વ્યથા Nidhi_Nanhi_Kalam_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વ્યથા

💕💕''વ્યથા'' 💕💕
- ★ લાગણી સંગ્રહ ★-



1...★♥️''આસપાસ''♥️



આથમતા સૂરજની વેળા બહુ આકરી,
કેમ કરી સમજાવું આ પ્રીત શાને પાંગરી...

લહેરાતી નદીયુંના વહેણ ની સંગાથે,
બેઠાં'તા કિનારે અમે પ્રિયતમના સથવારે...

મનમાં ઉઠતા વમળો ક્યાં છુપાવું,
સામે હોય પિયુ, ત્યાં નજરું ક્યાં સંતાડું...

ઝાલ્યો છે હાથ તોય ના ધરાઉ,
છૂટે ના ક્યારેય એના કાગળિયા કરાઉ...

એક એક શબ્દે એના અમી ઝરે છે,
અંતરના ઉંડાણે મારુ હૈયું ઠરે છે...

ભૂતાવળ શી નિયતિ બેઠી છે રાહમાં,
કેમ કરી બચાવું મારી જાતને હું ચાહમાં...

બલિહારી નસીબની..અવળી છે કેડી...
પ્રીતને સંભાળી.. કાખમાં છે તેડી...

મંઝીલના સ્વપ્નો સળગ્યા છે આંખમાં,
સાથ પણ અધુરો છૂટ્યો છે રાહમાં...

જનમો-જનમ જોશું રે તારી વાટડી...
મહેલોની સામે ઝૂકી રે મારી હાટડી...

ચડિયાતા બની આવશું હાથ માગવા,
દેજે સામો હાથ...હવે જાઉં હું વેણ રાખવા...

સંભાળજે જાત...ના પડે આંસુડે ધાર,
હિંમત કેરી નાવડીએ થાશે આ દરિયો પાર...

નજરું ક્યારેય નીચી નો પડે,
પ્રીત મારી કાચી નો ઠરે...

મળ્યા નહીં જો આ જીવતરે,
આવી પ્રીત ક્યાંથી જ અવતરે ??

એકલપંડે ના માનજે,''Nidhi''
સાંજની વેળાએ રોજ આવજે...

સરિતાનું પાણી જેમ ખળખળે,
પ્રીતનો દીવો એમજ ઝળહળે...

બંધ આંખ્યુંએ થાશે આભાસ,
રહીશ હું કાયમ તારી જ ''આસપાસ''.


*******************************************



2...★♥️...બાકી છે...♥️



તારી દરેક યાદ દિલમાં હજુ તાજી છે,

તું નથી જીવનમાં પણ તારી આસ હજુ બાકી છે...

તારી યાદ આવતાં જ આંખમાં આવે છે આંસુ,

એ આંસુ તો પીધું પણ પ્યાસ હજુ બાકી છે.

ક્યાંક મળીશું તો કહીશ શુ હું તને ?

છતાંય વાત કરવાનો પ્રયાસ હજુ બાકી છે.

આંખો મળી, દિલ મળ્યા, આખરે છુટા પડ્યા,

પણ આપણે હતાં એક, એ અહેસાસ હજુ બાકી છે.

નથી તારા દિલમાં હું...તો ભલે... ''Nidhi''

તારી યાદોમાં જરૂર હોઇશ...
એ વિશ્વાસ હજુ બાકી છે !!!



*******************************************



3...★♥️''ઈચ્છા''♥️



નાનકડું લિસ્ટ છે... મારી ઇચ્છાઓનું...

શ્વાસમાં તને ભરવું,

હૈયામાં સંઘરવું...

પકડું તારો હાથ,

આપું તને વિશ્વાસ...Nidhi

આલિંગને ના અળગા થાવું,

કાચી ક્ષણેના હાથ છોડાવું...

સુખની પળોમાં આગળ હું ધકેલું,

દુઃખના દરિયામાં પાછળ તને રાખું...

છેલ્લા શ્વાસની હરીફાઈ જો થાય,

પહેલી વાર તને હું હરાવું !!!



*******************************************




4...★♥️''તરસ''♥️



ચાતક સમજે,
મારી તરસ છીપાઈ છે,

વરસી ગઈ હેલી,
કાં અમથી રિસાઈ છે !!!

પ્યાસ બુઝાવાની,
આ કેવી અધીરાઈ છે, ''Nidhi''

ટીપું જ લીધું ચાચમાં બાકી,
બહાર જ ઢોળાઈ છે...

સમજે ક્યાં મૂરખ ?
આ કરમ ની કઠણાઈ છે,

તરસી ને જીવનભર,
આમજ આંખ મીંચાઈ છે !!!


*******************************************


5...★'' ખેવના'' ♥️ ★



મન હિંડોળે હિંચકે,
ને હૈયું ખૂબ હરખાય...

અધરો સજાવે સ્મિત હુંફાળું,
નયન ખૂબ શરમાય....

સ્વપ્ન ગુંથે મન મોરલા,
પુરા કરવાની મુને ચાહ...

પિયા મિલનની ખેવના, ''Nidhi''
અંતરે વિરહની રાહ...

આંખ્યું જુવે દી' એ ચાંદલિયો,
અહીં રાતની શું વિસાત...

સુરજમાં દીઠું તમ મુખડું,
આંસુડે જલનની ફરિયાદ...

*******************************************


6...★♥️ '' ...ખાસ છે...''♥️



પાસે નથી તું,
છતાં તારા થકી આયખું મારુ ખાસ છે...

તારા જ વિચારોથી છલકાતો,
મારો સમય ખાસ છે...

મીઠાં એ ઝગડા પછી,
તારું અમથું જ રિસાવું ખાસ છે...

માનવીશ જ હું તને, એટલે જ કરેલા,
તારાં ખોટાં એ અબોલા ખાસ છે...

બંધ આંખોમાં છુપાવેલા તારા,
હસતા ચહેરાને જોવાની ક્ષણ ખાસ છે...

હાથમાં લઈ તારો હાથ,
એકાંતમાં કરેલી વાતો ખાસ છે...''Nidhi''

મારા જોયેલા દરેક સપનાઓ કરતા
તારી સાથે વિતાવેલી હકીકત ખાસ છે !!!


*******************************************

7...★♥️ ''વ્યથા'' ♥️


આવતાં જતાં ક્યારે નજર આ મળી હતી ?

યાદ નથી અમને, ''વ્યથા'' અંતરે કળી હતી...
રાહ છે સુની, જુએ વાટ આંખલડી,

ભૂલો પડ્યો ચાંદ, કરે ફરિયાદ રાતલડી...

દિવસોની જુદાઈ જાણે તડપતી માછલી,

એક જ અણસાર, ખૂટેલાં શ્વાસની છે બાટલી...

એક એક ક્ષણ, વીતેલા વર્ષોની ઝરૂખડી,

શાંત ચિત્તે નિહાળું હું, આ કોની છે બારાખડી...

દુનિયાની રીત, ઉતારે સાંપની આ કાંચળી, ''Nidhi''

અળગા જ થયા, જેણે ઝાલી મારી આંગળી !!!



સમાપ્ત.
******