Sambandho ni aarpar - 48 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર... પેજ - ૪૮

અંજુ ઘરે થી નીકળી ને ઓફીસમાં પહોંચી તે દરમ્યાન તેને જુની વાતો યાદ આવી ગઈ હતી,ઓફીસે પહોંચી ને અંજુ પોતાનું કામ પતાવીને અનુરાગ સર સાથે પ્રયાગ અને અદિતી ના સંબંધ ની વાત કરેછે,ત્યારે અનુરાગ સર અંજુ ને વધાઈ અને અભિનંદન પાઠવે છે.તથા આ વાત સૌથી પહેલાં અંજુ એ તેનાં પતિ વિશાલ ને જણાવવી જોઈએ તેમ સમજાવે છે.અંજુ એ પોતાનાં પતિ વિશાલ ના મોબાઈલ પર ફોન લગાવ્યો છે,વિશાલ નાં મોબાઈલ પર અંજુ નુ નામ લખાઈ ને રીંગ વાગી રહી છે...
**********( હવે આગળ )*********
અંજલિ નો ફોન વિશાલ નાં મોબાઈલ પર આવી રહ્યો હતો, તેનાં મોબાઈલ નાં સ્ક્રીન પર અંજલિ વાંચી ને વિશાલ ને મનમાં સ્હેજ શક ગયો, કારણકે સામાન્ય સંજોગોમાં અંજુ ક્યારેય વિશાલ ને ફોન ન્હોતી કરતી, તે પોતે પણ હંમેશા કામ માં વ્યસ્ત રહેતી અને કોઈ બીજું પણ તેનાં નાકામ ના ફોન ને લીધે પોતાનું કામ ડીસ્ટર્બ કરે તે અંજુને ખુદ નેજ પસંદ નહોતુ.
વિશાલે પોતાની ચેર પર થી ઊભા થઈ અને કેબીનમાં એક ખુણામાં જઈને અંજુ નો ફોન ઉપાડ્યો.જી...બોલ અંજુ...શુ વાત છે ??
આજે આમ ઓફીસ અવર્સ માં મેડમ ને ટાઇમ મળ્યો ??
કઈ યાદ આવ્યું કે પછી થી મારી જરુર ઊભી થઈ ગઈ ?
વિશાલ નાં શબ્દે શબ્દે અંજુ ના મન પર ઉઝરડા પડી રહ્યાં હતા.પોતે પ્રયાગ નાં અદિતી ની સાથે ના સંબંધ ને લઈને કેટલી બધી ઉત્સાહી હતી, તે આખી વાત પર વિશાલે જાણ્યા અને સમજ્યા વગર જ અંજુ નાં દિલ પર નાહક નો જ ઘાવ લગાવ્યો હતો. અંજુ સ્હેજવાર માટે ગુમસુમ અને ઉદાસ થઈ ગઈ. કેવો સરસ મુડ હતો અને વિશાલે તેની આદત મુજબ જ તેને ના જરૂર ની તકલીફ આપી દીધી હતી.અંજુ ને એક વખત તો એવું મન થયુ કે અત્યારે હાલ જ ફોન મુકી દઉ અને પછી શાંતિ થી વિશાલ ને વાત કરીશ. પણ સામે પ્રશ્ન એ હતો કે આચાર્ય સાહેબ ને પણ હવે બહુ લાંબો સમય રાહ ના જોવડાવાય નહીતર આચાર્ય સાહેબ ના મન માં પણ અંજલિ મેડમ માટે નાહક ની અલગ ધારણા બંધાઈ જાય. એટલે વિશાલ ને આ વાત કરવી જરૂરી થઈ ગઈ હતી. અંજુ એ ઊંડો શ્વાસ લીધો અને મન ને શાંત કર્યું,પછી ફરીથી વિશાલ ને ખુબ શાંતિ થી પ્રયાગ અંગે ની વાત કરવાનું શરુ કર્યું.
વિશાલ...હું આશા રાખુ છું કે અત્યારે હું આપણાં દિકરા પ્રયાગ વિષે વાત કરવા માંગું છુ, એટલે આપના તરફ થી મને સારી ભાષા માં અને પ્રયાગ ના ઉન્નત ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને જવાબ મળશે.હું આપને વિનંતી કરુ છુ કે આપણાં દિકરા ને કોઈ તકલીફ કે દુઃખ નાં પહોંચે તેવો નિર્ણય આપણે સાથે રહીને લઈએ.
હમમમ..ઠીક છે બોલ...!! વિશાલ હજુયે સારા મુડમાં તો ન્હોતો જ.
વિશાલ...પ્લીઝ મારી વાત ધ્યાન પુર્વક સાંભળો..આપણો પ્રયાગ તથા આપણી જ ઓફીસ માં ખુબ સિનિયર પોસ્ટ પર ઘણાય વર્ષો થી વફાદારી પુર્વક પોતાની જવાબદારી નીભાવી રહેલા આપણાં સિનીયર એકાઉન્ટસ મેનેજર આચાર્ય સાહેબ ની એકની એક દીકરી...અદિતી બંન્ને એકબીજાને પ્રેમ કરે છે,પસંદ કરેછે,અને બંન્ને જણા એ એકબીજાને કમીટમેન્ટ આપેલુ છે,કે બન્ને એકબીજાને સમજીને એકબીજાના જીવનસાથી બનવું.
અંજુ, આ એજ છોકરી છે ને જે પ્રયાગ ગયો ત્યારે પણ એરપોર્ટ પર હતી.
હા...પરંતુ એમ તો પ્રયાગ ગયો ત્યારે તેનાં ગ્રુપ માંથી તેનાં ઘણાય ફ્રેન્ડસ તેને સીઓફ કરવા આવ્યા હતા.પરંતુ કદાચ તમારૂ ધ્યાન તે સમયે અદિતી પર નહોતું જ ગયું જેનો મને ખ્યાલ છે.
હમમ...શક્ય છે અંજુ તુ કહેછે તે...!!
પણ...??
આ પણ...?? સાંભળી ને તરત જ અંજુ ને ખબર પડી ગઈ કે નકકી વિશાલ ને આચાર્ય સાહેબ ની જોબ નો વાંધો હશે.
પણ શું ??? વિશાલ...? અંજુ એ બેખબર બની ને પુછ્યુ.
અંજુ....આચાર્ય સાહેબ તો...કદાચ તારી કંપની...ના એકાઉન્ટન્ટ..??
અંજુ વિશાલ ની વાત સાંભળી ને સમસમી ગઈ.....પોતે કેવી વ્યક્તિ સાથે જીવન વીતાવી રહી છે ? વિશાલ ની સોચ આવી હશે તે છેક આજે અંજુ ને ખબર પડી..ખુબ અકળામણ થઈ રહી હતી અંજુ ને વાત કરવામાં પણ...પરંતુ ગમ ખાઈ ગઈ વાત કરવામાં, પોતાની જાત ને અંજુ એ તરતજ સંભાળી લીધી.અંજુ નહોતી ઇચ્છતી કે વિશાલ સાથે પ્રયાગ ની બાબતમાં કોઈ ઘર્ષણ ઊભુ થાય,અને તેનાં દિકરા માટે ના સંબંધ ની વાત બનતાં પહેલા જ બગડી જાય.
હા...વિશાલ તો શુ ?? શું એક સામાન્ય વ્યક્તિ કે જે જોબ કરતુ હોય તે વ્યક્તિ ને આર્થિક રીતે તેમનાં થી વધારે સદ્ધર હોય તેવા પરિવાર માં તેમના સંતાનોને પરણાવવા નો હક્ક નથી ? અથવા શું કોઈપણ વ્યક્તિ ને જ્યારે બીજી વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય ત્યારે શુ તે વ્યક્તિ તેની પોતાની અથવા સામેની વ્યક્તિ ની આર્થિક તુલના કરીને પ્રેમ કરે ? સોરી...વિશાલ પણ હું આવા વિચારો માં નથી માનતી અને હું આશા રાખુ છું કે,પ્રયાગ ની ખુશીઓ અને તેનાં ઊજળા ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને તમે પણ આવુ કશું જ નાં વિચારતા.
આજે એક માં ની લાગણીઓ પર જાણે વિશાલ પોતાના વિચારો નો પંજો મારવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તેવું જ લાગ્યું અંજુ ને.
વિશાલ સમજી ગયો હતો કે અત્યારે તે પોતે ખોટો છે,અને અંજલિ સાચી છે,તેની પોતાની સોચ પર તેને પોતાને પણ ધૃણા થઈ,વિશાલે તે સમયે વાત ને વાળી લેતા કહ્યું...અંજલિ કદાચ તુ જે સમજી છું તેવું કહેવાનો મારો કોઈજ ઇરાદો નહોતો છતાં પણ તને ખરાબ લાગ્યું હોય તો આઈ એમ રીયલી સૉરી.
અંજલિ તો હોંશિયાર જ હતી, સમજતી હતી કે વિશાલ અત્યારે વાંક માં છે અને ખરેખર તો તે જે સમજી હતી, તેજ વિશાલે કહ્યું હતું,પરંતુ તે પણ ન્હોતી ઈચ્છતી કે આટલા સારા સમાચાર નાં સમયે નાહકની કોઈપણ જાતની ચર્ચા ઓ વિશાલ સાથે થાય અને ઘરમાં લક્ષ્મી આવવા ની જગ્યાએ કંકાસ આવે,એટલે અંજુ એ પણ સમજણતા પુર્વક વાત કરીને વાત પતાવી...સી, વિશાલ તમે જે પણ કહ્યું તેની ચર્ચા હવે આપણે નથી કરવી, પરંતુ તમે આખી વાત જાણો,સમજો અને પછી તમારો ઓપીનીયન અને નિર્ણય મને જણાવો.
ઠીક છે...બોલ અંજલિ...વિશાલ પણ સમજીને વાત કરવા આગળ આવ્યો..
વિશાલ,સૌથી પહેલા તો એ જાણીલો કે આચાર્ય સાહેબ કોણ છે. આચાર્ય સાહેબ એ પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ નો પાયો નાખ્યો ત્યારથી આપણી કંપની ના દરેક આર્થિક વ્યવહાર ને તે જ જોવે છે.જ્યારે સાવ નાના સ્કેલ પર મેં કામ શરૂ કર્યું ત્યારે પણ આચાર્ય સાહેબે પોતાની જ કંપની છે તેમ સમજી ને દિવસ રાત મહેનત કરીને આપણી કંપની માટે નાનાં મોટા બધા કામ જાતે કરતા હતા, તો છેક આટલા વર્ષો પછી પણ તે પ્રયાગ ગ્રુપ નાં બધા હિસાબોની દેખરેખ રાખે છે, મેં ક્યારેય તેમનાં માં કોઈ લાલચ કે છળકપટ નથી જોયું અને તેમ છતાં પણ આજસુધી મેં તેમની સેલેરી નથી નક્કી કરી.કંપની એ જ્યારે તેમને જે કામ આપ્યું અને સામે તેમને જે આર્થિક વળતર આપ્યું હશે તેમાં તેમણે ક્યારેય નારાજગી નથી દર્શાવી અને ઉપર થી હંમેશા હસતા જ હોય.અને હવે આચાર્ય સાહેબ ને તેમણે કંપની ને આપેલા સતત સહયોગ બદલ કંપની એ તેમનું પ્રમોશન નક્કી કરેલું છે, કંપની તેમને એક્સયુકેટીવ ડાયરેક્ટર નાં પદ પર પ્રમોશન આપી રહી છે. અને કદાચ તે પછી તમને અને કોઈને પણ તેમની જોબ અંગે વાંધો નહીં જ રહે.
બીજું કે અદિતી આચાર્ય સાહેબ ની એક ની એક દિકરી છે, કે જે ભણવામાં તેજસ્વી છે અને ખુબ ડાહી, સુશીલ અને સુંદર છે, બીલકુલ મારા પ્રયાગ ને તથા આપણાં ઘર અને પરિવાર માં શોભે તેવી જ છે.સૌથી અગત્યની વાત કે અદિતી અને પ્રયાગ બન્ને એકબીજાને પ્રેમ કરે છે અને વળી એકબીજાને સમજે પણ છે. અને અદિતી,પ્રયાગ ની સાથે રહીને બીઝનેસ ને સારી રીતે સંભાળી શકે તેવી કાબેલિયતતા ધરાવે છે.
ગુડ...એટલે કે તે એને મન થી હા કહી જ દીધી હસે ને ?અને કંપની એટલે તારી કંપની જ સંભાળશે ને અદિતી તો, અંજુ ?? વિશાલ ફરી થી અંજુ ને ઝેરી લાગે તેવા જ શબ્દો સંભળાવે છે. પરંતુ અંજુ એ મન થી નક્કી જ કર્યું હતું કે કોઈપણ સંજોગોમાં વાત બગાડી નાં જાય એટલે પોતે જ સંયમિત રહેવુ અને સાથે સાથે આ એક પારિવારિક નિર્ણય લેવાનો હતો, જેને વિશાલ હસતા મુખે હા કહીને અદિતી નો સ્વીકાર કરે તે વધારે અગત્યનું હતું,એટલે અંજલિ પોતાની જાત ને સ્થિર રાખે છે.
અંજલિ...એ તો બધુ ઠીક છે, પણ તમારા પેલાં જ્યોતિષ ને પુછ્યુ ?? પાછું તમે એમની રજા વિના તો કરશો નહીં ને ??
માં છુ હું વિશાલ....પ્રયાગ ની એટલે દરેક એંગલથી વિચાર કરીને જ આગળ વધુ ને ? આતો ભવભવ નાં સંબંધ બાંધવા નાં છે, તો દરેક પાસા પર વિચારો કરી નેજ આગળ વધી છું.એનીવેઝ, વિશાલ આપણાં જ્યોતિષી ના કહેવા પ્રમાણે અદિતી નાં ગ્રહો પ્રયાગ અને પ્રયાગ ગ્રુપ બન્ને માટે શુભ સાબિત થશે..!!
ફાઈન મતલબ કે તમે બધુંજ જોઈ અને નક્કી કરીજ લીધુ છે એમજ ને ?
વિશાલ તમે કદાચ ખોટું સમજી રહ્યા છો, અથવાતો મને નથી સમજી રહ્યા. મેં મારી ફરજ બજાવી છે, કોઈ પણ વાત જે પ્રયાગ ને સ્પર્શે તેમાં હું મારાથી શક્ય હોય તેટલી ચોકક્સ થયા પછીથી જ તમારી સામે રજુઆત કરૂં તો તમારે એટલી ચિંતા ઓછી.
અંજલિ આ પ્રયાગ નાં ભવિષ્ય ની બાબત છે અને હું સમજું છું કે તુ પ્રયાગ ની બાબતમાં કશું જ ચલાવી લે તેમ નથી,અને જો તે બધું સમજી લીધું જ છે તો પછી મને પણ કોઈ વાંધો નથી.તુ તારી રીતે આગળ વધ અને પ્રયાગ ને કહેજે કે પપ્પા ને કોઈ વાંધો નથીં. અને, હા મારા આશીર્વાદ છે એને...( પ્રયાગ ને )
હમમમ...થેન્ક યુ વેરી મચ વિશાલ, પણ એક વાત પૂછું ???
જી..બોલ અંજલિ...હવે શું છે ?
શું તમે ખરેખર આ સંબંધ થી રાજી છો કે માત્ર કહેવા માટે રાજી છો ?
કારણકે આશીર્વાદ તો તમે જાતેજ પ્રયાગ ને આપો તો સારૂ ને ? અને ફક્ત પ્રયાગ ને એકલા નેજ શા માટે ?? અદિતી પણ તમારા આશીર્વાદ ની હક્કદાર છે.તો બન્ને ને આશીર્વાદ આપવા જોઈએ ને ?
હમમ...એમ તો તારી વાત સાચી જ છે અંજલિ, પણ તારે અને પ્રયાગ ને રોજે રોજ વાત થાય છે, એટલે ...
અંજલિ ને પણ ખબર જ હતી કે વિશાલે ક્યારેય ક્યાં પ્રયાગ ને ...
એટલે વાત ને ત્યાં જ પુરી કરી...હમમમ...એતો માં દિકરા માં એવું જ હોય...એ તમે નહીં સમજો. અને હાં...કોન્ગરેચ્યુલેશન તમને સસરા બનવા જઈ રહ્યા છો તેનાં માટે.
હા...થેંક્યુ અંજલિ અને સેમ ટુ યુ...તું પણ સાસુ બનવાની છું તેનાં માટે...
જી...થેન્કસ બટ હું ઘરમાં દિકરી લાવવાની છું...વહુ નહીં. અદિતી આપણાં ઘર ની પુત્રવધુ...બનશે...એટલે કે પુત્ર થી પણ વધુ...!! અંજલિ નાં અવાજમાં અદિતી અને પ્રયાગ બન્ને પ્રત્યે નો પ્રેમ અને લાગણી છલકતી હતી.
ઓ.કે. અંજલિ...એસ યુ સે...બીજુ કામ નથી ને ??
જી નહીં....થેન્ક યુ વેરી મચ. જય અંબે.
જય અંબે....કહીને બંન્ને નાં ફોન મુકાઈ ગયા.
અંજલિ ખુશ હતી કે વિના અળચણે અને કોઈ માથાકૂટ કર્યા વિના જ વિશાલે હા કહી હતી. તે જાણતી હતી કે વિશાલ ને કેટલી લાગણી છે પ્રયાગ માટે...એટલે વિશાલે જે મુજબ હા કહી તે પણ તેનાં માટે પુરતું જ હતું.
અંજલિ એ હવે આગળ શું કરવું તે વિચાર્યું અને મનોમન નક્કી કર્યું કે હવે જ્યારે અદિતી ઘરે પુત્રવધુ બની ને આવી રહી છે, તો તેવા સંજોગોમાં આચાર્ય સાહેબને તેમને પોતાને શોભે તેવી પોસ્ટ આપવી તથા તેમની વર્ષો ની કંપની માટેની મહેનત નાં પરિણામ સ્વરૂપે તેમનું પ્રમોશન કરવું અને તેમને ડાયરેક્ટર ની પોસ્ટ આપવી જોઈએ.... એટલે અંજુ એ પહેલા આચાર્ય સાહેબ ને તેમનાં ફોન પર ફોન કર્યો અને પોતાની કેબીનમાં બોલાવ્યા.
થોડીકજ ક્ષણો માં આચાર્ય સાહેબ અંજલિ મેડમ ની કેબીનમાં હાજર થઈ ગયા. અંજલિ ના ડોર પર નોક થયું...એટલે તરત જ અંજલિ એ વેલકમ આચાર્ય સાહેબ કહીને તેમને કેબીનમાં બોલાવ્યા.
આચાર્ય સાહેબ તેમની દિકરી અદિતી નાં જણાવ્યા મુજબ કે અંજલિ મેડમ આ સંબંધ માટે રાજી છે તથા આમ પણ અદિતી અને અંજલિ મેડમ ને પણ વાત થઈ ગઈ હતી... પરંતુ તેમ છતાં આચાર્ય સાહેબે મન માં આજે પહેલીવાર અંજલિ મેડમ ની સામે જવામાં ગભરાટ અનુભવ્યો...પોતે જાણતા હતા કે મેડમ કશું જ એવુ બોલશે પણ નહીં અને એવો વ્યવહાર પણ નહીં કરે જેનાંથી કોઈ ને મન દુઃખ થાય...અને તેમ છતા પણ તેમની નજર આજે નીચી જ હતી,
જી મેડમજી....આપે મને બોલાવ્યો હતો....આચાર્ય સાહેબે નીચી નજરે જ અંજલિ ને કહ્યું..
જી...આચાર્ય સાહેબ...એક અગત્યની વાત આપને કરવી હતી...
જી મેડમજી....કહેતાજ આચાર્ય સાહેબ ના દિલ ની ધડકન તેજ થઈ ગઈ...શું હતું મેડમજી..?? એક્ચ્યુલી મને તો કશી ખબર જ....
અરે....અરે...આચાર્ય સાહેબ રીલેક્ષ...આપ ચિંતા નાં કરશો..
ખરેખર વાત એમ છે કે આપણી કંપની નું કામ દિવસે દિવસે વધતું જાય છે, જેમાં આપની પણ અથાગ મહેનત છે.બીજું કે હવે હું પણ થોડીક મારી જવાબદારી વહેંચવા માંગું છું,અને સાથે સાથે પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નો બીઝનેસ પણ વધારવા માંગુ છું, અને ખાસ એટલા માટે જ, મેં નક્કી કર્યું છે કે કંપની નાં મોસ્ટ સીનીયર અને ડેડીકેટડ વ્યક્તિ તરીકે આપનું પ્રમોશન કરીને હવેથી આપને કંપની નાં એક્સયુકેટીવ ડાયરેક્ટર નું પદ અને જવાબદારી બંન્ને હું કંપની નાં ઉજવળ ભવિષ્ય ને ધ્યાનમાં રાખી ને સોંપુ છું. મને આપનાં કામ અને આપની હોંશિયારી પર સંપૂર્ણ વિશ્વાસ છે, કે આપનાં સહયોગથી કંપની વધુ સારી રીતે પોતાનો બીઝનેસ અને તેનો વ્યાપ વધારી શકશે અને હું આશા રાખું છુ કે મારી આ વિનંતી ને આપ માન આપી ને આપને સોંપી રહી છુ તે પદ ને શોભાવશો તથા આપની દરેક જવાબદારી ને આપ અત્યાર સુધી જેમ નીભાવી રહ્યાછો તેવીજ રીતે પુરી નિષ્ઠા થી નિભાવશો.
આચાર્ય સાહેબ ને તો ખુશીમાં ને ખુશીમાં આંખોમાં ઝળઝળીયા આવી ગયાં, મેડમજી હું તો કયા મોઢે આપનો આભાર માનું ??? મનેતો કશું જ સમજાતું જ નથી. એક નાનો માણસ હતો, છું અને આજીવન નાનો જ રહીશ.મને તો એમ હતું કે મારી કે મારા પરિવાર ના કોઈ સભ્ય ની ભૂલ થઈ ગઈ હશે તો આપ મને....
પરંતુ આપ....આપ મહાન છો મેડમજી....એક નાના માણસ ને તમે રસ્તા પર થી ઉપાડી ને આટલી મોટી ખુરશી અને આટલું મોટું પદ...હે ભગવાન....મેડમજી નાં ઉપકારો નો બદલો આ ગરીબ બ્રાહ્મણ કેવીરીતે ચુકવશે ??? હું તો મેડમજી....બસ...આચાર્ય સાહેબ નાં ચહેરા પર ખુશીના આંસુઓ વહી રહ્યા હતા...અંજલિ નાં ટેબલ ની સામે આચાર્ય સાહેબ બે હાથ જોડીને ઊભા હતા...
અંજુ નાં મનમાં પોતે પ્રયાગ નાં તથા પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ નાં ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને આજે એક ખુબ સારો તથા અતિ મહત્વનો નિર્ણય લીધા ની અલગ પ્રકારની ખુશી હતી.
અંજલિ એ આચાર્ય સાહેબ માટે તેનાં ટેબલ પર પડેલા ફ્લાસ્ક માં થી પાણી કાઢી ને તેમને પાણી નો ગ્લાસ ભરીને આપ્યો...આચાર્ય સાહેબ પ્લીઝ આ પાણી પીઓ...અને મન હળવું કરો.
અરે અરે....મેડમજી આપ..આપે શું કામ ?? પાણી..અરે એતો હું જાતેજ લઈલેતો...ને..
આચાર્ય સાહેબ...અત્યારે તો મારી ફરજ હતી કે આપને પાણી આપું...એટલે મેં આપ્યું બસ...પ્લીઝ બેસો...અને પાણી પીઓ...અને પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નાં ભવિષ્ય માટે આપની સેવા આપવા તૈયાર થાવ.
જી...જી મેડમજી....પણ આ ખરેખર આપ સાચુ કહો છો ને ?? મારી સાથે મજાક...???
આચાર્ય સાહેબ...આપ પણ શું....અંજલિ હસી પડી..આપને શું લાગે છે આવા ગંભીર વિષય પર હું મજાક કરી શકું ?? અરે અને એમ પણ તમે અથવા કોઈએ પણ ક્યારે મને કંપની નાં કામ અને નિર્ણયો લેતી હોઉ ત્યારે મજાક કરતા જોઈછે.હું સંપૂર્ણ હોસ માં અને જવાબદારી પૂર્વક ની વાત કરું છું, અને આપની પાસે થી કંપની ની આ જવાબદારી સ્વીકારો તેવી અપેક્ષા રાખું છું.
આચાર્ય સાહેબ પોતની ચેર પરથી ઊભા થઈ ગયા અને સીધાજ અંજલિ ને બે હાથ જોડીને ઊભા રહી ગયા....મેડમજી આપનો ઉપકાર હું મારી આ જિંદગીમાં તો નહીં જ ચુકવી શકું. નતમસ્તક હતા ત્યારે આચાર્ય સાહેબ...!
અરે એવુ બોલી ને મને શરમ માં નાં મુકો આચાર્ય સાહેબ...પ્લીઝ.
આચાર્ય સાહેબ ને એકદમ યાદ આવ્યું કે મેડમે અદિતી વિષે તો કશું કહ્યું જ નહીં. ત્યાં જ અંજલિ બોલી...
આચાર્ય સાહેબ મારે એક બીજી પણ અગત્યની વાત કરવાની છે, પણ તેનાં માટે હું આપનાં અનુકુળ સમયે આપનાં ઘરે આવીશ. આવુ કહ્યું ત્યારે અંજલિ નાં ચહેરા પર ખુશી છલોછલ ઊપસી આવી.....
આચાર્ય સાહેબ ના મન માં પણ ખુશી ની એક લહેરખી ઊમટી પડી...
એ જાણીને કે અંજલિ મેડમ જાતે પોતે તેમના ઘરે આવવાનું કહી રહ્યા છે ત્યારે એ વાત નું કેટલું બધું મહત્વ હોઇ શકે છે.
આચાર્ય સાહેબ હરખાતા હરખાતા બોલ્યા....જી ચોક્કસ મેડમજી...આપ ને જ્યારે અનુકુળતા હોય ત્યારે આપ પધારીજ શકો છો...આપનું મારા ઘરે આગમન એટલે શબરી નાં ઘરે જાણે શ્રી રામ પધારશે, આપનું મારા ઘરે આગમન તે મારા ઘર અને પરિવાર માં એક ઉત્સવ બની જશે. આપ આવો અને સાથે વિશાલ સર ને પણ લઈને જ આવજો...અને હા....તે દિવસે આપનું ભોજન પણ મારા ઘરેજ રાખજો.
અંજલિ નાં ચહેરા પર પણ પોતે અંજલિ મેડમ માં થી હવે આચાર્ય સાહેબ ની દિકરી અદિતી નાં સાસુ બનીને જવાની ખુશી વર્તાઈ રહી હતી. અંજલિ એ પણ સહર્ષ અને હસતા મોંઢે આચાર્ય સાહેબ નું આમંત્રણ સ્વીકારતા બોલી....જી ચોક્કસ આચાર્ય સાહેબ...હું વિશાલ સર સાથે સમય બાબતે વાત કરીને આપને જણાવીશ.

અંજલિ ની આંખો માં ખુશી છલકાતી હતી....અને ત્યારે જ આચાર્ય સાહેબ અંજલિ ની રજા લઈને તેમની કેબીનમાં ગયા...અને તેમની કેબીનમાં જઈને તરતજ તેમની પત્ની ને ડબલ ખુશી નાં સમાચાર આપવા ફોન લગાવ્યો.

*****( ક્રમશ:)********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED