" અધુરા સપના,અધૂરા અરમાન છોડી તું ચાલી ગઈ
અધૂરી ઈચ્છા, અધૂરી જિંદગી મૂકી તું ક્યાં ખોવાઈ ગઈ!!'"
આ બે લાઇન પછી કોણ જાણે કેમ પેન આગળ ચાલતી જ અટકી ગઈ, અનિમેષ શૂન્યમયસ્ક બની બસ આસ્થા ની તસ્વીર ને નિહાળવા લાગ્યો..લગભગ એક વર્ષ વીતી ગયુ આસ્થાના દેહાંત ને પણ અનિમેષ હજુયે ત્યાંજ અટકેલો હતો, નાના બાળક ની જેમ રડતો, એકીધારે કલાકો સુધી એકજ જગ્યાએ બેસી રહેતો જાણે કે સુજ બુઝ ખોઈ બેઠો હોય તેમ.!આમતો પોતે બહુ સફળ રાઇટર બની ગયેલો પણ સફળતા મળી ત્યાં સુધીમાં તો એ સફળતાં ની સાચી હકદાર ને ખોઈ બેઠો, આસ્થા ના લીધેજ તો એણે લખવાનું ચાલુ રાખેલું, તે સતત કહેતી " અનિમેષ, તારા ધારદાર શબ્દો જ તારી તાકાત છે, તું જોજે એવો વખત આવશે કે તારાં ચાહકો નો બહોળો વર્ગ હશે"
આસ્થા જ તો હતી જેણે તેની લખેલી બધીજ વાર્તાઓ અને નોવેલ પબ્લિશ કરેલી.. એક પછી એક દરેક વાર્તાઓના પાત્રો તેના દરેક રીડર ના મન પર એક અદભૂત છાપ છોડી જતા, લેખક તરીકે અનિમેષનું નામ ધીમે ધીમે છવાતું ગયેલું, પણ આસ્થા ના ગયા પછી તેની દરેક લાગણીઓ કાવ્ય પંક્તિ રૂપે લખાતી..લગભગ એક વર્ષ થી તેના લખાણમાં અસહ્ય દર્દ નીતરતું, જેતેની મનઃ સ્થિતી ને સાફ શબ્દો માં વર્ણવી જતું. આજે કોણ જાણે કેમ પેન આગળ વધતી જ નહતી. તેને ફરી ફરીને આસ્થા ના શબ્દો યાદ આવતા, વારે ઘડીએ બસ એકજ વિચાર આવતો કે હવે પોતે કોના માટે લખશે? તેને સતત પ્રેરણા પુરી પાડનાર તો હયાત નથી? આ સફળતા નો શો મતલબ ? એકધાર્યા હજારો વિચારો જે અટકતાં જ નહતાં. અચાનક તેની દીકરી નિષ્ઠા નાં રાડવાના અવાજે તેને વર્તમાન સમય નું ભાન કરાવ્યું..નિષ્ઠા ને છાની રાખતા અનિમેષ ની માં રડમસ અવાજે બોલ્યાં," અનિમેષ પહાડ જેવી જિંદગી છે, તારા માટે નહીં તો આ નાનકડી નિષ્ઠા નું તો કંઈક વિચાર."
"મારી પણ ઉંમર થઈ હું ક્યાં સુધી બધું વેંઢાળે રાખીશ, ત્યાં ને ત્યાં અટકેલા રહેવાથી તું તારી સાથે આ ઘર ના બધા લોકો ને દુઃખી કરી રહ્યો છે"
" એક વાર વિચારી જો ફરી લગ્ન માટે, નિષ્ઠા ને પણ માં ની જરૂર છે."
" આ ઘર એની કુળવધૂ વગર અધૂરું છે.આટ આટલા માંગા આવે છે કોઈક તો સો ટકા આ ઘર માટે સપૂર્ણ સાબિત થશે, તું પહેલ તો કર."
અનિમેષ બસ ચુપચાપ સાંભળે રાખતો હતો..એની માં સાથે નો તેનો આ લગભગ રોજ નો સંવાદ થઈ ગયેલો, અત્યાર સુધી ચઢતા સુરજ ને નિહાળીને રોજ નવા રંગીન સપના જોનાર અનિમેષ આસ્થા ના ગયા પછી સાવ અંધકાર મય જીવન જીવવા લાગેલો ઢળતા સૂરજ સામે તાકીને જાણે પોતાની જિંદગી પણ ક્યારે ઢળી જશે એજ કલ્પના કર્યાં કરતો. એ સાથેજ તે આથમતા સુરજ ના સથવારે પોતાની આથમી ગયેલી જિંદગી ના એક પછી એક પગથિયા ચઢવા લાગતો. અને આસ્થા સાથે વિતાયેલા સમય માં ખોવાઈ જતો.
***
ઓબેરોય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં માર્કેટિંગ મેનેજર તરીકે ની નોકરી ને ત્રણ વર્ષ પુરા થઈ ચૂક્યા હતા..સકસેસફુલ મેનેજર તરીકે તેની આખી કમ્પની માં બોલબાલા હતી, દર વખત ની જેમ આ વર્ષે પણ નવા ઈંટર્ન રીકૃટ કરેલા. એક પછી એક અનિમેષ ની કેબીન માં આવી દરેક પોતાનો ઈન્ટ્રો આપી જતા.
" મે આઈ કમ ઇન સર " કેહતા તે અનિમેષ ના કેબીન માં દાખલ થયેલી બે ઘડી તો જાણે પોતે પલક ઝબકાયા વગર તેને નિહાળતો જ રહી ગયેલો..પાંચ વર્ષ ની કોલેજ અને આ ત્રણ વર્ષ ની નોકરી માં ઘણી છોકરીઓ જોઈ પણ એક નજર માં ધબકાર ચુકી જવાય તેવો અનુભવ પેહલી વાર થયો હતો, કેબીન માં આવતા ની સાથેજ તેણે પોતાનો પરિચય આપવાનો શરૂ કર્યો, ફાંકડું અંગ્રેજી બોલતી આસ્થા પહેલીજ વખત માં તેના મન માં વસી ગઈ હતી, એ દિવસે આસમાની સલવાર સૂટ માં સજ્જ આસ્થા સાચેજ અપ્સરા જેવી લાગતી હતી, થોડોક ભરાવદાર ગોળ ચહેરો,લાબું નમણું નાક,ભરાયેલા ગુલાબી અધર, કોઈને પલ વાર માં ઘાયલ કરી મૂકે તેવી બદામી આંખ, જરાક અડતા પણ જાણે મેલી થઈ જાય તેવી ગોરી ત્વચા એથીય વિષેશ તેનું આત્મવિશ્વાસ થી ભરપૂર સ્મિત ..!!
તે ત્યારેજ નકકી કરી બેઠો કે આને એમ્પ્લોયમેન્ટ આપવુજ રહ્યું એ પછી તો આસ્થા ને તે પોતાના દરેક નવા પ્રોજેકટ માં સાથે રાખતો,આસ્થા પણ માર્કેટ માં આવતી દરેક નવી ચેલેન્જ સામે કાયમ તૈયાર રહેતી, શોર્ટ ટાઈમ માં પોતાની બદ્ધિ અને આવડત થી ઘણા ટાર્ગેટ અચિવ કરી નાખતી..અનિમેષ એને " બ્યુટી વીથ બ્રેઈન " નું પરફેક્ટ કોમ્બિનેશન સમજવા લાગેલો..અલમોસ્ટ એકાદ વર્ષ ની અંદર તો આસ્થા ટ્રેઇની માંથી આસીસ્ટંટ મેનેજર બની ગયેલી, ઘણી વખત શહેર ની બહાર બિઝનેસ રિલેટેડ ટૂરમાં પણ તેઓ સાથેજ જતા.અનિમેષ ની કામ કરવાની રીત થી આસ્થા વાકેફ હતી એટલે ખુબજ ઓછા શબ્દો માં એ ઘણું બધું સમજી જતી..
આંતરે દિવસે કોફી ના બહાને ઓફીસ પછીનો સમય પણ તેઓ સાથે ગાળતા, પર્સનલ લાઈફ માં પણ જાણે આસ્થા સાથે તેનું કમ્ફર્ટ ઝોન હાઈ લેવલ પર હતું, તેઓ બેધડક એકબીજા ને કોઈપણ વાત શેર કરી શકતા, આવી ઘણી સાંજ એકબીજા સાથે ગળતાં, પોતે આસ્થા ને પોતાની લખેલી શાયરી સંભળાવતો અને આસ્થા તેના વખાણ કરતા થાકતી નહી, ધીમે ધીમે તો અનિમેષ ની લખેલી વાર્તા ઓ નાં સ્ત્રી પાત્રો ની સુંદરતા ના વર્ણન માં પણ જાણે આસ્થા ની જ ઝાંખી થતી, આસ્થા પણ તેનું દરેક લખાણ ધ્યાનપૂર્વક વાંચતી, અને કાયમ કહેતી "આઈ એમ ધ બીગ્ગેસ્ટ ફેન ઓફ યોર સ્ટોરીસ.."
મનોમન તે આસ્થા ને ચાહવા લાગેલો, તેને પામવાની ઈચ્છા દિવસે ને દિવસે વધતી જતી હતી, તેની ગેર હાજરી માં પણ અનિમેષ અસ્થા ના વિચારોમાં જ ખોવાયેલો રહેતો અનાયાસે આવીજ એક ખીલેલી સંધ્યાએ અચાનક તે આસ્થા ના ગેસ્ટ હાઉસ જઈ પોહચેલો, આજે પણ આસ્થા સાથેનો એ સંવાદ જાણે ગઈ કાલે જ થયો હોય એમ યાદ હતો..એકદમ અનિમેષ ને આવેલો જોઈને આસ્થાએ થોડિક અસહજતા અનુભવેલી" સ....ર, તમે અત્યારે અહીંયા"
પોતે પણ જાણે તેની સ્થિતિ સમજતો હોય એમ પરિસ્થિતિ સંભળતા જવાબ આપેલો કે , " અહીંથી જતો હતો વિચાર આવ્યો કે તને મળતો જઉ , " વેલ આઇ ગેસ હું ખોટો આવી ગયો.."
તેના વિખરાયેલા વાળ સરખા કરતાં આસ્થા બનાવટી સ્વસ્થતા ધારણ કરતા બોલેલી, "અરે ના ના સર મોસ્ટ વેલકમ,બેસો ને હું કોફી બનાવી લાઉ તમારાં માટે.."
અનિમેષ ને એકદમ ત્યાં આવેલો જોઈને આસ્થાના મન ની અસમંજસ તેના ચહેરા પર સાફ વર્તાતી હતી. તોય પોતે તો એ દરેક ક્ષણ જાણે માણી લેવા ઈચ્છતો હતો એટલેજ વાત ના દોર ને આગળ વધારતા અને વાત બદલતા અનિમેષ બોલ્યો, "કેમ આસ્થા તારી રૂમમેટ કાવ્યા નથી દેખાતી, તે એની બહુ વાતો કરેલી આજે ઈન્ટ્રો પણ કરાવી દે, "
"શી ઇસ આઉટ ઓફ ટાઉન સર, આઇ વિશ એ અહીં હોત તો એપણ તમને મળીને ખુશ થાત, મારી જેમ એપણ તમારા લખાણ ની ફેન છે.."
એ પછીની દરેક ક્ષણ વિશે વિચાર કરતાં અનિમેષ અત્યારે પણ એટલોજ રોમાંચિત થઈ ગયો કે જાણે સાચેજ પોતે એ ક્ષણો ને માણી રહ્યો એમ એ ક્ષણો માં પહોંચી ગયો.બે ઘડી તો પોતે ભુલીજ ગયો કે પોતે ભુતકાળ વાગોળી રહ્યો છે..
***
કોફી પીતા પીતા અનિમેષ એકીટશે આસ્થા ને નિહાળી રહ્યો હતો, અંબોડા માંથી કેટલીક લટો તેના ચહેરા પર આવીને તેની સુંદરતા માં વધારો કરતી હતી,ઓફીસ માં પરફેક્ટ પ્રેઝન્ટેશન આપતી આ છોકરી અહીં કૈક અલગ જ લાગતી હતી, અનાયાસે જ અનિમેષે તેના ચહેરા પર ની લટ ને હળવેથી તેના કાન પાછળ સરકાઇ કે જાણે વીજળી વેગે આસ્થા બે ડગલાં પાછળ ખસી ગઈ , એકદમ ગુસ્સામાં બોલી, " તમે શું સમજો છો, આવીરીતે એકદમ આવીને ઘર માં એટલી છું એટલે કંઈપણ બીહેવ કરશો"
" તમારી સાથે કોફી સુધીની છૂટ તમને એક સારા વ્યક્તિ સમજીને લીધી હતી.આગ ઝરતી નજરે આસ્થા અનિમેષ ને જોઈ રહી હતી."
બે ડગલા વધારે પછળ સરકીને એ બોલી, " તમારા જેવા ડબલ પર્સનાલિટી ધરાવતા બહુ જોયા ,પણ આબધું મારી સામે નહીં ચાલે જસ્ટ ગેટ આઉટ ફ્રોમ હિયર.."
અનિમેષ આવક થઈ ગયો પણ સમય સંભાળતા તેની વધારે નજીક સરકીને તેનો ચહેરો પોતાના હાથ માં લેતા બોલ્યો, " આઈ એમ ઇન લવ વીથ યુ" , જે દિવસે તને પહેલી વખત જોઈ એજ સેકન્ડે નક્કી કરેલું કે મારી દરેક શોધ નો અંત તુજ છે"
" અત્યારે આ ક્ષણ માં હું તને અનહદ ચાહું છું, આના પછીની આવનારી દરેક ક્ષણ માં પણ તું જ હોઈશ."
"તારો સાથ હશે તો તારી સાથે નઈ હોય તો તારી સાથે વિતાયેલી ક્ષણો સાથે જીવીશ પણ મારા દરેક એહસાસ માં તુજ હઈશ "
" તારી આંખો માં હું મારા આવનાર ભવિષ્ય નાં ઢગલો સપના જોઉં છું."
અનિમેષ એકી શ્વાસે બોલે જતો હતો, એકીટશે આસ્થા ની આંખો માં જોયે રાખતો હતો..તેની આંખ ના બે ખૂણા અનાયસે જ ભીના થઈ ગયેલા, આસ્થા પણ જાણે આવા અચાનક થયેલા કનફેશનથી થોડી અસ્વસ્થ હતી.પણ અનિમેષ ની આંખો માં તેને નરી સચ્ચાઈ દેખાતી હતી, તેના દરેકે દરેક શબ્દો જાણે આસ્થા ફિલ કરી રહી હતી,કહેવા કે સાંભળવા કોઈ શબ્દો બચ્યાજ નહતાં..
અચાનક જ આસ્થા એ અનિમેષ ને પ્રગાઢ આલિંગન કર્યું જાણે કે સાચેજ આજ ક્ષણમાં તે અનિમેષ માં સમાઈ જવા ઇચ્છતી હોય એમ.!!અનિમેષે પણ જનુંન પૂર્વક તેને પોતાની બાહોમાં જકડી લીધી કે તેને સહેજ વારેય અળગી કરવા ના માંગતો હોય એમ..!!!
હળવેથી એકદમ ધીમા સાદે અનિમેષ આસ્થા ના કાન માં પોતાની બધી લાગણીઓ ઠલવાતા બોલ્યો, "હું કદાચ તને શબ્દો માં સમજાવી નઈ શકું એ હદે અને તું વિચારી પણ નાં શકે એ હદે હું તને ચાહું છું"
"તું મારા અસ્તિત્વ નો એ ભાગ બની ગઈ છે જે મારા છેલ્લા શ્વાસ સુધી મારામાં વાણાયેલો રેહશે."
"વેલકમ ટુ માય વર્લ્ડ સ્વીટહાર્ટ"
આટલું સાંભળતા તરત જ આસ્થા એ પોતના હાથ માં અનિમેષ નો ચહેરો પકડી ને તેના કપાળ ને ચૂમી લીધું, આજેય એ ક્ષણ યાદ કરી અનિમેષ નો ચેહરો એટલોજ ખીલી ઉઠયો.
એ પછીની દરેક સાંજ તેઓ કાયમ સાથેજ ગાળતા..દિવસે ને દિવસે તેઓ નો પ્રેમ વધારે ગાઢ થતો ગયો, એ સાથેજ કાવ્યા સાથેના સંબધો પણ વધુ પરિપક્વ થતાં ગયા..કાવ્યા માત્ર આસ્થા ની જ નહીં અનિમેષ નીપણ એટલીજ ક્લોઝ ફ્રેન્ડ બની ગઈ..
આસ્થા ના જન્મ દિવસે કોફીશોપ માં ઘૂંટણીયે પડીને પોતાની બધીજ લાગણીઓ ઠાલવતા અનિમેષ એ કહેલું ," વિલ યુ મેરી મી,? વિલ યુ બી માય સોલમેટ ફોરેવર.."
જાણેકે આસ્થા આજ ક્ષણ ની રાહ જોતી હોય એમ પલ વાર નોય વિલંબ કર્યા વગર અનિમેષ ને વળગીને બોલી ઊઠેલી , " લેટ્સ ગેટ મેરીડ..તમારા વગર મારુ જીવન શક્યજ નથી."
બસ તેજ વખતે પાછળ થી અચાનક આવી ચઢેલી કવ્યા એ પોતાનાબન્ને મિત્રો ને પ્રેમ ભર્યું આલિંગન આપતા કહ્યું, " અને તમારા બને વગર મારું જીવન સાવ અધુરું છે"
મૈત્રી અને પ્રેમ ની સુખદ ક્ષણો સર્જાઈ હતી.
અનિમેષ ની માં ને પણ આસ્થા એટલીજ પસંદ હતી એટલે કોઈજ અડચણ વગર તેઓનાં લગ્ન ગોઠવાઈ ગયા હતા, લગ્ન પહેલાજ તેણે કમ્પની માં રિસાઈન કરેલું, તે માત્ર ને માત્ર અનિમેષ ની પત્ની બની તેનું ઘર સંભાળવા માંગતી હતી. તેઓના લગ્ન ની બધીજ જવાબદારી કાવ્યા એ પોતાના પર લઇ લીધેલી.નાના માં નાની વસ્તુ નું પણ તેણે ચીવટ પૂર્વક ધ્યાન રાખેલું..
આસ્થા અને અનિમેષ એકદમ ખુશહાલ દામ્પત્ય જીવન માણી રહ્યા હતા. એક વર્ષ તો જાણે પલ ભર માં વિતી ગયું તું, આ એક વર્ષ માં આસ્થા એ અનિમેષ ની લખેલી દરેક વાર્તા પબ્લિશ કરાવેલી એક લેખક તરીકે પણ તેની ચાહના વધતી જતી હતી , અનિમેશની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ એકદમ બેલેન્સ ચાલી રહીં હતી. સુખ ની ચરમ સીમા નો અનુભવ તો ત્યારે થયેલો જ્યારે આસ્થા એ સમાચાર આપેલા કે પોતે ગર્ભવતી છે, અનિમેષ પોતાને જાણે દુનિયાનું બધુજ સુખ મળી ગયું હોય તેવુ અનુભવતો હતો, આ નવ મહિના પણ કાવ્યા પડછાયા ની જેમ અસ્થાની પડખે રહી હતી..નવ મહિને તેણે એકદમ તંદુરસ્ત બાળકી ને જન્મ આપ્યો હતો જો કે તેનું નામ પણ કાવ્યા એજ રાખેલુ, "નિષ્ઠા"..!!
ખુશહાલ દામ્પત્ય, પ્રસિદ્ધ લેખક,સક્સેસફુલ મેનેજર આસ્થા ના ચેહરા સાથે જન્મેલી રૂપાળી દીકરી જાણેકે અનિમેષ ના જીવન માં કશુંજ ખૂટતું નહતું..સુખ નો સોનેરી સુરજ તેના જીવન માં ઉગ્યો હતો. પણ કદાચ આ સુખી માળા ને કોની નજર ભરખી ગઈ કે અચાનક જ આસ્થા ની તબિયત લથડવા લાગેલી, દિવસે ને દિવસે આવતી નબળાઈ ,ઉત્તરતું જતું વજન, જાણેકે આસ્થા સાવ નંખાતી જતી હતી, અચાનક આવતા આ બદલાવ ને તે પોસ્ટ ડિલિવરી બદલાવ સમજીને અવગણતી રહી, દિવસે ને દિવસે વધતો જતો તાવ ઉતરવાનું નામ જ નહતો લેતો. દવાઓ ની અસર પણ નહિવત વર્તાતી હતી.ડોક્ટર પણ એકપછી એક રિપોર્ટ કરાયે જતા હતા.. અવાજ એક રીપોર્ટ માં આસ્થા ને કેન્સર નું નિદાન થયું, અનિમેષ ની દુનિયા એજ ક્ષણે જાણે ઉજડી ગઈ, સુન્ન થઈને સાવ બેબાકળો બનીને એ કલાકો સુધી રાહ ભટક્યા રહી ની જેમ અહીં તહીં ભટકતો રહ્યો, ક્યાં જાય,શું કરે? કોને કહે? કશાજ સાંધા જડતા નહતા..જેને દુનિયા સંપૂર્ણ સમજે એવા હસતા ખેલતા પરિવાર માં જાણે આભ તુટી પડ્યું તું, આસ્થા સામે પોતે કઈ રીતે નોર્મલ વર્તી શકશે, એને કઈરીતે જણાવે કે એ કાયા દર્દ માંથી પસાર થઈ રહી છે, સાવ સુન્ન ભવિષ્ય અને સોપો પાડી દે એવી હાલ ની ક્ષણો,અનિમેષ સાચેજ પાંગળો બની ગયો એમ વર્તાતો હતો..
એકપછી એક ચેહરા એની આંખ સામેથી પસાર થવા લાગ્યા, નિષ્ઠા..આસ્થા..પોતાની માં... કોણ જાણે કેમ બધુજ જાણે ખતમ થઈ જશે તેવી ભીતિ માં તે અનાયાસે જ ખુલ્લા મોઢે રડી પડ્યો..કોઈજ રસ્તો નહતો સિવાય કે અણધારી આવી પડેલી આ મુસીબત નો સકારાત્મક અભિગમ સાથે સામનો કરવો..
સાવ મુર્જાયેલા ઉદાસ ચેહરા સાથે,લથડતા પગે, ઘબરાયેલા મને, સાવ ભાંગી પડેલા હૃદયે તે આસ્થા સામે પહોંચ્યો તો જાણે તેના પગ જ થીજી ગયા..પોતાની દીકરી ને બાથ ભરીને સુતેલી આસ્થા ને જોઈને બે ઘડી બધાજ વિચારો ત્યાંજ અટકી ગયા.. પોતાના સંતાન ને સાવ નિઃસ્વાર્થ પ્રેમ, જીવન ભર નું ઘડતર તો સગી માં જ કરી શકે, હવે નિષ્ઠા ના ભવિષ્ય નું શુ થશે ? એક પછી એક વિચારો ની હારમાળા માં પોતે જાણે અટવાયે જતો હતો કોઈજ ઉકેલ નહતો..
આંખ માંથી નીકળતા આંસુ, ધ્રુજતા પગ, હાથ માં આસ્થા ના રિપોર્ટ્સ અને આંખ સામે ડરાવી મૂકે તેવું આસ્થા વગર નું પોતાનું અને નિષ્ઠા નું ભવિષ્ય..!! અનિમેષ ભુલીજ ગયેલો કે પોતે ક્યાં છે! આસ્થા જાગીને હળવે થી તેની નજીક આવીને તેના હાથ માંથી રિપોર્ટસ લઈને ગઈ તે કોઈજ સમય નું તેને ભાન નહતું..તે તો બસ યંત્રવત ક્યાંક દૂર વિચારો માં અટવાયેલો હતો..આસ્થા એ એકદમ તેને બાવળે થી પકડીને મોટેથી બૂમ પાડીને હચમચાવી મુક્યો. અ..નિ..મે..ષ...!!
આસ્થા ના મોટા અવાજ થી પોતે ખેંચાઈ ને વર્તમાન માં પાછો આવ્યો તરત જ તેને ભેટીને નાનાં બાળક ની માફક રડી પડ્યો આસ્થા તેની પીઠ પર હાથ પ્રસરાવતી રહી ને અનિમેષ એટલુજ વધારે જોરથી રડતો રહ્યો..સમજાતું નહતું કોણ કોને સાંત્વના આપે.." આ..સ્થા...હું...હવે શુ..થશે ??" તૃટક તૂટક અવાજે રડતા રડતા અનિમેષ કોઈજ શબ્દો પુરા નહતો કરી શકતો...
કોણ જાણે કેમ આસ્થા માં ક્યાંથી અઢળક હિંમત આવી ગઇ કે જાણે કશુંજ ના થયું હોય તેમ તે અનિમેષ નો ચેહરો પોતાના બે હાથ માં લેતા બોલી , " જુઓ, આ જ હકીકત છે જેને સ્વીકારવી જ રહી"
" જે થવાનું હશે એ થઈને જ રહેશે, આપણા હાથ માં માત્ર અત્યાર નો સમય છે, જે માણી લેવો.."
"બાકી આ રોગ નું ભવિષ્ય શુ છે તે આપણે જાણીએ છીએ પણ ક્યાં સુધી સમય છે તે અનિશ્ચિત છે"
"એટલેજ અનિમેષ મારો વધેલો સમય હું જીવી લેવા માંગુ છું ,બાકી બચેલા સમય માં આખી જિંદગી માણી લેવા માંગુ છું, માટે તમે પણ આને સ્વિકારી લો, તમને જોઈને હું જીવી શકું નહીં કે તૂટી જાઉં."
અનિમેષ ની સામે એકીટશે જોઈને આસ્થા જાણે બોલે જતી હતી...આંખો માં ધસી આવેલી ખરા પાણી ની ભરતી શાંત થવાનું નામ જ નહતી લેતી બેવ જણ એક બીજા ને હિંમત આપતા હતા પણ અંદર થી તો સાવ તૂટી પડેલા...
એક પછી એક દિવસો સમય ની માફક સરી રહ્યા હતા આસ્થા ની ટ્રિટમેન્ટ ચાલું હતી પણ છેલ્લા સ્ટેજ ના કેન્સર ને નાથવું અશક્ય હતું નિષ્ઠા ની બધીજ જવબદારી કાવ્યા એ વગર કહ્યે પોતાના પર લઇ લીધેલી..કાવ્યા અને અનિમેષ આસ્થા ની ઢાલ બનીને તેનાં પડખે રહ્યા હતા.
આસ્થા ને એકજ વાત નો રંજ હતો કે અનિમેષ એ લખવાનું છોડી દીધુ હતું તે ઇચ્છતી હતી કે અનિમેષ ની પેન ક્યારેય ના અટકે તેના લખાણ તેના શબ્દો બસ ખીલતા જ જાય એ ક્યારેય ના મુરઝાય..માટેજ એક સાંજે આસ્થા અનિમેષ નો હાથ પોતના હાથ માં લેતા બોલી , " સમય અને કિસ્મત પોતાનું કામ કરીનેજ રહેશે, એ આપણાં હાથ માં નથી, પણ જે આપણા બસ માં છે એને કેમ જતું કરવું "
"અનિમેષ હું તમરાથી બધીજ રીતે સંતુષ્ટ છું પણ જો તમે મારા માટે કૈક કરવા ઇચ્છતા હોવ તો પ્લીઝ તમારૂ લખાણ ક્યારેય બન્ધ ના કરતાં એજ તો તમારી ઓળખ છે મારા ગયા પછી પણ તમારા શબ્દો જ મારા અસ્તિત્વ ને ટકાવી રાખશે"
"હું ઈચ્છું છું કે આપણી કહાની તમારી વાર્તા રુપે લખાય, હું તમારા શબ્દો માં કાયમ જીવતી રહેવા માંગુ છું..લેખક તરીકે તમારો કયારેય સૂર્યાસ્ત ના થાય એ તમારે કરવુંજ રહ્યું.."
આસ્થા બોલે જતી હતી તેને વચમાં અટકાઈ અનિમેષ ઊંડા અવાજે બોલ્યો આસ્થા , "તારા વગર કદાચ મારા શબ્દો પણ મારી જેમ જ ખોવાઇ જશે, મારી જેમ એ પણ ક્યારેય નઈ ખીલી શકે..."
અનિમેષ ના ખોળા માં પોતાનું માથું મુકતા આસ્થા બોલી,
"તમારે આગળ વધવુંજ પડશે અનિમેષ, મારા ગયા પછી નિષ્ઠા ની અને આ ઘર જવાબદારી તમારે એટલાએજ પુરી કરવી પડશે..ત્યાં ને ત્યાં અટકેલા રહેશો તો બધુજ ગુમાવી દેશો.."
"સ્ત્રી વગર જીવી જાણવું એટલું સરળ નથી હોતું..એટલે જ એક નવી શરૂઆત તમારે કરવીજ રહી.."
"ઉપર ની દુનિયા માથી હું જયારે અહીં આ દુનીયા ના મારા ઘર ને જોઉં તો મને સૂકુંન મળે નહીંકે અફસોસ.."
"મારો જીવ નિશ્ચિન્ત બનીને વિહરી શકે એ માટે અનિમેષ તમારે આગળ ની જિંદગી નવેસર થી શરુ કરવી જ રહી.."
"કોઈક તો હશેજ, જે મારી અધવચ્ચે છોડલી નૈયા ને સંભાળી ને આ ભવ પાર કરાવી દેશે, જે મારી જેમ જ મારી નિષ્ઠા અને મારા અનિમેષ ને સંભળશે.."
આસ્થા બસ એક શબ્દ ના બોલ થોડા રડમસ પણ ઊંચા અવાજે અનિમેષ બોલ્યો, " એ શક્ય નથી, તારા વગર કોઈ બીજા સાથે ક્યારેય નહીં..તું સમજી નઇ શકે એ હદે મેં તને ચાહી છે.."
જાણું છું અનિમેષ એટલે જ કહું છું કે , " પ્રેમ એકવાર જ થાય એ વાત સાચી પણ બીજી વાર ના જ થાય એ વાત તો આપણા પર આધાર રાખે છે"
"હશે કોઈક એવુ જે વગર કહ્યે ઘણું બધું સમજી જશે અને એ વખતે જયારે તમને એની પર માન થઈ આવે ત્યારે સમજ જો કે નવી શરૂઆત થઈ ગઇ, જિંદગી ની,પ્રેમ ની અને નવા બન્ધન ની..."
"બિકોઝ ઇટ્સ લાઈફ એન્ડ ઇટ ગોસ ઓન...!!!"
અનિમેષ જોઈ રહ્યો હતો આસ્થા ને જિંદગી ના છેલ્લા સમય માં આટલી સ્વસ્થતા સાથે કેમનું કોઈ રહી શકે..
આ આસ્થા એને કૈક અલગ લાગતી હતી..
આસ્થા પોતાના છેલ્લા દિવસો માં બધુંજ સુરક્ષિત કરીને જાવા માંગતી હતી પણ તકદીર ના ખેલ કોણ બદલી શકે..થોડાંક જ દિવસો માં વધારે તબિયત લથડતા દવાખાને લઈ જતા રસ્તા માં જ તેણે શ્વાસ છોડી દીધા..અનિમેષ તો જાણે સાવ પથ્થર બની ગયો..જેમબતેમ બસ દિવસો કાઢે જતો હતો, તે દીવસ થી તેની લાગણી ઓ શબ્દ બની વિખરાતી, તેમાં અસહ્ય દર્દ નીતરતું..અનિમેષ જાણે હમણાં જ આસ્થા ના અગ્નિસસ્કાર કરીને આવ્યો હોય તેમ પોતાનું માથું પકડીને બેઠો હતો અચાનક ફરી તેની માં નો હાથ તેના માથે ફરતાં તેને ભાન થયુ કે આસ્થા ને ગયે વર્ષ થયું...અને પોતે માન્ડ માન્ડ વર્તમાન માં પાછો ફર્યો..
***
અનિમેષ ના કાન માં એની માં ના શબ્દો ગુંજાયે રાખતા હતા, પણ એ પોતાની દુવિધા કેવીરીતે કહે !
એ કાયમ વિચારે રાખતો કે બીજી આવેલી સ્ત્રી શુ એજ નિઃસ્વાર્થ પ્રેમ નિષ્ઠા ને આપી શકશે?
પોતે તો ક્યારેય આસ્થા ની જગ્યા કોઈને વિચારી પણ નહીં શકે, તો એ સ્ત્રી આ ઘર માં કેવીરીતે સેટ થઈ શકશે, ? આટલુ સરળ નથી નવી શરૂઆત કરવી એ..!
ફરીથી બધાજ નવા અંશ રચવા નવે સરથી માળો ગૂંથવો..કશુંજ સામન્ય નથી પણ પોતાની માં ને કેવિરીતે સમજાવી?
એટલેજ જ્યારે જ્યારે માં લગ્ન ની વાત કરેકે તરત પોતે મૌન ધારણ કરી ત્યાંથી નીકળી જતો પણ પોતાના વિચારો થી ક્યાં સુધી અને કેટલે સુધી ભાગી શકે...!!
અનિમેષ જાણે કે જીવતી લાશ બની ગયેલો જે માત્ર ને માત્ર જિંદગી વેંઢાળે રાખતો હતો...
આવાજ એક દિવસે અનાયાસે કાવ્યા એ એક બન્ધ કવર આપતા કહ્યું અનિમેષ એકદમ શાંત મગજે આને વાંચજો અને વિચારજો..કાવ્યા , "પણ એવુંતો શુ છે જે તું મને શબ્દો માં નથી કહી શકતી.."
અનિમેષ ઘણી એવી વાતો જેની શરૂઆત હું નથી કરી શક્તિ એટલે જ એને લખીને જણાઉ છું આશા રાખું છું કે તમે પરિસ્થિતિ સમજીને આગળ વધશો.."ચલો હું નીચે નિષ્ઠા સાથે છું તમારી ત્યાં જ રાહ જોઉં છું બને તો આને અત્યારે જ વાંચજો..." એવું માની લેજો કે " આમાં મારી આસ્થા ની છેલ્લી ઈચ્છા રૂપી અમાનત છે"
છેલ્લા શબ્દો સાંભળીને ઘડીનો વિલંબ કર્યા વગર અનિમેષે લેટર ખોલ્યો..
ડિયર અનિમેષ,
હું જાણું છું તમે કેવી દ્વિધા માથી પસાર થઇ રહ્યા છો, મારા માટે અનહદ પ્રેમ નો પર્યાય એટલે જ "આસ્થા અને અનિમેષ..!! "
આસ્થા હયાત નથી પણ તોય તમાંરા છેલ્લા શ્વાસ સુધી તમે એને એજ હદે ચાહતા રહશો, એમાં કોઈજ ઊણપ નઈ આવે, આસ્થા ની એ જગ્યા ને સ્પર્શવા ની કોઇની એસિયત નથી , અને એ હક તમે કદાચ કોઈને નઈ આપો.આસ્થા સદાય તમારી કલમે તમારા લખાણ માં ધબકતી રહેશે, તમારા માં રહેલો લેખક એને કાયમ આ દુનિયામાં જ હયાત રાખશે, એ બધાથી ઉપર આજે હું તમારી પાસે એક મિત્ર તરીકે કૈક માંગુ છું, તમારી સાથે લગ્ન કરીને નિષ્ઠા ને માં ની હૂંફ હું જ આપવા માંગુ છું,દુનીયા ની નજરો માં સાથે રહેવા સાત ફેરા ફરવા ફરજીયાત છે તો એ દરેક રસમ હું નિભાવા માંગુ છું માત્ર નિષ્ઠા માટે !! તમારા દિલ માં રહેલી આસ્થા અને એના પ્રેમ ને સ્પર્શવાની મારી કોઈજ ઔકાત નથી, અને એ મારો અધિકાર પણ નથી, અનિમેષ આજીવન અસ્થા નો જ રહેશે ..પણ એક મિત્ર તરીકે હું એની અમાનત ને સાંભળવા માંગુ છું, દુનિયા સામે ભલે તમારી પત્ની બનીને પણ ખરેખર તો જીવનભર ના મિત્ર તરીકે તમારો સાથ માગું છું !
આ લેટર સાથેજ હું મારા પી પી એસ સર્જરી રિપોર્ટ તમને મોકલું છું હું નિર્ણય લઈ ચુકી છું ,આજનમમાં હું મારા પોતનાં સંતાન ને જન્મ નઈ આપું આજીવન મારુ એક માત્ર સંતાન નિષ્ઠાજ રહેશે.. અને હા, લગ્ન કર્યા વિના જ નિષ્ઠા ને ઉછેરવા ની તમે મને સંમતી આપતા હોવ તો એ નિર્ણય માં પણ હું તમારી સાથે જ છું, ભલે નિષ્ઠા ને મેં જન્મ નથી આપ્યો પણ એ જન્મી ત્યારથી એની માં ની દરેક ગરજ મેં જ સારી છે અને આગળ પણ હું જ સારીશ ! તમાંરો જે કોઈ નિર્ણય હોય હું તમારી અને નિષ્ઠા ની પડખે છું અને આજીવન રહીશ..
લી-કાવ્યા
અનિમેષ સ્તબ્ધ થઈ ગયો પોતે ત્રણ થી ચાર વાર લેટર ના દરેક શબ્દો વાંચી ગયો તેને હજુ વિશ્વાસ નહતો આવતો કે કાવ્યા પોતાની જિંદગી નો એટલો મોટો નિર્ણય કરી ચુકી છે, બેચેન બનીને તે કાવ્યા પાસે પહોંચ્યો, કાવ્યા ના ખોળામાં લપાઈને સુતેલી પોતાની દીકરી ને જોઈને બધા વિચારો જાણે થીજી ગયા, ખરેખર તો અનિમેષ ની દરેક સમસ્યા નું નિરાકરણ કાવ્યા ના લેટર માં હતું વગર કહે જાણે એ બધુંજ સમજી ને બેઠી હોય એમ એણે અનિમેષ ના દરેક સવાલો નો જવાબ આપ્યો હતો.. વિચારોના જંજાળ માં ખૂપેલાં અનિમેષ ને કાવ્યા ની સમજદારી પર માન થઈ આવ્યું,.અચાનક એની આંખ માથી આંસુ સરી પડ્યા, કઈ કેટલાય સવાલો કરવા હતા પણ કાવ્યા નાં ત્યાગ સામે એ કંઈજ નહતાં.
કાવ્યા અચાનક અનિમેષ ની નજીક આવીને બોલી ," બહુ ના વિચારો, ચાલો એક નવી શરૂઆત કરીએ આસ્થા ની સાક્ષીએ જ આગળ વધીએ "
અને બેવ એકસાથે આસ્થા ની છબી માં પોતાનું પ્રતિબિંબ નિહાળવા લાગ્યા, અને એ સાથેજ જાણેકે આસ્થા નો અવાજ અનિમેષ નાં કાન માં ગુંજી રહ્યો હતો," અનિમેષ કયારેક તો નવી શરુઆત કરવી પડશે, કોઈક તો સમજદાર હશેજ જે ઈમાનદારી થી મારા પરિવાર ને પૂરો કરશે ને એવે વખતે તમને એની ઈમાનદારી પર પ્રેમ થઇ જશે ,તમે એની સાથે જ એનો હાથ પકડીને આગળ વધી જજો..અનિમેષ ઇટ્સ લાઈફ એન્ડ ઇટ ગૉસ ઓન..."
છે અચ્છાઈ નો એક અલગ પ્રભાવ,
તું એનાથી પ્રભાવિત થઈને તો જો.
થાય છે અહીં દરેક વસ્તુ નો ગુણાકાર,
તું પ્રેમ નો એક દાખલો માંડી તો જો.
થઇ જશે બધુજ બરાબર,
તું એક વાર "નવી શરુઆત" કરીને તો જો.
(સમાપ્ત)
આપનો પ્રતિભાવ જરૂર જણાવશો
Desaikirangi007@gmail.com