Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર....પેજ - ૪૯

અંજલિ એ વિશાલ સાથે પ્રયાગ તથા અદિતી નાં સંબંધ વિષે વાત કરી લીધી છે, તથા વિશાલ ની રજા પણ લઈ લીધી છે.અંજલિ એ નક્કી કર્યું હતું તે મુજબ આચાર્ય સાહેબ ને તેની કંપનીમાં ડાયરેક્ટર નું પદ આપે છે, તથા વહેલા માં વહેલી તકે પોતે વિશાલ ને સાથે લઈને આચાર્ય સાહેબ નાં ઘરે જવાનું નક્કી કરેછે.

****** હવે આગળ ****પેજ-૪૯******
આચાર્ય સાહેબ તેમની કેબીનમાં ગયા અને સૌથી પહેલા તેમણે તેમની પત્ની ને ફોન લગાવ્યો..
હેલ્લો...જય શ્રી કૃષ્ણ...અદિતી નાં મમ્મી...આચાર્ય સાહેબ નાં અવાજમાં ખુશી છલકાતી હતી.
જી..જય શ્રી કૃષ્ણ...કેમ આજે આમ અચાનક મને ફોન કર્યો ? અને શુ વાત છે ?? બહુ ખુશ લાગો છો ને આજે...!
હા...તે વાત જ એવી છે ને...કે ખુશી થાય જ...તુ સાંભળીશ તો તને પણ ખુશી થશે.
એમ કે..શું વાત છે એવી તો ?? લોટરી લાગી છે કે કોઈ ખુશી નો ખજાનો મળી ગયો છે ?
બસ..જો લોટરી નહીં જેકપોટ...કહો જેકપોટ...અરે આપણાં પર સાક્ષાત ભગવાનની કૃપા વરસી છે.
એમ...?? બહુ સરસ પણ કહો તો ખરા કે થયું છે શું ??
અરે...અદિતી ની મમ્મી...આ તમારા આચાર્ય ને...આજે વર્ષો ની નિષ્ઠા અને મહેનત પછી તેનાં પરિણામ રૂપે બહુજ મોટું ઇનામ મળ્યું છે, મેડમજીએ પ્રમોશન આપીને મને કંપનીના એક્સયુકેટીવ ડાયરેક્ટર બનાવવા નું નક્કી કર્યું છે.હવે થોડાકજ સમય માં કંપની એ તેના બિઝનેસ ને હજું પણ વધારવાનું નક્કી કર્યું છે.
ઓહો...શુ વાત કરો છો...અદિતી નાં પપ્પા...!! આજે મારા ભગવાને મારી સામે જોયું...આ તમારા મેડમજી આપણાં માટે તો સાક્ષાત ભગવાન બની ને જ આવ્યા છે. આપણી અદિતી કેટલી ભાગ્યશાળી છે કે આવા વ્યક્તિ નાં ઘરમાં જશે. એ તમને ખુબ ખુબ અભિનંદન.
અદિતી ની મમ્મી ને ખુશીમાં ને ખુશીમાં આંખોમાં થી પાણી આવી ગયું.
અરે આજે તમે ઘરે આવો ત્યારે પ્રસાદ લેતા આવજો આપણે મંદિરે જઈ આવશું અને ભગવાન ને ધરાવશુ.
જી ચોક્કસ અદિતી ની મમ્મી...અને હવે સાંભળ...બીજી ખુશખબર આપું તને...કે થોડાક દિવસ માં જ મેડમજી અને વિશાલસર બન્ને આપણાં ઘરે પધારવા ના છે, અને મેં તો મેડમજી ને આપણે ત્યાં આવે ત્યારે જમવાનું આમંત્રણ પણ આપી દીધું છે. આટલા મોટા માણસો આપણે ત્યાં આવે અને તે કશું જમ્યા વિના પાછા જાય એ તો સારૂ નાં જ કહેવાય ને.
અરે...વાહ, લો બહુ સરસ કામ કર્યું તમે તો, એ મારા મન ની વાત કરી તમે તો.અદિતી ના મમ્મી એકદમ ખુશ ખુશાલ હતા...
આચાર્ય સાહેબે ખુશ ખબર આપી ને તેમનો ફોન પુરો કર્યો..
અંજલિ એ ઘરે જઈને પહેલાં તેનું રૂટીન કામ પતાવીને તરતજ વિશાલ સાથે તેનાં રૂમ માં ચર્ચા કરવા બેઠી.
વિશાલ...આચાર્ય સાહેબ ની મહેનત અને ઈમાનદારી નાં પુરસ્કાર રૂપે કંપની એ તેમને પ્રમોશન આપી અને કંપનીના એક્સયુકેટીવ ડાયરેક્ટર બનાવવા નું નક્કી કર્યું છે. મેં આ નિર્ણય પ્રયાગ, અદિતી તથા આપણી કંપની નાં સારા ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને લીધો છે. હું આશા રાખું છું કે તેમના આ પદ ને જોતા તમને પણ હવે કદાચ તેમની જોબ અંગે મન માં જે પ્રશ્ન થયો હતો તે હવે નહીં થાય. અને હાં...એક વાત ક્લીયર કરી લઉં કે આ નિર્ણય હું બહુજ પહેલા લેવાની હતી, પરંતુ યોગ્ય સમય ની રાહ જોતી હતી.
અચ્છા...ઓ.કે. અંજલિ...મને તેમાં કોઈ વાંધો નથીં. મેં આમપણ ક્યારેય તારી કંપનીમાં કે તેના કામકાજ માં દખલ નથી કરી, અને તારા તારી કંપની માટે ના નિર્ણયો પણ તારા જ હોય છે, એટલે તને જેમ યોગ્ય લાગ્યું હશે તેજ તે કર્યું હશે.
હમમ...થેન્ક યુ...અને બીજું કે સામાન્ય રીતે તો છોકરી ના પેરેન્ટ્સ છોકરા નાં ઘરે તેમની દીકરી માટે માંગું લઈને જતા હોય છે, પરંતુ આચાર્ય સાહેબ આપણી જ કંપનીના કર્મચારી છે, એટલે તેમની દીકરી માટે આપણાં પ્રયાગ નો હાથ માંગવામાં તેમને ચોક્કસ સંકોચ થાય અને એક ખાનદાન માણસ છે આચાર્ય સાહેબ એટલે તેમનાં પગ પણ નાં ઉપડે અને તેમના મોઢે થી આ વાત પણ તે નહીં ઉચ્ચારી શકે, એટલે મેં નક્કી કર્યું છે કે આપણે તેમનાં ઘરે આપણાં પ્રયાગ માટે તેમની દીકરી અદિતી નો હાથ માંગવા માટે જઈશું.
વિશાલ આ વાત સાંભળી ને થોડીકવાર ચૂપ રહ્યો..કશું ના ગમ્યું હોય તેવું તેનાં ચહેરા પર થી સ્પસ્ટ નજર આવતું હતું.
અંજલિ...તુ જે કરી રહી છું તે યોગ્ય અને વિચારી ને કરી રહી છુ ને ?
જી..વિશાલ, હું ક્યારેય એવું નાં વિચારી શકું કે કોઈ વ્યક્તિ આપણાં ઘરે આવે અને તેમને મન માં સંકોચ હોય, તેમનુ સ્વમાન દરેક પળે જળવાવુ જોઈએ જ. અને આપણે તેમનાં ઘરે જવાથી આપણે નાનાં નથી થઈ જવાના.
અંજલિ...ઠીક છે તો પછી તુ જઈ આવજે...મારી જરૂર નથી ને ??
અંજુ નું કાળજું કપાઇ ગયું એ સાંભળી ને કે તુ જઈ આવજે. મનમાં વિશાલ માટે પોતે શું વિચારે ??? તે પણ અંજુને નહોતું સમજાતું.આ માણસ ને ખરેખર પ્રયાગ માટે કોઈ લાગણી...છેજ નહી ?? મન માં જ પ્રશ્ન કર્યો અંજલિ એ.. ! વિશાલ પર ગુસ્સો કરવો કે પોતાના નસીબ ને કોશવુ ?? કેવાં વ્યક્તિ ને પોતે પરણી છે ?? અંજુ ચુપ હતી...એક ડુસકું મનોમન ભરી લીધું.
કાશ......મન માં જ અંજલિ બોલી...
પ્રયાગ ને લગતી દરેક વાત માં આજ દિન સુધી અંજુ ને વિશાલ તરફથી સારો અને યોગ્ય પ્રતિભાવ નહોતો જ મળ્યો, એટલે અંજુ એ ગમેતેમ કરીને મન ને મનાવ્યું...અને ફરીથી વિશાલ ની સામે જોયું અને બોલી..
વિશાલ, આ બાબત પ્રયાગ નાં સંબંધ ની છે, એટલે તમારે પણ આવવું પડે, અને હાં...આચાર્ય સાહેબ નો આગ્રહ છે કે તે દિવસે આપણું જમવાનું પણ તેમના ઘરે જ રાખવાનું છે.
અંજલિ...મને તો યોગ્ય નથી લાગતું પણ તેમ છતાં તારો આગ્રહ હોય તો હું આવીશ.
જી...આપ જેમ સમજો તેમ, પણ આપણે જવાનું છે તે નક્કી છે.તમને ક્યારે ફાવશે તે કહો.
તે જ નક્કી કર્યું છે તો, તે પણ તુ જ નક્કી કરી લે ને..તો પછી.
વિશાલ નો મુડ બહુ સારો નહોતો, પણ અંજલિ એ નક્કી કર્યું હતું કે પ્રયાગ ના સંબંધ ની વાત છે એટલે વિશાલ ભલે તેનાં સ્વભાવ મુજબ વર્તન કરે પરંતુ પોતે વિશાલ જેવું નહીં કરે.
જી, આપણે આ સન્ડે નાં સાંજે તેમના ઘરે જઈશું, તમે તમારું કામ તે મુજબ એડજસ્ટ કરી રાખજો.
ભલે...ઠીક છે, જેમ તુ કહે તેમ...હું રેડી રહીશ.વિશાલે રજા આપી દીધી.
અને બીજું કે હું પ્રયાગ ને મળવા માટે એકાદ વીક માં જ યુ.એસ. જવાનું નક્કી કરી રહી છું, તમે પણ જો સાથે આવો તો પ્રયાગ ને આનંદ થશે.
અંજલિ સૉરી, બટ યુ.એસ. તો તુ જ જઈ આવજે, મારે અંહી ઘણા કામો છે અને પ્રયાગ તથા અદિતી બન્ને ને મારા વતી આશીર્વાદ આપજે.
અંજલિ ને ખબર જ હતી કે વિશાલે આટલા વર્ષો માં પ્રયાગ ના કે તેના પોતાના માટે ક્યારેય ક્યાં સમય ....
ઠીક છે વિશાલ તેનાં માટે હું તમને ફોર્સ નહીં કરું, જેવી આપની મરજી...તમે કામ ની અનુકુળતા હોય તેમ કરી શકો છો.
એજ અઠવાડિયા નાં રવિવારની ઢળતી સાંજે અંજલિ ઝવેરી અને તેનો પતિ વિશાલ ઝવેરી બંન્ને જણાં તેમના એક ના એક દિકરા પ્રયાગ માટે આચાર્ય સાહેબ ની દીકરી અદિતી નો હાથ માંગવા માટે તેમના ઘરે જાયછે...અંજલિ ની બ્લ્યુ રંગની બી.એમ.ડબ્લ્યુ માં આજે અંજલિ તથા વિશાલ સાથે જ હતાં..રવિવાર ની સાંજે શહેર નાં ઘીચ અને ટ્રાફિક વાળા એરીયા ને વટાવી ને અંજલિ ની કાર આચાર્ય સાહેબે આપેલાં સરનામાં પર પહોંચી જાય છે.
આજે પહેલીવાર અંજલિ, આચાર્ય સાહેબ નાં ઘરે ગઈ હતી...
અંજલિ એ આજે લાઈટ પીંક કલર ની જેમાં સેમ કલર નું એમ્રોડરી વર્ક કરેલું હતું તથા ડ્રાઈક્લીન કરેલી પ્યોર લીનન ની સાડી પહેરી હતી. કપાળ પર પ્યોર ડાયમંડ થી જડેલી નાની બિંદી શોભતી હતી, તેની માંગ માં સૌભાગ્યવતી ની નિશાની સ્વરૂપ કંકુ પુરેલુ હતું અને માથા ના વાળ ને બરોબર ઓળી ને અંબોડો ગુંથ્યો હતો. હંમેશ ની જેમ જ જાજરમાન લાગતી હતી અંજલિ..અને સાથે વિશાલે તેનાં કેપ્સ્યુલ વેર ને બદલે આજે કુર્તા અને પાયજામા ને ન્યાય આપ્યો હતો, જે આજે સ્પેશિયલ અંજલિ એ જ વિશાલ માટે પસંદ કર્યા હતા.
અંજલિ આજે પહેલીવાર જ આચાર્ય સાહેબ નાં ઘરે જઈ રહી હતી એટલે આચાર્ય સાહેબ અને તેમની પત્ની માટે ભેટ સોગાદ લીધી હતી.તથા પોતાના લાડકવાયા દિકરા પ્રયાગ માટે અદિતી નો હાથ માંગવા જઈ રહી હતી એટલે ચાંદી નું શ્રીફળ, સોના નો સિક્કો, અદિતી માટે અલગઅલગ જાત ના કપડાં, ડ્રાયફ્રુટસ, ફ્રૂટસ, જ્યારે આચાર્ય સાહેબ નાં ઘર માટે મારબલ ની સુંદર ભગવાન શ્રી ગણેશજી ની મુર્તિ તથા અદિતી નાં મમ્મી માટે સાડી અને આચાર્ય સાહેબ માટે શુટ નું કાપડ..
અંજલિ ની કાર આચાર્ય સાહેબ નાં ફ્લેટ નાં ગેટ પાસે પહોંચી ત્યારે આચાર્ય સાહેબ પોતે તથા તેમની પત્ની તેમને લેવા માટે ગેટ પર આવી અને ઊભા હતા.આજે આચાર્ય સાહેબે પણ જોગાનુજોગ કુર્તા પાયજામા ને જ ન્યાય આપ્યો હતો.અને તેમની પત્ની એ પણ સુંદર સાડી પહેરી હતી...આજે પહેલીવાર જ અંજલિ મેડમજી ઘરે આવવાના હતા એટલે અદિતી નાં ઘરે પકવાન બન્યાં હતાં. અદિતી પોતે તો ઘરે હાજર નહોતી રહી શકે તેમ, પરંતુ આજે બધું જ તેની સૂચના મુજબ જ થઈ રહ્યું હતું.આચાર્ય સાહેબ નાં કપડા, તેની મમ્મી ની સાડી ની પસંદગી તથા આજનું મેનું પણ તેની સલાહ મુજબ નું જ બન્યું હતું.
ગેટ પર ઊભેલા દંપતિ એ પોતાનાં ઘરે પધારેલા ખાસ મહેમાન ને સાદર નમસ્કાર કર્યા...
આચાર્ય સાહેબ ની આંખો નમ હતી..આજે જાણે એક સ્વપ્નુ સાકાર થઈ રહ્યું હતું. અંજલિ નાં હાથમાં એક સરસ મઝાનો ફૂલો નો ગુલદસ્તો હતો, તે તેણે અદિતી નાં મમ્મી ને આપ્યો.
બન્ને પતિ પત્ની સાથેજ બોલ્યા...એ પધારો....મેડમજી અને સરજી.
વિશાલે પણ હસતાં મુખે આચાર્ય સાહેબ ને હેન્ડ શેક કર્યું...હેલ્લો આચાર્ય સાહેબ કેમ છો આપ ?? જયશ્રી કૃષ્ણ...
આચાર્ય સાહેબ વિશાલ ને તથા અદિતી નાં મમ્મી અંજલિ ને દોરી ને તેમનાં આશીયાના માં લઈ ગયા.
આજે પહેલીવાર આચાર્ય સાહેબ નાં ઘરે અંજલિ મેડમ પધાર્યા હતા એટલે ઘર નાં મુખ્ય દ્વાર પર અદિતી નાં મમ્મી એ આસોપાલવ નાં તોરણ બાંધ્યા હતાં, કંકુના સાથિયા કર્યા હતાં, ઘર ના ડ્રોઈંગરૂમમાં સેન્ટર ટેબલ પર મોટો પાણી ભરેલો બ્રાસ નો પોટ મુક્યો હતો જેમાં ગુલાબ અને મોગરા શોભતા હતા. એક સાઈડમાં ફૂલો ની રંગોળી કરી હતી.આખુ ઘર મોગરા ની સુગંધ થી મઘમઘતુ હતું. સામેની સાઈડમાં સુંદર મુખારવીંદ વાળા રાધા કૃષ્ણ ની મુર્તિ ને ગુલાબ નો હાર ધરાવેલો હતો.ઘરમાં લાગેલા બધાજ કર્ટેન વોશ કરેલાં તથા ઈસ્ત્રી કરેલાં હતાં. બેડરૂમ માં બેડ પર ની બેડસીટસ નવી જ બિછાવેલી હતી.ડ્રોઈંગરૂમમાં કાર્પેટ પાથરેલી હતી.એક શાહી મહેમાન ને છાજે તેવી દરેક વ્યવસ્થા કરવામાં આવી હતી.
અંજલિ એ ઘર માં પ્રવેશતા ની સાથેજ સામે જ દ્રશ્ય માન થતા કૃષ્ણ ભગવાન ની મુર્તિ પાસે જઈને પગે લાગી અને પછી સોફા પર બેસી.
અંજલિ તથા વિશાલ એક સોફા પર હતા જ્યારે આચાર્ય સાહેબ તથા તેમની પત્ની બન્ને જણાં બીજા સોફા પર બેઠા.
જી...મેડમજી આપે તથા વિશાલ સરે મારા ઘરે પધારી ને મારું આંગણું શોભાવ્યું છે, આજે મારું ઘર તથા અમે ખરેખર પાવન થઇ ગયાં. આપની ઉદારતા તથા સજ્જનતા ફકત નામની જ નથીં, આપનો વ્યવહાર તેનાં થી પણ વધારે ઉદાર છે.
આચાર્ય સાહેબ...બસ હવે ખોટા કે ખરા વખાણ નાં કરો, હું જેવી પણ છું તે આજ છું તથા મને ખુશી છે કે આપનાં જેવા સ્વજનોને સહારે હું જીવનમાં કસુ પામી શકી છું.
મેડમજી સાચું કહું તો આ વખાણ નથી કર્યા બસ મારા દિલ ની વાત મેં આપનાં સુધી પહોંચાડી છે.
વિશાલ તેની પત્ની અંજલિ નાં કોઈ પારકા વ્યક્તિ નાં મોઢે વખાણ સાંભળી ને આભો જ બની જાય છે.
નાનાં સાહેબ...અને તે જે કંઈપણ હોય આપણે બીજી વાત કરીએ..અંજલિ એ જાણતી અને સમજતી હતી કે વિશાલ ની હાજરીમાં કોઈ તેના સાચા વખાણ કરશે તે પણ વિશાલ ને કેટલુ ગમશે..અથવા વિશાલ નો પ્રતિભાવ કેવો હશે.
આચાર્ય સાહેબ હરખાતા હરખાતા અંજલિ બોલી ..હવે ખાસ વાત કરુ...આજે મારા આપને ત્યાં આવવાનું મુખ્ય કારણ...જણાવું..
આચાર્ય સાહેબ...હું અંજલિ ઝવેરી મારા એક ના એક સુપુત્ર પ્રયાગ માટે આપની લાડકી દીકરી અદિતી નો હાથ માંગુ છું. હું હંમેશા તમારી દીકરી અદિતી નો મારા દિકરા પ્રયાગ કરતા પણ વિશેષ ખ્યાલ રાખીશ, તથા તેને મારા ઘર ની શુભલક્ષ્મી ગણીને જ તેને સન્માનિત કરીશ. આપને કે આપના પરિવાર ને ક્યારેય પણ પ્રયાગ અથવા અમારા તરફથી કોઇ જ શિકાયત નહીં આવે તેની હું જવાબદારી લઉં છું. હું આશા રાખું છું કે આપની લાડકી દીકરી મારા ઘર ને તેનુ પોતાનું ઘર બનાવે તથા મારું ઘર શોભાવે.
આચાર્ય સાહેબ તથા તેમની પત્ની બન્ને જણાં અંજલિ ની સામેજ અનિમેષ નજરે જોતાં જ રહ્યા...આચાર્ય સાહેબ નાં ચહેરા પર ખુશીઓ નું વાદળ લહેરાતુ હતું. તેમની પત્ની પણ ખુશીમાં ને ખુશીમાં રડું રડું થઈ ગયા હતા. બન્ને પતી પત્ની એ એકબીજાની સામે જોયું અને પછી ભગવાન ની મુર્તિ ની સામે જોયું. આચાર્ય સાહેબ નાં મ્હોં માંથી શબ્દો નહોતા નીકળી શકતાં. અદિતી ના મમ્મી ઊભા થઈ ને રસોડામાં ગયા અને પાણી લઈ આવ્યા..બધા ને આપ્યું અને તરતજ પુજા રૂમમાં ગયા અને ભગવાનને પગે લાગ્યાં...હે ભગવાન તારી લીલા અપરંપાર છે.અમારા અને અદિતી નાં અહોભાગ્ય કે આજે ખુદ અંજલિમેડમ પોતે મારા ઘરે પધારી ને મારી અદિતી નો હાથ માંગવા માટે આવ્યા છે. ફરીથી પગે લાગી અને પુજા રૂમ માં થી બહાર આવ્યા...આચાર્ય સાહેબ નાં ચહેરા સામે જોયું અને બોલ્યા..આજે આપણાં ઘરમાં મહેમાન નહીં પણ સાક્ષાત દેવી પધાર્યા છે..અને જ્યારે ખુદ અંજલિ મેડમ ભગવાન સ્વરૂપે પધાર્યા છે અને આપણી અદિતી નો હાથ માંગી રહ્યા છે...તો મને તો આ સંબંધ મંજુર છે...તમારૂ શુ કહેવુ છે ?
અદિતી ના મમ્મી હું તો અદિતી માટે હવે નિશ્ચિત થઈ ગયો છુ.મારા માટે તો આજનો દિવસ ખુશીનો ખજાનો લઈને આવ્યો છે. ભગવાનની ખુબ ખુબ કૃપા કે ખુદ મેડમજી તેમના રાજકુંવર માટે આપણી દીકરી નો હાથ માંગવા માટે આવ્યા છે....મેડમજી અમને બન્ને ને આ સંબંધ મંજુર છે.
આચાર્ય સાહેબ હરખાતા હરખાતા બધા નુ મોઢું મીઠુ કરાવવા માટે કીચનમાં થી કાજુ કતરી નું પેકેટ લઈ આવ્યા અને સૌથી પહેલાં વિશાલ ને ખવડાવી અને પછી વિશાલ ને પગે લાગ્યા.. વિશાલે પણ સજ્જનતા બતાવી ને તરતજ તેમને પગે લાગવાનું નાં કહી અને ઉભા થઈ ને ભેટ્યા...હવે થી આપણે વેવાઈ છીએ આચાર્ય સાહેબ...કહી ને આચાર્ય સાહેબ ની પીઠ પર હાથ ફેરવ્યો.
અદિતી નાં મમ્મી એ અંજલિ ને સ્વીટ ખવડાવી અને મ્હોં મીઠું કરાવ્યું...અને અંજલિ પણ ઉભી થઈ અને અદિતી ના મમ્મી ને ભેટી પડી.
અંજલિ એ તરતજ તેના મોબાઈલ પર થી ડ્રાઈવર ને ફોન લગાવ્યો અને પોતે આચાર્ય સાહેબ અને તેમના ઘર માટે જે ભેટ સોગાત લાવ્યાં હતા તે મંગાવ્યું. થોડીકજ ક્ષણો માં ડ્રાઈવર બધો સામાન લઈ ને આવી ગયો. અંજલિ એ વારા ફરતી બધી ભેટ અદિતી નાં મમ્મી ના હાથ માં આપી...અને છેલ્લે શુકન નું ચાંદી નું શ્રીફળ તથા સોના નો સિક્કો હતો તે અંજલિ તથા વિશાલે સાથે મળી ને આચાર્ય સાહેબ તથા તેમની પત્ની નાં હાથમાં આપ્યા.અંજલિ ખુશખુશાલ મુદ્રા માં બન્ને વસ્તુઓ આચાર્ય દંપતી ના હાથ માં આપી ને બોલી...આજથી તમારી અદિતી...અમારી થઈ ગઈ.
આચાર્ય સાહેબ અને તેમના પત્ની એ શુકન માં આવેલા આ કિંમતી શ્રીફળ અને સિક્કા ને મસ્તિષ્ક પર લગાવ્યુ અને પુજા રૂમમાં જઈને ભગવાન પાસે મુક્યુ.
બધાયે સાથે બેસીને અદિતી અને પ્રયાગ ને ખુશખબર આપ્યા...અદિતી અને પ્રયાગ બન્ને એ અંજલિ,વિશાલ,તથા આચાર્ય સાહેબ અને અદિતી ની મમ્મી ના ફોન પર જ આશીર્વાદ લીધા..ઘણી વાતો કરી...પછી આચાર્ય સાહેબને ત્યાં અંજલિ,વિશાલ અને આચાર્ય સાહેબ અને તેમની પત્ની એ સાથે જ ડીનર લીધું અને મોડા સુધી વાતો કરી અને છુટાં પડ્યા.
અંજલિ નાં ચહેરા પર આજે ખુશીઓ જ ખુશીઓ હતી.કાર માં બેસતાં જ અંજલિ એ વિશાલ નો આજે તેનાં સારા વ્યવહાર માટે આભાર માન્યો અને પોતે પણ કાર માં આરામથી બેઠા બેઠા વિચારો નાં વૃંદાવન માં મહાલવા લાગી.
ઘરે પહોચી ને ફરી થી તેના લાડકા દિકરા ને ફોન પર વાત કરવા માટે ફોન લગાવ્યો ...
પ્રયાગે તેની મમ્મી અંજલિ નો ફોન જોતાં જ હરખથી ઉપાડ્યો...યસ મારી વહાલી મમ્મી જય શ્રી કૃષ્ણ અને જય અંબે ..મને હતું જ કે તમારો ફોન આવશે જ.
હમમમ...જયશ્રી કૃષ્ણ બેટા અને જય અંબે...તુ ખુશ છે ને બેટા ?
જી મમ્મી....હું એકદમ ખુશ છું...અને અદિતી પણ બહુજ ખુશ છે.અને તમે સામેથી જ અદિતી નાં ઘરે ગયા...તે અદિતી અને તેનાં પરિવારને બધા ને ગમ્યું...તમારૂં જે માન અને ઈજ્જત અદિતી નાં ઘરે હતી તે ચાર ઘણી થઈ ગઈ છે.
બેટા એ બધું તો ઠીક છે.મારા માટે તારી ખુશી વધારે અગત્યની છે. અને અદિતી નો પરિવાર પણ આપણો જ પરિવાર છે, એટલે તેમનું પણ સામાજિક રીતે માન અને સન્માન જળવાય અને વધે તે પણ આપણે જ જોવાનું છે.
મમ્મી તમારા જેવા વિચારો મને ભગવાન આપે તેવા આશીર્વાદ આપો બસ.
બેટા મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે, બસ મારા કરતા પણ મહાન બનજે...
પ્રયાગ ને અચાનક જ આ આશીર્વાદ અનુરાગ સરે પણ આપ્યા હતા તેવું યાદ આવ્યું.
મમ્મી એક વાત પૂછું ??? આ જ આશીર્વાદ મને કદાચ અનુરાગ સરે પણ આપ્યા હતા...
હશે બેટા...મને ખ્યાલ નથી, અને કદાચ હોય પણ ખરા...કેમકે હું પણ બધું અનુરાગ સર પાસે રહીને જ શીખી હતી ને...અંજુ એ સમજદારી પુર્વક નો જવાબ આપ્યો.
*******( ક્રમશ:)*********