અધુુુરો પ્રેમ - 12 - અગ્નિપથ Gohil Takhubha ,,Shiv,, દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અધુુુરો પ્રેમ - 12 - અગ્નિપથ

અગ્નિપથ

નેહલ આકાશને સમજાવી ને પલકના ઘેર આવી ને પલકને કહ્યું કે હવે તું આકાશની ચિંતા ન કરીશ.એને વાત સમજાઈ ગ્ઈ છે.ને હવે તું વારંવાર એની સામે આવીને એને ડીસ્ટર્બ ના કરીશ.ને તું પણ તારું ધ્યાન રાખજે.એટલું કહી ને બન્ને બહેનપણીઓ જુદી પડે છે.પલક નેહલને જાપા સુધી વળાવી ને પાછી ફરી તરતજ પલકના ફોનની ઘંટડી રણકી...પલકે ફોનમાં જોયું તો એના ફીયાન્સેનો ફોન હતો.થોડીવાર ફોન સામે જોઈ રહીને પછી પલકે આખીર રીંગમા ફોન ઉપાડ્યો.
પલકે કહ્યું હાય કેમછો ?પહેલી વખત પલક ફોનમાં વીશાલ જોડે વાત કરી રહી હતી. તેથી થોડી ખચવાટ અનુભવી રહી હતી.
વીશાલે કહ્યું કેમ ફોન ઉપાડવામાં આટલી બધી વાર લાગી. શું કોઈ કામમાં વ્યસ્ત હતી.એવું શું કામ હતું જે તારા માટે મારાથી પણ ઈમ્પોર્ટન્ટ હતું. મને આ જરાય ગમતી વાત નથી. તું એક વાત સમજી લે મારો ફોન આવે એટલે તરતજ ફોન ઉપાડી લેવાનો.મને આમ કોઈ કામમાં વાર લગાડે એવી વ્યક્તિ મને પસંદ નથી. એકીસાથે કેટલાય સવાલોનો પહાડ ખડકી દીધો. પલક કશું સમજે એ પહેલા તો વીશાલે ફોનને કાપી નાખ્યો. હજીતો પલક કોઈ જવાબ આપે ન આપે એ પહેલા તો એના ભાવી પતીએ પલકને ધમકાવી ને વાત કર્યા વગર જ ફોન કટ કરી નાખ્યો.પલકના હ્લદયને ઉંડો આઘાત લાગ્યો. એણે થોડીવાર વીચાર કરીને વાતનો તાગ મેળવ્યો. ને મનોમન વિચાર્યું અરે મે તો એમને કશું કહ્યું પણ નથીને એ આમ ઉધ્ધતાઈ ભર્યું વર્તન કેવી રીતે કરી શકે.સગાઇ થઇ એ હજીતો બે દિવસ જ થયા છે. ને આજ સુધી મારી સાથે આવું વર્તન કોઈએ કર્યું નથી. એકદમ મુંજાઈ ગ્ઈ શું કરવું અને શું વાત કરવી પલકને સમજમાં ન આવ્યું.
પલક એક ખુલ્લા વિચારો વાળી છોકરી છે.પોતાની સાથે કોઈ આવીરીતે ગેરવ્યાજબી વ્યવહાર કરે એ કયારેય ચલાવી ન શકે.એણે એના ભાવી પતીને જવાબ આપવા સામેથી ફોન કર્યો. વીશાલે ફોન રીસીવ કર્યો. અને કહ્યું કે વીશાલ તમે આજે પહેલી વખત જ મને ફોન કર્યો અને આટલી રુઢતાથી વાત કરી. એક ફોન ઉપાડવા બાબતે અને ફોન ઉપાડતા થોડી વાર પણ લાગે આવીરીતે કોઈ મારી સાથે વાત કરે એ મને બીલકુલ પસંદ નથી વીશાલ. તમારે માફી માગવી જોઈએ.અરે તમારે સમજવું જોઈએ કોઈ છોકરી આમ અજાણ્યા વ્યક્તિ જોડે વાત કરવામાં થોડી કચવાટ અનુભવે હજી તો હું તમને સારી રીતે જાણતી પણ નથી.એક બીજા સાથે જીવ મળતા થોડી વાર લાગે. આમ એકદમ હું ફ્રન્ડલી ના થઈ શકું. મારુ નેચર આવું નથી હું એકદમ નજીક આવી શકું. તમારે મને થોડો સમય આપવો પડે. હજીતો હું એમ વીચારુ છું કે આ બધું અચાનક કેમ થઈ ગયું. અને તમે તો મને ઉધડી લ્ઈ લીધી.
પલકની સાફસાફ વાત સાંભળીને વીશાલ ખડખડાટ હસી પડ્યો. જેથી પલકે કહ્યું અહીંયા મારો જીવ તાળવે ચોટી ગયો છે ને તમે કેમ હસો છો.આ શું કોઈ મજાક ચાલે છે.તમારું વર્તન મારી સાથે મને બીલકુલ ના ગમ્યું વીશાલ. પલકે વટથી કહીદીધું.એટલે વીશાલે કહ્યું પલક તું આમ ચિંતા ન કર હું તો તારી સાથે મજાક કરતો હતો. મને આમ દરેક સાથે મજાક કરવાની આદત છે પલક.હું તો એ જોતો હતો કે તારામાં કેટલો સંયમ છે.પણ મને એવું લાગે છે કે તું કોઈપણ સચોટ શબ્દોમાં સંભળાવી દે એવી છે. મારે જરા બચીને રહેવું જોઈએ ન્ઈ પલક વીશાલે હળવું પણ કાળજે ઘા થાય એવું મેહણું માર્યું.પલકે પોતાની જાતને થોડી રોકી લીધી. અને કહ્યું કે વીશાલ મને આવી મજાક પસંદ નથી. હું એક સ્વતંત્ર સ્વભાવની છોકરી છું. આપ જાણો છો જયારે આપણે પહેલી વખત મળ્યા ત્યારે જ મેં આપને મારા વિશે બધુજ ખોલી નાખ્યું હતું. જે કાઈ મારામાં હતું એમાની એક પણ વાત મેં છુપાવી નથી તો આપે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ વીશાલ. હું એવી પાયાવીહોણી વાતોમાં નથી આવતી.અને મને એવી વાતો ગમતી પણ નથી.હવે પછી પ્લિઝ ધ્યાન રાખવું.
વીશાલની મજાક એનેજ ભારે પડી ગઈ. એને એમ કે થોડી મજાક કરીને વાતને રોમેન્ટિક બનાવી દ્ઉ.પણ એને તો એ ખબરજ નથીકે પલક કેટલા વિચારોના ભવરમાંથી પસાર થઈ રહી છે.મહામુશીબતે પોતાની જાતને સંભાળી છે.ને તરતજ વીશાલે પલકનો મુડ ઓફ કરી નાખ્યો. હજીતો એ આકાશ અને વીશાલની વચ્ચે ઘાંચીની ઘાણીની જેમ પીસાઈ રહી છે.વીશાલે પલકને કહ્યું અરે !તને કહ્યું ને કે મે મજાક કરી હતી. આટલી મજાક કરવાનો મારે અધીકાર નથી.તો પછી આપણો સંબંધ આગળ કેવીરીતે ચાલશે. આપણી શરૂઆત જ છે હજીતો,ને અત્યારથી તું આમ નાનીનાની વાતોમાં પોતાના ભવરને ચડાવીને બેસી જ્ઈશ તો મારે..........એટલું કહીને વીશાલ અટકી ગયો. પલક સોફા ઉપરથી ઉભી થઇ ને થરથર ધ્રૃજવા લાગી.પલકે જોરથી વીશાલને કહ્યું હેએએએએએએએ ? શું બોલ્યા તમે શું તમારે... કહીદો મને સાફસાફ શબ્દોમાં હું જે કાંઈ તમારા હ્લદયમાં છે એ સાંભળવા માગું છું વીશાલ.પલકના અવાજમાં ઘણોજ ફેર થઈ ગયો હતો. એટલે વીશાલને વાત નો તાગ મળી ગયો. એણે ફરીથી પલકને કહ્યું કે અરે પલક આઈમ સોરી યાર.મને ખબર હોત તો હું તને મજાક કરેતજ નહી.સારું હવે હું ફોનને મુકુ છું.
પલક ફરીથી વીશાલને કહ્યું કે વીશાલ પ્લિઝ ફોન ચાલુ રહેવા ધ્યો અને મને પુરી વાતનો જવાબ આપો.તમે કહેવા શું માંગતા હતા.તમે કહ્યું ને કે નહીંતર મારે....એટલે શું મને જાણવાનો અધીકાર છે તમારા મનમાં શું વીચાર્યુ હતું. વીશાલને લાગ્યું કે મજાક કરવામાં વાત વણસી ન જાય એટલે વીશાલે કહ્યું કે અરે પલક તું જેવું સમજે છે એવું કશું નથી. તું તારા દીલદીમાગને ઠેકાણે રાખ હું તો ખાલી મશ્કરી કરતો હતો કે તું કેવો અનુભવ કરે છે બસ અને જો તને મશ્કરી પસંદ ન હોય તો હું હવે નહી કરું બસ એમજ બીજું કશું જ નહીં.પરંતુ વીશાલના જવાબથી પલકને સંતોષ ન થયો. પણ હવે વાતને વધારવાનો કોઈજ ફાયદો થાય એમ નથી.જેથી પલકે કહ્યું ઠીક સારું પણ હવે પ્લિઝ આપણે એકબીજાને જયાં સુધી પુરેપુરા સમજી ન શકીએ ત્યાં સુધી સંભાળીને આપણે વાત કરવી જોઈએ વીશાલ. સામે વીશાલે પણ કહ્યું કે હા પલક એજ યોગ્ય રહેશે. આપણે એકબીજાને થોડો સમય આપવો જોઈએ. જેથી કરીને આપણી વચ્ચે કોઈ પ્રકારની મીસ અન્ડરસ્ટેન્ડીગ ના થાય.
પલકે પણ પોતાની વાતને વાળી લીધી અને કહ્યું સારું ઘરમાં બધા કેમ છે.મમ્મી પપ્પા અને નીધિબહેન બધાજ મજામાં તો છેને.(નીધિબહેન પલકની નણંદ)વીશાલે કહ્યું કે હા ઘરમાં બધાજ ખુબ જ મજામાં છે.અને બધાજ તને ખૂબ જ યાદ કરે છે. અને હા ખાસ તો નીધિબહેન તને બહુજ યાદ કરે છે. એતો તારા વખાણ કરતા થાકતી જ નથી.એણે તો મને ત્યાં સુધી કહ્યું કે વીશાલ તારા જેવા લફાડીયા છોકરાને આવી છોકરી મળેજ નહી.બોલ જોય હું તને લફાડીયા છોકરા જેવો લાગ્યો. પલકે (હસતાં હસતાં)કહ્યું કે એતો તમને તમારી બહેન સારી રીતે જાણતી હોય ને.મને કેમ ખબર પડે કે તમે કેવા છો. હું થોડી તમારી સાથે રહીને મોટી થઈ છું. એતો નીધિબહેન વધારે જાણતી હોય. તમે એવુ કશુંક જરૂર કરતાં હશો તોજ તમને આવા શબ્દોનો પ્રયોગ કરેને.(બન્ને ખડખડાટ હસી પડ્યા)સારું તમારું અને બધાનું ધ્યાન રાખજો.હવે હું ફોન રાખું છું. મમ્મી બોલાવે છે. પલકે ફોન કટ કર્યો.ફોન મુકીને પલક ખુબ જ ઉદાસ થઈ એને થયું કે જરૂર મારું જીવન "અગ્નિપથ"ઉપર ચાલવા જેવું લાગી આવ્યું. એને અવનવી શંકા કુશંકાઓ જન્મ લેવા લાગી.

...............ક્રમશઃ



(પલકે વીશાલ સાથે વાત કરીને શું તાગ મેળવી લીધો. એને કેમ પોતાનું જીવન આગ ઉપર ચાલવા જેવું લાગ્યું.... જોઈએ ભાગ :-13 મુલાકાત )