પ્રિત એક પડછાયાની - ૧૩ Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રિત એક પડછાયાની - ૧૩

ગાડી ડ્રાઈવર વિના પણ કદાચ બરાબર રસ્તે જઈ રહી છે.. બધાંની આંખો બંધ છે..એક બમ્પ આવતાં ગાડી થોડી ઝાટકા સાથે ઉછળી એ સાથે પ્રાર્થના કરતાં કરતાં બધાંએ આંખો ખોલી...તો આગળ ડ્રાઈવર ફરી ગાડી ચલાવી રહ્યો છે...પણ બધાંએ એનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે આ તેમને અહીં સુધી લાવ્યો હતો અને એ ટેકરી પરનાં ઘરમાં પણ હતો એ ડ્રાઈવર જ છે...તે બધાંને આવી રીતે એની સામે જોતાં જોઈને એક ખંધું સ્મિત આપીને હસ્યો.

અન્વય કદાચ જલ્દી પહોંચવા ઈચ્છે છે એટલે એ બોલ્યો, ભાઈ જરાં ગાડી જલ્દી ચલાવશો...અમારે હોસ્પિટલ પહોંચવાનું છે જલ્દીથી...

આ બોલતાં ની સાથે ગાડી એ જે સ્પીડ પકડી... કદાચ એ ગાડીની મેક્સિમમ સ્પીડ હશે... બધાં એકબીજા ને પકડીને બેસી ગયાં...ને પુરી પાંચ મિનિટ પણ નહીં થઈ હોય ને ગાડી એક જોરદાર બ્રેક સાથે હોસ્પિટલનાં મેઈન ગેટ પાસે ઉભી રહી ગઈ....

બધાં હોસ્પિટલ નું બોર્ડ જોતાં જ સહેજ નિરાંત અનુભવવા લાગ્યાં કે આખરે અહીં તો પહોંચ્યાં...અન્વયે એ ગાડીવાળાને ભાડું આપવાનું અપુર્વને કહીને તે ફટાફટ અંદર ભાગ્યો.

અપુર્વએ ડ્રાઈવર ને કેટલાં પૈસા થયાં એ માટે પુછ્યું તો બોલ્યો, ભાઈ રહેવા હજું તો આપણી ઘણી મુલાકાત બાકી છું...એ વખતે લઈશ...

અપુર્વ બોલ્યો, પણ ભાઈ.... એટલું બોલતાં તો એ કંઈ પણ સાંભળ્યાં વિના ગાડીમાં બેસી તેને પુરપાટ ચલાવીને જાણે ત્યાંથી સેકંડોમાં ગાયબ થઈ ગયો....

*. *. *. *. *.

અપુર્વ જેવો હોસ્પિટલમાં લીપીના રૂમમાં પહોંચ્યો કે દીપાબેન બહારથી બુમ પાડી રહ્યાં છે કે બેટા નાહી લીધું કે નહીં હજું કેટલી વાર લાગશે ??

નિમેષભાઈ: આવશે શાંતિથી ન્હાવા દે તારે શું ઉતાવળ છે. છોકરીઓ ને નહાતાં વાર લાગે તારે દીકરી હોત તો તને પણ ખબર જ હોત આજનાં જમાનાની છોકરીઓની....

દીપાબેન : મારે કંઈ કામ નથી પણ આ તો એની તબિયત સારી નથી એટલે ચિંતા છે...અને અત્યારે આ જો હોસ્પિટલમાં પણ ડિલક્સ રૂમ હોય એટલે અત્યારે તો હોટેલમાં રહીએ કે હોસ્પિટલમાં એ પણ ખબર ન પડે... હોસ્પિટલમાં વળી શાવર જોયાં તા ક્યાંય...એટલો અંદરથી પાણીનો અવાજ આવે છે કે મારી બુમો તો એને સંભળાતી પણ નહીં હોય.

નિમેષભાઈ : આ બધું દર્દીને ઘર જેવું વાતાવરણ હોસ્પિટલમાં લાગે એ માટે જ હોય છે.

અન્વય બધું સાંભળીને દીપાબેન કંઈ જવાબ આપે પહેલાં અંદર આવ્યો...ને એકદમ થોડો ગુસ્સે થઈ ગયો...એને નહાવા કેમ જવાં દીધી મમ્મી ?? તમને લોકોને ખબર નથી પડતી ?? એની તબિયત ખરાબ છે.

ને એમ કહીને તે લીપી લીપી બુમો પાડવા લાગ્યો ને જોરજોરથી દરવાજો તોડવાનો પ્રયાસ કરવા લાગ્યો...

નિમેષભાઈ : શું વાત છે બેટા અમને જણાવ તો ખરાં... તું કેમ આમ કરી રહ્યો છે ?? એને થોડું ફ્રેશ થવું હતું તો ન્હાવા જવું હતું તો મે જ હા પાડી. અત્યારે એ એકદમ નોર્મલ પણ હતી એટલે જ જવા દીધી... નહીં તો એને સારૂં ન હોત તો થોડી જવાં દેત બેટા....

અન્વય એકદમ ઢીલો પડી ગયો ને બોલ્યો, લીપીનો જીવ જોખમમાં છે પપ્પા...એને કંઈ થશે તો...એ બહાર આવે એટલી રાહ જોવાય એમ નથી...આ દરવાજો તોડવો જ પડશે અત્યારે જ....મને આવેલું સપનું.....

નિમેષભાઈ : શું સપનું બેટા ?? કેવું સપનું ?? પણ અનુ આ હોસ્પિટલની માલિકીનું છે એને આપણે એમ કેમ તોડી શકીએ ??

અન્વય : આપણે નવો કરાવી આપીશું... પૈસા આપી દઈશુ બસ...એમ કહીને તે બહાર ગયો ને ક્યાંકથી ખબર નહીં કોઈ લાકડી જેવું લઈ આવ્યો...ને એટલામાં અપુર્વ ને પ્રિતીબેન પણ આવી ગયાં....

બધાં એ પ્રયત્ન કરતાં આખરે દરવાજો ખુલી ગયો...પણ આવી સ્થિતિ હોવાથી અંદરની સ્થિતિનો કોઈ અંદાજો ન હોવાથી પહેલાં ફક્ત પ્રિતીબેન અને દીપાબેન અંદર પ્રવેશ્યાં.....

*. *. *. ‌ *. *.

હોસ્પિટલમાં આટલાં બધાં દરવાજો તોડવાના અવાજથી થોડી કોલાહલ શરૂં થઈ ગઈ હતી..લીપીના રૂમનો દરવાજો અંદરથી લોક છે...પણ ત્યાં જ બે નર્સિંગ સ્ટાફ આવીને રૂમ ખખડાવીને રૂમ ખોલવા માટે કહેવા લાગ્યા...

અપુર્વ અને પરેશભાઈ બંને બહાર ગયાં..કે જેથી બહારનાં વાતાવરણ ને શાંત કરી શકે...

અપુર્વ પણ એટલો જ સમજું અને શાંત છે...થોડો નર્સિંગ સ્ટાફ અને ઘણાં સગા સંબંધીઓની ભીડ વચ્ચે પણ તે એકદમ શાંતિથી વાત કરી રહ્યો છે...તેને એક બે વ્યવસ્થિત લાગતાં સ્ટાફને સાઈડમાં બોલાવીને લીપીની સ્થિતિની થોડી શાંતિથી વાત કરી અને કહ્યું તમારૂં જે પણ નુકસાન થયું છે એ અમે ભરપાઈ કરી દઈશું....પણ અમારી પાસે આ સિવાય કોઈ ઓપ્શન નહોતો અને બાકીને દર્દીઓને જે તફલીક થઈ એનાં માટે સોરી પણ કહ્યું...ને આખરે મામલો સંભાળી લીધો...પણ હજું અંદર શું થઈ રહ્યું છે એ તો બહાર રહેલાં કોઈનેય અંદાજો પણ નથી.....

*. *. *. *. *.

આટલાં બધાં અવાજ પછી પણ લીપીને તો જાણે કંઈ ખબર જ ન હોય એમ એ હજું પણ નાહી જ રહી છે...ઉપર શાવરને નીચે નળ ચાલું....ને ધીમે ધીમે ગીતો ગણગણી રહી છે તે ઉંધી ફરીને બેઠેલી છે અત્યારે પણ એને પ્રિતીબેન અને એના સાસુ અંદર પ્રવેશ્યાં એની કંઈ ખબર જ નથી...

પ્રિતીબેન ધીમેથી બોલ્યાં, આ શું છે ?? એને કોઈ અવાજ સંભળાયો જ નથી...એના પર તો કોઈ અસર જ નથી...એમ કહીને તે ધીમેથી એની પાસે પહોંચ્યા, ને તેને લીપી...બેટા લીપી...બોલ્યાં.

પણ કંઈ જ જવાબ ન મળતાં તેમણે એના ખભા પર હાથ મુક્યો , ને તેને બોલાવી...એ દરમિયાન આ બાજું સાઈડમાં ઉભા રહેલા દીપાબેનનું ધ્યાન ગયું કે બે પગમાં પહેરાવેલા દોરા તો સાઈડમાં પડ્યાં છે...આ જોતાં જ દીપાબેન પરિસ્થિતિ સમજી ગયાં ને તરત બોલ્યાં, પ્રિતીબેન લીપીને છોડી દો હાલ... પાછાં આ બાજું આવી જાઓ. તે નહીં સાંભળે હવે આપણું....

આ સાંભળીને અન્વય આખરે અંદર આવી ગયો...પ્રિતીબેને એમનાં હાથમાં રહેલો દુપટ્ટો લીપીને પાછળથી ઓઢાડી દીધો. દીપાબેને ઈશારાથી સાઈડમાં રહેલા દોરા બતાવ્યાં એ પરથી અન્વય બધી સ્થિતિ પામી ગયો કે તે અત્યારે લીપી પહેલાંની જેમ નોર્મલ સ્થિતિમાં નથી.

અન્વયે દીપાબેનને બહાર જવા કહ્યું..ને એ લીપી પાસે ગયો..ને પાછળથી ધીમેથી એણે શાવર બંધ કર્યો...એ બંધ થતાંની સાથે જ લીપીએ એકદમ ઉંચુ જોયું ને એકદમ કચકચાવીને પ્રિતીબેનનો હાથ પકડી દીધો... કદાચ એને એમ જ હશે કે આ એમણે જ બંધ કર્યું છે.....

પ્રિતીબેન તો લીપીનો ચહેરો જોઈને જ ગભરાઈ ગયાં....ને બોલ્યાં...અન્વય આ શું છે ?? આ મારી લીપી નથી.... તું જો તો ખરાં ??

અન્વય લીપીની બાજુમાં આવ્યો ને એનો ચહેરો જોઈને અન્વય પણ એક ક્ષણ ચોંકી ગયો ને બોલ્યો, લીપી...આ શું છે ?? શું થઈ ગયું મારી લીપીને ??

શું થયું હશે લીપીને ?? કેવી રીતે લઈ જશે એ લોકો ઘરે ?? અપુર્વ એ શું જોયું હતું એ દિવસે ?? લીપી ખરેખર પહેલાં જેવી થઈ શકશે ખરાં?? એમની લવસ્ટોરી અધુરી જ રહી જશે ??

જાણવાં માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૧૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......