Samay no Vayro - vartman ne mano books and stories free download online pdf in Gujarati

સમયનો વાયરો - વર્તમાનને માણો..આજે મસ્ત મસ્ત આ ચાલતા પવન ની ઠંડી ઠંડી લહેરકી જ્યારે શરીર ને સ્પર્શી ને જઈ રહી છે ને ત્યારે કૈક અલગ જ અનુભવ થઈ રહ્યો છે...ખબર છે આ ક્ષણ હંમેશા નહીં રહેવાની...ઋતુ બદલશે એટલે આજ લહેરકી જ્યારે ઉનાળા ની ગરમ તડકા વચ્ચે ગમશે પણ નહીં..પણ જે અત્યારે છે એ માણી લેવામાં મજા છે...કારણકે જો હું અત્યારે એમ વિચાર કરું કે હવે થોડા દિવસ પછી આવું થશે ને જેથી ખૂબ ગરમી ને લીધે આ વાયરો ગરમ ફૂંકાશે તો હું અત્યારે જે મારી પાસે ક્ષણ છે ને એ ખોઈ બેસીસ...કારણકે ભવિષ્યમાં બનનારી ઘટના વિશે વિચારી હું મારું ખુદ નું વર્તમાન પણ ખરાબ કરીશ તો એટલે એવું વિચારવા કરતા બસ જે પણ છે એને જીવી લો....

બે મિત્રોની આ વાત....એક મિત્ર હમેશા મોજ માં રહેતો અને એક છે કે જે હંમેશા ચિંતામાં જ રહેતો. ત્યારે મોજીલા મિત્ર એ પેલા ને ઘણીવાર ખુશ રહેવાનું સૂચવ્યું પણ એ કઈ કારગત ન નીવડ્યું... પરિણામ એ આવ્યું કે ચિંતિત રહેનાર વ્યક્તિ નું આયુષ્ય ખૂબ ટૂંકું રહ્યું અને 37 વર્ષની નાની એવી ઉંમર એ જ એ મૃત્યુ પામ્યો...વાત એવી હતી કે ચિંતિત મિત્ર હમેશા ખુદની એ ચિંતા માં રાખતો કે હું ભવિષ્ય માં આ કરીશ..આ તારીખ આ વર્ષ આ સમયે મારી પાસે આ હશે હું એને આ રીતે રાખીશ..હું આમ કરીશ તેમ કરીશ...આ બધું જ વિટંબણાં એ એક ડાયરીમાં લખતો...પણ એક કાર એક્સિડન્ટ માં અંતે તે 37 વર્ષની નાની વયે મૃત્યુ પામ્યો...

વાત એ નથી કે તમે ભવિષ્ય નું ન વિચારો...વાત એ છે કે ભવિષ્ય ની એવી કોઈ બાબતથી તમે દુઃખી ન થાઓ. કારણકે જે વસ્તુ બની જ નથી તમે એને વિચારી ને દુઃખી થઈ તમારું વર્તમાન પણ બગાડી રહયા છો...ખુદ ને હંમેશા વર્તમાનમાં જ જીવંત રાખવું જોઈએ....જો તમે સાચે ભવિષ્ય માં મારી સાથે આવું થશે તો હું શું કરીશ...આમ થશે તો ...તેમ થશે તો...અરે જોયું જશે...ત્યાર ની વાત ત્યારે...અત્યારે તમારી પાસે કેવો સમય છે એ છે માણવાનો... ખુદને જાણવાનો...ખુદને સારા મૂડ માં રાખવાનો...આ જિંદગી છે સુખ દુઃખ ના એ ચક્ર તો ચાલ્યા જ કરવાના પણ એવું ન થવું જોઈએ કે ક્યારેય આપણે એ ભવિષ્ય ની ચિંતા કરીયે જેથી વર્તમાનમાં આપણી પાસે છે એ પણ આપણે ખોઈ બેસીએ...

ઘણા લોકો એમ પણ કહેશે નહીં હો...પહેલા ભવિષ્ય નું વિચારી પછી જ આગળ વધવાનું...તો શું કરીશું આગળનું વિચારીને...?
ચાલો હું આપની સાથે જ છું માનું છું કે ભવિષ્યનું વિચારી ને આગળ વધાય પણ અમુક એવી બાબતોમાં ...તમારે 10 વર્ષ પછી કોઈ સંપત્તિની ખરીદી કરવી છે અને એના માટે કોઈ તમે અત્યારે પૈસા બચાવી ને આગળ વધી રહ્યા છો તો એ એક સારું કારણ કહી શકાય...પરંતુ મેં કહ્યું એમ કે ઠંડો પવન ચાલે છે ને એમ વિચારો કે હમણાં બસ ગરમ ગરમ પવન વાસે થોડા મહિનાઓમાં તો એ ખોટી ચિંતા કહેવાય....માનું છું દરેક ને પોતાની કક્ષાએ કૈક ને કૈક ચિંતા હોય જ છે પણ હા એ જ ચિંતા થી ક્યારેય વર્તમાન ખરાબ ન કરી અને હંમેશા હસતાં હસતાં જ જીવનને માણી ને જીવવું જોઈએ...😊


અંતમાં,

નથી ખબર મને કાલે હશે કે નહીં મારુ આ અસ્તિત્વ....
મને તો એજ ખબર પડે કે જે પણ મળી છે મને બસ મારે એને માણી લેવી છે....
બસ એજ કહીશ કે સમયને માણી લેજો કાલ કોઈએ નથી જોઈ...

ધન્યવાદ...🙏

Written By
Ashish Parmar

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED