Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર...- પેજ - ૧૦

 પેજ -૯ નુ અનુસંધાન...

આસ્થા પ્રયાગ ની સમીપ આવી ને ઊભી રહી ગઈ, તેની આંખો સીધી પ્રયાગ ની આંખો માં આંખો મીલાવીને કંઈક કહેવા માંગતી હતી. દિલ ની વાત તેના મ્હો પર શબ્દો સ્વરૂપે કોઈપણ કારણસર ના લાવી શકી.

આસ્થા એ ગુલાબ નાં ફૂલ નુ બૂકે....પ્રયાગ ને શુભેચ્છાઓ રૂપે આપ્યું.  આસ્થા એ ગુલાબ ના ફૂલ ની સાથે સાથે પોતાનુ ગુલાબી દિલ પણ પ્રયાગ ને આપી દીધું હતું, જેની પ્રયાગ ને બિલકુલ ખબર જ નહોતી. પ્રયાગ નુ ધ્યાન અત્યારે તો ખાલી એની પાર્ટી માં આવેલા દરેક મિત્રો પર હતું એટલે આસ્થા ના ફુલ ની સાથે તેનુ દિલ પણ ભેટ માં જ મળી ગયુ છે તેવુ એને નહોતી ખબર.

બધાય મિત્રો એ પ્રયાગ માટે લાવેલી ભેટ સોગાદ અને ફ્લાવર બૂકે તેને આપ્યા. હવે પાર્ટી આગળ વધી રહી હતી, બધાજ મિત્રો હવે ડાન્સ અને મસ્તી નાં મુડ માં હતા.
બધાય મિત્રો ની માંગ ના લીધે મેનેજરે હવે વેસ્ટર્ન મ્યુઝીક શરૂ કરાવ્યું.  હવે રજવાડી સ્ટાઈલ ના કપડા માં બધા વેસ્ટર્ન ડાન્સ ના તાલે  ડાન્સ કરતા હતા. 

આસ્થા એ અને પ્રયાગ બન્ને જણા એ બીજા કરતા અલગ કપડાં પહેર્યા હતા. અચાનક આસ્થા ધસી આવી અને પ્રયાગ ને લઇને ડાન્સ ફ્લોર પર કપલ ડાન્સ કરવા  લાગી.

પાર્ટી હવે ફૂલ બહાર માં ચાલી રહી હતી.છોકરા ઓ અને છોકરીઓ અલગઅલગ તથા સાથે ડાન્સ કરતા હતા. સમય આગળ વધી રહ્યો હતો. લગભગ એકાદ કલાક પછી મેનેજર શ્રીવાસ્તવ સાહેબ આવ્યા અને પ્રયાગ ને સાઈડમાં લઈ ગયા અને જમવાનું ટેબલ ક્યારે ગોઠવવું તે પુછયું, અને પ્રયાગ ના કાન માં ધીમે થી બોલ્યા....

પ્રયાગસર એકવાર હોટેલ નો બહાર નો નઝારો જોવાલાયક છે. એકવાર આવી ને નજર કરી જજો.
પ્રયાગ ને પણ કોણ જાણે કેટલા સરપ્રાઇઝ આજે મળવા નાં હતા...

પ્રયાગે જમવા ના ટેબલ ને ત્રીસેક મીનીટ પછી ગોઠવવા માંટે સુચના આપી અને મેનેજર શ્રીવાસ્તવ ની સાથે આજના બાકી રહી ગયેલા સરપ્રાઇઝ ને જોવા ગયો.

પ્રયાગ ના મ્હો માં થી વાહહહહહ....અને આહહહ....નીકળી ગયું. 
શું નઝારો છે મેનેજર સાહેબ....શું વાત છે...આજે કશુ સ્પેશિયલ છે આપણી હોટેલમાં  ??

આખી હોટલ ની ચારેય બાજુ ની દિવાલો ગુલાબ થી ડેકોરેટ કરેલી હતી. આખી હોટલ ની અંદર અને બહાર બધી લાઇટો બંધ હતી અને ફક્ત માટી ના કોડીયા માં ઘી નાં દીવા સળગતા હતા. જાણે કે રામ રાજ્ય માં દિવાળી હોય તેમ...હોટલ ની મેઈન લોબી માં ફાઉન્ટન નો અવાજ આવતો હતો.
હોટેલ ના મ્યુઝીક સીસ્ટમ માં ધીમું ધીમું રાજસ્થાની સંગીત રેલાઇ રહ્યું હતું. હોટલ નો બધો સ્ટાફ રાજસ્થાની કપડાં માં સજ્જ હતો.

પ્રયાગ.....ને જોઈ ને એકદમ અલગ જ અનુભવ થયો, મેનેજર શ્રીવાસ્તવ ને પુછ્યુ...
સર...આ ...બધુ ?? એકદમ....?? કોણે....??

મંદ મંદ હસતાં હસતાં મેનેજર શ્રીવાસ્તવ સાહેબ બોલ્યા...સર...આ બધુ જ આપનાં મમ્મી  અંજલિ મેડમ ની સુચના થી આપની બર્થ ડે નિમિત્તે ગોઠવાયું છે.પ્રયાગ ને જાણે કોઈ સ્વપ્નું જોઈ રહ્યો હોય તેવું લાગતું હતું. પોતાની જાત પર તેને વિશ્વાસ નહોતો થતો હજુયે, કે સાચેજ મારી વર્ષ ગાંઠ નું આટલું બધું મહત્વ  ??
  પ્રયાગ ને હવે સમજાયું કે તેની મમ્મી તેને કેટલો બધો પ્રેમ કરતી હતી. સુખદ આશ્ચર્ય વચ્ચે પ્રયાગ ફરીથી તેના ફ્રેન્ડસ સાથે ફરીથી પંહોચી ગયો, જ્યાં પહેલેથી જ બધા ફ્રેન્ડસ ડાન્સ મસ્તી માં મશગુલ હતા. સાથે પ્રયાગ પણ જોડાઈ ગયો, ઇંગ્લીશ મ્યુઝીક વાગી રહ્યું હતુ, મિત્રો બધા મસ્તી કરી રહ્યા હતા. મેનેજર શ્રીવાસ્તવ સાહેબે સમય મુજબ જમવાનું ટેબલ ગોઠવાઈ રહ્યા હતા. 

જમવા માં પણ અંજલિ ની સુચના ઓ નું પાલન થઈ રહ્યુ હતું. જાત જાતની મીઠાઈઓ અને પકવાન ટેબલ પર ગોઠવાઈ રહ્યા હતાં. 
પ્રયાગ ને ભાવતો દૂધપાક સવારે જ બન્યો હતો એટલે અંજલિ એ અત્યારે રજવાડી ખીર બનાવડાવી હતી.અને રાજસ્થાની થીમ હતી એટલે મીઠાઈઓ પણ રાજસ્થાની જ બનાવડાવી હતી.
  
લગભગ ૧૦.૩૦ વાગવા આવ્યા હતા એટલે પ્રયાગે દરેક મિત્રો ને આગ્રહ પૂર્વક જમવા ના કાઉન્ટર તરફ વાળ્યા, અને બધાજ ફ્રેન્ડસ સાથે મળીને આનંદ થી જમ્યા. 

પ્રયાગ  આજે આનંદ માં જ દિવસ પસાર કરી રહ્યો હતો. આજે પ્રેમ અને રોહન છેક અમેરિકાથી આવ્યા હતા, એનો પ્રયાગ ને અલગ જ આનંદ થયો હતો. બધાજ ફ્રેન્ડસ જમ્યા પછી ગરમા ગરમ એક્સપ્રેસો કોફી ની લિજ્જત માણે છે.
 
 પ્રયાગે જોયું કે ડ્રાઈવર ને હજુ જમવાનું બાકી છે, એટલે તરતજ ડ્રાઈવર ને જમવા મોકલી અને પોતે તેના ફ્રેન્ડસ સાથે વાતો કરવા બેસે છે. બધાજ ફ્રેન્ડસ ખુબ આનંદ અને ઉત્સાહ થી દિવસ વિત્યા ની વાતો કરી...ત્યા સુધી ડ્રાઈવર નુ જમવાનું પણ પુરુ થઈ ગયું હતુ. 
થોડીકવાર માં બધા ફ્રેન્ડસ વારા ફરતી પ્રયાગ ને મળવા આવ્યા એટલે પ્રયાગે દરેક નો આભાર વ્યક્ત કર્યો અને વિદાય આપી.

 આસ્થા એકલી છેલ્લી બાકી હતી, તેની આંખો ક્યારની પ્રયાગ ને કશું કહેવા માંગતી હતી, પણ એક પ્રયાગ હતો જે આસ્થા ની નહી બોલેલી વાત ને સમજ્યો નહોતો. 
કદાચ પ્રયાગ આજે સવારથી જ નવા નવા સુખદ આશ્ચર્ય વચ્ચે થી પસાર થઈ રહ્યો હતો એટલે તેના માઈન્ડ માં આજે આસ્થા ના નહી કહેવાઇ રહેલા શબ્દો અંગે કોઈ વિચાર આવ્યો નહોતો. 

આસ્થા ને પણ પ્રયાગ રજા આપવા જતો હતો ત્યારે જ આસ્થા બોલી.. બધાજ ફ્રેન્ડસ જતા રહ્યા છે પ્રયાગ...અને ...

ઓહ યસ...યુ આર રાઈટ આસ્થા....બોલી ને પ્રયાગ બોલ્યો...એક કામ કર આસ્થા તને વાંધો ના હોય તો થોડીક વાર વેઇટ કરીશ ?
આપણે બીલ ક્લીઅર કરી અને જઈએ...

સ્યોર પ્રયાગ....પ્લીઝ ગો, આઈ એમ વેઈટીંગ ફોર યુ....હીઅર..આસ્થા એ પ્રયાગ ને તેનુ કામ પતાવવા જણાવ્યું. 
પ્રયાગ એ જોયું કે ઓલ રેડી લેટ થયુ છે અને તેના ફ્રેન્ડસ જતા રહ્યા છે...એટલે આસ્થા ને એકલી મુકી ને જવા કરતા પોતાની સાથે જ લેવા નુ મુનાસીબ લાગ્યું તેને.  
આસ્થા કમ વીથ મી....ટુ મીટ મેનેજર.  ..કહી ..પ્રયાગ આસ્થા ને લઈને મેનેજર શ્રીવાસ્તવ સાહેબ ની કેબીનમાં ગયો.

યસ...મી.પ્રયાગ વેલકમ...આઈ હોપ યુ એન્ડ ઓલ યોર ફ્રેન્ડસ હેવ એન્જોયડ ટુડેસ પાર્ટી...મેનેજરે બન્ને જણા ને બેસાડવા ચેર આપી.

યસ મી શ્રીવાસ્તવ....વી ઓલ એન્જોયડ અ લોટ, એન્ડ સ્પેશિયલી આઈ એમ ઈમ્પ્રેસડ વીથ યોર કેરીંગ એન્ડ થેન્કસ ટુ ઓલ ધ સ્ટાફ ફોર ધેર સર્વિસ.  પ્રયાગે પણ વળતો જવાબ આપ્યો. 

પ્રયાગે બીલ માંગ્યુ....સર માય બીલ પ્લીઝ..!!

મી.પ્રયાગ આપ ખાલી સાઈન કરી દો, અંજલિ મેડમ ની સુચના મુજબ આપ ખાલી બીલ પર સાઈન કરીદો, બીલ પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ ની ઓફીસ પર પંહોચી જશે. 

પ્રયાગ ને આજે તેની મમ્મી નું તથા તેના પોતાના પ્રયાગગ્રુપ ની બહાર
 લોકો કેટલા રિસ્પેકટ કરે છે તે નો આછો એહસાસ ત્યારે આવવા લાગ્યો, અને અંજલિ તેની મમ્મી તેને કેટલો પ્રેમ કરે છે તે પણ સમજાતું હતુ.
પ્રયાગ માટે આજનો દિવસ આશ્ચર્ય ની હારમાળા સર્જાયેલો રહ્યો હતો.આજનો દિવસ તેને આજીવન યાદ રહેશે. 

પ્રયાગે બીલ પર સાઈન કરી અને બાકી ની ફોર્માલીટી મેનેજર શ્રીવાસ્તવ સાહેબે પતાવી. 
પ્રયાગ આસ્થા ની સાથે મેનેજર ની કેબીનમાં થી નીકળ્યો અને ડ્રાઈવર ને ફોન લગાવવા જતોજ હતો ત્યાં ડ્રાઈવર સામેજ હાજર થઈ ગયો...
યસ...સર...આપ મને જ ફોન કરી રહ્યા છો ?? વિવેક પૂર્વક ડ્રાઈવર બોલ્યો. 
આસ્થા ને મનમાં વિચાર આવ્યો કે  ...પ્રયાગ ની મમ્મી એ ડ્રાઈવર ને પણ કેટલા ટ્રેઇન કર્યા છે ....પ્રયાગ ને ક્યારે શું જોઈશે તેની રજે રજ માહિતી હોય છે એમની પાસે, અથવા પ્રયાગ ના દિલ માં ક્યારે શુ ચાલી રહ્યું હોય છે તે તેમને વગર કીધે અને ગમે તેટલાં દુર હોય છતા પણ ખબર પડી જાયછે. માં અને દીકરા વચ્ચે આટલી બધી આત્મીયતા જોઈને આસ્થા મનોમન પ્રયાગ ને ખુશ કિસ્મત માનવા લાગી. 
પ્રયાગ માટે તેની મમ્મી સાથેની ટેલીપથી સામાન્ય હતી,કારણ કે તેને તો વર્ષો નો અનુભવ હતો.

પ્રયાગ અને આસ્થા હોટલ ની લોબી છોડીને બહાર આવી ચુક્યા હતા. ખુબ આનંદ અને મસ્તી ની સાથે અંજલિ એ જે રીતે આજે હોટલ માં એરેન્જમેન્ટ કરાવી હતી તે પ્રયાગ માટે જીવનભર નું મીઠું સંભારણું બની રહેવાનું હતું. 

પ્રયાગ જો તને લેટ નાં થતુ હોય તો થોડું વોક લઈશું  ? આસ્થા એ પ્રયાગ ને પોતાની મન ની વાત જણાવવાની ઈચ્છા હતી એટલે પ્રયાગ ને પુછ્યુ. 
પ્રયાગ  ને ખરેખર આજે તેની મમ્મી એ આપેલી સરપ્રાઇઝ માટે અંજલિ પાસે ઘરે જઈને બેસવાની ઈચ્છા હતી, એટલે આસ્થા ને કીધું... સોરી આસ્થા આજે નહીં જઇએ તો તને ખોટું તો નહીં લાગેને ? 
તારી ઈચ્છા છે ચાલવાની તો આપણે સાથે ચોક્કસ ચાલવા જઈશું એકવાર અને લાંબુ ચાલીશુ.
આ સાથે અને લાંબું......શબ્દો પર આસ્થા એ વિશેષ ધ્યાન આપ્યું, ફરી થી પાછી વિચારો માં ખોવાઈ ગઈ....પ્રયાગ ના.....!

પ્રયાગે જોયું કે આસ્થા ક્યાંક ખોવાઈ ગઈ છે, એટલે પોતાનો હાથ આસ્થા ની આંખો સામે રાખી અને હલાવી ને બોલ્યો...

ઓ ....આસ્થા મેડમ...ક્યાં ખોવાઈ ગયા  ??
કોઈ ના સ્વપ્નો જુઓ છો કે શું  ?

આસ્થા એકદમ ઝબકી ગઈ અને બોલી..અરે નાના એવુ કાંઇ નથી, આતો તે સાથે ચાલીશુ એમ કીધું એટલે વિચારો માં હતી. 

તો લે...એમાં વિચારવાનું શું  ? તે કીધુ કે ...ચાલી શુ ?
એટલે મે કીધું કે....ચાલીશુ પછી ...બસ...!
એની વે ...ચલ તારી કાર ક્યાં છે ? પ્રયાગ ને હવે જવું હતું એટલે આસ્થા ને પુછ્યુ. 

એક્ચ્યુઅલી મને પપ્પા અંહી ડ્રોપ કરીને ગયા હતાં, મમ્મી અને પપ્પા બન્નેવ ને ક્યાંય જવાનું હતું.   સો....!
એક મીનીટ હું....પપ્પા ને પુછી લઉં એમને વાર લાગે એવું છે ??
આસ્થા નુ મન તો પ્રયાગ ની સાથે જ ઘરે જવાનું હતું...છતાં કહી ના શકી ,   એટલે તેણે પપ્પા ને પૂછવાનું કીધુ.

અરે રહેવાદે....નાહક ના અંકલ ને ડીસ્ટર્બ ના કર...તને વાંધો ના હોય તો હું તને ઘરે ડ્રોપ કરતો જઉ, આમ પણ તારુ ઘર મારે રસ્તા માં જ આવેછે ને.
આસ્થા ને તો આમ પણ એજ તો જોઇતું હતું, એને તો દોડવું હતું અને ઢાળ મળ્યો...એના જેવો ઘાટ થયો.

નાના..પ્રયાગ...એમાં શુ વાંધો હોય ? ચાલ તું જ મને ડ્રોપ કરતો જા, હું પપ્પા ને મેસેજ કરી દઉ છુ...કે તેઓ સીધા ઘરે જાય. આસ્થા મન મા ખુશ થઈ ને બોલી. 

ઓકે...કહી પ્રયાગે તરત ડ્રાઈવર ને કાર લઈને આવી જવા સુચના આપી.
ડ્રાઈવર ક્યારનો પ્રયાગ ની બર્થડે પર આવેલી ગીફ્ટ ને ડેકી માં ગોઠવી ને રેડી જ હતો. એક જ મીનીટ માં કાર પ્રયાગ પાસે આવી ને ઊભી રહી ગઈ. 
ડ્રાઈવર શિસ્ત બદ્ધ હતો એટલે તરત નીચે ઊતરી ને પ્રયાગ માટે દરવાજા ને ખોલવા આવી પહોંચ્યો, પરંતુ પ્રયાગ ને તે ક્યારેય ગમતું નહીં એટલે તેની સીટ ના દરવાજા ને જાતે જ ખોલી ને ઊભો રહ્યો. 

સર...મેડમ આપણી સાથે જ આવશે ને ? ડ્રાઈવરે આસ્થા ની સામે જોઈને કહ્યું. 
પ્રયાગે હા....કહેતા ની સાથેજ ડ્રાઈવરે આસ્થા માટે પાછળની સીટ નો દરવાજો ખોલી નાખ્યો....અને મેડમ આપ આરામથી બેસો...કહીને આસ્થા ને કાર ની પાછલી સીટમાં બેસાડી અને દરવાજો બંધ કર્યો, અને પોતે ફટાફટ પોતાની સીટ પર ગોઠવાયો. 
પ્રયાગ પણ તેની સીટ પર બેસી ગયો હતો.

કાર હવે ધીરે ધીરે હોટલ માં થી બહાર નીકળી અને ઘર તરફ આગળ વધી રહી હતી.

રાત અંધારી થઈ ગઈ હતી, ટ્રાફિક ઓછો થઈ ગયો હતો, રસ્તા સુમસામ થવા લાગ્યા હતા. આસ્થા ના મન ની લાગણી આજે છલકાઈ રહી હતી...પણ તેને વાચા નહોતી ફુટતી હજુ.. ..
પ્રયાગ ને હજુ સુધી આસ્થા ની લાગણી ને સમજી શકે તેવા ભાવ નહોતા જન્મ્યા, તેને મન તો આસ્થા તેની મિત્ર જ હતી....બાકી બધા મિત્રો ની જેમ.

કદાચ આસ્થા ને આકર્ષણ થયું હતું  ??? 

અંધારી રાત માં..બે....યુવાન હૈયા...એક ને મનોમન બીજા પ્રત્યે પ્રેમ...લાગણી.....બધુજ...!! જ્યારે બીજી વ્યક્તિ સાવ અજાણ...પ્રેમ નામના અગ્નિ ની જ્વાળા એ ,હજુ સુધી પ્રયાગ ને દઝાડ્યો નહોતો ...!

પ્રયાગે અત્યારે મ્યુઝીક સીસ્ટમ માં ધીમું ધીમું  સંગીત ચલાવ્યું, અને આસ્થા સાથે વાતો કરવાનું શરું કર્યું. 

 આસ્થા કેવી રહી આજની પાર્ટી  ?? મઝા આવી કે નહીં  ?? અને બીજા ફ્રેન્ડસ ને મઝા આવી હતી  ??
 
આસ્થા  તો કાર ની પાછળ ની સીટ પર બેસતા ની સાથે જ ...સ્વપ્નો ની દુનિયા માં રાચતી હતી....અને આંબા ડાડે ઝુલા ઝુલતી હોય એમ આખી જીંદગી આમજ પ્રયાગ ની સાથે...પ્રયાગ ની કાર માં રહેવા અને ફરવા ના સ્વપ્નાઓ  જોતી હતી.

પ્રયાગે ફરી થી પુછ્યુ  .....અરે આસ્થા....સૂઈ ગઈ કે શું  ??

આસ્થા ને....આજે પ્રયાગ ના મુખેથી પોતાનું નામ સાંભળતા જ ચહેરા પર શરમ ની રેખા ઓ ઉપસી આવી. આ લાગણી આસ્થા ને ક્યારની હતી પ્રયાગ માટે તે આસ્થા ને પણ નહોતી ખબર, પણ તેનો અહેસાસ તેને આજે બરાબર થઈ ગયો હતો, એટલે કે વર્ષો ની સૂકી માંટી પર આજે જ.....પ્રેમ નો પહેલો વરસાદ થયો હતો....જેની મીઠી મીઠી અને ભીની સુગંધ આસ્થા માણી રહી હતી.
  
પણ...જેવું પ્રયાગ ના મોઢે આસ્થા નું નામ સંભળાયું કે તરતજ આસ્થા ઝબકીને બોલી....અરે નારેના....શુ કહેછે  ? બોલ...!

એતો હું એમ કહેતો હતો કે આજ ની પાર્ટી વિષે તારું શુ કહેવું છે ?
બધું ઓકે હતું  ??

  મારા માટે તો હું આજે સ્વર્ગ ની સફર કરી રહી હતી...પ્રયાગ.  અને બાકી બધા પણ ખુબ ખુશ ખુશાલ હતાજ.

 પણ એક વાત કહું...પ્રયાગ આજની પાર્ટી ની થીમ અને એરેન્જમેન્ટ લાજવાબ રહ્યા હતા. આખો હોલ ...અરે આખેઆખી હોટલ જ રાજસ્થાનના કોઈ રાજમહેલ જેવી શોભતી હતી. મેનુ નુ સિલેકશન પણ એટલું જ શાનદાર હતું. 

આસ્થા એ બધુ તો મારા માટે પણ ખરેખર સરપ્રાઇઝ જ હતુ.પ્રયાગ બોલ્યો....તેની મમ્મી ને મનોમન આભાર માનીને.

અચ્છા કેમ ?? તે નહોતું પ્લાન કરેલું  ? આસ્થા  પણ આશ્ચર્ય ભાવ થી બોલી.

અરે ના એકચ્યુઅલી આ પ્લાન મમ્મી નો હતો...મને તો પછીથી ખબર પડી. અરે.....પ્રેમ  અને રોહન આજે આવવાનાં હતાં  તે વિષે તને ખ્યાલ હતો ? પ્રયાગ ને હજુ પણ યુ.એસ થી આવેલા બન્ને મિત્રો પ્રેમ અને રોહન ની માહીતી લેવાની બાકી હતી.

 ના ...એ પણ મારા માટે તો સરપ્રાઇઝ હતું, આસ્થા બોલી..
પણ તને આન્ટી એ જે સરપ્રાઇઝ આપી તે પણ ખુબ અદભુત રહી.

હમમમ.....પ્રયાગે હુંકારા માં જ જવાબ આપ્યો, અને મનોમન તેની મમ્મી....ને અને તેના બન્ને ફ્રેન્ડસ ને તેના પ્રત્યે કેટલો પ્રેમ છે તેનો અહેસાસ થઈ ગયો હતો.

પ્રયાગ અને આસ્થા વાતો માં મશગુલ હતા....અને કાર ધીરે ધીરે તેની મંઝીલ તરફ આગળ વધી રહી હતી. 

આસ્થા  ..એક વાત કહું  ? પ્રયાગ અને આસ્થા વાતો માં મશગુલ હતા. 
હા..તો કહેને...એમાં પૂછવાનું શું હતુ ? આસ્થા એ હક્ક જતાવતો જવાબ આપ્યો..
હમમ....આજે હું મારા મમ્મી ની બહુ ઈચ્છા હતી એટલે તેમની સાથે અમારી ઓફીસ ગયો હતો. 

ઓહ...ધેટસ ગ્રેટ....સો તુ હવે બીઝનેસ સંભાળવાનો છે કે શુ ? આસ્થા એ જવાબ અને સવાલ બન્ને કર્યા.


નાના હાલ નહીં....પણ આજે ઓફીસ માં  મારી મુલાકાત શહેર ના મોટા બિઝનેસમેન....અનુરાગ ગ્રુપ ઓફ કંપનીઝ ના ચારમેન મી.અનુરાગ સાથે થઈ... પ્રયાગે કશુ વિચારતો હોય તેવા ભાવ થી જવાબ આપ્યો.

 ઓહો....વાઉ....વોટ અ ગ્રેટ પર્સન હી ઇસ...!! વેરી નાઈસ પ્રયાગ...કોન્ગરેટસ...આસ્થા એકદમ ઉછડી ને બોલી.

કેમ....?? તું  પણ ઓડખે છે તેમને ?? પ્રયાગે આસ્થા ને પુછ્યુ. 

એક્ચ્યુઅલી નોટ વેરી ક્લોઝલી....પણ મારા પપ્પા નાં મોઢે અનુરાગ સર અને અનુરાગ ગ્રુપ ની રિસ્પેકટ થી થતી વાતો કાને પડી છે. બહુ સારા વ્યક્તિત્વ ના માલિક છે તે....એમ પપ્પા કહેતા હતા.  આસ્થા નોન સ્ટોપ બોલી ગઈ. 

હા આસ્થા એકદમ સાચી વાત છે, મે પણ અત્યાર સુધી ફક્ત સાંભળ્યું જ હતુ તે મહાન વ્યક્તિ માટે...પણ આજે રૂબરૂ મળવાનો મોકો મળ્યો. એક્ચ્યુઅલી તે પોતે જ આજે મને બર્થ ડે વિશ કરવા આવ્યા હતા....રૂબરૂ...!

અરે વાહ.....ધેટસ ગ્રેટ ...પ્રયાગ....તારે કોઈ રીલેશન માં છે કે શું?
આસ્થા એ પુછ્યુ....!
  
                     ( ક્રમશ:)