંધુ હાસ્ય ફરકી ગયું. એજ સમયે રૂમનો દરવાજો ખુલ્યો, અચાનક અજવાશ આવવાથી બંનેની આંખો બંધ થઇ ગઈ, સામેથી આવનારા વ્યક્તિ નો ચહેરો જોવા બંને એ આંખો થોડી ઝીણી કરી, આવનાર વ્યક્તિ નજીક આવતા અજવાશ ઓછો થયો અને એનો ચહેરો સ્પષ્ટ દેખાયો જે જોઇને બંનેના મોઢા માંથી એક સાથે આશ્ચર્ય અને ભય સહીત એક નામ નીકળી ગયું.

“નીરવ.....?”

“માત્ર નીરવ..? ના...ના... હવે તો મારા બીજા બે નામ પણ છે, (રશિયન ભાષામાં) રશિયન મેનેજર અને ઇન્સ્પેક્ટર અભિનવ શર્મા...આ બે નામ પણ મારા જ છે.”
ધીરજની જગ્યા એ પોતે બેસતાં નીરવે કહ્યું. નીરવને પોતાની સામે બેઠેલો જોઇને કે.ટી.શાહ અને વિકાસ પાણી પાણી થઇ ગયા.

“તો પછી પેલો અટેક કોણે કર્યો તારા ઉપર? કેવી રીતે બચ્યો તું..? મીડિયામાં તો તારી મૃત્યુના સમાચાર આવ્યા હતા, મને કોઈકે તારી મૃત્યુના ફોટા પણ મોકલ્યા હતા.”
વિકાસે ભય સાથે અધીરાઈથી કહ્યું. જેના જવાબમાં નીરવ ખતરનાક અટ્ટહાસ્ય કર્યું અને જણાવ્યું કે જયારે વિકાસે લંડનમાં રહેતા નીરવના એક ફ્રેન્ડની કંપની દગો કરીને ટેક ઓવર કરી લીધી ત્યારે રસ્તા પર આવેલા એ એ મિત્ર ને મદદ કરવા એ લંડન આવ્યો અને ત્યારેજ તેણે નીલમ ને જોઈ. નીલમ વિકાસ સાથે છે જાણીને નીરવને ગુસ્સો આવ્યો પણ કદાચ એમાં નીલમની ખુશી હશે એ માનીને તેણે નીલમને જવા દીધી પણ ઇન્ડીયા પાછા આવ્યા પછી થોડા દિવસમાં તેને ડૉ. પ્રભાકરનો કોલ આવ્યો, એમણે વિકાસની બદલાની ભાવના વિશે જણાવ્યું, ત્યાર પછી નીરવે બધું પ્લાનિંગ કર્યું અને પેરીસના લોકલ માફિયાનો કોન્ટેક્ટ કરીને પોતા પર અટેક કરાવ્યો, નીરવને લાગેલી બધી ગોળીઓ પણ નકલી હતી, જેની જાણ ગોળી ચલાવનાર ને પણ ન હતી. ઇન્ડીયામાં પોતાના જાણીતા ડોક્ટરની મદદથી નીરવ જેવોજ ચહેરો બનવળાવ્યો અને એક યુવાનની લાશ પર એ પહેરાવીને તેનું અંતિમ સંસ્કાર કર્યું. રીઅલ ઇન્સ્પેક્ટર અભિનવ શર્માને મળીને તેની ઓળખ અને પ્રોફાઈલ મેળવીને પોતે લંડન આવ્યો અને વિકાસને પકડ્યો, ત્યારબાદ એજ રીતે રશિયન મેનેજરનો વેશ લઈને કે.ટી.શાહ ને છેતર્યો અને મીડિયા સામે મૃત જાહેર કરવા સુધીનું કાવતરું રચ્યું.

“હું તો બધું ભૂલીને પ્રાયશ્ચિતના માર્ગ પર ચાલી નીકળ્યો હતો, મારા હાથ પણ લોહીથી ખરડાયેલા હતા, મનમાં વેરભાવ અને છેતરામણ ભરેલા હતા, મારા કર્મો સુધારીને નીલમની યાદમાં હું બરબાદીને પણ હસતા હસતા સહન કરી રહ્યો હતો. પણ તમે બંને એ મને પાછો ક્રૂર બનવા માટે મજબૂર કર્યો. વિકાસથી મારી દુશ્મની તો નવી હતી, પણ મિ.શાહ, તમને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે તમારી સાથે મારી દુશ્મની ક્યારની શરુ થઇ ગઈ હતી.”
નીરવની વાત સાંભળીને કે.ટી.શાહ પાછા આશ્ચર્યમાં પડી ગયા.

“તમને આ જગ્યા પણ કદાચ યાદ નહિ હોય, યાદ કરો આઠ વર્ષ પહેલા તમે એક સાડીના વેપારી એ શરુ કરેલી ગારમેન્ટસ કંપનીને ટેકઓવર કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તે ન માન્યા ત્યારે એ કંપનીના માલિકને મરાવીને એની ફેક્ટરી શીલ કરાવી હતી, પ્રોપર્ટી જપ્ત કરાવી લીધી હતી. હું એજ કંપનીના માલિકનો દિકરો છું. એ સમયે હું પણ રસ્તા પર આવી ગયો હતો, ઘણી રાતો મે ભૂખ્યા પેટે કાઢી હતી. એ સમય દરમિયાન જ એક રોડ ક્રોસ કરવામાં મે વ્યોમેશ શાહને બચાવ્યા અને એમની સાથે તમારી અન્ડરમાં ટ્રૈઈન થવા આવ્યો. એ એક્સીડેન્ટ મેં જ પ્લાન કર્યો હતો, તમને મળવા માટે, બદલો લેવા માટે, તામારી સાથે બદલો લેવાની શરૂઆત મે ત્યારથી જ કરી દીધી હતી.”
નીરવની વાતો સાંભળીને મિ.શાહને બધું જ યાદ આવ્યું, ક્રૂરતાથી નીરવના પિતાને મારીને સુસાઈટ જાહેર કરેલો પ્રસંગ એમને નારી આંખે દેખાવા લાગ્યો.

“આ બધાં માં મારો શું વાંક? પ્લોઝ મને જવાદે નીરવ હું તારા પગે પડું છું, ક્યારેય તને કે નીલમને મોઢું નહિ દેખાડું, તમારી વચ્ચે નહિ આવું, પ્લીઝ મને જવાદે.”
વિકાસે નીરવને આજીજી કરતા કહ્યું.

“ચિંતા ન કર તને મારીશ નહિ, જીવતો રહેવા દઈશ.”
સાંભળીને વિકાસના ચહેરા પર થોડા નિરાંતના ભાવ આવી ગયા.

“પણ, તું એક જીવીત લાશ બનીને જીવીશ, પોતાની યાદો વગર, ઘર વગર, પૈસા વગર રસ્તા પર ભટકીશ. તે મારી નીલમનું બ્રેઈન વોશ કર્યું હતું, એની સજા તો તારે ભોગવવી જ પડશે, નીલમ માટે તો હું આવ્યો પણ તારા માટે હવે કોઈ નહિ આવે. લઇ જાઓ આને.”
નીરવનો અવાજ સાંભળીને બે માણસો રૂમમાં આવ્યા અને વિકાસને ખુરશી સહીત ડોક્ટર પ્રભાકર પાસે લઇ ગયા. વિકાસ પોતાને છોડી દેવા માટે આજીજી કરતો રહ્યો પણ તેના પર દયા ખાવા વાળું ત્યાં કોઈ જ નહતું. “મારવો જ છે તો મારી નાખ મને, હવે શું બાકી રહ્યું છે?”
કે.ટી.શાહ એ પોતાનો રૂઆબ યથાવત્ રાખતા કહ્યું.

“મારીશ, જરૂર મારીશ પણ આટલી આસન મોત નહિ આપું, તમારી જ ટ્રીક થી તડપાવી તડપાવીને મારીશ. જેવી મૃત્યુ મારા પિતાને આપી હતી એવીજ મૃત્ય આપીશ તમને.”
કહીને નીરવ અને ધીરજ ત્યાંથી નીકળવા ગયા. જતાં જતાં નીરવે રૂમમાં નજર કરી, ક્યાયથી ઓક્સીજન આવવાની જગ્યા ન હતી. નીરવે દરવાજાની બાજુની એક સ્વિચ ચાલુ કરી અને કે.ટી.શાહ સામે ખંધુ હસતા કહ્યું

“એન્જોય ફ્રેશ એર. ગૂડ બાય ફોરએવર”
અને રૂમ બંધ કરીને ચાલ્યો ગયો. સ્વિચ ઓન થતાંજ રૂમમાં લાગેલા એરફ્રેશનર મશીનમાં લાલ લાઈટ થઇ અને આખા રૂમમાં જેરી હવા ફેલાવા લાગી. ધીરે ધીરે કે.ટી.શાહનો શ્વાસ રૂંધાવા લાગ્યો, ખૂબજ ઉધરસ આવવા લાગી, ઓક્સિજનની કમીના કારણે આંખો લાલ થઇ ગઈ, શ્વાસ નડી ખૂબજ ફુલાઈ ગઈ, છેવટે નાકમાંથી ને કાનમાંથી લોહી નીકળ્યા, ટીવીમાં હજી ન્યુઝ ચેનલ ચાલી રહ્યા હતા જેમાં કે.ટી.શાહની ચિતાને નીલમે બધી વિધિ પતાવીને આગ ચાંપી એજ સમયે રૂમમાં બંદી બનેલા કે.ટી.શાહે અંતિમ શ્વાસ લીધા. રૂમની બીજીબાજુથી નીરવ એમને મરતા જોઈ રહ્યો હતો. કે.ટી.શાહને મૃત અવસ્થામાં જોઇને નીરવની આંખોમાંથી આંસુ નીકળી ગયા. ધીરજે નીરવના ખભા પર હાથ રાખીને કહ્યું,

“ઇટ્સ ઓવર નીરવ, યોર રિવેન્જ ઇસ કમ્પ્લીટ, હવે આગળ શું કરવું છે?”
નીરવે આંસુ લુછતા એક હળવું સ્મિત કરતાં કહ્યું,

“અંતિમ પ્રાયશ્ચિત કરવા માટે હિમાચલ જવાની તૈયારી કરો.”
કહીને નીરવ રૂમમાંથી બહાર ચાલ્યો ગયો, ધીરજ એને જતાં જોઈ રહ્યો હતો હિમાચલ અને પ્રાયશ્ચિતની વાત સાંભળીને ધીરજના ચહેરા પર પણ એક હળવું સ્મિત ફરકી ગયું.
* * * * *
“પ્રોમિસ મિ નીરવ, તું પાછો ફરીશ.”
એરપોર્ટ જઈ રહેલા નીરવને દરવાજા પાસે ઊભીને નીલમે રડતાં રડતાં કહ્યું. ચાર દિવસમાં બિઝનેસ નીલમના નામે કરીને, નીલમ અને ધીરજને બધી જવાબદારી સોપીને નીરવ હિમાચલ જઈ રહ્યો હતો.
“હું પાછો ફરીશ, પણ પ્રોમિસ નહિ કરી શકું કે ક્યારે અને ક્યા સ્વરૂપમાં.”
નીરવે નીલમથી આંખો ચોરાવતાં કહ્યું.

“પણ આમ બધું છોડીને શા માટે જઈ રહ્યા છો સર? પ્લીઝ ડોન્ટ ગો.”
કહેતા ધીરજની આંખોમાં પણ આંસુ આવી ગયા.

“ડોન્ટ કોલ મી સર, તું મારો ફ્રેન્ડ છો, ભાઈ છો, આ નવું સ્વરૂપ તારા કારણે જ છે. જસ્ટ કોલ મી નીરવ. હવે આ બિઝનેસની દુનિયામાં મારું મન નહિ લાગે, મને શાંતિ જોઈએ છે, જે હિમાચલ જઈને જ મળશે. પાછો બિઝનેસમાં ઇન્વોલ્વ થઈને હું મારો નવો સ્વરૂપ ખોવા નથી માંગતો.”
ધીરજના ખભા પર હાથ રાખીને નીરવે કહ્યું. નીલમને હગ કરીને એના કપાળ પર ચૂમી દઈને નીરવ એરપોર્ટ જવા નીકળી ગયો. નીરવે બંનેને એરપોર્ટ આવવા માટે ચોખ્ખી મનાઈ ફરમાવી હતી. રસ્તામાં જતા જતા નીરવને વિકાસ દેખાયો, ફૂટપાથ પર મેલા કપડામાં ગાંડાની જેમ બેઠેલો હતો, કોઈકે એની બાજુમાં વડાપાંઉ રાખ્યો હતો, પણ એ કઈ રીતે ખાવું એ અસમંજસ સાથે વિકાસ વડાપાંઉ હાથમાં લઈને ચેક કરી રહ્યો હતો. વિકાસની આવી હાલત જોઇને નીરવ રડી પડ્યો. પોતાના બદલાની ભાવના ના કારણે વિકાસ આજે આવી હાલતમાં આવી ગયો છે એ ભાવના એને ખૂંચવા લાગી. કાર ઊભી રખાવીને નીરવ વિકાસ પાસે ગયો, વિકાસ આશ્ચર્યતાથી નીરવને જોઈ રહ્યો હતો. નીરવે વિકાસના હાથમાં રહેલા વડાપાંઉનું એક બટકું ખાઈને વિકાસને કઈ રીતે ખાવાય એ શીખવાડ્યું, નીરવને ખાતાં જોઇને વિકાસ રાજી થઇ ગયો અને ઝડપથી આખો વડાપાંઉ ખાઈ ગયો. નીરવ આંખમાં આંસુ સાથે ત્યાંથી ઉભો થઇ ગયો, એક સેવા સંસ્થાને ફોન કરીને વિકાસને લઇ જવા કહ્યું. સેવા સંસ્થાની એક ગાડી આવી એમાં વિકાસને બેસાડીને એ સંસ્થાના નામનું મોટી રકમનું ચેક આપીને નીરવ એરપોર્ટ જવા નીકળી ગયો.
* * * * *
“તારી કિસ્મતમાં સન્યાસી જીવન નથી. તારે તારી ફરજો પૂરી કરવાની છે. તે સાચા અર્થમાં પ્રાયશ્ચિત કર્યું છે, એક ચોખ્ખું અને સ્વચ્છ જીવન શરુ કર્યું છે, હવેએ જીવનને જીવવાનો સમય છે. વેર, છેતરામણ જેવી ભાવનાઓ ને ત્યજીને જીવવાનો સમય છે. કષ્ટો વેઠ્યા પછી હવે સુખ ભોગવવાનો સમય છે, હમણાં સુખ છે આગળ જતાં દુઃખ પણ આવશે. જીવન સુખ દુઃખનો એક ચક્ર છે, જે સતત ફરતો ફરો રહે છે.”
પાંચ દિવસ સુધી આશ્રમમાં રહીને ત્યાંજ સ્થાયી થવાની વાત કરતા નીરવને આચાર્ય શ્રી એ સમજાવતાં કહ્યું.
“પણ હાવે હું પાછો જૂનો નીરવ બનવા નથી ઈચ્છતો, મને મારું આ શાંત જીવન ગમે છે અને એજ જીવવું છે.”
નીરવે સામે દલીલ કરતા કહ્યું.

“હું તને જૂનો નીરવ બનવા માટે નથી કહી રહ્યો, આ નવા સ્વરૂપ સાથેજ જૂના જીવનમાં જીવવાનું કહું છું, અઘરું છે, પણ સ્વચ્છ અને ચોખ્ખું હૃદય રાખીને જીવવું એજ તારું લક્ષ્ય છે એમ માનીને જીવ જે. તારા આગ્રહને માન આપીને હું આશ્રમમાં પાછો ફર્યો છું, તો મારી આજ્ઞાનું પાલન કરીને તું પાછો જા, નીલમ, ધીરજ અને કંપની માટે પણ તારી ઘણી ફરજો હજી બાકી છે. એ પૂરી કર, પછી જો હારી ઈચ્છા હશે તો આ હિમાલયની તળેટી તને સહર્ષ સ્વીકારશે, આવકારશે.”
આચાર્ય શ્રી એ નીરવને સમજાવતા કહ્યું. નીરવે એમની આજ્ઞાને માં આપીને પાછા જવાનો નિર્ણય કર્યો અને વચન આપ્યું કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતે હવે કોઈને નુકશાન પહોચાડે એવા કર્યો નહિ કરે.

સવારે ૦૫:૦૦ વાગે અચાનક ઘરની ડોરબેલ વાગી, નીલમે આંખો ચોળતાં દરવાજો ખોલ્યો.
“મેય, આઈ કમ ઇન મેડમ...?”
નીરવે પ્રેમાળ સ્મિત સાથે કહ્યું. નીરવને પોતાની સામે જોઇને નીલમની ખુશીનો પાર ન રહ્યો. એ દરવાજા પાસે જ નીરવને ભેટી પડી. નીરવે ઘરમાં આવીને ત્યારેજ ધીરજને કોલ કર્યો, નીરવનો અવાજ સંભાળીને ધીરજ પણ ખુશ થઇ ગયો. ધીરજની ખુશીમાં વધારો કરતા નીઈરાવે કહ્યું

“વહેલી તકે પંડિતજી ને મળીને લગ્નની તારીખ નક્કી કરાવો, તારે નીલમનું કન્યાદાન પણ કરવાનું છે અને મારો અણવર પણ બનવાનું છે, બે રેડી...”
* * * * *
વિકાસ સેવા સંસ્થાની દેખરેખમાં હતો. એક દિવસ બેંગલોરથી એક વ્યક્તિ આવ્યો, જે પોતાને વિકાસનો ફ્રેન્ડ કહેતો હતો. “સર, આમને બહાર લઇ જવાની મનાઈ છે, મિ.નીરવ દર અઠવાડિયે આમને જોવા આવે છે.” સેવા સંસ્થાના સંચાલકે પેલા વ્યક્તિને વિકાસને લઇ જવાની ના પાડતા કહ્યું. પેલા વ્યક્તિએ સંચાલકની ટેબલ પર નોટોનો એક થપ્પો રાખ્યો. સંચાલકે એ થપ્પો ઉપાડ્યો અને પોતાના ટ્રસ્ટીને કોલ કરીને જણાવ્યું કે “મિ.વિકાસ આજે બે સેવા કર્મીઓને મારીને ભાગી ગયા છે. જલ્દી શોધખોળ ચાલુ કરવો.” સંચાલકની વાત સાંભળીને પેલા વ્યક્તિના ચહેરા પર નાનું પણ ક્રૂર સ્મિત ફરકી ગયું.

THE END
By – A.J.Maker

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED