ટ્વિસ્ટ વાળો લવ - 12 Ayushiba Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટ્વિસ્ટ વાળો લવ - 12

..................
કુલજીત અને મોક્ષિતા ઘરે આવ્યા ત્યારે... તેના મમ્મી - પાપા ઘરે નોતા.... તેના પાપા જોબ પર ગયા હતા.... અને મમ્મી બાજુમાં કોઈ ના ઘરે બેશવા ગયા હતા..... અને પછી...કુલજીત પાસે ઘરની બીજી ચાવી હતી.... તેથી તેઓ ઘરમાં ગયા........ અને ઘરમાં જઈને કુલજીત તરત જ બોલ્યો.....

" જો મામાં ના ઘરે... જે કઈ પણ થયું છે.... એ મમ્મી અને પાપા ને કેવાની જરાં પણ જરૂર નથી ઓકે..કારણકે મમ્મી એન્ડ પાપા બંને ને બહુ જ દુઃખ લાગશે..... .... જે તે કાંડ કર્યા છે ને.... એ પ્લીઝ હવે મૂકી દેજે.... ત્યાં મામાં ના ઘરે... એવુ શું કામ કરવાની જરૂર હતી.???? ચાલ જવાદે.... હવે... મારે કઈ એવી વાત નથી કરવી હવે..... ....અને... એ આભાસ...... એ આભાસ.....તો જો મારો ફ્રેડ ના હોત ને... તો... તો મેં... એને ક્યાર નો ય મારી નાખ્યો હોત...... !!!!!""""
...- કુલજીત બહુજ ગુસ્સામાં બોલતા બોલતા પોતાના રૂમ માં ચાલ્યો ગયો....

મોક્ષિતા કઈ પણ ના બોલી શકી..... કઈ પણ.... નઈ......એ બસ એના જ ભાઈ ને બોલી ને જતો જોઈ રહી હતી બસ..... ...કારણકે આજે એનો વાંક નોતો છતાં પણ એનોજ વાંક આવ્યો છે.... અને જયારે પણ વાંક નો હોય અને વાંક આવે ને તો સૌથી વધુ રડું આવે.... અને મોક્ષિતા પર તો કેટલો મોટો વાંક હતો..... અને આજે એને ખુબ જ રડવું હતું.... તો પણ એ રડી નોતી શક્તિ...... જે બેન નાનપણથી લઈને.... અત્યાર શુધી.... પોતાની બધી વાત એના ભાઈ સામે કહી શક્તિ હતી... એન્ડ રડી શક્તિ હતી...... પણ આજે ના રડી શકી... એ........ કેમ... એતો... એને પણ ખબર નોતી......

આજે પણ એજ બેન હતી.... અને એજ ભાઈ હતો..... તો શું નોતું.... એજ ના સમજી શકી... એ.... શાયદ આજે ક્યાંક ને ક્યાંક વિશ્વાસ ની કમી હતી..... અને... એ વિશ્વાસ તૂટ્યો છે.... ભાઈ નો.... ક્યાંક ને ક્યાં ક ભાઈ પણ અંદર થી તૂટ્યો છે..... એ વાત... એ સારી રીતે જાણતી હતી... એ.....

પછી મોક્ષિતા એના રૂમ માં ગઈ..... અને.... ત્યાં જ રિયા નો કોલ આવ્યો... અને... રિયા ને બધું કેવા જતી હતી ત્યારે.... એના મમ્મી આવ્યા.....

" અરે મોક્ષિતા..આવી ગયા તમે... બેય.... ભાઈ બેન....... અહીં થી જતા હતા ત્યારે કેતા હતા ને કે..... મહિનો રોકાઈ ને જ આવશુ..... અને..આતો.., 2 વીક પણ નથી થયાં..... "- મમ્મી

" અરે કઈ... નઈ .. મમ્મી.... આતો... મોક્ષિતા ને ત્યાં આ વખતે ગમતું નોતું.... એટલે વેલા આવ તા રહ્યા.. " પાછળ થી કુલજીત આવી ને બોલે છે....

" ઓહ.... એમ.... મોક્ષિતા..... સારુ ચાલ... આવી ગઈ!!.. મને પણ તારી બહુ જ યાદ આવતી હતી..... અને ઓમેય હમણાં તો તું પછી હોસ્ટેલ માં જતી રહીશ ને...... "- મમ્મી

" હા ... મમ્મી " મોક્ષિતા..

" ઓકે.. કઈ.. ખાવુ છે તારે....કેમ.. આટલી ઉદાસ લાગશ?? " - મમ્મી

" હા હા... મમ્મી... મારે ખાવુ છે... કઈ બનાવી આપો ને.... પ્લીઝ " - મોક્ષિતા કઈ બોલવા જાય ત્યાં. કુલજીત બોલે...છે....

" ઓકે... હું બનાવી આપું છું... તમે બેય બેસોં... ઓકે.. "- મમી

" જો મોક્ષિતા.. મેં તને કીધું ને... કે... આપડે મમ્મી અને પાપા ને નથી કેવું... જે મામાં ના ઘરે થયું એ.... તો પછી. તારે... એવુ કઈ નથી કરવાનું જેનાથી મમ્મી એન્ડ પાપા ને થોડોક પણ શક જાય.... તો તું મમ્મી એન્ડ પાપા સામે નોર્મલ રેજે... ઓકે.... આવી સકલ ના બનાવીશ.... " - કુલજીત..

મોક્ષિતા આ ક્ષણ પણ એના ભાઈ ની સામું સ્તબ્ધ બનીને જોઈ રહી.... એને થયું હતું કે ભાઈ એને સમજશે,,, પણ જ્યારે મૂળ માં જ,, ખોટા બી વાવ્યા હોય તો પછી વિશ્વાસ ની તો વાત જ ક્યાં આવે.,,,,,, મોક્ષીતા ને થયું કે ચાલો.. હવે આટલું સહન કર્યું છે તો થોડું વધારે.. કરી લઈએ... સહન.... કમ સે કમ મારા બેન ને સહન નહીં કરવું પડે..... અને હવે મને વિશ્વાસ છે,,,, કે હવે મારા ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે,,,, સારું છે,,,, કે મારા દિદી ની વાત સાચી માની લીધી...બધાએ.. એટલે એના પર વાક નહીં આવે....હવે બસ આ બધું ભૂલી અને આગળ વધવાની કોશિશ કરીશ,,,,, ક્યાંક તો રસ્તો મળશે,,,, કોક તો સમજ છે ને,,,, મને,,,, મારી લાગણીને,,,,

એમ વિચાર કરતા કરતાં મોક્ષિતા ને પાછો રીયા નો વિચાર આવ્યો કે...રિયા ને બધી વાત કરી દવ... પછી થયું કે ના રાત્રે કરીશ..... પછી મોક્ષી એના ભાઈ ની વાત માની ને મમ્મી પાસે હસતા મોઢે જાય છે.... કારણ કે મમ્મી ને સક ના જાય કે કાંઈ થયું છે...એમ...

" મમ્મી હું બાર જાઉં છું,,,,"",, રાત્રે જમવાના સમયે આવી જઈશ પાછો... "- કુલજીત બહાર જતા જતા બોલે છે...

" ઓકે પણ જલ્દી આવી જાજે મોડું ના કરતો" - મમ્મી

.....

રાત પડે છે... અને મોક્ષિતા જમવાનું ના ભાવતું હોવા છતાં પણ,,,થોડુંક , જમીને અગાસી ઉપર આવે છે,,,, અને રિયા ને ફોન લગાવે છે,,,, રિયા નો અવાજ સાંભળીને એ ના હૃદયમાં બહુ જ શાંતિ થાય છે,,,, અને તે બધી વાત રિયા ને કહી દે છે..... રિયા પણ મોક્ષિતા ની વાત સાંભળીને બહુ જ દુઃખી થઈ જાય છે... અને કહે છે.....

" યાર મારે તને જલ્દી જ મળવું છે.... હું તને બહુ જ મિસ કરું છું..... યાર તારી લાઇફમાં કેટલા બધા ઉતાર-ચઢાવ આવે છે અને વાંક હમેશા તારો જ કેમ આવે છે?? અને સહન પણ હંમેશા તારે જ કેમ કરવું પડે છે..? . અને હા હવે એમ ના વિચારતી કે મારી પર કોઈ વિશ્વાસ નથી કરતું... હું છું તારી પાસે,,, અને હંમેશા રહીશ,,,, ઓકે,, " રિયા

" હા યાર મને ખબર છે તું મારી પાસે હંમેશા છું.... તું મારો વિશ્વાસ તો હંમેશા કરીશ એટલે જ તો તને બધી વાત કરી શકી છું.... "- મોક્ષિતા..

" ઓકે ચાલો હું જાવ.... હું સૂઈ જાઉં છું જોકે નીંદર તો નહીં આવે પણ એ કોશિશમાં સુઈ જાવ.... તું પણ સુઈ જા અને મારા વિશે વિચાર કરતી નહીં ઓકે,,, અને વધારે પરેશાન થવાની જરૂર નથી,, હોને ચિબાવલી,,,, " મોક્ષિતા

" હા સુઈ જા,,,, પણ સૂઈ જજે,,,, વિચારો કરતી નહિ,,,, તું પણ ખરી જ છો આટલી અંદરથી તૂટેલી છો છતાં મને હસાવવાની કોશિશ કરીશ,,,, ઓકે નહીં કરું વિચાર,, પણ તું પણ સુઈ જજે... બાઈ ગુડ નાઈટ......" - રિયા

" હા બાય,,, ગુડ નાઈટ,, "- મોક્ષિતા..

પછી મોક્ષીતા પોતાના રૂમમાં જાય છે અને સુવાની કોશિષ કરે છે ... અને વિચારે છે કે હવે હું આભાસ ની સામું કોઈ દિવસ નહિ બોલું,,, અને જોઈશ પણ નહિ.. એની સામે...... મારી લવ સ્ટોરી તો શરૂ થતાં પહેલાં જ ખતમ થઇ ગઇ....


" વિચાર્યું નહોતું મેં કે આવું થશે....
બે પળ માં જ આખી જિંદગી વીખરાઈ જશે...
સબંધ ના દરિયામાં ચાલતી મારી નાની નાવડી..
આમ આવી રીતે પલટાઈ જશે....
થોડું જીવ્યા કે ઘણું જીવ્યા...
આમ આવી રીતે જિંગદી માં મોટો દાગ લાગી જશે...
સાંભળ્યું હતું કે,, પ્રેમ ની પરીક્ષા બહુ અઘરી હોય છે...
પણ,, આમ આવી રીતે,, પ્રેમ ના પહેલા જ પગથીયા માં
પ્રેમ નિષ્ફળ થઈ જશે,,.. "

મોક્ષિતા ને પોએટ્રી કરવી ગમતી.... અને... આવીજ રીતે... પોએટ્રી... કરતા... કરતા વધારે ઊંડા વિચાર માં... પડી જાય છે..... અને હવે તેની આંખ... બંધ થવાની જ હોય છે.. ત્યાં.. સાવર પડી જાય છે... એ સૂતી જ નથી...... પછી.. તે ઉઠી જાય છે..... અને નિયમિત પોતાનું કામ કરવા લાગે છે.....

.......

મોક્ષિતા તો બહુ જ ઉદાસ રહે છે,,, કારણકે,, જે ભાઈ,, એની સાથે વાત કર્યા વગર એક પળ પણ નોહતો કાઢતો એ આજે પાંચ દિવસ થયા પણ ભાઈ એની સાવ બોલ્યું નથી,,,, ક્યાંય થોડો મંદ અવાજે એ એના ભાઈને બોલવાની કોશિશ કરે છે.....

" ભા.... ભાઈ.... ચા પીવી છે... "- મોક્ષિતા

"મમ્મી હું બહાર જાઉં છું,,, બપોરે જમવા માટે નહીં આવું.,, એટલે તમે લોકો જમી લેજો હા પણ રાત્રે આવી જઈશ જમવાના સમયે... ઓકે.. " - કુલજીત.

આવો... ક્યારેય નથી થયું... કે... મોક્ષિતા.. બોલી હોય.. અને.. કુલજીતે જવાબ ના આપ્યો.. હોય.... પણ હવે શું થાય... .... એક નિસાસા પછી,,,મોક્ષીતા વિચારે છે કે સારું થઈ જશે ભાઈ બોલી જશે એની સામે,,,,

" મોક્ષિતા... હું.. બાજુ માં કથા છે એટલે ત્યાં જાવ છું..... ઓકે ઘરનું ધ્યાન રાખજે... " મમ્મી

" ઓકે મમ્મી.... " - મોક્ષિતા

.........

મોક્ષિતા ઘરે એકલી હોય છે... અને એ જ વિચારમાં ડૂબેલી હોય... છે ત્યાં ડોરબેલ વાગે છે,,,, મોક્ષિતા ડોર ખોલે છે... તો આ શું.... આભાસ અહીં.... મોક્ષિતા કંઇ બોલે એ પહેલાં જ આભાસ અંદર આવી જાય છે ઘર ની...

" ઓહ.... ભાઈ ઘરે નથી.... બહાર ગયા છે.... " - મોક્ષિતા ને નથી બોલવું પણ બોલવું પડે છે....

" તો તારા ભાઈનું ક્યાં કામ છે મારે,,, "- આભાસ

" તો,,,??? " મોક્ષિતા..

ત્યાં જ,,, કુલજીત,,,, બાઈકની ચાવી ભૂલી ગયો હોવાથી પાછો ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે તો આભાસ અમારા ઘરે અને મોક્ષિતા ની સામે વાત કરી રહ્યો છે,,,, કુલજીત બહુ જ ગુસ્સે થાય છે... પણ એ પોતાનો ગુસ્સો રોકી લે છે એન્ડ
બોલે છે...

" અરે આભાસ,,,, હું તો તારા જ ઘરે આવવાનો હતો.... તને બોલાવવા માટે કે આપણે પાર્ટીને જવાનું છે ત્યારે ચાલ... " - કુલજીત...

" એ.. વું.... હા ચાલ... " આભાસ બોલે છે

આભાસને જવું હોતું નથી પણ એને જવું પડે છે.... અને એ બંને ના ગયા પછી મોક્ષતા એક જ વિચાર કરે છે.. કે,, ઘરે કોઈ હતું નહિ અને આભાસ અહીં મારી જોડે આવી રીતે વાત કરતો હતો ને ભાઈ જોઈ ગયા,,,, હવે શું થશે,,, મને તો એવું જ લાગશે કે મેં જ આભાસને બોલાવ્યો,,,, ઓહ માઇ ગોડ... હવે શું.. થશે..??
...........