પસ્તાવો Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

શ્રેણી
શેયર કરો

પસ્તાવો

પસ્તાવો?

આ પસ્તાવો એટલે શું ? અધૂરું ઈચ્છા જે કોઈ કારણવશ પૂરું નાં કરી શક્યાં હોય ત્યારે આપણને પોતાના જાત પર પસ્તાવો થાય છે.અને આપણે પોતાની જાત ને સવાલ કરે છે કે, શું કામ? અને બીજું કદાચ કરું શક્યો હોત.

જીવન આપણે જ્યારે જીવી લઈએ, જ્યારે આપણે પોતાના જીવનમાં છેલ્લાં પડાવ પર હોય છે ત્યારે આપણને અમુક વસ્તું માટે પસ્તાવો અનુભવ થાય છે.

પાંચ ભાવો માણસ નાં છેલ્લાં પડાવ માં જોવા મળે છે.

૧. હું જીવન મારે જીવવું હતું, અે રીતે નાં જીવી શક્યો.

૨. જીવનનાં ભાગ દોડ માં , પૈસા કમવવાની દોડ માં સૌથી અમૂલ્ય વસ્તુ, સાચા મિત્રો હારી જવા.

૩. પોતાનાં પરિવાર ને સમય નાં આપી શક્યાં, અને જીવનમાં કોઈ યાદગાર ક્ષણ નાં બનાવી શક્યાં.

૪. ક્યારે પોતાની લાગણીઓ ને જતાવી નાં શકાય. ક્યારે કોઈ પણ સબંધ એટલે કે માતા પિતા, i love u. કહી નાં શક્યાં.

૫.જિંદગી માં ક્યારે ખુશ નાં રહી શક્યા મનથી. થોડું પોતાનાં માટે નાં શક્યા.

જીવન માં જ્યારે આપણે અંતિમ ચરમસીમા પર પહોંચી જઈએ છે, ત્યારે એમાંથી અમુક વસ્તુ ની અનુભૂતિ પસ્તાવો આપણને મહેસૂસ થાય છે. જિંદગી એક જ વાર મળી છે, તો આ જિંદગી ને જીવતાં શીખવું જોઈએ આપણે.સમય તો પસાર થતાં રેવનાં !

જીવનમાં આપણને અનેક ફરિયાદી, હોય પણ એ વસ્તુ ને અપનાવી લઈએ છે.એના થી મલાલ નથી હોતો.

૧.હું જીવન મારે જીવવું હતું, અે રીતે નાં જીવી શક્યો.

ઘણી વાર એવું હોય કે આપણે વકીલ બનવું હોય, પણ ઘરનો ધંધો હોય જે વર્ષો થી જમાવ્યો હોય, એટલે આપણા બાળપણથી નક્કી હોય આપણું ભવિષ્ય કે આપણે આગળ જઈને કરવાનું શું છે. એમાં બધું નક્કી લગન પણ કયા કરવાના પ્રેમ કે ઘરવાળા કે ત્યાં !

અને તમે પોતે જાણતાં હોય કે આપણે પ્રેમ લગન નિભાવી નાં શક્યા તો, જેને પોતાની જાત પર ભરોસો નથી હોતો, આવા લોકો નું જીવન પહેલેથી લખેલું હોય એવું જ જીવતાં હોય છે.

:- જીવન માં પોતાનાં માં કઈક હોય પોતાના હિસાબે જિંદગી જીવી શકે ત્યારે આપણને અફસોસ નથી હોતો કે કેમ!!!

૨. જીવનનાં ભાગ દોડ માં , પૈસા કમવવાની દોડ માં સૌથી અમૂલ્ય વસ્તુ, સાચા મિત્રો હારી જવા.

:- જીવનમાં આપણા પાસે ગમે એટલું હોય પણ ઘણી વાર એમ થાય કે તમે પૈસા કમાવા ગામડામાંથી શહેર માં આવો, કે પછી રાજ્ય બદલો કે પછી દેશ. પણ અે નિસ્વાર્થ દોસ્તી જે બાળપણથી આપણા સાથે હોય એને ખોવાનો અફસોસ રહી જાય છે. ઘણી વાર સમય હોવા છતાં આપણે યાદ નથી કરતાં, અને જો કદાચ અે લોકો યાદ કરે તો આપણે એમને સમય નથી આપી શકતા. કોઈ કારણે કે પછી સમય ની સાથે આપણે બદલાઈ ગયા.

૩. પોતાનાં પરિવાર ને સમય નાં આપી શક્યાં, અને જીવનમાં કોઈ યાદગાર ક્ષણ નાં બનાવી શક્યાં.

:- આપણે જ્યારે કામ કરોએ એમ આપણા એક ગોલ જેમ પૂરો થાય એમ બીજો ગોલ મગજ માં તૈયાર થતાં રહેતાં હોય છે. જ્યારે આવું બને છે કે આપણે પોતાની જાત નાં ગોલ પાછળ એટલાં પાગલ બની જઈએ છે કે આપણે ભૂલી જવાય છે આપણો પરિવાર છે, આપણે છોકરા ને મોટા થતાં પણ નથી જોયા હોતા.
કહેવાનો મતલબ છે કે બાળકો માટે પરિવાર માટે પૈસા કમાવવા સારી વાત કહેવાય, પણ પૈસા ની સાથે પરિવાર ને તમારા સમય ની જરૂર હોય છે. તમારા વ્હાલ પ્રેમ ની જરૂર હોય છે.

અને છેવટે એક સમયે તમને આ વાતનો માલાલ થાય છે કદાચ મે થોડો સમય પરિવાર માટે આપ્યો હોત તો યાર.!!!
પૈસા કમાવાનું મશીન નઈ જીવન નું બેલેન્સ રાખી ને જીવતાં શીખો. જીવન માટે પૈસા અને પ્રેમ બંને જરૂરી છે.

૪. ક્યારે પોતાની લાગણીઓ ને જતાવી નાં શકાય. ક્યારે કોઈ પણ સબંધ એટલે કે માતા પિતા, i love u. કહી નાં શક્યાં.

:- આપણે અમુક લોકો જોયા હશે લાગણી ને ક્યારે જતાવી નાં શકે, કહી નાં શકે ! પ્રેમ તો જીવન નો ખૂબસૂરત શ્વાસ જેવો છે, પ્રેમ વગર નું જીવન છે નઈ.આપણું જીવન પ્રેમ ના અસ્તિત્વ પર તો ટક્યું છે. પછી પ્રેમ પરિવાર નો હોય કે કોઈ પણ માણસ જોડે, આપણને થાય એ હોય.કહેવાનું રાખો હું તને પ્રેમ કરું છું. મને તું બહુ ગમે છે.

લાગણી છે! જતવતા રહેવું જોઈએ, પણ પોતાની લાગણી ને ક્યારે બીજા પર થોપવી નાં જોઈએ.

૫.જિંદગી માં ક્યારે ખુશ નાં રહી શક્યા મનથી. થોડું પોતાનાં માટે નાં શક્યા.

:- અમુક માણસો નું જીવન એકદમ પરફેક્ટ હોય છે, એમને ક્યારે કોઈ વસ્તુ વિશેષ માટે મહેનત નાં કરવું પડતું હોય. જીવનમાં બધું રાજગાદી મળી જાય ત્યારે પણ ખુશી ની ઉણપ સર્જાય છે. સમજાતું નથી ખુશી છે કયાં માં !!

ખુશ રહેવું જરા પણ અગારું નથી, પણ અમુક લોકો માટે હસવું પણ બહુજ મોટી વાત બની જાય છે.
અમુક લોકો પોતાનાં માટે કઈ નિર્ણય નાં લઈ શક્યાં એવા અફસોસ રહ્યા કરે.

ગલત જીવનસાથી મળી ગયો બાળકો થઈ ગયા હોય, ત્યારે લગન માંથી બહાર નીકળવા ચાહવા છતાં નાં નીકળી શક્યાં હોય એનો અફસોસ.

ખુશી ખરીદી નથી શકાતી. અે તો અંદર થી આવે છે, મનથી જ્યારે ગમતાં માણસ ની એક જલક જોવા મળી જાય ત્યારે કે તૃપ્તિ વાડી ખુશી થાય છે, પૂછો નઈ બસ.

જેની જોડે તમને મજા પડે એની જોડે,સબંધ સાચવજો, 🤪😂😍

અમુક પોતાના અહેમ અને અહંકાર નાં કારણે ખુશ નથી હોતાં.ખુશ રહેવા સરળ બનવું પડે આગરા નઈ.ખુશ રહેવા માટે યાદ રાખવા કરતાં ઘણું બધું ભૂલી જવું વધારે અનિવાર્ય હોય છે.

સૌથી વધારે ખુશ માણસ તમને આખા જગત માં અે જોવા મળશે જે પોતાનાં જીવનમાં લોકો ને સહેલાઈ થી જલદીથી માફી આપી શકે, જે જતું કરી શકે, જે અપનાવી શકે. ખુશ રહેવા માટે બધાં માં સારા ગુણો હોય એને જોવે, અને માણસ નાં ખરાબ ગુણો ને ગણકારે નહિ.

** જીવન એક વાર મળ્યું છે,અને વળી એટલા પસ્તાવો લઈ ને શું કામ જીવવાનું, માટે થોડા વિચારો થી ઓપન મિન્દેડ બનવું જોઈએ.**