અગિયાર થી પાંચ નાં એ દિવસો ની યાદ આવે છે. Komal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અગિયાર થી પાંચ નાં એ દિવસો ની યાદ આવે છે.

આજે મને એ વિતેલા ક્ષણો ની યાદ આવી છે,
વાતાવરણ માં કંઈ એવું છે, જે મને આજે , વીતેલાં દિવસો નાં,
યાદો ના બાવળ માં લઈને આવ્યું છે.

એ ૧૧ થી ૫ ની નિશાળ ની યાદ આવી છે, લોખંડની પેટી માં,મૂકીને જતાં એપુસ્તકોની યાદ આવી છે.
આજે મને એ વિતેલા ક્ષણો ની યાદ આવી છે.

નિશાળે થતી એ પ્રાથના, એના શબ્દો, મારા કાનમાં ગુંજ્યા કરે છે હજુએ, ક્યારે હું ગાઈ લઉં છું ... એ પ્રથનાઓ ને...!!!

શનિવારે સવારે ૭ થી ૧૧ નિશાળ નો સમય રહેતો.
જ્યાં એક દિવસ હું સવારે ચા પીવાનું ભૂલી ગઈ. મોડું થઈ ગયેલું એ દિવસે...
મમ્મી મારી પાછળ પાછળ...મારું ધ્યાન સુધા નઈ...
મમ્મી ચા નું પાલું લઈને આવેલા...છેક નિશાળના દરવાજા સુધી...,આજે મને એ વિતેલા ક્ષણ ની યાદ આવે છે.

સોમ થી શુક્ર વાર તો બસ ક્યારે પૂરા થઈ જાય..એની સતત રાહ જોવાતી...
રાહ .... હમેશાં શનિવાર ની હોય....ક્યારે આવે શનિવાર..!!!

બપોરે ૨ વાગ્યા ની બસ મામા નાં ઘરે લઈ જાય...અને શનિવારે ઘરે જવાની ઉતાવળ એટલી હોય કે બસ પૂછો મત...
ઘરે જઈને ફટાફટ બે લેવાની ચોપડી લીધી નાં લીધી...ખાવાનું તો અે દિવસે ખવાય જ નઈ..શનિવારે તો ભૂખ લાગે જ નઈ...!!

બપોરે મામા નાં ઘરે પહોંચીને લાગે ભૂખ, નાની ને તો ખબર જ હોય મારા છોકરા ને ભૂખ લાગી હશે..

નિશાળ નાં એ દિવસો માં ..અગર સૌથી પ્રિય મારા જીવન નો હિસ્સો હતો, મામા નાં ઘરે જવું.

નિશાળના રજાઓ પડી નથી..કે જીદ શરૂ થઈ જાય મારી.. કે મારે મામા નાં ઘરે જવું છે.મારે મારી નાની સાથે રહેવું છે.

આજે પણ કોઈને કેતા સાંભળું કે નિશાળ માં રજાઓ છે,
તો માં થાય છે કે ..પાછું બેગ ભરું અને જતી રહું દોડીને મામા નાં ઘરે...!!!
દિવાળી ની રજા પડતાં મામા આવી જાય એમને લેવા,
આજે કોઈનું જો સ્કુટર દેખાય રસ્તા માં કે ટીવી માં,
તો યાદ મને એ, મામા નાં સ્કુટર ની આવે છે.

અડધો કલાક નો રસ્તો હતો ગાડી પર મામાના ઘરનો..
આજે પણ દિવાળી આવે ને ત્યારે યાદ આવે છે અે મામા ની.. એમનાં એ સ્કુટર ની...!!

ફરી આવીએ આપણે નિશાળ નાં એ દિવસોમાં...!!!
બપોરે ૨ વાગ્યા ની રીશેશ પડે, એટલે ઘરે જમવા જવાનું..
સાંજે ૪ વાગ્યા ની રિષેશ માં નિશાળ માંથી ..આંબલી છે એવું કંઈ ૧ રૂપિયાનું લઈને ખાવાનું.

યાદ આવે છે મને આજે એ વિતેલા ક્ષણો ની...

સાંજે પાંચ વાગે છૂટીએ,,એટલે સીધું નિશાળ થી ઘર સુધી દોડીને જવાનું...
રસ્તામાં બેનપણી સાથે જગાડવાનું.. અને પાછા સવારે નિશાળે બને સાથે જ જવાનું.

લડી જગડીને પણ એક થઈ જવાનું...હું રિસામણા કે માનવાનું રિવાજ નતો..

સાંજે દફતર ને ઘર નાં એક ખૂણા માં ફેંકીને સાઈકલ ની હરીફાઈ કરવાની મજા...!!!
રમી રમી ને કેટલાં પણ થકી કેમ જઈએ..
અે થાક નો અનુભવ ક્યારે નાં થવાની મજા..
બહુ મિસ થાય છે.

સવારે ૧૦ વાગે નિશાળે જતાં પહેલાં ઘરવાળા ને પરેશાન કરવાની મજા ...
થાળી વાટકી ચમચી લઈને એ ગોંગાટ કરવાની મજા...!!
જાણી જોઈને મમ્મી ને ગુસ્સો આપવાની મજા...!!

એ દફતર એ કંપાસ બોક્સ , એ પેન એ પેન્સિલ, એ વોટર બોટલ..ની યાદ આવે છે.

નિશાળ ની એ પાણી ની પરબડી, ત્યાં બદામ નું જાડ ,
અને બદામ પાડવા કરેલા કાવતરા. ની યાદ આવે છે.

મને ૧૧ થી ૫ નાં વિતાવેલા એ દિવસોની યાદ આવે છે.

પી.ટી માં રમતાં એ મેદાન માં કબ્બળી , ખો ખો ની યાદ આવે છે.

હર શનિવારે કરવાંમાં આવતા દાવ..ની યાદ આવે છે.મને ૨૦૧૯ માં ૨૦૦૦ ની સાલ ની યાદ આવે છે.