Mane mara baalpanma j jivi leva do books and stories free download online pdf in Gujarati

મને મારા બાળપણમાં જ જીવી લેવા દો

બાળપણ....જીવનનો સુવર્ણ સમય...આ એક એવો સમય કે જે સમય માં જલ્દી જલ્દી મોટા થઈ જવાનું મન થાય કારણકે એમ જ થાય કે ચાલો હું પણ જલ્દી એમની જેમ બની જાઉં, હું આમ થઈ જાવ , પણ હવે મોટા થયા બાદ સમજાય કે સાલું સુખ તો એજ હતું...કઈ ખટપટ નહિ વધારાની...એવી મોજ થી ઢીંગા મસ્તી.... કેવી મોજ નહિ...પણ ખરો ડર તો ત્યારે લાગતો કે જ્યારે સ્કૂલથી કઇ ચિઠ્ઠી આવી હોય અને તેમાં પણ બીજા દિવસે પપ્પા ની સહી ની જરૂર હોય 😃... આપણે એટલા તો હોશિયાર કે સહી તો થઈ જ જાય પપ્પાની પરંતુ એ સહી થઈ ગયા પછી ક્યારેય એ ટીચર પપ્પા સામે આવે ને એ વાત ન કહે તે બાબતનું પણ કેવું ટેન્સન નહિ....‼

હા યાર એ સમય જોઈએ છે મારે પાછો....ભલે ભણતર નો બોજો છે પણ એક બિનજવાબદારી ભર્યું એવું જીવન છે જેમાં તમારાં થી કઈ કામ થાય તો પણ ભલે ને ના થાય તો પણ ભલે...હવે !! જવાબદારી નું આટીઘૂંટી થી ભરાઈ ગયું છે આ જીવન...પહેલા કહ્યું કે...બેટા ૧૦ પાસ કરી લે પછી મજા જ છે...પછી આવ્યું કે ૧૨ કરી લે પછી મજા જ છે...પણ નહીં હવે ગ્રેજ્યુએશન તો જોસે જ હો....બધુજ પત્યું તો નોકરી ની ચિંતાઓ....

એક પિતા પુત્રની આ વાત છે.પુત્ર જ્યારે અગાસી પર બેઠો હતો પાછળથી તેના પપ્પા એ આવી એના ખભા પર હાથ મૂકી પૂછ્યું , "તને તારા જીવનના ભવિષ્ય અંગે કેટલું ટેન્સન ?" પુત્ર એ કહ્યું -" જરા પણ નહીં " આ સાંભળી એના પિતા ચોકી ગયા આ શું બોલી રહ્યો છે તું....એના પપ્પા એનાથી થોડા ગુસ્સે થઈ દૂર ગયા ફરી વાર બોલ્યા કે હજુ પુછું છું કેટલી ફિકર છે તને તારા ભવિષ્ય અંગે....પછી પુત્ર એ કહ્યું કે પપ્પા હવે સાચે ખૂબ ચિંતા થઈ રહી છે...પપ્પા ને આ બે વાક્યો વચ્ચે ભેદ ના સ્પષ્ટ કરી શક્યા બન્ને અલગ જવાબ નું કારણ પૂછ્યું પુત્રને તો પુત્ર એ કહ્યું....પહેલી વખત તમે મને પૂછ્યું ને ત્યારે તમારો હાથ મારા ખભા પર હતો...અને બીજી વાર તમે દૂર થઈ ગયા...તમે પપ્પા જ્યાં સુધી મારી સાથે છો કે તમારો આશીર્વાદ રૂપી હાથ મારા પર છે ત્યાં સુધી હું કોઈ પ્રકારે કંઈજ ટેન્સન લેવા નથી માંગતો...બસ પપ્પા તમેં હંમેશા મારી સાથે રહેજો હું બધેજ લડી લઈસ...કારણકે મને ખબર છે પપ્પા કે જો હું બધું જ જવાબદારી પૂર્વક કામ કરવા લાગીસ ને તો મને તમારી પાસે જે બાળક બની ને રહું છું એ વસ્તુ ગુમાવી બેસીસ મને એ પહેલાં જેવો પ્રેમ જવાબદારી સ્વીકાર્યા પછી નહિ મળે.....એટલે આપણાં જીવન માં કૈક આવું જ હોય છે કે જેમાં આપણે જ્યાં સુધી પપ્પા છે ત્યાં સુધી કઈ જ જવાબદારી લેવાની તસ્દી નથી કારણકે બસ એમની હાજરી માં બાળક જ બનવું છે...શુ કરવું બધી જવાબદારી લઈ ને બસ ક્યારેક એમ જ થાય કે કાશ સમય ની ઘડિયાળ ને ફેરવી ને પાછળ જઈ સકાત....

એક માતા અને પુત્રીની આ વાત છે માતા એની પુત્રીને સમજાવી રહી હતી કે તું હવે નાની નથી હમણાં થોડા વર્ષો માં તારા લગ્ન થઈ જશે ત્યાં પણ આમ જ રહીશ તો કેમ ચાલશે હવે થોડી જવાબદારી ઉપાડતી થઈ જા અને આ રસોઈ બનાવ ચાલ પછી રોટલા ભી તું જ બનાવજે....આ બધું સાંભળી પુત્રી થોડી ધીરગંભીર બની ગઈ...એને એની માતા ને પૂછ્યું માં તું મને બધું જ શીખવાડે છે કે સાસરિયા માં જઈ ને આ રીતે રહેજે,આમ બધાને માન આપજે ચાલ હું તારી બધી જ વાતો માની લઉં છું પણ મા એ પણ શીખવી દે ને કે જો તારી યાદ આવે મને તો હું શું કરું !..પુત્રીના આ સવાલ થી માં ને ડૂમો ભરાઈ આવ્યો એ એટલું જ કહી શકી ખાલી દિલથી યાદ કરજે બેટા હંમેશા તારી સાથે જ હોઈશ હું....અને હા તું હવે તું મોટી થઈ ગઈ છે હવે મને ખબર પડી ગઈ...પણ તો ભી જેટલા પણ વર્ષો અહીં રે નાની બાળકી જ રેજે ...ચાલ તું નહિ હું જ રસોઈ બનાવું તારા માટે.....


કઈક આવું જ હોય છે આપણા જાહેર જીવનમાં પણ જ્યારે આપણને ઘણા બધા લોકો દ્વારા કહેવામાં આવતું હશે કે તું આમ ના કર તું મોટો કે મોટી થઈ ગઈ છે ત્યારે ખાલી એક જ વસ્તુ કહેવી બસ મને મારુ બાળપણ ના સંસ્મરણો અને મારી ઈચ્છા મુજબ જીવી લેવા દો.... હા ! બરાબર ને કારણકે બીજા થોડા નક્કી કરવાના તમારે કેમ જીવવું જોઈએ તમારું જીવન તમે ખુદ નક્કી કરો....


અંતમાં...

નથી જોઈતી મારે જવાબદારી ની એ પરિભાષા કે જેમાં ખાલી એક જ પ્રત્યુત્તર મળે હવે તું બાળક નથી... બસ મને જીવી લેવા દો... મને બાળક બની ને જ રહી લેવા દો...😊

Thank you...😊
Written by...
Ashish Parmar

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED