Madhyam varg ni stree books and stories free download online pdf in Gujarati

મધ્યમ વર્ગ ની સ્ત્રી

(તદ્દન સત્ય ઘટના પર આધારીત એક નાનકડી વાત સાથે મારા વિચાર રજુ કરું છું.. )

આજે સવાર થીજ કોણ જાણે કેમ પણ માથું થોડું ભારે લાગતું હતું,ક્યાંય જવાની કોઈજ ઈચ્છા નહોતી. બસ ઘર માં શાંતી થી બેસીને થોડો " me time" માણવો હતો, પણ ગુજરાતી સમાજ વચ્ચે જીવવુ હોય તો વ્યહવાર અને સંબંધ ને પ્રથમ પ્રાધાન્ય આપવું જ રહ્યું એવું નાનપણ થી જોતી આવી છું એટલેજ ના મને ઈચ્છાઓ ખંખેરી ઉભી થઈ નીકળી પડી "વ્યહવાર સાચવવા.."!!!

બધુજ પતાવીને  પાછી આવતી હતી કે નજર રીશા પર પડી, આમતો દસ વર્ષ થી જાણું છું પણ લગ્ન પછી એના કોઈજ સમાચાર નહોતાં.કદાચ પોતાની દુનિયા માં વ્યસ્ત હશે એમ માનીને મેં પણ કંઈજ જાણવાનો પ્રયત્ન નહતો કર્યોં કે એ ક્યાં છે?, શું કરે છે ?  પણ આજે લગભગ બે વર્ષે મેં એને જોઈ, એને જોતાજ જાણે કઇ કેટલાય વિચારો એક સાથે આવી ગયા..આંખ નીચે વધી ગયેલાં કાળા કુંડાળા, સાવ લેવાઈ ગયેલું  શરીર, સુક્કા રણ માંથી આવતો હોય એવો નીરસ અવાજ, અને જીવન પ્રત્યે નો અઢળક અણગમો એના ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો..કોણ જાણે એવીતો કઇ સ્થિતિ ઉદભવી હશે કે જિંદગી ની પ્રત્યેક ક્ષણ ને માણતી છોકરી આમ સાવ નંખાયેલું જીવન જીવતી હોય એવું લાગયું મને..

એક સાથે રમીને મોટા થયેલા અમે એટલે એવું હું દ્રઢ પણે કહી શકું કે કોઈ પણ પળ માં ખુશ કેવીતે રેહવું એ કળા એના માં બખુબી હતી.પણ આજની રિશા કઈક અલગ હતી..એ પણ જાણે મારા વિચારો પામી ગઈ હોય એમ બોલી , " મારા વિશે વિચાર્યા કરતાં મને જ પુછીલે  કે હું કેમ છું ?" હું આગળ કઈક પૂછું એ પહેલા જ એણે શરૂઆત કરી ,"આમતો સારું થયું તું મળી ગઈ ઘણા સમય થી વિચારતી હતી કે જિંદગી ની આંટી ઘૂંટી ક્યાં ખોલું કોને જઈને કહું કે હું કેવું જીવન જીવું છું.."

"લવ મેરેજ કર્યા છે એટલે ના તો માં બાપ ને કઇ કહી શકું છું ના કઈ જતાઈ શકું છું પણ જો આમને આમ રહ્યું તો કદાચ હું મારી જાત થી ક્યાંય દૂર નીકળી જઈશ.."

મેં ખુબજ શાંતિ થી એને કહ્યું," રિશા, દરેક સમસ્યા ના જયાં મૂળ રહેલા હોય ત્યાં સુધી પહોંચી એને જડ થીજ કાઢી નાખવી એટલે એ વારે વારે ડંખ્યાં ના કરે.."

રિશા જાણે એકદમ ગેહરા અવાજે બોલી, "મધ્યમ વર્ગ ના પરિવાર ની તો સમસ્યાજ એટલી બધી હોય છે કે દરેક તકલીફ બીજી તકલીફ કરતાં વધારે મોટી લાગે.."
દીકરા ના જન્મ પછી વધી ગયેલા ખર્ચાઓને સાહિલ પહોંચીજ નથી વળતો અને આ બધાં નું મૂળ એ મને સમજે છે, આયુષ ના જન્મ પછી હું  નોકરી કરી નથી શક્તિ અને સાહિલ એટલે હાથે બધુજ પૂરું કરી નથી શકતો એટલે વાત વાત માં વધતા ઝગડા બન્ધ થવાનું નામ જ નથી લેતા..આયુષ ના જન્મ પહેલાં અમે એક સાથે જોબ કરતાં એટલે ફાઇનન્સીયલ ક્રાઇસીસ ક્યારેય ઉદ્દભવ્યા જ નથી પણ હવે એ શકય નથી. મારુ મારા સંતાન માટે ઘરે રેહવું એપણ એને  ખટકે છે એટલેજ હું એને એની જિંદગી ની સૌથી મોટી ભૂલ લાગું છું.

હું એને કઈ પણ પૂછું એ મને એકજ શબ્દો કહે કે, " ઘર માં રહીને દાળ - ચોખા માં જિંદગી કાઢનાર ને શું ખબર કે દુનિયા ક્યાં પોહચી ગઈ છે!!
તારે જો ઘર માં જ પડ્યું રેહવું તું તો તારા જેવી ભણેલી છોકરી જોડે લગ્ન કરવાનો શો મતલબ ?

આખા ઘર ની જવાબદારી માર ખભે નાખીને તું તો ઘર માં આરામ ફરમાવે છે, લગ્ન પહેલાં ની તારી ઇન્ડિપેંડેન્સી ની વાતો માત્ર દેખાડો હતી..તારી સાથે લવ મેરેજ એ મેં કરેલી બહુ મોટી ભૂલ છે મારા માટે..

એને કોણ સમજાવે કે હું મારા શોખ ખાતર નહિ મારા છોકરા માટે ઘરે રહું છું, 24 કલાક ની આયા અમને પરવડે એમ નથી તો એ બધીજ જવાબદારી મારે નિભાવવી જ રહી.. રિશા એકદમ જ રડી પડી..એ પછી પુરા બે કલાક અમે  વાતો કરી પણ વાત નું મૂળ તો મધ્યમ પરિવાર ની તકલીફોજ રહી..

છૂટા પડતાં મેં ખાલી એટલું જ કહયું રિશા અમુક વાતો સમય પર છોડી દેવી પણ આતો ખાલી કેહવા પુરતું હતું ખેરખર તો મધ્યમ વર્ગ નું જીવન જ સમય ની રાહ જોવામાં નીકળી જતું હોય છે એ સાથે જ ઢગલો વિચારો મારા મગજ પર હાવી થઈ ગયા.

મધ્યમ વર્ગ ની સ્ત્રીની સ્થિતિ કદાચ વધારે દયનીય હોય છે,કરકસર એ તો તેની પૂંજી સમાન ગણાય..બાદશાહી ઠાઠ, નોકર-ચાકર થી ભર્યું જીવન એને પરવડે એમ હોતુજ નથી. ભવિષ્ય ને સુરક્ષીત કરવા કરાતી નાની નાની બચતો માં જ એનું વર્તમાન હોમાતુ જતું હોય છે, એ સાથેજ એ દરેક નાના સપનાં, નાની નાની ઈચ્છાઓ બધીજ બળીને ખાક થઈ જતી હોય છે. દિવસ ભર ના ઘર ના બધાજ કામ પોતાની જાતે વેંઢાળીને જ્યારે રાત પડે નિશ્ચિન્ત થઈને એ પથારી માં પડે ત્યારે દુખતા પગ, થાકેલી આંખો, નિચોવાયેલુ શરીર જાણે યંત્રવત બીજા દિવસ નું માળખું ગોઠવવામાં જ લાગી જતા હોય છે..

પોતાની જવાની પતિ નું ઘર સાચવવામાં ખર્ચી નાખતી સ્ત્રી તેની ઢળતી ઉંમરે એના પરિવાર માટે કાયમ ઈસીલી અવેઇલેબલ રહેતો ઓબશન બનીને રહી જતી હોય છે..ખરેખર જો તેને સાચેજ સમજીએ તો પોતાની આવડતથી અને બચત થી એજ તો પોતાના પરિવાર ને ઉભો રાખે છે..પોતાની હજાર ઈચ્છાઓ, ઢગલો ખ્વાહીશો આજીવન એની અંદર કેદ કરીને એ બખૂબી જીવી જાણે છે..તોય છેલ્લે પતિ અને સંતાનો પાસેથી એકજ ઉપમા મળતી હોય છે, " તમેં આખી જિંદગી કર્યું શું?, તમને ના ખબર પડે તમે પ્લીઝ ચૂપ રહો"
ખરેખર તો જો એની આંખોમાં ઝાખવામાં આવે તો એને સમજવા અને જાણવા કોઈજ શબ્દો ની જરૂર પડતી નથી..

9 થી 10 કલાક ની નોકરી કરીને પાછો આવતો પુરુષ ઘર માં આવતા વેંત પોતાની પત્ની પાસેથી હસતા ચેહરા સાથે પાણી ના ગ્લાસ ની અપેક્ષા રાખતો હોય છે...પણ ગૃહિણી પાસે એવો કોઈજ ઓબશન હોતો નથી..તેને પણ એવી ઈચ્છા થતી હશે ને પોતે જ્યાં બેઠી છે ત્યાં આવીને કોઈક પ્રેમ થી એને પૂછે કેવો રહ્યો તારો દિવસ ? થાકી ગઈ હોઈશ ને ?, ખરેખર તો એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી એના માટે ના તો કોઈ વિકેન્ડ છે ના કોઈ વેકેશન..!!

મધ્યમ વર્ગીય સ્ત્રી ની જિંદગી બે છેડા ભેગા કરવા માં જ વીતી જાય છે.પણ તોય એણે આપેલો ભોગ, એનો ત્યાગ એ બધુજ જાણે કોઈના માટે મહત્વ ધરાવતુજ નથી, સંતાનો ના ઉછેર માટે ઘરે રહે તો પતિ ની નજરો નો અણગમો વેઠવો પડે અને જો બહાર કમાવા જાય તો સંતાનો રઝળી પડે..હા જમાનો ઘણો બદલાયો છે એવું સાંભળું છું અને જોઉં પણ છું તોય ક્યારેક તો મને લાગે કે બધુંજ માત્ર નામનું છે હજુય ઘણું બધું એવું છે જે કદાચ ક્યારેય નહીં બદલાય.રિશા જેવી તો ઢગલો સ્ત્રીઓ હશે જેનું જીવન આમજ વીતી જતું હશે..ઘણા બધા વિચારો સાથે મારી પણ સાંજ એમજ પસાર થઈ ગઈ..

( સમાપ્ત)
આપનો પ્રતિભાવ જરૂર થી જણાવશો
Desaikirangi007@gmail.com


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED