Revenge - Story of Dark hearts - 3 AJ Maker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Revenge - Story of Dark hearts - 3

Revenge – Story of Dark Hearts
Episode – 3
વિકાસનો ફોન ચાલુ થતાં જ પોલીસને તે ક્યાં છે તેની માહિતી મળી ગઈ. એડ્રેસ ટ્રેક કરીને પંદર મિનિટમાં ત્યાં એક સાથે પોલીસની ચાર ગાડીઓ આવી ગઈ. દીવાલના ટેકે ટેકે આગળ વધતા રેડ લેઝર વાડી ગન આગળ પોઈન્ટ કરીને પોલીસવાળા વિકાસના ફોનની એકઝેટ લોકેશન પર આવી ગયા. પણ ત્યાં આવીને જોયું તો માત્ર એક તૂટેલો બ્લેન્કેટ અને વિકાસનો ફોન પડ્યો હતો. એક ઇન્સ્પેક્ટરે ફોન ચેક કર્યો પણ એમાંથી સીમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા. એમણે આજુબાજુ બધું ચેક કર્યું પણ કંઈ જ ન મળ્યું. માત્ર એક માણસ ખૂણામાં જાગતો હતો. પોલીસે તેને જઈને પુછતાછ કરી એણે પંદર મિનીટ પહેલા બનેલી ઘટના વર્ણવી.
પંદર મિનીટ પહેલા
સામે છેડેથી કોલ કટ થતાં. વિકાસે ગુસ્સામાં સામેની દીવાલમાં પગ પછાડ્યો, અને બરાડા પાડવા લાગ્યો કે “હું કોઈને નહિ છોડું.” એનો અવાજ સાંભળીને એક માણસ જાગી ગયો. એ જોઇને વિકાસે પાછો બ્લેન્કેટ ઓઢ્યું અને મોઢું છુપાવીને બીજી બાજુથી નીકળવાની તૈયારીમાં જ હતો એટલામાં દીવાલની પાછળ એક બીજો માણસ આવ્યો અને વિકાસને લાત મારી. વિકાસ થોડી દૂર જઈને પડ્યો. પેલા માણસના મોઢા પર રૂમાલ બાંધેલું હોવાથી તે કોણ છે એ જાણી ન શકાયું. વિકાસ ગુસ્સામાં ઉભો થયો અને પેલા માણસને મારવા ધસ્યો પણ પેલા માણસે ખૂબજ ચપળતાથી વિકાસથી પોતાનો બચાવ કર્યો અને વિકાસને પીઠ પર પાછી લાત મારી. વિકાસ પાછો દૂર જઈને પડ્યો. પણ એ જેવો ઉભો થયો તો સામે કોઈ ન હતું. એ વિચારતો જ હતો કે પેલો માણસ ક્યા ગયો, એટલામાં જ તેના માથા પર પાછળથી લાકડાનો ઘા થયો. વિકાસે બે હાથ માથા પર દબાવ્યા અને પાછળ વળીને જોયું એટલામાં બીજીવખત પેલા માણસે તેને સામેથી માથા ઉપર લાકડું માર્યું અને વિકાસ બેભાન થઈને પડી ગયો. થોડી દૂર ઉભેલી એક કાર નજીક આવી તેમાંથી બીજા બે માણસો ઉતર્યા અને પેલા માણસનો ઓર્ડર માનતા હોય એમ વિકાસને ઉપાડીને કારમાં નાખી દીધો અને રવાના થઇ ગયા. પેલા માણસે મોઢા પરથી રૂમાલ કાઢ્યું અને એક કોલ કરીને કહ્યું “જલ્દી ફ્લાઈટ રેડી કરો, વી આર કમિંગ.” કોલ કટ કરીને પેલો માણસ પાછો વળ્યો ત્યારે તેની નજર ખૂણામાં એક માણસ પર પડી જે આ બધુંજ જોઈ રહ્યો હતો. પહેલા બે પગલાં તેની નજીક આવ્યો, પણ પછી કંઇક વિચારતા અટક્યો અને ચુપ રહેવાનો ઈશારો કરતાં ત્યાંથી નીકળી ગયો.
વર્તમાન સમય
“બસ સાહેબ આનાથી વધુ મને કંઇજ ખબર નથી.” ઈન્સ્પેક્ટરે તેનો ચહેરો ઓળખવા માટે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે અંધારું હોવાના કારણે તે ચોક્ખું જોઈ નથી શક્યો. એટલામાં જ ઇન્સ્પેક્ટર શર્મા ત્યાં આવ્યા. પેલા ઈન્સ્પેક્ટરે, ઇન્સ્પેક્ટર શર્માને બધી વાત કરી. ઇન્સ્પેક્ટર શર્મા એ તરતજ બધાને નજીકના એરપોર્ટ પર પહોચવા કહ્યું. બધાં જ પોલીસ વાળા ત્યાંથી જઈ રહ્યા હતા. ઇન્સ્પેક્ટર શર્માએ જતાં જતાં પેલા માણસ સામે જોયું અને એક સ્મિત ફરકાવ્યું. બદલામાં પેલા માણસે બે હાથ જોડ્યા અને પથારી નીચે છૂપાવેલા પૈસા તરફ ઈશારો કરતાં આભાર માન્યું.
* * * * *
“તમે ભલે મારા દાદા છો પણ તમે મને આમ બહાર જતા ન રોકી શકો.”
નીલમે તેના દાદાને ચોખ્ખું સંભળાવી દીધું. શાહ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને વર્તમાન ના પુનઃ બનેલા માલિક કે.ટી.શાહ, “કૃષ્ણકાંત ત્રિભુવનદાસ શાહ” પૌત્રી નીલમનો પહેલા જેવોજ જીદ્દી રવૈયો જોઇને ગુસ્સામાં હતા. કે.ટી.શાહ એક પીઢ બિઝનેસમેન હતા, વર્ષોનું અનુભવ, ગજબની વિચાર શક્તિ, તર્ક શક્તિ અને નિર્ણય શક્તિથી હર કોઈ વાકેફ હતા. કેટલાય લોકો માટે તે ગુરુ સમાન હતા. જ્યારે તે એક સફળ બિઝનેસમેન હતા, બિઝનેસ કમિટીના ચેરમેન હતા ત્યારે તેમની પાસે ઘણા લોકો સલાહ લેવા આવતા. એમના બહોળા શિષ્ય વર્તુળમાંથી જ એક હતો, નીરવ દેસાઈ. નીરવ એ સમયમાં સૌથી વધુ સ્ફૂર્તિલો અને જુનૂની હતો, નીરવની એજ લાક્ષણિકતા કે.ટી.શાહ ને ગમતી પણ ખરી અને ડરાવતી પણ ખરી. એટલા માટેજ એમણે નીરવને પોતાના પુત્ર વ્યોમેશ સાથે ૨૦%ની પાર્ટનરશીપ પર રખાવ્યો. વ્યોમેશને ખાસ સૂચના હતી કે ક્યારે પણ નીરવ પર વધુ વિશ્વાસ ન કરવો અને એના પર સખત નજર રાખવી. નહીતર એક દિવસ આ એક સાડીની દુકાન વાળાનો છોકરો આપાણી જ સામે થશે. પણ વ્યોમેશ અને નીરવ નો સંબંધ સાવ અલગ જ હતો. બંને વચ્ચે પાર્ટનરશીપ કરતાં મિત્રતા વધુ હતી. કે.ટી.શાહનો રૂઆબ વ્યોમેશની પ્રતિભાને દબાવે છે એ જાણીને ઉમરના એક પડાવ પર એમણે નિવૃત્તિ જાહેર કરી, અને પોતાનું જ એક ટ્રસ્ટ બનાવીને આશ્રમ બનાવીને એકલા રહેવા લાગ્યા. એમના પછી બિઝનેસ કમિટીના ચેરમેન પદ ઉપર વ્યોમેશનો વારો આવ્યો અને સાથે સાથે નીલમ પણ બિઝનેસમાં ઇન્વોલ્વ થઇ. નીલમનું ઈન્વોલ્વમેન્ટ થતાજ નીરવ વધુ જોશમાં આવ્યો, અને નીલમની સાથેજ એનાજ માર્કેટ શેરસ વેચીને પાર્ટનરશીપમાં બિઝનેસ સ્ટાર્ટ કર્યું. જે કે.ટી.શાહને ખૂચ્યું હતું. ત્યારેજ તેમણે નીલમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ નીલમે એમની વાત ન માણી. ઘરમાં વાતાવરણ તંગ બનતા તે દાદા અને પિતાથી અલગ એકલી રહેવા લાગી. નીલમના જવાથી શાહ ઇન્ડસ્ટ્રીઝ ખોટમાં આવી ગઈ અને ધીરે ધીરે તેનું નામ ઘટવા લાગ્યું, જે તકનો લાભ લઈને નીરવે પોતાનું બિઝનેસ વ્યાપ વધારી લીધું. શાહ ઇન્ડસ્ટ્રીઝના જ કસ્ટમરસ અને ઇન્વેસ્ટરસને પોતાના ફેવરમાં કરી લીધાં. જેથી શાહ ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી અને નીરવ ઉપરા ઉપરી બિઝનેસ ઓફ ધી યર બનવા લાગ્યો. પણ કમિટીના ચેરમેન પદ પર હજી વ્યોમેશ શાહનું જ નામ હતું. એક દિવસ એ ઓફિસથી ઇન્વેસ્ટર્સ સાથે મીટીંગ પૂરી કરીની આવી રહ્યા હતા ત્યારેજ એમની કારનું એક્સીડેન્ટ થયું અને ત્યાંજ મૃત્યુ થયું. જેના માટે મોટાભાગના લોકો નીરવને જવાબદાર માનવા લાગ્યા. પણ નીરવના વધતા રૂઆબ, જુનુન અને ગુસ્સા સામે કોઈની કંઈ બોલવાની હિંમત ન ચાલી, ખુદ કે.ટી.શાહ પણ કંઈ જ ન કરી શક્યા. એ જ સમયમાં નીરવ બિઝનેસ કમિટીનો ચેરમેન બન્યો અને શાહ ઇન્ડસ્ટ્રીઝ ન ધણીયાતી થઇ ગઈ.

કે.ટી.શાહ પોતાના રૂમમાં આગની ચિમની સામે સોફો રાખીને આંખ બંધ કરીને બેઠા બેઠા જૂની યાદો તાજી કરી રહ્યા હતા, અથવા એમ કહી શકાય કે નીરવથી મળેલા ઘા તાજા કરી રહ્યા હતા. એવામાં જ એક નોકર એમના રૂમમાં આવ્યો અને ગભરાતાં કહ્યું,
“સાહેબ, બેબી એમના રૂમમાં નથી, અને ફોન પણ અહી જ પડ્યો છે.”
* * * * *

અચાનક માથામાં વાગવાથી બેભાન થયેલો વિકાસ જાગ્યો. તેણે આંખો ખોલી તો ચારે બાજુ અંધારું હતું એ ઉભો થવા ગયો ત્યારે ખ્યાલ પડ્યું કે તે એક ખુરશી પર બેઠેલો છે અને તેના હાથ પગ બાંધેલા છે. એક રૂમમાં ચારે બાજુ અંધારું છે માત્ર એક નાનો બલ્બ વિકાસની ઉપર બાજુ લટકેલો હતો એજ ચાલુ હતો જેથી વિકાસની હરકત જાણી શકાય, પણ વિકાસને એ સિવાય આજુ બાજુ કંઈજ દેખાતું નહતું. તેને હાથ છોડાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા ત્યારેજ એક અવાજ સંભળાયો

“બીગબોસ ચાહતે હૈ કી આપ યુહી ખુરશી પર બીના હિલે બૈઠે રહે....”
એ અવાજ સાંભળીને વિકાસ ગભરામણ અને ગુસ્સાના ભાવ સાથે આજુ બાજુ જોવા લાગ્યો પણ કંઈજ ન દેખાણું. ફરીથી એજ અવાજમાં જોરદાર હાસ્ય સંભળાયું. વિકાસ હજી મુંજવણમાં હતો કે પોતે ક્યાં છે? અને આ અવાજ કોનો છે?

“કોણ છે? સામે આવીને વાત કર...”
વિકાસે ગુસ્સામાં કહ્યું જેના પ્રત્યુત્તરમાં પાછું એજ તીખું હાસ્ય સંભળાયું.

“તારી એ ઈચ્છા પણ પૂરી થશે. પણ એનાથી પહેલા તારી, તારા બિઝનેસની, તારા સપનાંની હાલત વિષે તને જણાવી દઉં. તારી લંડનની પ્રોપર્ટી અને બિઝનેસ સીલ થઇ ગયા છે. ચારે બાજુ ન્યુઝ ફેલાઈ ગયા છે કે નીરવને મારવામાં તારોજ હાથ છે, જેના કારણે તારા ઇન્વેસ્ટર્સએ પણ હાથ ઊચા કરી લીધા છે અને તારા બેન્ક એકાઉન્ટ સીલ કરી નાખ્યા છે. લંડનમાં દરેક પોલીસ સ્ટેશનમાં તારું નામ વોન્ટેડ લીસ્ટમાં આવી ગયું છે. ઇન્ડિયન પુલીસ અને લંડન પુલીસ તને શોધવા માટે શિકારી કૂતરાની જેમ ફરે છે. તું પહેલા જ્યાં હતો ત્યાં જ પાછો આવી ગયો છે વિકાસ, યુ હેવ બીગ ઝીરો.”

“ વોટ...? યુ આર લાયિંગ, એક રાતમાં આ બધું થવું અશક્ય છે?”
વિકાસે ગભરામણ અને આતુરતાથી પૂછ્યું.

“એક રાત નહિ, ત્રણ રાત. આજે ચોથો દિવસ છે.”

“વોટ...? ત્રણ રાત...? મને તો કોઈકે માથામાં માર્યું અને હું.....આ કેમ શક્ય બને?”
વિકાસે ચિંતા અને આશ્ચર્ય ભરેલા સ્વરમાં કહ્યું.

“એજ રીતે, જે રીતે તું નીલમને બેભાન રાખતો.”
વિકાસને યાદ આવ્યું કે પોતે ડૉ.પ્રભાકરની મદદથી નીલમને સતત બેભાન રાખતો, એજ ટ્રીક આ લોકો એ મારા ઉપર પણ અજમાવી છે.

“એનો મતલબ કે ડૉ. પ્રભાકર તારી સાથે છે? કોણ છો તું...? હિંમત હોય તો સામે આવીને વાત કર...” વિકાસે વધુ ગુસ્સામાં હાથ પગ છોડાવવા તરફડીયા મારતા કહ્યું.

“ઓકે, તારી એ ઈચ્છા પણ પૂરી કરી દઉં.” કહેતાજ વિકાસની સામેની બાજુ થોડે દૂર એક બલ્બ ચાલુ થયો. ત્યાં પણ એક ખુરશી અને ટેબલ હતા જેના પર બેઠેલા વ્યક્તિનું મોઢું જોઇને વિકાસ આશ્ચર્યમાં પડી ગયો.

“ધીરજ તું...? તું લંડનમાં?...”
વિકાસે આશ્ચર્યથી કહ્યું.

“ના...તું અત્યારે ઇન્ડીયામાં છો. તે મારી વાત ધ્યાનથી સાંભળી નથી લાગતી, તું પહેલા જ્યાં હતો ત્યાંજ પાછો આવી ગયો છે.” ધીરજે બંને હાથ ટેબલ પર રાખીને વિકાસ સામે જોતા, સામાન્ય મલકતાં કહ્યું.
* * * * *
લંડન પોલીસના અન્ય કર્મચારીઓને એરપોર્ટ પર મોકલીને ઇન્સ્પેક્ટર શર્મા પોતાની પોલીસ કેબ લઈને ત્યાંથી નીકળી ગયા. લંડન પોલીસે બધાજ એરપોર્ટ પર ચેકિંગ શરુ કરાવી દીધું. એરપોર્ટ તરફ જતા બધા રસ્તા પર નાકાબંધી શરુ થઇ ગઈ. પણ વિકાસ કોઈના હાથમાં ન આવ્યો. ઇન્સ્પેકટર શર્મા ઝડપથી એક ગુપ્ત જગ્યાએ ગયા, જ્યાં એના પોતાનાં જ માણસો વિકાસને કિડનેપ કરીને બેઠા હતા. થોડીવારમાં વિકાસથી બચવા માટે છુપીને રહેલા ડૉ.પ્રભાકર ત્યાં આવ્યા. એમણે વિકાસના ઘાવ પર દવા લગાડી અને તેને બેહોશીનું ઈન્જેકશન આપ્યું.

“પણ આપણે અહીંથી જઈશું કેવી રીતે?”
ડૉ.પ્રભાકરે ચિંતિત સ્વરે કહ્યું.

“ધીરજ સાથે મારી વાત થઇ ગઈ છે, જે રીતે એ અને નીરવ પહેલા એકવખત પ્રાઈવેટ જેટથી કોઈને પણ દેખાયા વિના લંડન આવ્યા હતા અને પાછા પણ ચાલ્યા ગયા હતા, તેજ રીતે આપણે પણ નીકળી જઈશું.”

ઇન્સ્પેક્ટર શર્મા એ આખો પ્લાન સમજાવતા કહ્યું. લંડનથી પેરીસ સુધી બધા પોલીસની કેબમાં આવ્યા. ત્યાંથી એક પ્રાઈવેટ બોટમાં બેસીને Seine river ક્રોસ કરીને દૂર જંગલમાં આવેલા નીરવના ગુપ્ત બંગલા પર ગયા, જ્યાં પ્રાઈવેટ જેટ ઓલરેડી હાજર હતું. પોલીસ લંડનના એરપોર્ટ અને રડાર ચેક કરવામાં બિઝી હતી ત્યારે ઇન્સ્પેક્ટર શર્મા વિકાસને લઈને ડૉ.પ્રભાકર સાથે પેરીસથી ઇન્ડીયા આવવા માટે નીકળી ગયા. ઇન્ડીયા આવીને પણ એક અખો દિવસ વિકાસને બેભાન રાખ્યો અને લંડનમાં ચાલી રહેલી તજવીજ વિશે જાણકારી મેળવીને વિકાસની બધીજ બિઝનેસ અપડેટ્સ તેમજ એની પર્સનલ ફાઈલ્સ, બેન્ક ડીટેઈલ્સ પણ મેઈલ દ્વારા મંગાવી લીધી. જેથી વિકાસ વિશે વધુ જાણી શકાય.

ધીરજ વિકાસ સાથે રૂમમાં વાતચીત કરી રહ્યો હતો, ત્યારેજ ઇન્સ્પેક્ટર શર્મા પણ ત્યાં આવ્યા.
“સો...મિસ્ટર વિકાસ કેવું લાગ્યું ઇન્ડીયા પાછા આવીને?”
ઇન્સ્પેક્ટર શર્મા એ ધીરજની બાજુમાં બેસતાં કહ્યું.

“યુ બાસ્ટર્ડ, મને ખબર હતી કે તું આની સાથે મળેલો છે.”
વિકસે ગુસ્સામાં કહ્યું.

“હું આમની સાથે છું કે આ લોકો મારી સાથે છે, હું આમની મદદ કરું છું કે આ લોકો મારી મદદ કરે છે, એ બધુ જાણવાનો અને જણાવવાનો સમય નથી અત્યારે, ચુપચાપ જે પૂછવામાં આવે તેના જવાબ આપો.”
કહીને ઇન્સ્પેકટર શર્મા અને ધીરજ વિકાસને નીરવને મારવામાં કોણ કોણ સાથે હતાં? તેમજ બરબાદ થયા બાદ ઇન્ડીયાથી લંડન જવામાં કોણે તેની મદદ કરી એ બધુંજ પૂછવા લાગ્યા. પણ વિકાસે એક પણ પ્રશ્નનો વ્યવસ્થિત જવાબ ન આપ્યો. ઇન્સ્પેક્ટર શર્મા ખૂબજ ગુસ્સામાં વિકાસને મારવા ઉભા થયા પણ ત્યારેજ તેને એક કાર ઊભી રહેવાનો અવાજ સંભળાયો. બારીમાંથી કોણ છે એ જોઇને તરતજ ડૉ.પ્રભાકરને બોલાવ્યા અને વિકાસને પાછું ઇન્જેક્શન આપવા કહ્યું. બળજબરી પૂર્વક ઇન્જેક્શન અપાયું, ધીરે ધીરે વિકાસ ચીર નિદ્રામાં સરકી રહ્યો હતો, ત્યારેજ તેના કાને એક છોકરી નો અવાજ અથડાયો,

“છોડી દો મને, તમે લોકો જાણતા નથી હું કોણ છું...”
વિકાસના મોઢમાંથી તંદ્રા ભરેલા શબ્દો નીકળ્યા.

“ની...ની...નીલમ....નીલમ પણ....અહી...છે...?”
વિકાસના મોઢે નીલમનું નામ સાંભળીને ધીરજ અને ઇન્સ્પેક્ટર શર્મા એ ગુસ્સા ભરેલી આંખે વિકાસ સામે જોયું. વિકાસ પાછો બેભાન થઇ ગયો અને ધીરજ તેમજ ઇન્સ્પેકટર શર્મા એ રૂમમાંથી બહાર નીકળી ગયા.
* * * * *
“આખરે આ છોકરી ગઈ ક્યાં?”
કે.ટી.શાહ એ પોતાના સેક્રેટરી શુક્લા સામે ગુસ્સામાં કહ્યું. એક આખો દિવસ અને રાતથી નીલમ ગાયબ હતી. એનો સેલફોન પણ ઘરે જ હતો. એમણે પોતાના ખાનગી માણસોને નીલમને શોધવા માટે લગાડ્યા હતા પણ ક્યાંય નીલમ ન મળી. ત્યારેજ કે.ટી.શાહને એક અનનાઉન નંબર પરથી મેસેજ આવ્યો.

“હું મારી જૂની ઓળખ, જૂની યાદો મેળવવા માટે પ્રયત્ન કરી રહી છું, જયારે મને એ બધું મળી જશે હું પાછી આવી જઈશ, પ્લીઝ મને શોધવાના પ્રયાસો ન કરો. નીલમ.”
કે.ટી.શાહ એ મેસેજ વાંચીને શુક્લાને સંભળાવ્યો અને એ નંબર પર કોલ કર્યો પણ નંબર નોટ રીચેબલ બતાવાયું.

“સર, મને લાગે છે આપણે પોલીસ ને જાણ કરવી જોઈએ.” શુક્લાએ સજેશન આપતા કહ્યું.

“આર યુ મેડ શુક્લા? અહીની પોલીસની નજરમાં નીલમ મરી ગઈ છે. મે મારા હાથે તેનું અગ્નિ સંસ્કાર કર્યું છે એવા વિડીયો આપણે બધે ફેલાવ્યા હતા ભૂલી ગયો તું? એટલા માટે જ તો એને લંડન શિફ્ટ કરી હતી. જેથી તે સુરક્ષિત રહે.”
કે.ટી.શાહ એ ગુસ્સામાં કહ્યું. શુક્લા ને થયું કે સુરક્ષિત રાખવા માટે કે પોતાની ઈચ્છા પ્રમાણેનું મશીન બનવવા માટે એને લંડન મોકલી હતી એ હું જાણું છું. જો નીરવની મૃત્યુ ન થઇ હોત અને ધીરજ વિકાસ પાછળ ન પડ્યો હોત તો કદાચ નીલમ એવું મશીન બની પણ ગઈ હોત. પોતાની જૂની યાદો વગરનું, બ્રેઈનવોશ થયેલું જીવન જીવનાર વ્યક્તિ એક જાતનું મશીન જ કહેવાય ને ! શુક્લાને કે.ટી.શાહ પ્રત્યે ઘૃણા થતી હતી. પોતાની મરજી પ્રમાણે કામ કઢાવવા માટે આ વ્યક્તિ પોતાની પૌત્રીને પણ નથી બક્ષતો. પરંતુ પોતે કંઈ કરી શકે તેમ ન હોવાથી એ કે.ટી.શાહની રમત જોયા કરતો.

“સર એક ગૂડ ન્યુઝ છે અને એક બેડ ન્યુઝ છે, લંડનમાં વિકાસનું બિઝનેસ, પ્રોપર્ટી, બેન્ક એકાઉન્ટસ બધુંજ સીલ કરી દેવામાં આવ્યું છે. ત્યાંના ઇન્વેસ્ટર્સ એ બિઝનેસમાંથી પોતાના હાથ ઉપર કરી લીધા છે. અને ગૂડ ન્યુઝ એ છે કે આટલા સમયથી આપણને રાહ જોવડાવનાર વી.સી.ફર્મ બોર્ડમીટીંગ માટે રજી થઇ ગયા છે. શક્યતા છે કે એ લોકો આપણા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે. જો એવું થયું તો આપણી કંપની પાછી ટોપ પર આવવા માટે પગલાં માંડશે.”
શુક્લાની વાત સાંભળીને કે.ટી.શાહના ચહેરા ઉપર થોડા ખુશીના ભાવ આવ્યા પણ તરતજ નીલમનો વિચાર આવવાથી ચિંતા પણ સાથે દેખાવા લાગી.

“ઓકે, મીટીંગ ફિક્ષ કરો. પણ એ પહેલા નીલમને શોધવા માટે બીજા માણસો પણ કામે લગાડો, અને આ નંબર ટ્રેસ કરવો, નીલમ બીજા કોઈના હાથે લાગે એ પહેલા એને શોધી કાઢો.”
શુક્લા પાછો ઓફીસ જવા માટે નીકળી ગયો.

“હે ભગવાન ! આ છોકરી ક્યારે મારે તાબે થશે?” કહીને કે.ટી.શાહ ગુસ્સામાં ઉભા થયા અને ઓફીસ જવા માટે નીકળી ગયા.
* * * * *

અચાનક વિકાસની આંખ ખુલી. અંધારું હજી યથાવત હતું. માંડ માંડ થોડું ભાનમાં આવીને તેણે પાછા હાથ પગ છોડાવવાના પ્રયત્નો કર્યા. સદનસીબે તેના હાથની દોરી થોડી ઢીલી થઇ ગયેલી. એ જાણીને વિકાસે વધુ પ્રયત્નો કર્યા અને હાથ ખોલી લીધા. તરતજ પગ ખોલીને એ ઊભો થયો. પણ ક્યાંય કંઈ દેખાતું ન હતું. એ અંધારમાં દીવાલને ટેકે ચાલતા ચાલતા એક દરવાજા સુધી પહોચ્યો. દરવાજો બહારથી બંધ હતો. વિકાસેદરવાજો ખોલવાના પ્રયાસ કર્યા પણ કંઈ ફર્ક ન પડ્યું. દરવાજાની બાજુમાં હાથ ફેરવતા થોડી સ્વિચ નો સ્પર્શ થયો તેણે સ્વિચ દબાવી તરતજ રૂમમાં બધી જગ્યા એ લાઈટ ચાલુ થઇ ગઈ. વિકાસની નજર દીવાલ પર લાકડાની પટ્ટીથી પેક કરેલી બારીઓ તરફ પડી. સામેની એક દીવાલ પાસે જઈને તેણે પટ્ટી ખોલવા માટે પ્રયત્નો કર્યા. મહામહેનતે અને થોડું લોહી વહાવીને વિકાસ પટ્ટીઓ કાઢવામાં સફળ થયો. બારી ખોલીને નીચે જોયું, પોતે વધુ ઊંચાઇએ છે એ જોવા છતાં, કાટ લાગેલા સળીયા તોડીને તે એક્શન મુવીના સ્ટંટમેંની જેમ બારીમાંથી કુદી પડ્યો, સદનસીબે નીચે એક કાર ઊભી હતી, જેથી તેને પગમાં વધુ વાગ્યું નહિ, પણ એના પડવાના અવાજથી ત્યાં ઉભેલા બંદૂક ધારી માણસોનું ધ્યાન એ તરફ ગયું. વિકાસને રોકવા માટે એ લોકોએ વિકાસની આજુબાજુ ગોળીઓ ચલાવી. પણ વિકાસ ભાગતો રહ્યો અને મેદાનમાં જ પડેલી એક કાર લઈને ભાગી ગયો. એક માણસે તરતજ ધીરજ ને સમાચાર આપ્યા. ધીરજ પોતાના રૂમની બારી માંથી વિકાસને ભાગતો જોઈ રહ્યો હતો,

“જલ્દી તેની પાછળ જાઓ...પણ પકડતા નહિ.” કહેતા ધીરજના ચહેરા પર એક નાનું સ્મિત ફરકી ગયું. તેણે તરતજ ઇન્સ્પેક્ટર શર્માને કોલ કર્યો.

“કોન્ગ્રેચ્યુલેશનસ, નાઉ વિકાસ ઇસ ઓન ધી વે, બી રેડી ફોર પ્લાન બી.”
* * * * *

ધીરજ છેલા એક કલાકથી ફોન સામે રાહ જોઇને બેઠો હતો. પંદર મીનીટમાં કમ્પ્લીટ થવા વાડા પ્લાન બી માટે હજી કોઈ સમાચાર ન’તા આવ્યા. અચાનક તેના ફોનમાં વોટ્સએપની નોટીફીકેશન દેખાઈ. ધીરજે આતુરતાથી વોટ્સએપ ઓન કર્યું, જેમાં એક મેસેજ હતો,

“પ્લાન બી સક્સેસફૂલી કમ્પ્લીટેડ, ઇટ્સ ટાઈમ તો નેક્સ્ટ ટાર્ગેટ.”

એક કલાક પહેલા
વિકાસ પૂરપાટ વેગે કાર ભગવી રહ્યો હતો, તેની પાછળ ધીરજના માણસો બે કર લઈને તેનો પીછો કરી રહ્યા હતા. પ્લાન બી પ્રમાણે થોડે આગળ જતા જ રાઈટ ટર્ન પર જતો શહેર તરફનો રસ્તો બંધ કરવા માટે એક ટેન્કર ઊભો રાખવાનો હતો, એ ટેન્કર રસ્તો બ્લોક કરવાની તૈયારી માં જ હતો પણ વિકાસે ખૂબજ ઝડપથી એ ટેન્કર રસ્તો બ્લોક કરે એ પહેલાજ ટર્ન ક્રોસ કરી ગયો. પાછળ આવનારી ધીરજના માણસોની કાર એ ટેન્કરના કારણે અટકી ગઈ. તરતજ ટેન્કર હટાવી દેવાયું પણ ત્યાં સુધી વિકાસ શહેરની અંદરના ભીડ વાળા રસ્તા પર વડી ગયો. ધીરજના માણસો પાછા તેનો પીછો કરવા લાગ્યા. એક ગાડી વિકાસની પાછળ ગઈ અને બીજી બીજા રસ્તાથી વિકાસને રોકવા માટે શોર્ટકટ તરફ ગઈ. વિકાસ એ ભીડમાં છુપાઈને નીકળવાની તૈયારીમાં જ હતો, એવામાં ધીરજના એક માણસે વિકાસની ગાડી પર ફાયરીંગ કરી જેથી વિકાસ ટર્ન લેવાની જગ્યા એ સીધો ચાલ્યો ગયો. બીજા એક ટર્ન પર તે પાછો વડવા ગયો પણ ત્યાં ધીરજના માણસની બીજી કાર સામે આવી અને તેણે પણ વિકાસની કારના બોનેટ પર ફાયરીંગ કરી. ફાયરીંગ નો અવાજ સાંભળીને આજુબાજુ દોડાદોડી થવા લાગી. જેનો ફાયદો વિકાસની જગ્યા એ ધીરજના માણસોને મળ્યો. વિકાસ શહેરની વધુ અંદર જવાને બદલે શહેરની બહાર જતા બીજા હાઇવે તરફ વળ્યો. સતત અડધો કલાક સુધી વિકાસ શહેરની બહારના રસ્તા પર ફરતો રહ્યો પણ ક્યાંયથી તેને શહેરની અંદર જવાનો રસ્તો ન મળ્યો દરેક રસ્તા પર ધીરજના માણસોની ગાડી તેને બ્લોક કરતી આવી, પરિણામે વિકાસની ગાડી પોણા કલાક પછી પ્લાન બી પ્રમાણે નક્કી કરેલા રસ્તા પર દોડવા લાગી. આગળ ખુલ્લો રસ્તો હતો અને પાછળ ધીરજના માણસોની બે ગાડીઓ. હવે કોઈ બીજા રસ્તા પરથી વિકાસને બ્લોક કરી શકે તેમ ન હતું. વિકાસને થયું કે આ લોકો ધારે તો હમણાંજ કાર પર ફાયરીંગ કરીને ગાડી પલટાવી શકે તેમ છે તો ફાયરીંગ શા માટે નથી કરતા? પણ એ વિશે વધુ વિચારવાને બદલે ઝડપથી આગળ કાર ભગાવવા લાગ્યો. આગળ તેને એક ટર્ન દેખાયો. તેણે કાર એ તરફ વાળી પણ એજ સમયે સામેથી એક ટ્રકે આવીને વિકાસની કારને જોરદાર ટક્કર મારી, રોડની એકબાજુથી ટક્કર ખાઈને કાર ઉછળીને ડીવાઈડર ક્રોસ કરીને બીજી તરફ પડી, અચાનક ટક્કર લાગવાથી હેબતાઈ ઘયેલો, ઘવાયેલો વિકાસ કંઈ સમજે એ પહેલાજ બીજી બાજુથી પણ એક ટ્રક આવી અને વિકાસની કારને ટક્કર મારીને ચાલી ગઈ. પહેલા જે ટ્રકે ટક્કર મારી હતી એ ટ્રકનો ડ્રાઈવર ટ્રક છોડીને ભાગી ગયો હતો, બીજી ટ્રક નો ડ્રાઈવર ટ્રક ઊભી રાખ્યા વગર જ ત્યાંથી ભાગી ગયો હતો. ધીરજના માણસોમાંથી એક માણસ કાર માંથી ઉતર્યો ઝડપથી વિકાસની કારના અને વિકાસના ફોટા પાડીને બીજે રસ્તે ચાલ્યો ગયો અને બાકીના માણસો કાર લઈને ત્યાંથી નીકળી ગયા. સામે બાજુથી આવતી એક કારમાંથી માણસે એમ્બ્યુલેન્સ બોલાવી અને વિકાસને ઝડપથી હોસ્પિટલ લઇ જવા નીકળ્યો, પણ વિકાસ રસ્તામાંજ મૃત્ય પામ્યો.
* * * * *
આગળ શું થયું?
જાણવા માટે વાંચતા રહો, keep reading
To be continue
By - A.J.Maker