Sambhadho ni aarpar - 6 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર....પેજ - 6

પ્રયાગ દરેક નાની નાની વાતો ની અજાણતા જ નોંધ લઈ રહ્યો હતો. 

કંઈ નહીં મમ્મી....આજે હુ તેમના આશીર્વાદ લેવા જવાનું વિચારતો હતો. પ્રયાગ   ફરીથી બોલ્યો.

એમના આશીર્વાદ વિના તો કશુંજ સંભવ જ નહોતું...ને બેટા..મારા  અને આપણા માટે. 
પ્રયાગ ને અંજુ ની વાત નો મર્મ ના સમજાયો, એટલે બોલ્યો કે જી મમ્મી...મારી ઈચ્છા છે કે આજે તેમને મળવું.

એટલા માં જ ઈન્ટરકોમ નો બેલ વાગ્યો, એટલે અંજલિ એ ફોન નુ રિસીવર હાથ માં લીધુ અને બોલી...યસ..!!

સામે છેડે થી રીસેપ્શનીષ્ટ નો ઉતાવળમાં હોય તેવો અવાજ સંભળાયો...મેડમ..., ગેટ પર થી સિકયુરીટી નો ફોન હતો કે અનુરાગ ગ્રુપ ના ચેરમેન અનુરાગસર આવ્યા છે , અને ઓફીસ તરફ તેમની કાર રવાના થઈ છે, મે આ વાત મહેતા સર ને પણ જણાવી દીધી છે. મહેતા સાહેબ જાતે પોતે બહાર અનુરાગસર ને રીસીવ કરવા માટે આવી ગયા છે. મેડમ અનુરાગસર આપને મળવા આવ્યા છે, શુ કહુ  ?
અંજલિ ની આંખો માં અચાનક જ ચમક આવી ગઈ. 
ચોક્કસ ..મહેતા સાહેબ  ને કહો અંદર લઈ .....અંજુ બોલતાં બોલતાં અટકી ગઈ,
એક કામ કરો હું જાતે જ આવુ છુ.

રીસેપ્શનીષ્ટ ને સમજાયું નહીં કે મેડમ પોતે જ કેમ બહાર આવી રહ્યા હશે.
પ્રયાગ પુછવા લાગ્યો...શુ થયું મમ્મી કેમ આપ એકદમ બહાર જાવ છો ?
બેટા....આજે ભગવાન મારી અને તારી બન્ને પર મહેરબાન થયા લાગે છે.  તુ જેમને મળવા ની વાત કરતો હતો તે, અનુરાગ ગ્રુપ ના ચેરમેન અને મારા સર...મી.અનુરાગ પોતે પધાર્યા છે. 
પ્રયાગ  તો જાણે સ્વપ્નુ જોતો હોય એમ ...આંખો પહોળી કરી ને જોવા લાગ્યો. 
મી.મહેતા  ઓફીસ ના મેઇન ગેટ પર પહોંચી ગયા હતા.

સામે....રેડ કલર ની ઈ.ક્લાસ મર્સીડીઝ કાર માં મી.અનુરાગ ઓફીસ ના દરવાજા બાજુ ગાડી ને વાળવા ડ્રાઈવર ને સુચના  આપી રહ્યા હતા. 

ગાડી જેવી ઓફિસ ના દરવાજા પાસે પહોંચી એટલે...મી મહેતા એ જાતે જ મી.અનુરાગ ની કાર નો દરવાજો ખોલ્યો અને બે હાથ જોડી વંદન કરી ને તેમને આવકાર આપ્યો. 

અનુરાગસર વેલકમ ટુ પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીઝ....અમારું સૌભાગ્ય કે આજે આપ પોતે પધાર્યા છો.
અનુરાગે કાર ની બહાર નીકળી ને મી.મહેતા સાથે હેન્ડ શેક કર્યા અને પછી ધીરે થી ડ્રાઈવર ને સુચના આપી...કે કાર ને પાર્ક કરી અને ફલાવર બૂકે તથા ગીફ્ટ લેતા આવજો.

આપ પધારો સર....કહેતા મી.મહેતા....અનુરાગ ને દોરી ને ઓફીસ માં લઇ ગયા. સામે રીસેપ્શન ટેબલ પર પ્રતીક્ષા કરી રહેલી રીસેપ્શનીષ્ટ  પાસે  અનુરાગ ગયો...એટલું કહેવા કે...પ્લીઝ...અંજલિ મેડમ ને જણાવજો કે...તેમને મળવા અનુરાગ આવેલ છે...હજુ અનુરાગ સહેજ બોલ્યાં અને ત્યાંજ એમની નજર ...દુર થી આવી રહેલી અંજલિ પર પડી. 

આ બાજુ...મી.મહેતા...અનુરાગ સર ની સુચના મુજબ, તેમના ડ્રાઈવર ની ફલાવર તેમજ ગીફ્ટ લઈને આવે તેની રાહ જોતા ઉભા હતા. 

ત્યાં  સુધીમાં તો અંજલિ...જાતે જ  રીસેપ્શન ટેબલ સુધી આવી પહોંચી. 

 " વેલકમ સર".....બોલતાં બોલતાં અંજલિ ની આંખો માં ઝડઝડીયા આવી ગયા ...!

આજે આપ.... અંહિયા....બાકી ના શબ્દો અંજુ ના બોલી શકી. 

અનુરાગ જેટલો અંજુ ને સમજતો હતો...સમજી શકયો હતો...તેટલું અંજલિ પોતે પણ એની જાત ને નહોતી સમજી શકતી. 

બસ આટલો સંબંધ હતો બન્ને વચ્ચે...!

અનુરાગ પળવાર માં જ પરિસ્થિતિ સમજી ગયો, એટલે અંજલિ ને કહ્યું.... કેમ છો અંજલિ.....બધા મઝા માં છો ને  ??

  સામે પક્ષે અંજુ પણ અનુરાગ ને સમજતી હતી જ, પરંતુ કદાચ અનુરાગ....અંજલિ ને વધુ સારી રીતે સમજી શકતો હતો.

અનુરાગ હંમેશા ઓછુ બોલવા અને આંખ ના ઈસારે સમજાવવા ટેવાયેલો હતો, અંજલિ એ અનુરાગ ની આંખો ને વાંચી લીધી...અને તરત સમજી ગઈ કે અનુરાગ શુ ઈચ્છે છે.

આવો....સર...કહેતા અંજલિ...અનુરાગ ને પોતાની કેબીન તરફ દોરી જવા લાગી. 

 એક મીનીટ...અંજલિ....!! અનુરાગ બોલ્યો, આપણા  પ્રયાગ ને શુભેચ્છા પાઠવવા ની છે એટલે ડ્રાઈવર આવતો જ હશે.

આ આપણો...શબ્દ અનુરાગ કાયમ ...પ્રયાગ માટે તેના બાળપણ થી જ ઉચ્ચારતો હતો.

એટલા માં જ ડ્રાઈવર...ડચ ના તુલીપ ફલાવર થી સજ્જ બૂકે અને એક ગીફ્ટ લઈને આવી પહોંચ્યો. 

મેડમ...સર...આપ બન્નેવ જાવ,  હું બન્ને વ વસ્તુઓ લઈ ને પ્યૂન સાથે આપની કેબીનમાં આવું છુ, મી.મહેતા એ અંજલિ ને વિનમ્રતાથી કહયું અને અંજુ તથા અનુરાગ ને મોકલ્યા.

આગળ અંજલિ...અને પાછળ અનુરાગ ગ્રુપ ના ચેરમેન મી.અનુરાગ..
કંપની ના સ્ટાફ આ નઝારો જોઈ ને દંગ થઈ ગયા. 

જે લોકો વર્ષોથી કંપની ના ખૂબ જૂનાં કર્મચારી હતા તેમને અનુરાગ સર અને અનુરાગ ગ્રુપ ના તેમની કંપની સાથે નજીક ના સંબંધો હોવા વિષે માહિતી હતી, પરંતુ જે લોકો પ્રયાગ ગ્રુપ મા છેલ્લા દસેક વર્ષ થી કંપની મા જોડાયા હતા તે લોકો માટે તો આ અજીબ ઘટના હતી.

અંજલિ એ કેબીન નો દરવાજો નોક કર્યો....પછી કેબીન માં પ્રવેશ વા ગઈ, પોતાની જ કેબીનમાં નોક કરી ને અંજુ ગઈ એટલે પાછળ આવી રહેલા અનુરાગ સમજી ગયો કે ચોક્કસ અંદર પ્રયાગ જ છે.

અનુરાગે શીખવાડેલી દરેક વાત અંજલિ...આજ દિન સુધી અનુસરતી હતી.

અંજુ એ દરવાજો ખોલ્યો અને સાથે અનુરાગ પણ હતો એટલે બન્ને વ સાથે જ અંજુ ની કેબીનમાં પ્રવેશ્યા. 
પ્રયાગે તો હજુ આજે જ મી અનુરાગ નુ નામ સાંભળ્યું હતું એટલે તે ઓળખી ના શકયો.
અંજુ એ પ્રયાગ ને મી.અનુરાગ ની ઓળખાણ કરાવી. 

પ્રયાગ બેટા....મીટ ધી મોસ્ટ ઈમપોટઁન્ટ પર્સન ઓફ માય લાઈફ...
મી.અનુરાગ...!!
જેમને તુ એજે મળવા માટે કહેતો હતો તેજ....!

પ્રયાગ તો અનુરાગ ની આંખો માં જ ખોવાઈ ગયો હતો. જબરજસ્ત પર્સનાલીટી ના માલિક...એકદમ ફેર સ્કીન, જાજરમાન ચહેરો અને તેવું જ વ્યક્તિત્વ, બ્લ્યુ પેન્ટ અને વાઈટ શર્ટ, ઊપર બ્લેક કલર નુ બ્લેઝર ...ક્રીસટર ડાયર નુ ડ્યુન નુ પરફયુમ ની સાઈટ્સ ફ્લેવર ની મધમધતી સુગંધ થી અંજલિ ની આખી કેબીનમાં પ્રસરી ગઈ.તથા હાથ  પર એમનું મન પસંદ રોલેક્ષ..જે એમની શાન માં વધારો કરતુ હતુ.

પ્રયાગ તો અનુરાગ ને જોઈને આભો જ બની ગયો હતો, એને હેન્ડ શેક કરવા નુ પણ યાદ ના આવ્યું. અનુરાગ ને જોઈને પ્રયાગ મન મા ને મનમાં કંઈક ઞણઞણવા લાગ્યો, પરંતુ શુ બોલ્યો હશે? કશું સમજાયું નહીં. 

અંજલિ એ અનુરાગ ની સામે જોયું, તો અનુરાગ ની સ્થિતિ પણ આવીજ હતી. 
અનુરાગ પણ....ટોલ , હેન્ડસમ...અને વાઈટ પ્રયાગ ને જોઈજ રહ્યો હતો. અને મન માં ને મન મા તે પણ કશુ બોલી રહ્યો હતો. 

અંજલિ...આખી પરિસ્થતિ સમજી ગઈ, એટલે અંજલિ બોલી...

બેટા....પ્રયાગ..આજના દિવસે અનુરાગસર ના આશીર્વાદ નહીં લે ??

જી...મમ્મી હું તો  પોતેજ આજે તેમને પગે લાગી ને તેમના આશીર્વાદ લેવા જવાનું કહેતો જ હતો ને, પ્રયાગે જવાબ આપ્યો અને તરત નીચે નમી ને અનુરાગ ને પગે લાગ્યો. 

અનુરાગ...વધુ કશુ બોલી ના શકયો, એની આંખો અને મન ભરાઈ આવ્યા. છતાં પ્રયાગ ને માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા...
ગોડ બ્લેશ યુ બેટા, હંમેશા ખુશ રહો, મહાન વ્યક્તિ બનો અને મમ્મી-પપ્પા નુ નામ રોશન કરજો.

બહાર મી.મહેતા એ દરવાજા ને નોક કર્યું....સાથે પ્યૂન ફુલ અને ગીફ્ટ લઈને આવેલો હતો.

અંજુ એ દરવાજા તરફ નજર કરી અને બોલી....
યસ....પ્લીઝ....કમ ઈન સાઈડ....

મી.મહેતા પ્યુન ને લઈ ને હાજર હતા, જેના હાથ મા ...ફુલ અને ગીફ્ટ હતા.

યસ....સોરી....કહેતા અનુરાગે જાતે જ પ્યુન ના હાથ મા થી ફલાવર અને ગીફ્ટ લઈને પ્રયાગ  ને તેના જન્મ દિવસ નિમિત્તે આપ્યા. 

પ્રયાગ..ફરી થી અનુરાગ ને પગે લાગ્યો. 

પ્રયાગ જેવો અનુરાગ ને પગે લાગ્યો ત્યારે...અનુરાગ ની નજર અંજલિ પર પડી, બન્ને વ ની નજરો એક થઈ...ત્યારે અનુરાગ ની આંખો ને વાંચી ને સમજી ગઈ અંજુ....કે અનુરાગ સર અંજલિ એ પ્રયાગ ને જે રીતે ઉછેર કર્યો છે તેના થી ખુશ હતા.

અનુરાગે ખુબ સહજતા થી પ્રયાગ ને પોતાની છાતી સરસો ચાંપ્યો અને ગરમજોશી થી તેની પીઠ ઠપઠપાવી. અનુરાગ ને ભેટી ને પ્રયાગ ને કશુ અદ્દભુત મહેસુસ થયું, જે તેને આજ દિન સુધીમાં ક્યારેય નહોતું થયું.

અનુરાગે પ્રયાગ ને  થાબડીને તેના કપાળ પર ચૂમી લીધો.

બેટા......મહાન ..બનજે ...બસ ફરી થી અનુરાગે એજ શબ્દો ઉચ્ચાર્યા. 
લાવો.....કહેતા અનુરાગે પ્યૂન ના હાથ માં થી ગીફ્ટ નુ બોક્ષ લીધુ અને પ્રયાગ ને આપ્યું. 
પ્રયાગે તરત અંજલિ ની સામે જોયું, એટલે અંજલિ એ ઈશારા મા જ પ્રયાગ ને સમજાવી દીધું કે  શુ કરવુ. 

પ્રયાગે પ્રેમ થી અનુરાગે આપેલી ગીફ્ટ લીધી, અને થેન્કસ કહી ને ફરી થી અનુરાગ ને ભેટ્યો. 

મી.મહેતા એ પ્યૂન ને બહાર મોકલી અને પોતે પણ કેબીન ના ડોર તરફ ગયા અને ...અંજુ ને કીધુ....મે આઈ લીવ મેડમ ??

યસ...મી.મહેતા...યુ મે ....એન્ડ થેન્કસ...કહીને અંજલિ એ મહેતા સાહેબ ને રજા આપી.

અંજલિ એ અનુરાગ ને વિવેક કર્યો...સર આ ચેર આપનાં લીધે જ  છે...તો પ્લીઝ આપ ત્યાં બેસો.....અંજલિ એ અનુરાગ ને તેની પોતાની ચેર પર બેસવા કહ્યું. 

અનુરાગે ખૂબ નમ્રતાથી કહ્યું....અંજુ...ચેર અને સત્તા નો મોહ તો પહેલા પણ કયાં હતો, અને આજે પણ કયાં છે   ???  બસ ઈમાનદારી થી કામ કરે જવાનું. પણ થેન્કસ....તારી મહેનત થી ઊભા કરેલા સામ્રાજ્યની ખુરશી પર તારે જ બેસવાનું અને પછી સમય આવે ત્યારે પ્રયાગ તારી ખુરશી ને સંભાળી લેશે. 

મમ્મી આટલુ રીસ્પેક્ટ અનુરાગ સર ને  આપે છે, તે જોઈ ને પ્રયાગ ને એટલું તો સમજાઈ ગયુ કે અંજલિ ને માટે આ વ્યક્તિ માટે કેટલું માન છે. નહિતર અંજલિ તેની પોતાની ખુરસી આમ કોઈ ને ઓફર ના જ કરે.
પ્રયાગે અનુરાગ ને પુછ્યુ, સર મારે આપને શુ કહી ને સંબોધવાના  ??
 અને જો મમ્મી આપને આટલું રીસ્પેક્ટ આપતી હોય તો હું તો તેનો દિકરો છુ. હું પણ ના શોભુ આપની સામે આ ચેર મા બેસુ તે.

અનુરાગે ...પ્રયાગ ને પણ સમજાવી દીધો, છતા પ્રયાગ એની ખુરશી માં ના બેઠો ...તે પણ અનુરાગ ની સાથે વીઝીટીંગ ચેર માં જ બેઠો.
ત્રણેવ જણા હવે પોત પોતાની ચેર મા ગોઠવાયા.

અનુરાગ પણ ધણા વર્ષો પછી આજે આવ્યો હતો,  એટલે ઓફીસ માં પણ  ફરનીચર મા ધણો ફરક આવી ગયો હતો...તેમ છતા અંજલિ નો ટેસ્ટ એવો ને એવોજ હતો. 

સર....આપ કોફી લેશો ને  ?? અંજલિ એ અનુરાગ ની સામે જોઈ ને પુછ્યુ. 

અંજુ ને અનુરાગ ની દરેક નાની મોટી આદતો ની માહિતી હતી જ, કારણકે ધણી વખત ઓફીસ માં કામકાજ ના સમયે બન્નેવે સાથે કોફી પીધા ના પ્રસંગ બનેલા  હતા.
અનુરાગે ...હમમમ કહી અંજલિ ને કોફી મંગાવવા કહયુ.

પ્રયાગ ને અચાનક યાદ આવ્યું કે મારી વર્ષગાંઠ આજે છે...તેવુ અનુરાગસર ને કેવી રીતે ખબર પડી હશે  ??
એવુ મન માજ વિચારતો હતો, એટલા માં  ...અંજલિ અને અનુરાગ બન્ને ની સાથે જ નજર પડી પ્રયાગ પર.

અંજલિ બોલી....બેટા તારા જન્મ સમયે અનુરાગ સર પણ હાજર હતાં...એટલે સર ને પણ તારી બર્થ ડેટ યાદ હોય છે. સર હંમેશા તારી બર્થ ડે  પર મને  શુભેચ્છાઓ પાઠવે છે.

પ્રયાગ વિચારવા લાગ્યો કે  કમાલ છે સાલું...હું અંહિ શુ વિચારું છુ તે મમ્મી ને કેમની ખબર પડી જાય છે ?? કેવી જબરજસ્ત ટેલીપથી છે.

ઓહો...સોરી...મને ખબર જ નહોતી...મમ્મી...પ્રયાગ બોલ્યો. 

મમ્મી એનો અર્થ એવો થયો કે...અનુરાગ સર..( હું આપને સર કહી શકુ ને સર ? કે અંકલ કહુ ?) 
અનુરાગ...એક ક્ષણ માટે અટકી ગયો....અને બોલ્યો...
બેટા....તારી મમ્મી  મને હંમેશા સર કહેછે, એટલે તુ પણ એજ શિરસ્તો ચાલુ રાખી શકે છે.
આઈ થીંક તમે સાચા છો સર....પણ હુ પણ આપને મમ્મી ની જેમ સર જ કહીશ. પ્રયાગે સહેજ વિચારી ને જવાબ આપ્યો. 

મમ્મી હુ પણ સર જ કહીશ...તમારું શું માનવું છે  ??

હમમમ...બેટા...અનુરાગ સર મારા રોલ મોડલ છે, એટલે એમના માટે મને વિશેષ માન છે. હું તો તેમને હંમેશા સર જ કહુ છુ....તુ પણ ચાહે તો એમને સર કહી શકે છે. 
ઓકે....ફાઈન તો પછી ....સર....ફીક્સ. પ્રયાગ બોલ્યો. 

મમ્મી....લંચ નો શુ પ્રોગ્રામ છે ? અનુરાગસર સ્પેશિયલ મને વીસ કરવા પધાર્યા છે....અને તમે શુ એમને ખાલી કોફી જ ઓફર કરી?

પ્રયાગે એક સાથે બે કામ કરી લીધા...અંજુ ને જણાવ્યું કે અનુરાગ સર આપણી સાથે જ જમે....અને સાથે સાથે અનુરાગ સર ને સાથે જમવા નુ આમંત્રણ પણ આપી દીધું. 

બેટા...એમાં પૂછવાનું થોડું હોય ? અંજુ એ અનુરાગ ની સામે જોઈ અને પ્રયાગ ને જવાબ આપ્યો. 
ઓકે....ગુડ...તો આપણે સાથે જ લંચ લઈ રહ્યા છીએ...ફાઈન ?

અનુરાગ  ને તો કલ્પના જ નહોતી કે આજે પ્રયાગ આવી રીતે જમવા માટે આમંત્રણ આપી દેશે.

બેટા આજે તારો જન્મ દિવસ છે એટલે તને નારાજ નહીં કરું. એમ કહીને અનુરાગે સાથે જમવામાં સંમતિ આપી. 

ગ્રેટ....થેન્ક યુ વેરી મચ.....કહીને પ્રયાગે અંજલિ ની સામે જોયું. 

અંજુ સમજી ગઈ..તરત ઈન્ટરકોમ પર થી કીચનમાં મહારાજ  સાથે વાત કરી...

મહારાજ...અમે ત્રણ જણા જમીશુ....મારી કેબીનમાં જ મોકલાવજો.
જી...મેડમ કહીને મહારાજ અંજલિ મેડમ ની આજ્ઞા નુ પાલન કરવામાં લાગી ગયા. 

અનુરાગે...જમવાનું આવે ત્યાં સુધીમાં પ્રયાગ સાથે વાતો કરી અને તેના વિચારો જાણવા પ્રયત્ન કર્યો. 

થોડીવારમાં જ  અંજલિ ની કેબીન ના દરવાજા પર નોક થયુ...

યસ...પ્લીઝ કમ ઈન.....અંજલિ બોલી....!!

( ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED