કેમ છો બધા...આશા રાખું છું કે બધા સકુશળ હશો...
લોકડાઉન ને મેં એક સુખદ સમય શા માટે ખ્યાલ છે આપને ? કારણકે આ એ લોકડાઉન કે એ પ્રસંગ છે જેમાં આજે આખો પરિવાર સાથે છે...24 કલાક પોતાના કામ ને વળગી રહેતો એ વ્યક્તિ આજે ઘરે પરિવાર ની સાથે છે...આજે એને ખુદ તો ઠીક પરંતુ એનો પરિવાર પણ એટલો જ ખુશ છે કારણકે એમનું મનગમતું વ્યક્તિ આજે એ દરેક સભ્ય સાથે ઘર માં છે....
તમને બધા ને તો પેલું વોટ્સએપીયુ જ્ઞાન મળવામાં તો કોઈ બાકી નહીં રહ્યું હોય ; કેટલા બધા એ કર્યો જ હશે મેસેજ કે પરિવાર ની સાથે આમ રહો કે આવું કરો તેવું કરો...હા એ સાચું જ છે ના નથી... પણ એક વાત એવી જરૂર કહીશ કે સાહેબ જે આ સમય તમને મળ્યો છે એને માણી લેજો ; એને સાચવી લેજો... કારણકે આજે આ વૈશ્વિક મહામારી ભલે રહી પરંતુ તેના લીધે ઘણા પરિવારો હસતા થઈ ગયા છે કારણકે આજે એ આખો પરિવાર સાથે છે...
"મુસીબત તો બહાર છે,
ઘર માં તો દરેક ખૂણા આજે ખુશહાલ છે..."
જે માં - બાપ કહેતા હતા કે મારો દીકરો મારી પાસે બેસીને બે વાતો નથી કરતો તે આજે એના દીકરાની સાથે વાતો કરીને ખુશ છે ,
આજે એ પત્નિ કે જે કહેતી કે તમને મારા માટે તો ક્યારેય સમય જ નથી મળતો એ આજે એના પતિ ને એની સાથે પામીને ખુશ છે...
આજે એ બાળકો પણ ખુશ છે જે એના પપ્પા ને કહેતા કે પપ્પા તમને તો મારી સાથે સમય વિતાવવા સમય જ નથી, મારી સાથે તમે રમતાં જ નથી આજે એ પિતાના સમય થી ખુશ છે...
અને હા...
આજે એ વ્યક્તિ ખુશ છે કે જે સતત પોતાના કામ ને લીધે પરિવાર ને સમય જ નથી આપી શક્યો કારણકે એને અરમાનો તો ઘણા પાળ્યા જ હોય છે મનમાં ને મનમાં પરંતુ આખો એ પરિવાર ની ખુશી ને પુરી કરવા માટે એની ખુશીઓ ક્યાંક ને ક્યાંક અધૂરી રહી જતી હતી...
મારા મતે તો સાહેબ આ સમય કંઈક આપણને સારું આપવા માટે જ આવ્યો છે... મને નથી લાગતું કે જો આપણે ઘર માં જ રહીશું તો કોઈ પણ મુશ્કેલી આવે...
કારણકે આજે એ પરિવાર તમને પામીને અને તમે એ પરિવાર ને પામીને ખુશ છો ... તો આ સમય ને સાચવી લેજો...
જ્યારે પણ જ્યાં પણ કંટાળા ની સ્થિતિ ઉભી થાય ને ત્યારે તમારી મનગમતી વસ્તુ કરો કે જેમાં તમને આનંદ મળે...અરે ફક્ત તમે નાઈટશૂટ માંથી બહાર આવી ને સારા કપડાં પહેરી અને ટીપટોપ તૈયાર થશો ને તો પણ તમે ખૂબ સારું મહેસુસ કરશો , તમારું મનગમતું એ પુસ્તક વાંચો કે જે વાંચવાનું કેટલા સમય થી તમે મનને કહી રાખ્યું હશે કે ફ્રી થઈ ને વાંચીશ... તમે તમારું એ મોબાઈલ માં રહેલું કોન્ટેક્ટ લિસ્ટ ખોલીને જોવ એક વખત, કેટલા બધા તો એવા કોન્ટેક્ટ્સ પણ નીકળશે કે તમને લાગશે કે લે ! આના નંબર પણ મારી જોડે છે !! એ બધા ને એક વખત ફોન કરી જુઓ, તમારી જૂની યાદ કંઈક તાજી થશે... એ થી વધુ કહું ને તો તમારા બાળકોને તમારી એ જૂની યાદગીરી નો કોઈ આલ્બમ હોયને તો એ બતાવો અને અમુક એવા પણ ફોટો હશે કે એ અમસ્તા જ ફોટો લઈ લીધો હશે પણ જ્યારે બાળકો પૂછે કે આ ફોટો કેમ લીધો ક્યારે લીધો...તો એની સાથે અમુક એવી રમુજી સ્ટોરી ગોઠવીને એમને કહો કે તમારું એ બાળક ને તમે ખડખડાટ હસાવી દો... અંતર થી આનંદ આવશે જો જો...
પરંતુ એક એવી વિનંતી પણ આપને કરીશ કે ખરેખર આપ પરિવાર સાથે આનંદ માણવા માંગો છો ને તો એ જરા 100 ગ્રામ ના મોબાઈલ ને સાઈડમાં મૂકી દેજો.
જો એ સાથે હશે ને તો તો ગમે એટલા લોકડાઉન થશે તો પણ પરિવાર ને સમય નહી મળે કારણકે મોબાઈલ નામનું એ તત્વ તમને એના થી જુદાં નહિ થવા દે..😃
બસ આવી જ અમુક ટિપ્સ હતી...લાસ્ટમાં પણ બસ એ જ કહીશ કે આ સમય ને સાચવી લેજો...આ યાદો ને સંઘરી લેજો...કારણકે મુસીબત બહાર ભલે રહી , ઘરની અંદર રહી ને એ જ લોકડાઉન ને ઉત્સવ તરીકે ઉજવો...😊
અંતમાં,
મને નથી નડતું એવું કોઈ લોકડાઉન ,
કે જે મને મારા પરિવાર સાથે મલાવીને રાખતું હોય..🤝🏻
સ્ટોરી કેવી લાગી કૉમેન્ટ માં જરૂર થી જણાવજો...😊
STAY HOME , STAY SAFE