મારી ચૂંટેલી લઘુકથાઓ - 47 Madhudeep દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ચૂંટેલી લઘુકથાઓ - 47

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

તું આટલો બધો ચૂપ કેમ છે દોસ્ત?

ભારત જેવો જ એક દેશ. દિલ્હી જેવી જ તેની એક રાજધાની, બાબા ખડ્ગ સિંગ માર્ગ પર સ્થિત કોફી હાઉસ ની જેમ બેઠકોનો એક અડ્ડો. એક ટેબલ પર છ બુદ્ધિજીવી માથેથી માથું અડાડીને ગરમાગરમ ચર્ચામાં વ્યસ્ત છે. હું બાજુના ટેબલ પર કોફીનો પ્યાલો લઈને બેઠો છું.

“દેશની અર્થવ્યવસ્થા ઊંડી ખીણમાં પડી રહી છે...”

“નેતાઓએ આખા દેશને લુંટી લીધો છે...”

“દુશ્મન આપણા સૈનિકોના માથાં વાઢી રહ્યા છે...”

“સહુથી મોટો પ્રશ્ન તો ભ્રષ્ટાચારનો છે...”

“તું કેમ આટલો બધો ચૂપ છે દોસ્ત...?”

“હું કશું કહેવા નહીં પરંતુ કરવા માંગુ છું મારા દોસ્ત...!”

મારા કપની ઠંડી થઇ રહેલી કોફીમાં ગરમી આવી રહી છે.

***