Janta ajanta books and stories free download online pdf in Gujarati

જાણતા અજાણતાં

જાણતાં કે પછી અજાણતાં જ તું મારી જિંદગી માં આવી ગયો...

તને પેલી વાર જોઈને જ તારા થી જ ખબર નહિ....

કેમ મને પ્રેમ થઈ ગયો....!!

તારું મારી જોડે જોડાવું.. અે મજબૂરી સિવાય કઈજ નાં હતું . બીજું...!!!

તું ને તારી વાતો....જેટલી અધૂરી લાગે...એટલીજ પૂરી..!!!?
જે બસ મને જ સમજાય...અધૂરામાં પૂરું.

આ શું...હતું..પ્રેમ....!!!કે પછી....બસ આદત.!!

અે સમજી ગયાં પછી....તો શું...હું જ દૂર થઈ ગઈ તારાથી....!!

તે ક્યારે ના કીધું તને પસંદ હતો .....મારો સાથ.....!!

અને હું તો સમજી ને પણ નાસમજ બની રહી...!!! આ પ્રેમ છે કે નહિ........

સમજાયું કે હવે ... બહું બુરી આદત થઈ ચૂક્યો છે તું મારી....

તે છતાં પણ તારી ખુશી માટે...હું તારાથી સાવ દૂર જ થઈ ગઈ..કશું પણ કીધા વગર.. !!!

તે કદી સવાલ ના કર્યો...પછી તો શું...હું પણ મૌન જ રહી...!!

ઈગો નાં વહાણ દરિયામાં તણાતા ગયા....કિનારે પહોંચતા ને પહેલાં...ખોવાઈ ગયાં તું અને હું....!!!

એક વાર થયું કે કહી દઉં તને મન ની... વાત...અને મે કહી પણ દીધું....!!!

પછી લાગ્યું તું બહુજ આગળ નીકળી ગયો છે....તો પછી... તારી સોરી અે બધું સમજાવી ગઈ મને....!!;

તારા મનમાં કા કે તારી જિંદગી માં મારું કોઈજ અસ્તિત્વ નાં હતું...અે સમજાઈ ગયા પછી પણ....

આ મન કેમ તને ચાહે છે....અે સવાલ હું ખુદ ને હર હંમેશ કરું છું.!!!

તે સમય પસાર કર્યો...ખોટું બોલ્યો...હવે શું....!!! અે પણ હું નથી જાણતી....!!!

હવે શું હતું અને શું નતુ એનાથી શું ફેર પડે છે....તું જ્યાં છે. મારી જિંદગીમાં , ત્યાં કદાચ હવે કોઈ નઈ આવી શકે....!!

કેવું ઘણું બધું હતું... મારે તને.....પણ શું...તે ક્યારે પણ અે સમય ને આવવા જ ના દીધો....!!!

બસ પછી તો શું, ...............!!!!!

મળી ને પણ નાં મળ્યાં... એજ સાર હતો ..કદાચ આ જનમ નો..!!!

કે પછી.....મળીશું....કે નહિ....!!!

એક વાર રૂબરૂ મળવાની આશા જરૂર રેષે....!! તું નાં રાખે તો શું....મને તો છે...!!

******જાણતાં અજાણતાં.......તું મારી જિંદગી નો અે હિસ્સો કે પછી કિસ્સો કહું હું તને.......અે બની ગયો......જે ક્યારે આ જિંદગીમાં કોઈ બની ના શક્યું.....******

"જ્યારે હતો જ નહિ આપસમાં કોઈ નાતો.....તો પણ કેમ યાદ આવે છે ....તું ને તારી વાતો."

છે કઈ પાછલા જનમ નું લેણું કે પછી......ફક્ત એમજ વાતો થઈ આપણી.....!!

શક્ય શું છે ને અસ્કાય શું છે ...એને હું ક્યાં જાણું છું....!!

આટલી વિશાળ દુનિયામાં થી તારા જોડે વાત થઈ.....!! તો અે શું ....એમજ અમસ્તાજ થઈ કે પછી....

મને એક સોંગ આયાડ આવ્યું.....!!
" તેરા મુજસે હે , પહેલે કા નાતા કોઈ, યુહી નહિ દિલ લુભાતા કોઈ.......... જાને તું યાં જનેનાં.....માને તું યાં માનેના....."!!

આજે બહુંજ મન થયું છે....... વાત કરીને અધૂરા સવાલ ના જવાબ માગી લઉં.....!!!

પણ અે સવાલ ...પૂછું કંઈ રીતે....

જ્યારે તે તારા તરફથી તો બધુંજ પૂરું કરી નાખ્યું છે. ...!!

અધૂરાં સવાલ સાથે જીવતાં તો શીખી લઈશ હું... પણ...!!!
આવું કરવાનું કારણ શું?? શું અે જાણવાનો હક નથી મને..!!!

માની લીધું મે કે ગમવા કે પછી ના ગમવાના કોઈ કારણ ન હોય.?
ગમવાનું હોય તો બસ એમજ ગમી જાય કોઈ... નાં ગમવાનું હોય તો જિંદગી ભર નાં ગમે...!!

ઘણી વાર થયું પત્ર લખી દઉં તને....પણ મારા પાસે તો સરનામું નથી.માધ્યમ તો ઘણાં છે...તારા સુધી પહોંચવાના.....પણ એવું કરવું યોગ્ય નથી..

તું નહિ ચાહે ત્યાં સુધી તું તારા નજર ની સામે ક્યારે પણ નઈ આવું.!!!ફરક પડે છે કે નઈ....અે પણ ક્યાં સમજાય છે મને.!!!

ઘણી વાર શું થઈ રહ્યું છે...શું કામ થઈ રહ્યું છે...મારા જોડે જ શું કામ...!! સમજાતું જ નથી...!! આનાથી પેલા તો કદી આવું થયું જ નથી.

આનાથી પહેલાં ક્યારે પણ કોઈ જોડે વાત કરવાનું મન નથી થયું...!! આનાથી પહેલાં કોઈ ક્યારે બી યાદ નથી આવ્યું મને.!!!

વાતો પણ ક્યાં થઈ હતી આપણી એટલી......કે ના કદી મળ્યા...તો પછી આ બધું શું છે??!!! ..!!

સંજોગ જો કદાચ લઈ આવે આપણને સામ સામે.....તો પછી શું....!!! હું હેલો કૈશ અને તું અવળું મોઢું કરીને તો નઈ જઈશ ને તું ??

મળવાનું જો લખ્યું હસે નસીબ માં તો....જરૂર મળીશું....!!

કે કદાચ અે સમય જ નાં હતો આપણે મળવાનો.....

અઘરું છે.... જે એક દિવસ પૂરું થશે..... એવાં અણસાર નજર આવે છે.....કે બસ ખોટા મારા વહેમ છે.....અે બધું હવે સમય જ સમજાવી શકે એમ છે.....!!!

જિંદગીમાં અમુક સવાલો ને ભૂલી જવા પડે ....અને અમુક સવાલ જોડે જીવતાં શીખી લેવું જ પડે...!!

હું જે લખું છું.... શું અે કદી પણ તારા સુધી પહોંચે.....અને અગર પહોંચી પણ જાય કદાચ ......તો શું ત્યારે આપણે મળી શકશું.....

કદાચ એવું પણ બને તારા સુધી મારી વાતો પહોંચતા પહેલા....
સમય મને એની સાથે લઈ ને જતો રહે......

પછી તું ફક્ત .. ને માત્ર તારી જિંદગીમાં અફસોસ સિવાય કંઈ જ નાં બચે.
....,

To be continued.........




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED