" હુમલો ત્યાં પણ થયો હશે" - એક સૈનિકની કહાની
14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકવાદી આત્મઘાતી હુમલામાં દેશના 39 સૈનિકો શહીદ થયા હતા. આજે હજુ પણ દરેક શહીદનો પરિવાર એટલા દુઃખ માં છેકે એની ભરપાઇ કોઈજ રીતે થાય એમ નથી...દેશના અલગ અલગ ખૂણેથી આવતા આપણા સૈનિકો તથા તેમનાં પરિવાર વિશેની વાત સાંભળીને હૃદય દ્રવી ઉઠે.! મારા એક વાચકે મને આવીજ એક કહાની મોકલી છે જે વાંચ્યા પછી મને લાગ્યું કે આ વાત દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ...હું આ કહાની પરથી એવું ચોક્કસ પણે કહીશ કે હુમલો માત્ર પુલવામામાં નહીં એ શહિદનાં ઘર, પરીવાર અને તેમનાં ભવિષ્ય પર થયો હતો
" હુમલો ત્યાં પણ થયો હશે" - એક સૈનિકની કહાની
"આજે ફોન પણ નથી કર્યો! હું આજેતો વાતજ નહીં કરું… !! અને ફોન....ફોન તો બિલકુલ નહીં કરું… !!ઓછામાં ઓછું વેલેન્ટાઇન ડે પરતો એક ફોન થાયજ ને..!!અરે કઇ નહીંતો વોટ્સએપ પરતો મેસેજ મોકલીજ શકેને.…પણ ના, અમારા માટે સમયજ ક્યાં છે એમને…!! "
"ગઈ સાલતો એમના હાથ રૂમાલ પર મેં મારા હાથેથી ગૂંથીને દિલ બનાવી આપેલું.અને એ દિલમાં મારા નામનો પ્રથમ અક્ષર લખેલો..તો એમણે જાણે દુલહનને ચૂંદડી ઓઢાડતા હોય એરીતે તેમની બન્દુકને એ ગૂંથેલો રૂમાલ ઓઢાડીને એનો ફોટો પાડીને મોકલ્યો હતો.."
હું ત્યારેજ સમજી ગઈ હતીકે "એમની બન્દૂક અને એમની દેશ દાઝ એમનો પ્રથમ પ્રેમ હતો "
આ બધાજ વિચારો સાથે પૂનમના હોઠ ઉપર એક નાનકડું સ્મિત આવી ગયું..! પૂનમ અને રાજેશના લગ્નને માંડ વર્ષ થયું હતું. જ્યારે પૂનમ પ્રથમ વખત રાજેશને મળી ત્યારેજ તેણે તેના પતિની દેશભક્તિનું પાણી સ્પષ્ટપણે જોયું હતું..તેમની પહેલી મીટિંગમાંજ રાજેશે પૂનમને કહ્યું હતું કે આ દુનિયામાં તે તેની માતૃ ભૂમીને સૌથી વધુ ચાહે છે. કદાચ આ જ કારણ હતું કે પૂનમે પહેલી મીટિંગમાં રાજેશ સાથે લગ્ન કરવા હા પાડી હતી.
લગ્નના 10 દિવસ પછી રાજેશને પોતાની ફરજ પૂરી કરવા માટે બોર્ડર પરત ફરવું પડ્યું. જોકે, આ 10 દિવસમાં પૂનમે રાજેશ સાથે આખી જિંદગી જીવી હતી. રાજેશ પાછા આવવાનું વચન આપીને ચાલ્યો ગયો, પરંતુ પૂનમ રોજ રાજેશના ફોનની રાહ જોતા ફોન પર કલાકો સુધી બેસી રહેતી.
આજે પણ તે સવારથી રાજેશના ફોનની રાહ જોતી હતી. ગુસ્સે થઈને તે તેના સાસુ-સસરાને પૂછવા જઈ રહી હતી કે તમારા પુત્રનો ફોન આવ્યો કે નહીં…આજે જો ફોન ના આવ્યોતો પોતે સાચેજ નારાજ થઈ જશે..તે તેના ઓરડામાંથી બહાર નીકળી સીધી તેના સાસુ-સસરાના રૂમમાં ગઈ ત્યાં તેણે ટીવીમાં પત્રકારને કહેતા સાંભળ્યો
"इस वक्त एक बड़ी खबर आ रही है… पुलवामा में आतंकी हमले में कई सैनिकों के शहीद होने की बुरी खबर हम आपको सुना रहे हैं….. ”આ શબ્દો જેવાં તેના કાનમાં પડયાં કે જાણે, બધું સુન્ન થઈ ગયું..જાણેકે ગ્રેનેડ વિસ્ફોટ ત્યાં નહીં પણ તેના ઘરમાં થયો હોય તેમ લાગ્યું..હજુ થોડાં દિવસ પહેલાંજ તેઓ ફોન પર ત્યાં ફરવા જવાની વાત કરી રહ્યાં હતા, તે જાણે પોતાનેજ સમજાવવા લાગી " ના - ના, આવું ના થઈ શકે, તેણે કંઈક બીજું કહ્યું હશે… "
" એમને...એ..મ..ને કંઈજ નહિ થયું હોય"
"એ...એ.. બિલકુલ સલામત હશે"
"પણ તોપછી સવારે તેમનો ફોન કેમ આવ્યો નહીં…" વિચારીને તે દિવાલ પકડીને એકદમ બેસી ગઈ..
જેમ તેમ ખુદને સંભાળીને ફરી એ તેના સાસુ - સસરા પાસે ગઈ પણ પગ ફરી ત્યાંજ થંભી ગયા ....લાઉડ સ્પીકરનો અવાજ આવી રહ્યો હતો, "તમે જે નંબર પર કોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે સ્વીચઓફ છે…"
ફરી અંધકાર આંખો સામે ઘેરાવા લાગ્યો…
થોડી વાર પછી ફરી હિંમત ભેગી કરીતે પોતાના સાસુ પાસે ગઈ.. તેઓ ક્યારેક ફોન જોતા તો ક્યારેક એકીટશે સમાચારની હેડ લાઈન જોતા… એવામાં અચાનકજ ભયાનક વિસ્ફોટ થયો…પુલવામામાં નહીં પણ તેના ઘરમાં..!! ન્યુઝ ચેનલમાં આવતા શહીદોના નામમાં તેમનું નામ જોઈને તેની દુનિયા ત્યાંજ ઉજડી ગઈ..જાણેકે એ ભયંકર વિસ્ફોટમાં એક આખું ઘર, પરિવાર હોમાઈ ગયાં..
કદાચ એક નહિ આવાતો કેટલાય પરીવાર હોમાઈ ગયા હશે..!
આ વાર્તા દ્વારા, તમને શહીદના પરિવારની સાથે પરિચય આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
અત્યારે વાર્તા રૂપે લખાતી આ કહાની કોઈકની હકીકત હશે...આવીતો કેટલીયે હકીકત વણકહીજ રહી હશે..!!
Salute to those un sung heroes 🙏🙏
…
(સમાપ્ત)
આપનો અભિપ્રાય જરૂર જણાવશો
desaikirangi007@gmail. com