Featured Books
શ્રેણી
શેયર કરો

નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૧૨

(આગળ આપણે જોયું કે, સંધ્યા સુરજ ને ભેટીને તેને શાંત કરવાની કોશિશ કરતી હતી.ને અચાનક સુરજ ઉઠીને ચાલ્યો જાય છે.હવે જોઈએ આગળ.)


સુરજ ટેરેસ પરથી પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. સંધ્યા મુુક બની તેને જતો જોઈ રહે છે.થોડીવાર વિચાર કરી સંધ્યા પણ પોતાના રૂમમાં ચાલી જાય છે.તેને સુરજ નું અચાનક બદલેલુ વર્તન સુરજના વિચારો કરવા મજબૂર કરતું હતું.થોડીવાર આમતેમ પડખાં ફરી થાકના લીધે તેને નીંદર આવી જાય છે.સવારે ઉઠી ફ્રેશ થઈને તે નીચે જાય છે.બધા તૈયાર થઈ નીચે જ ઉભા હતાં.પણ સંધ્યા ની નજર તો સુરજને શોધતી હતી.ત્યા જ મીરાં સંધ્યા પાસે આવે છે ને સંધ્યાને નાસ્તા ના ટેબલ તરફ ખેંચી જાય છે.સંધ્યા ને સુરજ ક્યાંય ના દેખાતાં.તે થોડી પરેશાન થઈ જાય છે,ને મનમાં જ બોલે છે,(એવી તો શું ભૂલ કરી નાંખી.કે એ નાસ્તા માટે પણ ના આવ્યો.)
સંધ્યા હજું પોતાના વિચારોમાં જ ખોવાયેલી હતી.ત્યા જ તેને સુરજ આવતો દેખાય છે.તે ઉભી થઈ તેની સાથે વાત કરવા જાય છે.ત્યા જ મીરાં તેનો હાથ પકડી તેને જતાં રોકે છે.સંધ્યા સુરજ ને જોઈ ભૂલી જ ગઈ હતી કે તે મીરાં સાથે બેઠી હતી.મીરા તેનો હાથ પકડે છે ત્યારે તેને યાદ આવતાં.તે પોતાની જાત પર કંટ્રોલ કરે છે,ને સાચા સમય ની રાહ જોવે છે.
બધાંનો નાસ્તો પૂરો થતાં.પ્રોફેસર ત્યાં આવે છે ને કહે છે,"આજે આપણે solang valley જવાનું છે, paragliding માટે.આ સાંભળી બધાં બહુ ખુશ થઈ જાય છે.પણ, સંધ્યા ને થોડો ડર લાગે છે,જે તેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાતો હતો.સુરજ સંધ્યા સામે જોવે છે, ત્યારે તેના ચહેરાના હાવભાવ જોઈ તે અંદાજ લગાવી લે છે કે સંધ્યા ને paragliding થી ડર લાગે છે.
બધાં પોતપોતાની તૈયારી કરી solang valley જવા નીકળે છે.બધા બહુ ઉત્સુક હતાં.એક સંધ્યાના ચહેરા પર જ ખુશીના કોઈ ભાવ નહોતા.થોડીવારમા બધાં તેના સ્થળે પહોંચી જાય છે.ત્યા નું ઉષ્માભર્યું વાતાવરણ જોઈ બધાં બહુ ખુશ થાય છે.
ત્યા ના વાતાવરણ માં એક અજીબ પ્રકારનો ઉત્સાહ હતો.પહાડો એ સફેદ બરફની ચાદર ઓઢી રાખી હતી.વાતાવરણ સરસ ઠંડું અને આહલાદક હતું.કુદરતી વાતાવરણ ના શોખીન માણસો માટે મન ભરીને માણી શકાય એવી જગ્યા હતી. મનમોહક રસ્તાઓ,પહાડો,બરફ થી છવાયેલાં વૃક્ષો અને ત્યાં નું નયનરમ્ય વાતાવરણ જોઈ સંધ્યા પોતાનો ડર થોડી વાર માટે ભૂલી જાય છે.ચારે તરફ બસ બરફ જ છવાયેલો હતો.સંધ્યા નાનાં બાળકની માફક એ બરફ માં આમતેમ કુદાકુદ કરતી હતી.સુરજ બસ સંધ્યા ની હરકતો જોઈ મનોમન ખુશ થાય છે.બધા paragliding માટે તૈયાર થતાં હતાં.ત્યારે અચાનક મીરાં સંધ્યા ને બોલાવવા આવે છે,ને સંધ્યા ને ફરી પોતાનો ડર યાદ આવી જાય છે.જે સુરજને જાણ થતાં.તે સંધ્યા પાસે જાય છે ને મીરાં ને કહે છે,"તને કોમલ બોલાવે છે,તે તારી સાથે paragliding કરવા માંગે છે,ક્યારની તારી રાહ જોવે છે."
સુરજની વાત સાંભળી મીરાં કોમલ તરફ નજર કરે છે,ત્યા કોમલ હકીકત માં મીરાં ને હાથના ઇશારા દ્વારા બોલાવતી હતી.સુરજનો લગાવેલ ખોટો તુક્કો અસર કરી જાય છે,ને મીરા ત્યાંથી કોમલ પાસે જતી રહે છે.તેના જતાં ની સાથે જ પહેલા તો સંધ્યા કાંઈ કહે એ પહેલાં સુરજ સંધ્યા ની માફી માંગી લે છે.
સંધ્યા સુરજ સામે અપલક નજરે જોઈ રહે છે,ને વિચારે છે."કાલ અચાનક જ કાંઈ કહ્યા વગર ચાલ્યો ગયો.આજ આવી ને માફી માંગે છે.આ છોકરા નું તો કાંઈ સમજાતું નથી."
સંધ્યા ને વિચારોમાં ખોવાયેલી જોઈ સુરજ કહે છે,"બહુ વિચાર ના કર.તારી કોઈ ભૂલ નહોતી.પણ, કોઈ આપણને જોઈને ખોટાં અનુમાન લગાવે.તારા ઉપર આંગળી ચીંધે.એ મને પસંદ નથી.એટલે હું કાલ કાંઈ કહ્યા વગર જ ચાલ્યો ગયો હતો.જો હું તને ત્યારે આ વાત સમજાવું.તો તું કોઈ ખોટી વિચારધારા બાંધી લે.એટલે મેં ત્યારે તને કાંઈ ના કહેવાનું જ યોગ્ય સમજ્યું."
સંધ્યા ને કોઈ ખરાબ સમજે એ સુરજ ને પસંદ નહોતું.એ વાત સાંભળી સંધ્યા બહુ ખુશ થાય છે,ને શરમાઈને નજરો ઝુકાવી લે છે.ત્યા જ સુરજ તેને ચીડવવા માટે કહે છે,"તારે paragliding માટે નથી જવું?"સુરજ કહેતી વખતે હસતો હતો.એટલે સંધ્યા સમજી જાય છે,કે સુરજને તેના ડર વિશે ખબર પડી ગઈ છે.
સંધ્યા સુરજ ને બહાનું બતાવતાં કહે છે,"મારે તો મીરાં સાથે જવું હતું.પણ તારાં લીધે એ કોમલ સાથે ચાલી ગઈ."
સંધ્યા બહાનું બનાવતી હતી.એ સુરજને ખબર હતી.એટલે તે સંધ્યા ને કહે છે,"હા,તો શું થયું.તુ મારી સાથે આવ.આપણે બંને સાથે paragliding કરીશું."
સુરજની વાત સાંભળી સંધ્યા ને આંચકો લાગે છે,ને તે સ્વગત બબડે છે,"હું તો આમાંથી છટકવા માટે જૂઠું બહાનું બનાવતી હતી.પણ,આ બહાનું તો ભારે પડ્યું.વાત પૂરી થવાના બદલે વધતી જાય છે."
સંધ્યા ને વિચાર કરતી જોઈ.સુરજ તેને ઉશ્કેરવા માટે સીધું કહે છે કે, એમાં વિચારે છે શું?સાફ સાફ કહી દે ને તને ડર લાગે છે."
સુરજના આવા શબ્દો કાને પડતાં.સંધ્યા ખરેખર ઉશ્કેરાઈ જાય છે ને કહે છે,"એય, હું કાંઈ ડરતી નથી હો.ચાલ હું આવું જ છું."
સુરજ નો પ્લાન સફળ થયો હતો.સંધ્યા તેની વાતોથી ઉશ્કેરાઈને તેની સાથે જવા તૈયાર થઈ ગઈ હતી.બંને જ્યાં બધાં paragliding કરતાં હતાં.ત્યા જાય છે.હજુ તો paragliding કરાવતો માણસ આવી.સંધ્યા અને સુરજને બેલ્ટ બાંધે છે.ત્યા જ સંધ્યા થરથર કાંપવા લાગે છે,ને આંખો બંધ કરી દે છે.સુરજ સંધ્યા ની બધી હરકતો નોટિસ કરતો હતો. બેલ્ટ બંધાઈ જતાં. paragliding ની સફર ચાલુ થાય છે.સંધ્યા એ હજી આંખો બંધ જ રાખી હતી.તેના હાથ ધ્રુજતા હતા.જે જોઈ સુરજ તેના હાથ પર હાથ રાખીને કહે છે," રિલેક્સ યાર,આપણે paragliding કરીએ છીએ. ઉંચા પહાડો પરથી કુદકો નથી મારતાં.કે તું આટલી બધી ડરે છે.હવે આંખો ખોલ.ને એકવાર આ નજારો તો જો."
સુરજની વાતો થી સંધ્યા ને થોડું સારું ફીલ થાય છે,ને સુરજના કહેવાથી તે પોતાની આંખો ખોલે છે. આંખો ખોલતાં જ તેની નજર સામે એક અદ્ભુત નજારો હોય છે.ઉપરથી નીચેનાં માણસો ઠીંગણા જેવા લાગતાં હતાં.બરફ થી છવાયેલાં રસ્તાઓ, ઉંચા પહાડો, પહાડો ની વચ્ચે ડૂબતો કેસરી સુર્ય અને ખુલ્લાં રમણીય આકાશમાં ઉડતા પક્ષીઓ જોઈ સંધ્યા ખુશખુશાલ થઈ જાય છે.જેમ જેમ બંને ઉંચા જતાં જાય છે,એમ સંધ્યા વધુ ખુશ થાય છે,ને રાડો પાડે છે.સંધ્યા ને આ રીતે ખુશ જોઈ સુરજ પણ ખુશ થાય છે.
થોડી વારમાં બંને નીચે આવે છે.સંધ્યા બેલ્ટ ખોલતાની સાથે જ ઊછળવા લાગે છે,ને સુરજને ભેટી પડે છે,ને કહે છે,"થેંક્યું.. થેંક્યું.. થેંક્યું સો મચ.આજ તારાં લીધે જ કેટલાંય વર્ષો પછી હું મારો ડર ભૂલી આ રીતે ખુલ્લા આકાશ માં ઉડી છું.મને આ ખુશી આપવા માટે ખૂબ ખૂબ આભાર તારો."
સંધ્યા ની વાત સાંભળી સુરજ તેને કહે છે,"યાર, એમાં થેંક્યું ના હોય.જો તું મનથી તારો ડર ના છોડે.તો હું પણ એમાં કાઈ ના કરી શકું.તે હિંમત કરી એટલે તું તારો ડર ભૂલી શકી.સુરજના મોઢે ડર ની વાત સાંભળતા સંધ્યા ને ખાતરી થઈ જાય છે કે સુરજને તેના ડર વિશે હકીકત માં ખબર પડી ગઈ હતી.તે સુરજની સામે ગુસ્સા ભરી નજરે જોવે છે,ને કહે છે,"તો તને મારાં ડર વિશે પહેલેથી ખબર હતી.છતા,તે આટલું બધું નાટક કર્યું."
સંધ્યા ને હકીકત ખબર પડી ગઈ હતી.એટલે હવે ખોટું બોલવાનો કોઈ સવાલ નહોતો રહ્યો.એટલે સુરજ જરા પણ સંકોચ વગર કહી દે છે,"હા મને ખબર હતી.ને મેં કોઈ નાટક નથી કર્યું.હુ તો બસ તારાં મનમાં બેઠેલો ખોટો ડર કાઢવાં માંગતો હતો.જીવનભર કોઈ પણ ડર સાથે જીવવું કેટલું મુશ્કેલ છે,એ મને જ ખબર છે.એટલે આવા ડર જેટલી જલ્દી નીકળી જાય.એટલુ જ સારું છે.એટલે મેં બસ એક નાની એવી કોશિશ કરી.તારો ડર કાઢવાની.જે સફળ રહી."
સુરજ સંધ્યા ની આટલી ચિંતા કરતો હતો.એ જોઈ સંધ્યા ને બહુ ખુશી થાય છે.પણ, સંધ્યાને સુરજ ની એક વાત ખૂંચે છે,જેનો જવાબ માત્ર સુરજ જ આપી શકે એમ હતો.એટલે તે સુરજ ને સીધું જ પૂછી લે છે,"તે હમણાં કહ્યું કે,કોઈ ડર સાથે જીવનભર જીવવું કેટલું મુશ્કેલ છે એ તને જ ખબર છે.તો તને કઈ વાતનો ડર છે?"
સુરજ સંધ્યાને સમજાવવા ના ચક્કર માં પોતાનાં મનની વાત બોલી ગયો હતો.જેનો ખ્યાલ તેને સંધ્યાના પૂછાયેલા સવાલ પછી આવે છે.પરંતુ,હવે બોલાઈ જ ગયું હતું.તો વાત ટાળવાનો કોઈ મતલબ નહોતો રહ્યો.આમ પણ સંધ્યા તેનો જવાબ લીધાં વગર માને એવી નહોતી.તો એ કોઈપણ પ્રકારની માથાકૂટ વગર જવાબ આપી દે છે,ને કહે છે,"મને એવો ખાસ કોઈ ડર નથી.બસ,હું બધાં લોકો સાથે સરળતાથી હળીમળી નથી શકતો.મને લોકોની વધુ નજીક જતાં ડર લાગે છે.તે મને અચાનક છોડી ને ચાલ્યા જાય.તો મને બહુ દુઃખ થાય છે.એટલે જ કાલે તું મારી નજીક આવી તો હું તારાથી દુર થઈ ગયો."
સુરજ નું છેલ્લું વાક્ય સાંભળીને સંધ્યા ને આશ્ચર્ય થાય છે.તે કાંઈ બોલે એ પહેલાં જ સુરજને પોતે શું કહ્યું એ ખ્યાલ આવતાં.તે વાતને બદલતાં કહે છે,"ચાલ હવે.બહુ ડર ની વાતો થઈ.બધા જવાની તૈયારી કરે છે.તો આપણે પણ હવે જઈએ."
સુરજ ની વાત સાચી હતી.બધા બસ તરફ જ જતાં હતાં.ને ત્યાં જ મીરાં અને કાર્તિક આવે છે ને કહે છે,"તમારે લોકો ને નથી આવવું કે શું?કે પછી અહીં જ રોકાઈ જવું છે?"
કાર્તિક ની વાત સાંભળી બધાં હસવા લાગે છે,ને બસ તરફ ચાલવા લાગે છે. રીસોર્ટ પર આવી બધાં થાકી ગયાં હોવાથી સીધાં પોતપોતાના રૂમમાં ચાલ્યા જાય છે. સંધ્યા પોતાનાં રૂમમાં જઈ ફ્રેશ થઈને બેડ પર લાંબી થઈ.ત્યા જ તેને તેના મમ્મી ને ફોન કરવાનો વિચાર આવે છે.તે ઉભી થઈ મોબાઇલ શોધે છે.તેને ક્યાંય મોબાઇલ દેખાતો નથી.એટલામા તેને વિચાર આવે છે કે,તેણે પોતાનો મોબાઇલ કોમલ ને તેના ઘરે ફોન કરવો હતો તો તેને આપ્યો હતો.બધા solang valley ગયાં ત્યારે તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.તો સંધ્યા એ પોતાનો મોબાઇલ તેને આપ્યો હતો.સંધ્યા મોબાઇલ લેવા કોમલ ના રૂમ તરફ જાય છે.કોમલ ના રૂમ નો દરવાજો થોડો ખુલ્લો હતો. અત્યારે દરવાજો ખુલ્લો જોઈ સંધ્યા ને વિચાર આવે છે કે,આટલી રાતે કોમલ એ દરવાજો કેમ ખુલ્લો રાખ્યો હશે?પછી પોતે જ પોતાનાં સવાલ નો જવાબ આપતાં કહે છે,"કદાચ થાકી ગઈ હશે.તો ભૂલી ગઈ હશે."
વધુ ના વિચારતાં સંધ્યા કોમલ ના રૂમ માં દાખલ થાય છે.રૂમમા ચારે બાજુ જોવે છે,પણ કોમલ ક્યાંય દેખાતી નહોતી.સંધ્યા થોડી વાર ત્યાં જ ઉભી રહે છે.ત્યા જ તેને બાથરૂમમાંથી પાણીનો અવાજ આવે છે.સંધ્યા ને એમ થાય છે,કોમલ ફ્રેશ થતી હશે.સંધ્યા ઘડિયાળ તરફ નજર કરી.કોમલ ને કહે છે,"કોમલ, હું મારો મોબાઈલ લઈ જાવ છું."સંધ્યા કોમલ ના જવાબ નો રાહ જોતી ત્યાં ઊભી રહે છે.ઘણીવાર થઈ ગઈ હતી.છતા કોઈ જવાબ આવતો નથી.સંધ્યા ને થાય છે, પાણીનાં અવાજ ના લીધે કોમલ સાંભળી નહીં હોય.તે દરવાજા પાસે જઈ ફરી એકવાર બુમ પાડી ને કહે છે,"કોમલ,મારે મમ્મી ને ફોન કરવો છે,તો હું મારો મોબાઈલ લઈ જાવ છું."ફરી કોમલ કોઈ જવાબ આપતી નથી.
સંધ્યા હવે થોડી ગભરાય જાય છે.તે બાથરૂમ ના દરવાજા પાસે જઈ દરવાજે ટકોરા મારે છે, ત્યાં જ દરવાજો ખુલી જાય છે.અંદરનુ દ્રશ્ય જોઈ સંધ્યા ડરી જાય છે.કોમલ બાથટબ પાસે નીચે ફર્શ ઉપર બેભાન અવસ્થામાં પડી હતી.પાણીનો નળ ચાલુ હોવાથી પાણી બાથટબ માં પડી રહ્યું હતું.કોમલ ને આવી હાલતમાં જોઈ સંધ્યા ફટાફટ મીરાં પાસે દોડી જાય છે.મીરા સંધ્યા ને ગભરાયેલી જોઈ પૂછે છે,"શું થયું સંધ્યા?આટલી બધી ગભરાયેલી કેમ છે?"
સંધ્યા એટલી ડરી ગઈ હતી કે કાંઈ બોલી નથી શકતી.તે કાંઈ પણ પૂછ્યા વગર મીરાં નો હાથ પકડી તેને કોમલ ના રૂમ તરફ ખેંચી જાય છે.સંધ્યા મીરાં ને સીધી કોમલ ના બાથરૂમ માં લઈ જાય છે.ત્યા કોમલ ને બેહોશ જોઈ મીરાં પણ થોડીવાર માટે ડરી જાય છે.સંધ્યા રીસોર્ટ ના ફોન પરથી ડોક્ટર બોલાવવા ફોન કરતી હતી.ત્યા જ મીરાં નુ ધ્યાન તેના પર પડે છે,ને મીરાં તેને પૂછે છે,"તું કોને ફોન કરે છે?"
સંધ્યા જેવી ડોક્ટર નું નામ લે છે કે મીરાં ડરી જાય છે.તે જેમતેમ પોતાને સંભાળી સંધ્યા ને ડોક્ટર ને ફોન કરવાથી રોકે છે,ને તેના હાથમાંથી ફોન લઈ લે છે.સંધ્યા ને થોડું આશ્ચર્ય થાય છે.સંધ્યા મીરાં સામે અલગ જ ભાવથી જોતી હતી.મીરા તેના હાવભાવ જોઈને કહે છે,"તું ચિંતા ના કર.તે થાકી ગઈ હશે.ને ભૂખ ના લીધે ચક્કર આવી ગયા હશે."
મીરાં ને આટલાં વિશ્વાસ થી બોલતાં જોઈ.સંધ્યા આગળ વાત કરવાનું ટાળે છે.સંધ્યા ને અચાનક કંઈક યાદ આવતાં.તે બાથરૂમ તરફ ભાગે છે.ત્યા જઈ તે કંઈક શોધવા લાગે છે.સંધ્ય ને અચાનક આવું વર્તન કરતાં જોઈ મીરાં તેને પૂછે છે,"તું શું શોધે છે?"
સંધ્યા મીરાં ના સવાલનો જવાબ આપતાં કહે છે,"હું અહીં આવી ત્યારે અહીં એક કોથળી પડી હતી.કદાચ એ કોથળીની અંદરની વસ્તુ ના લીધે જ કોમલ બેહોશ થઈ હોય એવું મને લાગે છે.તો એ જ શોધું છું."સંધ્યા ના મોઢે કોથળીનું નામ સાંભળતા મીરાં ના ચહેરાના હાવભાવ અચાનક જ બદલાઈ જાય છે.તે કંઈક છુપાવતી હોય એમ અચકાતા અવાજે સંધ્યા ને કહે છે,"કેવી કોથળી?મેં તો અહીં કોઈ કોથળી ના જોઈ.તને કોઈ વ્હેમ થયો હશે."
સંધ્યા ને મીરાં નુ વર્તન થોડું અજીબ લાગે છે.તે કોઈ સવાલ કરે ત્યાં જ કોમલ ભાનમાં આવી જાય છે,ને મીરાં તેની પાસે ચાલી જાય છે.મીરા રીસોર્ટ ના સ્ટાફ ને ફોન કરી કોમલ માટે રૂમ માં જ જમવાનું મંગાવી લે છે,ને સંધ્યાને કહે છે,"ચાલ,હવે આપણે આપણા રૂમમાં જઈએ.કોમલ ને આરામ ની જરૂર છે.તે જમીને આરામ કરશે.એટલે જલ્દી સારી થઈ જાશે."
સંધ્યા હજી કાંઈ બોલે એ પહેલાં જ મીરાં સંધ્યા નો હાથ પકડી તેને તેના રૂમ સુધી મૂકી આવે છે,ને પોતે રૂમમાં જઈ કોઈકને ફોન કરે છે,ને કહે છે,"આજ ફરી સંધ્યા ને મારાં પર શંકા ગઈ છે.તેણે તો પેલી કોથળી પણ જોઈ લીધી હતી.એ તો સારું થયું કે તેના હાથમાં આવે એ પહેલાં મેં એ લઈ લીધી.નહીતર,આજ તો પકડાઈ જ જવાનાં હતાં.તે તો ડોક્ટર ને પણ બોલાવતી હતી. માંડ કરીને મેં તેને રોકી."
મીરાં ની વાત પૂરી થતાં સામે છેડે થી એક વ્યક્તિ નો અવાજ સંભળાય છે,"મેં તને કહ્યું જ હતું.તુ સંધ્યા થી સાવચેત રહેજે.તને તો મારી વાત જ સમજમાં નથી આવતી.સંધ્યા ની જાસૂસી કરવાની આદત આજકાલ બહુ વધી ગઈ છે."
તે વ્યક્તિ ની વાત સાંભળી મીરાં કહે છે,"મેં તમને કહ્યું જ હતું.આ કામમાં બહુ રિસ્ક છે.મારે આ કામ નથી કરવું.પણ,તમે સમજતાં જ નથી.આજ હું ત્યાં ના પહોંચી હોત તો આપણી સાથે શું થાત એ નક્કી ના હોત."
મીરાં ની વાત સાંભળી સામેવાળી વ્યક્તિ ગુસ્સે થઈ ને કહે છે,"તું હવે તારી બકવાસ બંધ કર.અને સંધ્યા થી દૂર રહેજે.બીજુ તારે કાંઈ નથી કરવું.મારે શું કરવું, શું ના કરવું,એ તારે મને શીખવાડવાની જરૂર નથી."
મીરાં તે વ્યક્તિ ની વાત સાંભળી ફોન કાપી નાંખે છે,ને રડવા લાગે છે,ને બોલે છે,"ખબર નહીં.હવે કેટલો સમય આ વ્યક્તિ નો સાથ આપવો પડશે.આના મગજમાં શું ચાલે છે એ જ નથી સમજાતું.મારી મજબૂરી ના હોત તો હું આ કામ કરેત જ નહીં."
‌‌‌ ***
બીજી તરફ સંધ્યા ને એક જ વિચાર આવતો હતો.આમ અચાનક કોમલ ને શું થયું હશે?મીરા એ ડોક્ટર ને ફોન કરવાની ના શા માટે પાડી હશે?
મીરાં ની યાદ આવતાં તેને મીરાં બેહોશ થઈ હતી.એ દિવસ યાદ આવી જાય છે.તે દિવસ યાદ આવતાં જ સંધ્યા ને વિચાર આવે છે કે,તે દિવસે મીરાં ના મામા એ પણ મીરાં ની જેમ જ ડોક્ટર ને ફોન કરવાની ના પાડી હતી.તે દિવસે મીરાં ના મામા ના ઘરના ટેબલ પર પણ એવી જ કોથળી પડી હતી.
આખરે શું છે આ કોથળી ની કહાની?કેમ મીરાં અને તેના મામા આવું વર્તન કરે છે.આમ,અચાનક જ એક જેવા બે કિસ્સા જોઈ સંધ્યા ને આ વાત બહુ પરેશાન કરે છે.તે હવે આ વાત નું રહસ્ય જાણવા વધુ મહેનત કરે છે.




(આખરે મીરાં કોની સાથે વાત કરી રહી હતી.કોણ છે એ વ્યક્તિ? મીરાં સંધ્યા થી શું છુપાવી રહી છે? મીરાં ની એવી શું મજબૂરી છે,કે તેની ઈચ્છા ના હોવા છતાં તેને પેલા વ્યક્તિ નો સાથ આપવો પડે છે?આ બધું જાણીશું આગળ ના ભાગમાં.)