Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.. પેજ - ૫૦

સંબંધો નો માળો ગુંથાય છે, અંજલિ હવે માં થી વધી ને સાસુમા બની ગઈ છે.વિશાલ વીના કોઈ અડચણે પ્રયાગ નાં અદિતી સાથે નાં સંબંધ ને મહોર મારવા આચાર્ય સાહેબ નાં ઘરે અંજલિ સાથે જઈને આવે છે.આચાર્ય સાહેબ તથા તેમના પત્ની બધા આ સંબંધ થવા થી ખુશ ખુશાલ છે.અંજલિ એ અદિતી નાં ઘરે થી પરત ફરી ને તેનાં લાડકા દિકરા પ્રયાગ ને ફોન કર્યો છે.

********* હવેેઆગળ- પેજ-૫૦********
અંજલિ તથા પ્રયાગ ફોન પર નો પોતાનો વાર્તાલાપ પુરો કરે છે. અંજલિ એ તે સમયે જ અદિતી ને આશીર્વાદ આપવા માટે પ્રયાગ ના ચાલુ ફોન માં જ સાથે કોન્ફરન્સ કોલ કર્યો અને પોતાના ઘર ની કુળવધુ અદિતી ને તેમના ઘર તથા જીવનમાં આગમન ની વધાઈ, અભિનંદન અને આશીર્વાદ આપ્યા. તે સમયે અદિતી પણ ભાવવિભોર થઈ ગઈ અને પોતાની જાત ને ખુશનસીબ સમજી ને મનોમન ખુશ થઈ ગઈ. અંજલિ ખુબ જ નજીક ના સમય માં પોતે અમેરીકા આવી રહી છે તે સમાચાર આપે છે.
અંજલિ એ પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ નાં સ્થાપના દિવસે એક નાની પાર્ટી નું આયોજન કર્યું, જેમાં કંપની ની પ્રણાલી મુજબ દરેક કર્મચારી ને તેમની મહેનત મુજબનું તથા યોગ્યતા ને આધારે ઈન્ક્રીમેન્ટ આપ્યું, અને તે દિવસે જ પોતે નક્કી કર્યા મુજબ અધિકૃત રીતે આચાર્ય સાહેબ ને કંપની નાં એક્સયુકેટીવ ડાયરેક્ટર નું પદભાર સોંપી દીધું.
કંપની નાં દરેક કર્મચારી પર આ વાત નો એટલો બધો સારો પ્રભાવ પાડ્યો કે દરેક યોગ્ય વ્યક્તિને એવો એહસાસ થયો કે જો કંપની માં આપણે પણ સારૂં કામ જવાબદારી પૂર્વક કરીએ તથા તેને નિભાવીએ તો તેમને પણ આવું જ કોઈ પદ મળી શકે છે. અંજલિ મેડમ નું વિઝન તથા તેમની વિચારસરણી એક સામાન્ય વ્યક્તિ કરતા ખુબ અલગ છે.આમ અંજલિ નાં આ નિર્ણય ની કર્મચારીઓ પર ખુબ સકારાત્મક અસર પડી.
અંજલિ એ નક્કી કર્યા મુજબ તેણે પોતાની, લગભગ પંદરમાં દિવસની યુ.એસ.એ.જવાની ટિકીટ કરાવી હતી. અને કુદરતી જ બનતી ઘટનાઓ બાબતે માણસ ને ક્યારેય કશી ખબર પડતી નથી...તે નિયમ ને આધારે જ અમેરિકા માં કોઈ મોટા ઈન્ટરનેશનલ સેમિનાર માં ભાગ લેવા માટે અનુરાગ સર પણ યુ.એસ.જવાના હતા અને જોગાનુજોગ તેમણે પણ એજ ફ્લાઇટ અને એજ દિવસે યુ.એસ.જવા માટે પોતાની ટિકીટ બુક કરાવી હતી.
અમેરિકા માં પ્રયાગ,અદિતી તથા શ્લોક અને સ્વરા કાગડોળે અનુરાગસર તથા અંજલિ ની રાહ જોતાં હતા. ત્યાં યુ.એસ.માં પ્રયાગ,અદિતી,સ્વરા અને શ્લોક જાણતાં હતા કે અનુરાગ સર તથા અંજલિ આન્ટી એકજ સમયે એકજ ફ્લાઈટ માં સફર કરવાનાં છે પરંતુ તેમણે આ વાત ને સરપ્રાઈઝ રાખી..અને કોઈએ પણ અનુરાગસર કે અંજલિ ને જણાવ્યું નહીં.
સમય તો પાણી કરતા પણ વધુ ઝડપથી વહેતો હોય છે. નિર્ધારિત દિવસે જ બંન્ને જણા અંજલિ તથા અનુરાગ સર યુ.એસ.જવા માટે નીકળ્યા છે.
અંજલિ એ પહેલીવાર જ અનુરાગ સર નાં દિકરા શ્લોક નાં ઘરે જવાનું હતું, તેથી શ્લોક અને સ્વરા તથા તેમનાં ઘર ને અનુરૂપ ઘણીબધી ભેટ સોગાદો લીધી હતી,અને સાથે પોતાનાં લાડકા પ્રયાગ માટે તેને ગમતી વોચ,પરફયુમ,જીન્સ,ટી.શર્ટસ અને સાથે પહેલીવાર જ જેને પોતાની પુત્રવધુ તરીકે રૂબરૂ મળવાની હતા તે અદિતી માટે અલગઅલગ ડ્રેસ, ડાયમન્ડ ની બુટ્ટી, સોના ની ચેઇન,મેકપ ની કીટ, અને બીજી ઘણીબધી ગીફ્ટ લીધી.
અંજલિ નાં ચહેરા પર ખુશીની લાલીમા છલકાય છે, ઘરે વિશાલ સાથે બધી જ બાબતો જે તેને લગતી હતી તેની ચર્ચા અંજુ એ કરી લીધી હતી.રાત્રી નો સમય હતો અંજુ તેનું દિવસ નું ઓફીસ નું કામ પતાવી અને વહેલા જમીને નીકળી હતી, તેને ખ્યાલ નહોતો કે અનુરાગ સર પણ તેની સાથેજ એકજ ફ્લાઈટ માં ટ્રાવેલીંગ કરી રહ્યા હતા, ફ્લાઈટ સમયસર જ હતી, અંજુને એરપોર્ટ પર મુકવા માટે તેના ડ્રાઈવર કાકા અંજુ ની મનપસંદ બી.એમ.ડબ્લ્યુ કાર લઈને આવ્યા હતાં.
અંજલિ ને મુકીને તેની કાર ફરીથી તેનાં મુકામ તરફ જવા નીકળી જાય છે. અંજુ તેનો લગેજ સ્કેન કરાવી અને બોર્ડીંગ પાસ લેવા એર ઇન્ડિયા નાં બીઝનેસ ક્લાસ કાઉન્ટર ની ક્યુ માં ઉભી રહેછે...અને ત્યાં આગળ જ અંજુ નું ધ્યાન આગળ બોર્ડીંગ કરાવવા ઉભેલા અનુરાગ સર પર પડેછે.
એજ હાસ્યસભર મુખારવિંદ અને તેજ લલાટ, ચહેરા પર નિર્દોષ હાસ્ય અને કપટરહીત આંખો, બ્લ્યુ ડેનિમ અને વ્હાઈટ ટી.શર્ટમાં સજ્જ અનુરાગ સરે પગ માં લોફર્સ પહેરેલા હતાં. આંખો પર એજ બ્લેક કલર ની ફ્રેમ નાં ચશ્મા અને માથા પર ઉંમર મુજબ આછા થઈ રહેલા વાળ હતા...અને તેમના કપડાં માં થી તેમના મનગમતા પરફયુમ ની આહલાદક સુગંધ બોર્ડીંગ કાઉન્ટર પાસે ઉભેલા દરેક વ્યક્તિ ને પહોંચી રહી હતી.
અંજુ ને એ જાણીતી સુગંધ અને....અને અંતર મન નાં ભાવ પરથી તરતજ પ્રતિત થયું કે આગળ તેનાં અનુરાગ સર જ ઊભા છે.આમતો બંન્ને ની વચ્ચે કોઈ ખાસ કે વિશેષ વાત હોય તો વાતચીત થતીજ હતી, અને યુ.એસ જવાનું છે તે બાબતે પણ થોડીક ઉપરછલ્લી વાત થઈ હતી, પરંતુ ચોક્કસ તારીખ કે સમય ની વાત ન્હોતી થઈ,જ્યારે અનુરાગ સરે તો બે દિવસ પહેલાં જ તેમની ટીકીટ કરાવી હતી, એટલે તેમને પણ કોઈ ખ્યાલ ન્હોતો.
અંજુને ખ્યાલ આવી ગયો હતો કે સર છે...અનાયાસે જ અંજુ બોલી ઉઠી...સર....!!!!!
તમે....????
અંહિયા ?????
સર....શુ વાત છે ??? આપ પણ ??? યુ.એસ. ???
આગળ ઉભેલા અનુરાગે અંજુ નો અવાજ સાંભળીને તરતજ પાછળ ફરી ને જોયું, પાછળ એજ નિર્દોષ ભાવ અને ઉદગાર વાચક મુદ્રા માં રૂઆબદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ખુશખુશાલ ચહેરા માં અંજુ...સાડી માં સજ્જ થઈ ને બરાબર અનુરાગ સર ની પાસે જ ઊભી હતી. કોઈપણ જાત નાં મેકઅપ વિના ની અંજુ ખરેખર સુંદર લાગતી હતી...તેને આમ પણ કોઈપણ જાતના મેકઅપ ની જરુર પણ ન્હોતી...તેનું નિર્દોષ હાસ્ય અને તેનું સ્વચ્છ ચારિત્ર્ય જ તેનું અસલ મેકઅપ અને ખરુ ઘરેણું હતું. આટલા બધા વર્ષો થી બિઝનેસ ને સંભાળી રહેલી અંજુને અત્યારસુધીમાં હજારો પુરુષો ની સાથે મળવાનું થયેલું હતું, અને કેટલાય લોકો સાથે હેન્ડ સેક પણ કરવું પડતું, પરંતુ આજ સુધી ક્યારેય કોઈ પણ વ્યક્તિ માટે તેને મનમાં ખોટો ભાવ ઉત્પન્ન ન્હોતો થયો. અને તેજ તેનું અસલ રહસ્ય હતું કે અંજુ નું નામ સામાજિક દ્રષ્ટિ એ લોકો ખુબજ આદરપુર્વક લેતા હતાં.
ઓહહહ....અંજુ ધ ગ્રેટ....તુ પણ યુ.એસ.....ઓહ યસ રીમેમ્બર...તે કીધું હતું કે તુ પ્રયાગ તથા અદિતી ને મળવા જવાની છું..યસ પરફેકટ..
નાઈસ ચલો....આફ્ટર એ લોન્ગ લોન્ગ ટાઈમ...એજ અસલ અંજુ સાથે વાતો કરવાનો અને તેને સમજવાનો મને મોકો મળ્યો. એન્ડ આઈ હોપ કે તારી મુસાફરીમાં હું તને સારી રીતે સાથ આપી શકુ.
સર....આપની સાથે હોવુ એજ મારાં માટે બહુ મોટી વાત છે, અને રહી વાત આપની સાથે સફર કરવાની...તો આપની સાથે તો આટલો બધો સમય રહી છું...આપ મારી સાથે રહો તો પણ હું તો ખુશ હોઉં તો આપની સાથે સફર કરવું એતો મારુ અહોભાગ્ય જ કહેવાય.
અંજલિ અને અનુરાગ બંન્ને જણાં કાઉન્ટર પર સાથે જ હતાં, એટલે બંન્ને ને સીટ પણ સાથે જ મળી.પોતાના બોર્ડીંગ પાસ અને પાસપોર્ટ લઈને અંજુ તથા અનુરાગ સર સીક્યોરીટી ચેક કરાવી ને એરપોર્ટ પર નાં પ્રિમીયમ લોન્જમાં બેઠા.
અંજુ...બહુ વર્ષો વીતિ ગયા...ચાલ આજે સાથે કૉફી લઈએ..
ઓફકોર્સ સર...આપ બેસો હું જાતે મશીન માં થી બનાવી ને લાવું છુ...
નો...અંજુ...ડુ વન થીંગ...તુ બેસ...આજે હું જ કોફી બનાવીને લઈ આવું છુ...
ઓ.કે. સર એસ યુ વીસ...આજે ફરી થી તે સુવર્ણ સમય ને જીવી ને મને પણ ખુબ આનંદ થશે..મને યાદ છે આપની ચેમ્બરમાં આપનાં ટેબલ પાસે જ આપ એક ફ્લાસક રાખતાં હતા...અને ક્યારેક આપ જાતે કૉફી બનાવતા...તો ક્યારેક મને પણ કહેતાં કે ચલ અંજુ કૉફી બનાવ....સાથે જ પીશું...
યસ...રાઈટ અંજુ...તો બેસ...બસ હું આવ્યો...જસ્ટ ફ્યુ મિનિટ્સ...
અંજલિ ઝવેરી તેનાં અલૌકિક અને અદ્ભુત વર્તમાન ને પોતાના અવિસ્મરણીય ભુતકાળ સાથે અનાયાસે જ સરખામણી કરવા લાગે છે. એક દુબળી પાતળી છોકરી અને મન માં કસુક કરી છૂટવાની તમન્ના...અને તેનાં માટે કરેલી ઘોર તપસ્યા...પોતે વેઠેલા તડકા અને છાંયડાની સાથે સાથે પ્રયાગ નાં જન્મ પહેલા પોતાની સાસુએ તેનાં પર કરેલાં તે અત્યાચારો અને તેમછતાં કશું જ નહીં બોલી ને મુકબધીર ની જેમ સહેલા તે કડવા વહેણ...પોતાનાં જ પતિ વિશાલ નો ચોક્કસ સમયે જ સાંપડેલ પાતળો સહકાર.....અને...અને તે વીતેલા કાળા અને ખરાબ સમય ની સરખામણીએ આજે પોતે ખુબ મહેનત અને નિષ્ઠા થી ચણેલી પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ નામ ની મજબૂત ઇમારત...જેની ઇંટો માં અંજુ એ પ્રાણ રેડ્યો હતો...અને હજુ આજે પણ તેનાં જીવન નાં આ મુકામે પણ તેની ઊભી કરેલી તે ઈમારત નો એક કાંકરો પણ નાં હાલે કે નાં ખરે તેનાં માટે કરી રહેલી અથાગ મહેનત....એકજ ધ્યેયને લઈને અંજુ જીવી રહી હતી...બસ ગમેતેમ કરીને આ કંપની નું નેતૃત્વ જ્યાં સુધી પોતાના એક ના એક દિકરા પ્રયાગ ને સોંપી ને તેને સફળ થતા જોઉ નહીં ત્યાં સુધી સતત મહેનત કરવી...તેનું સ્વપ્ન..જે હવે નજીકના ભવિષ્યમાં જ સાકાર થતું જોવાની તેની ઝંખના હતી.....
અને અંજુ ની આ અથાગ મહેનત માં તેને ડગલે ને પગલે અને નાની કે મોટી અડચણો માં અંજુ ની ઢાલ બની ને તેની રક્ષા કરી રહ્યા હતા તે અનુરાગ સર....
અંજલિ તેનાં ભુતકાળ અને વર્તમાન ની સરખામણી કરી ને હાસ્ય વેરી રહી હતી...અને બસ...એક સ્મિત સાથે અંજુ ની આંખો માં થી એક મોતી ખરી પડ્યું...
અનુરાગ સર ત્યારે અચાનક ફુલ ભરેલા કેફેચીનો કોફીનાં બે મગ અને સાથે કુકીસ...લઈને અંજુ બેઠી હતી તે ટેબલ પર પહોંચી ગયા...અંજુ નાં ગાલ પર વહી ગયેલું તે મોતી....અનુરાગ સર ની તેજ નજર માં થી છટકી નાં શક્યું...
ઓહહહહ....નો અંજુ...વ્હાય નાઉ ??? આઈ થીંક નાઉ યુ સુડ હેવ ટુ બી અ મોસ્ટ હેપ્પીએસ્ટ પર્સન... ઓન ધી અર્થ..!! અરે દુનિયા જાય એક બાજુ....આજે તારા જીવનમાં આટલો સરસ ખુશીનો સમય આવ્યો છે..તો હવે એ વિખરાયેલા, પીંખાયેલા અને દુઃખ દાયક ભુતકાળ ને યાદ કરીને તારા આત્મા ને દુઃખ નાં પહોંચાડ અને તારા પરિવાર નાં સુવર્ણ વર્તમાન અને તેનાં થી પણ સારા ભવિષ્ય ને જ હવે નજર સમક્ષ રાખ અને જીવન ને જીવ બસ.
એ ખરાબ સમય હવે પુરો થઈ ગયો છે...અને એક વખત વીતી ગયેલો સમય ફરી થી નથી આવવાનો...અને હા...તારી પોતાની કોઈ ઈચ્છાઓ હજુ પણ મન ના કોઈ ખુણામાં સુષુપ્ત અવસ્થામાં ઘરોબાયેલી હોય તો તેને પુરી કરવા વિશે વિચાર.
અંજુ એ આંખ પર થી સરરરરર કરીને સરકી ગયેલા એ મોતી ને સમેટી ને હાથ રૂમાલ થી ચહેરાને સહેજ સાફ કર્યો. સોરી સર....બસ આતો આમજ જરા જુનાં દિવસોમાં સરી પડી હતી...અને હાં...હવે તો ભગવાને મારી સામે જોયું છે...તો એ વિસરાયેલી સ્મૃતિ ઓ ને દફનાવવી જ સારી..એમ હું પણ માનું છુ અને સમજુ પણ છુ...પરંતુ તેમ છતાં પણ ક્યારેક મન નાં કોઈ ખુણામાં ધરબાયેલી તે યાદો જાગૃત થઈ જાય છે અને ફરી ક્યારેક મન ને દુઃખ પહોંચાડે જ છે. ખેર...પ્રયત્ન કરીશ કે તે યાદો માં થી પણ કશુંક સકારાત્મક શોધી ને દુઃખ નાં પહોંચે તેવુ કરી શકું.
ગુડ...ધેટ્સ રીયલ અંજુ ...એન્ડ ધેટ્સ ધ સ્પીરીટ. ચાલ હવે આ ગરમાગરમ કૉફી ને ન્યાય આપ, આખરે ઘણાં બધા વર્ષો પછી આમ આપણે સાથે કૉફી લઈ રહ્યા છીએ...અને ભગવાન જાણે કે હવે ભવિષ્યમાં ક્યારે આવો મોકો આપણને મળશે...સો એન્જોય યોર કૉફી.
યસ સર...યુ આર રાઈટ, ફરીથી ક્યારે આમ આપણે સાથે કૉફી પીશું તે મારો કનૈયો જ જાણે બસ. અને હા...આપ પણ લો કૉફી...મને ખ્યાલ છે આપને ઠંડી કૉફી નથી ફાવતી...
યસ...અંજુ...રાઈટ યુ આર...લેટ્સ હેવ ઈટ...
અંજલિ અને અનુરાગ સર બન્ને એરપોર્ટ પર નાં એક્સયુકેટીવ લાઉન્જ માં બેઠા અને કૉફી ની સાથે કુકીસ લીધા..થોડીકવાર માટે ત્યાંજ લાઉન્જ માં જુની સુવર્ણ યાદો ને તાજી કરીને સમય પસાર કર્યો અને પછી ફ્લાઇટ નો સમય થતા બંન્ને જણા એ યુ.એસ.ની સફર ખેડવા તરફ પ્રયાણ કર્યુ.
ત્યાં યુ.એસ માં પ્રયાગ,અદિતી તથા શ્લોક અને સ્વરા એ સાથે મળીને અનુરાગ સર તથા અંજલિ માટે નાં રૂમ ને સજાવી અને શણગારી દીધા. અનુરાગ સર ભલે ક્યારેક જ આવતા હતા તેમ છતાં પણ તેમનો રૂમ હંમેશા સાફ થતો હતો, રૂમમાં સમયસર બેડશીટ્સ પણ સમયાંતરે બદલાઈ જતી હતી. બારે મહિના તેમનાં રૂમ માં રુમ ફ્રેસનર માં થી મઘમઘતી સુગંધ પ્રસરતી હતી. તેમનાં રૂમ માં અનુરાગ સર ની સાથે શ્લોક,સ્વરા તથા નિશી એમ તેમનો ફુલ ફેમીલી ફોટો પણ લગાવેલો હતો.તેમનો રૂમ બીલકુલ તેમની પસંદગી મુજબ જ ગોઠવવામાં આવ્યો હતો.
અંજલિ પણ પહેલીવાર જ યુ.એસ.આવી રહી હતી,અને તેમાં પણ અનુરાગ સર નું પોતાનુ જ હાઉસ હતું, જ્યાં પહેલાથી જ અનુરાગ સર નો દિકરો શ્લોક તથા તેની પત્ની સ્વરા રહેતાં હતા,અને થોડા સમય થી પ્રયાગ પણ તેમની સાથે જ રહેતો હતો.
અનુરાગ સર ને પણ ખબર ન્હોતી કે અંજલિ પણ યુ.એસ. સાથે આવી રહી છે, પરંતુ શ્લોક અને પ્રયાગ તથા તેમની પત્ની ઓ ને તે વાત ની જાણ હતી જ એટલે અંજલિ માટે પણ અનુરાગ હાઉસમાં પ્રયાગ ની સાથે વાળો જ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને પણ ખુબ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો.
એર ઇન્ડિયા નું ડ્રીમ લાઈનર બે એવા વ્યક્તિ ઓ ને લઈને ઊડી રહ્યું હતું, જેમણે જીવનનો એક ખુબ મહત્વ નો સમય એકબીજાની સાથે પસાર કર્યોહતો. અંજુ એ અને અનુરાગ સરે તેમનાં જીવનમાં ક્યારેય કોઈનું ખોટુ કર્યું નહોતું અને ખરાબ વિચાર્યુ નહોતું, ઘણી બધી સામ્યતા હતી બન્ને નાં જીવનમાં. અનુરાગ સર તથા અંજલિ બન્ને સાથે રહ્યા નહોતા, પરંતુ સાથે જીવ્યા હતાં. પરંતુ તેમ છતા બન્ને એકબીજાને ખુબ સમજતા હતાં અને એકબીજાને ખુબ માન આપતાં હતા.જીવન ના દરેક પડાવમાં અંજુ એ અનુરાગ સર ની સલાહ,માર્ગદર્શન અને મદદ લઈને જ આગળ વધી હતી, અંજુ પોતે એટલો મોટો વ્યવસાય કરતી હતી તેમ છતા તેને ક્યારેય અનુરાગ સર ની સલાહ લેવામાં નાનમ નહોતી.
શ્લોક,સ્વરા તથા પ્રયાગ અને અદિતી આજે ખુબ ઉત્સાહી હતા.અનુરાગ સર અને અંજુ બન્ને ફ્લાઈટ ની લાંબી અને કંટાળાજનક ઉડાન માં પોતાના ભવ્ય ભુતકાળ માં વિતાવેલા સમય ની તથા જેતે સમયે મેળવેલી સફળતા તથા ઉપલબ્ધી ની વાતો કરતા હતાં તથા પ્રયાગ તથા અદિતી ને લઈને અંજુ પોતે કેટલી ઉત્સાહીત અને આશાવાદી છે તેની પણ તે અનુરાગ સર સાથે ખુલ્લા મને ચર્ચા કરેછે, સાથે સાથે બેઠા હતા બન્ને એટલે સાથે જ જમ્યા પણ હતા.ખુબ વાતો કર્યા પછી અંજુ ને ક્યારે ઉંઘ આવી અને તે ઉંઘી પણ ગઈ તેનો પણ તેને ખ્યાલ નાં રહ્યો. ખુબ જાગી હતી અંજુ આજે ,પરંતુ થાક ને કારણે અંજુ ની આંખો ક્યારે મીંચાઈ ગઈ તેનો તેને ખ્યાલ જ નાં આવ્યો, અને અજાણતાં જ તેનું માથું અનુરાગ સર નાં ખભા પર ક્યારે ઢડી પડ્યું તેનો ખ્યાલ પણ તેને નાં રહ્યો.
અનુરાગ સર ને ફરીથી તેમની કેબીનમાં અંજુ એ તેમનાં ખભે માથું મૂકીને રડી પડેલી તે કિસ્સો યાદ આવી ગયો, અનુરાગ સરે હળવેથી ચિર નિંદ્રા માં સરી પડેલી અંજલિ નું માથું પોતાના ખભા પર થી હટાવ્યુ અને અંજુ ને યોગ્ય રીતે સુવાડી ને બ્લેન્કેટ ઓઢાડીને પોતે પણ સુઈ ગયા.
અમેરિકા માં આ સમયે શિયાળો શિખર પર હતો, ખુબ બર્ફીલા વાતાવરણને લીધે દરરોજે કેટલીય ફ્લાઈટો ડીલે અથવા કેન્સલ થતી હતી. ખુબ બરફ ને લીધે દરરોજ એકાદ બે કાર એકસીડન્ટ સાવ સામાન્ય બાબત બની રહી હતી.
અંજલિ તથા અનુરાગ સર ને એરપોર્ટ પર લેવા જવા માટે શ્લોક અને પ્રયાગે નક્કી કરીને બે અલગઅલગ કાર લઈને એરપોર્ટ જવા માટે નીકળવાનું વિચારે છે.
શ્લોક પુછે છે હેય....બ્રો, વોટ ડુ યુ થીંક ? આપણે બધા એક કાર માં જઈશુ કે પછી અલગઅલગ ??
ભાઈ, આઈ થીંક અલગ અલગ કરતા એકજ કાર માં જઈએ તો ??
નો, બ્રો...આઈ થીંક વી શુડ હેવ ટુ ગો બાય સેપરેટ કાર. તુ નહીં સમજે પણ અંહિ આવા બર્ફીલા વાતાવરણમાં કાર ડ્રાઈવ કરવું બહુજ ડીફીકલ્ટ ટાસ્ક છે, સો તુ અને અદિતી અત્યારે એરપોર્ટ જતી વખતે મારી સાથે જ મારી કાર માં બેસજો. અને તારી કાર ડ્રાઈવર ને આપી દેજે, એટલે ડ્રાઈવર કાર ને લેતા આવશે.
ઓ.કે.ભાઈ, એસ યુ સે.... આપની વાત પરફેક્ટ છે.
અમેરિકા નાં તે બર્ફીલા વાતાવરણમાં આજે ખુબ સ્નો પડી રહ્યો હતો. અંધારી રાત અને ચારેય બાજુ બરફ પડી રહ્યો હતો. કાર ને ખુબ સ્લો ડ્રાઈવ કરીને શ્લોક ધીરે ધીરે શિકાગોના એરપોર્ટ તરફ આગળ વધી રહ્યો હતો..અને ચારેય જણાં ઉત્સાહ થી હવે શ્લોક ના પપ્પા અનુરાગ સર તથા પ્રયાગ ની મમ્મી અંજલિ બન્નેવ ને ક્યાં ફેરવવા લઈ જઈશું ? તે વાતો કરતા કરતા એરપોર્ટ પહોંચી ગયા.
અંજુ તથા અનુરાગ બન્ને ને લઈને એર ઇન્ડિયા નું ડ્રીમ લાઈનર એરપોર્ટ પર લેન્ડ થઈ ગયુ હતું. કોના સ્વપનો સાકાર થશે અને કોનાં સ્વપ્ન અધૂરાં રહેશે ?? તેતો સમય જ નક્કી કરશે.
અનુરાગ તથા અંજલિ ઝવેરી પોતપોતાનો લગેજ લઈને નીકળ્યા અને નિર્ધારિત કરેલી જગ્યાએ પહોંચી ગયા, ત્યારે જ તેમને બે અલગ અલગ કાર લેવા આવી પહોંચી, જેમાં એક કાર માં અદિતી, સ્વરા અને પ્રયાગ તથા શ્લોક બેઠા હતા જે કાર ને શ્લોક પોતે ચલાવી રહ્યો હતો.જ્યારે બીજી કાર માં બન્ને ડ્રાઈવર હતા.
બન્ને કાર ઝડપથી પાર્ક કરી અને ચારેવ જણાં કાર ની બહાર નીકળ્યાં. કાર થી સહેજ દુર ઉભેલાં અનુરાગસર નું ધ્યાન પ્રયાગ પર પડ્યું, એટલે તેમણે દુર થી જ પ્રયાગ તરફ હાથ ઉંચો કર્યો અને પ્રયાગ ને તેમની તરફ આવવા ઈશારો કર્યો.
પ્રયાગ નું ધ્યાન તરત જ અનુરાગસર તથા તેની વહાલી મમ્મી અંજલિ તરફ ગયું...એટલે સ્પીડમાં ચાલી ને તે સૌથી આગળ ને પહેલો તેમની પાસે પહોંચી ગયો.ઘણાં વખતે તેની મમ્મી ને રૂબરૂ જોતાંની સાથે જ પ્રયાગ ની આંખો માં થી આંસુ આવી ગયા,વ્હાલ થી તેની વહાલી મમ્મી અંજલિ ને ભેટી પડ્યો અને બસ હગ કરીને ઊભો રહી ગયો.
અંજલિ પણ તેનાં લાડકવાયા પ્રયાગ ને જોઈને રડી પડી.બન્ને માં દિકરો એકબીજાને મળી ને ખુશ થઈ ગયા.
અનુરાગ સર આ ખુશીની પળો ને જોઈ રહ્યા હતા,માણી રહ્યા હતાં. પ્રયાગ નું ધ્યાન તરત જ બાજુમાં ઊભેલા અનુરાગ સર પર ગયું એટલે તરતજ તેમને પણ પગે લાગ્યો. વેલકમ સર...એન્ડ વેલકમ મમ્મી..
અનુરાગ સરે પોતાનો હાથ પ્રયાગ ની પીઠ ફર ફેરવ્યો અને ભેટી ને બોલ્યા...મહાન બનજો બેટા...અને હંમેશા ખુશ રહેજે.પ્રયાગ ને ફરીથી અનુરાગ સર ને ભેટી ને તે આહલાદક એહસાસ થયો જે તેને અનુરાગસર ને મળીને હંમેશાં થતો આવ્યો હતો.
એટલામાં જ ત્યાં શ્લોક,સ્વરા અને અદિતી પણ આવી પહોંચ્યા.
ત્રણેય જણાં વારાફરતી અનુરાગ સર અને અંજલિ ને પગે લાગ્યાં. અનુરાગ સરે શ્લોક ને ગળે લગાવ્યો અને ભેટ્યા...પછી સ્વરા અને અદિતી ના માથે હાથ મુકીને આશીર્વાદ આપ્યા.
હજુ પણ બધા પાર્કિંગ માં જ ઊભા હતા એટલે બહુ ખ્યાલ ન્હોતો આવ્યો, પરંતુ બહાર વાતાવરણ વધારે ખરાબ થઈ રહ્યું હતું. તેજ હવા અને બર્ફીલા તોફાન માં અણધાર્યો વધારો થયો હતો.બરફના લીધે કાર ડ્રાઈવ કરવું મુશ્કેલ થશે તેનો અંદાજ ડ્રાઈવર ને આવી ગયો હતો, એટલે એક ડ્રાઈવર શ્લોક પાસે આવ્યો અને વાત કરી..સર મને લાગે છે કે આ તોફાન એ કોઈ સામાન્ય તોફાન નથી,આપણે શક્ય હોય તો અંહિ રોકાઈને થોડા સમય પછી ઘરે જવા નીકળીએ.
શ્લોકે પોતે બહાર નજર કરી ને પરિસ્થિતિ ને ચકાસી પછી નક્કી કર્યું કે આપણે સ્લો ટ્રેક પર કાર ડ્રાઈવ કરીશું પરંતુ અત્યારે અંહી રોકાવું નથી.
શ્લોક તથા પ્રયાગે નક્કી કર્યું હતું તે મુજબ પ્રયાગ વાળી કાર માં અંજલિ તથા અદિતી પાછલી સીટમાં બેઠા અને પ્રયાગ આગળ ડ્રાઈવર સાથે બેઠો, અને શ્લોક વાળી કાર માં અનુરાગ સર અને સ્વરા પાછળ બેઠા અને શ્લોક આગળ ડ્રાઈવર સાથે બેઠો. બંન્ને કાર અનુરાગ હાઉસ નાં રસ્તે નીકળી ગઈ, રસ્તા પર ચારે બાજુ બરફ છવાયેલો હતો. આગળ વધતા હતા તેમ બરફ નાં થર વધારે ને વધારે મોટા થતા જતા હતાં. બન્ને કાર ના ડ્રાઈવર ખુબ હોશીયાર હતા અને આવા વાતાવરણમાં પણ નિપુણતા થી કાર ચલાવી શકવા માટે સક્ષમ હતા.
અંજલિ એ કાર ની બહાર નજર કરી એટલે તરત જ કહ્યું ...બેટા પ્રયાગ, ડ્રાઈવર ને કહેજે કે ખુબ સંભાળી ને કાર ચલાવે, આવા સમયે એક્સીડન્ટ થવાની સંભાવના વધી જાય છે.
જી..મમ્મીજી...કહીને પ્રયાગે ડ્રાઈવર ને કાર ધ્યાન રાખીને ચલાવવા માટે સુચના આપી.
અંજલિ તથા અદિતી બન્ને થોડા ચિંતાતૂર જણાયછે. આગળ ની કાર માં બેઠેલા શ્લોક તથા અનુરાગ સર ને પણ આવા વાતાવરણમાં સમયસર ઘરે પહોંચી જવાય તો સારૂ તેવી જ વાત ચાલી રહી હતી...
એટલામાં જ પ્રયાગ,અંજલિ તથા અદિતી ને લઈને આવતી કાર ને તેમની પાછળ આવી રહેલી કાર ઓવરટેક કરવા જતા તે કાર નો ડ્રાઈવર પોતાનું બેલેન્સ ખોઈ નાંખે છે....અને....અને બસ...
પ્રયાગ ની કાર ને પાછળ થી જોશ થી એક ટક્કર લાગે છે....અને ધડામમમમમ કરતો મોટો અવાજ આવે છે. કાર માં બેઠેલા અંજલિ તથા અદિતી મોટી ચીસ....પાડી ઊઠે છે...
પ્રયાગ ની કાર ઘસડાઈને સાઈડમાં બરફ નાં થર માં જઈ ને અટવાઈ જાય છે...આગળ જઈ રહેલા શ્લોક ને રીયર વ્યુ મિરર માં થી આ આખી દુર્ઘટના દેખાઈ જાય છે... શ્લોકે તરતજ તેની કાર ને સાઈડમાં પાર્ક કરાવી અને ઝડપથી તેનો દરવાજો ખોલ્યો અને દોડતા દોડતા પ્રયાગ ની કાર તરફ ભાગ્યો..ત્યાં જ અનુરાગ સર ,સ્વરા તથા તેમની કાર નો ડ્રાઈવર પણ પ્રયાગ ની કાર તરફ ધસી આવ્યા.

***********( ક્રમશ:)*********