Dilaaso - 11 books and stories free download online pdf in Gujarati

દિલાસો - 11

હવે રાજુ તેની બહેન કાન્તા અને માં.. ની મધુર ખાટી મીઠી વાતો કાન ધરીને સાંભળતો હતો. એટલામાં કાન્તા એ ઉંચા સ્વરમાં કહ્યું " અલ્યા રાજુ કેમ કંઈ બોલતો નથી. ? "
"આ શું બોલે કાન્તા...! "
" કેમ માં...? "
" તને ખબર નથી કે શું ? આ રાજુ એક નંબરનો દારૂડીયો બની ગયો છે. એ પણ તારા લગન કર્યા પછી તો વધારે દારૂ પીવાનું ચાલુ રાખ્યું છે. એ પણ પોતાના પત્ની અને છોરાની જરા પણ પરવા કર્યા વગર..."
કાન્તા એ આ વાત સાંભળીને ઉંચા અવાજે કહ્યુંઃ
" માં.. એની તમને બરાબર રોક ટોક કરીને ખબર અંતર લીધી છે કે નહીં. ?"
" કાન્તા ... એને તો ઘણી વાર હું.. અને બિચારી વહુ.. હમજાવી હમજાવી થાક્યા તો પણ એને ક્યાં ભાન આવે એ તો એક કાને સાંભળે અને બીજા કાને વાત બહાર કાઢી નાખે...!"
" વાહ.. રાજુ તું.. તો દારૂ પીવાનું કંઈક મોટું કામ કરે છે. એવું તને લાગે છે. પણ હાચું કારણ તું.. કંઈ જાણતો નથી. કારણ કે ગામના બધા લોકો તને એક નંબરનો દારૂડીયો માને છે. "
" કાન્તા.. તારા બાપુજી પણ દારૂ લગાતાર પીવા.. પીવામાં શરીરના ફેફસા, લીવર ,કિડની ખલાસ થઈ જવાથી મરણ પામ્યા. એ પણ આપણા બધાને નિરાધાર મેલી ને..."
" માં.. આ રાજુને તો બાપનો દારૂ પીવાનો વારસો હાચવ્યો છે એ પણ હારી રીતે એનો ખૂટો પૂર્યાં છે. "
" કાન્તા.. તારી વાત એકદમ હાચી છે , તો પણ આ ક્યાં માને છે. એ તો પોતાનું મન ફાવે તેમ કરે છે.. "
" માં.. આ રાજુ કાંઈ દૂધ પીતો બાબલો થોડો છે જેને વારંવાર કહેવું પડે. ?"
" હા.. કાન્તા આ તો દારૂ પીતો બાબલો કહેવાય. "
" એટલામાં ખૂણામાં બેસે લો રાજુ આ વાત સાંભળીને ખડખડાટ હસવા.લાગ્યો. "
એટલે રાજુને હસતો જોઈ ને કાન્તા એ ફરીથી કહ્યું " જોયું ને માં.. પહેલાં તો મોઢામાં મગ ભર્યો હોય એમ મૂંગો હતો, પણ જેવી દારૂની વાત સાંભળી તો જોરથી હસવા લાગ્યો.
" કાન્તા.. ' જેમ લાલો લાભ વગર લોટે ન જાય એમ રાજુ દારૂ પીધા વગર ઘેર ન જાય ' "
" વાહ.. માં તને તો રાજુને બંધ બેસતી વાત કરી. "
એટલામાં રાજુની પત્ની ઘરમાંથી બહાર આવી ને કહેવા લાગી " ખાવાનું થઈ ગયું છે , એટલે બધા ખાઈ લો..નહીંતર ટાઢું થઈ જશે ? "
" હા.. વહુ તું.. થાળીમાં ખાવાનું કાઢ , અમે હાથ ધોઈને હાલ આવ્યા. "
હવે રાજુની પત્ની થાળીમાં ખાવાનું કાઢે છે. એટલે બધા જમવા બેસી જાય છે. પણ રાજુ ઘરની બહાર આંટાફેરા કરે છે. જાણે છટકી જવા માટે તૈયારી કરતો એવું લાગી રહ્યું હતું. એટલે તેની.પત્ની એ કહ્યું. " તમારે પણ ખાવાનું નથી કે આમ જોફાને ( અલગ-અલગ લાકડાના અને પાદડાનું બોધેલી વાડ એટલે જોફો..) આસપાસ ફરાફર કરો છો ? "
આ સાંભળીને માં..એ કહ્યું " કાન્તા આ રાજુ તો દારૂ પીવા જવા માટે આમતેમ ગડમથલ કરે છે ? "
" કેમ માં.. એને ખાવાનું ન હોય ! "
રાજુની પત્ની એ કહ્યું " એમ ને તો બસ દારૂની ભઠ્ઠીઓ જ દેખાય કારણ કે ત્યાં જ ઘણો દારૂ પીવા મળે ને..! "
આ સાંભળીને કાન્તા એ જાણવા માડે પુછ્યું
" શું.. દારૂ બનાવનારને પુલિસ નથી પકડતી ? "
" કાન્તા.. બુન દારૂ વાળા તો પુલિસને મહિને- મહિને હપ્તો આપે છે. અને પુલિસ વાળા મહિનો પુરો થયો નથી કે ગામમાં પૈસા લેવા આવી જાય છે. "
" આ ગુજરાતની પુલિસ ચોર કહેવાય નહીંતર રાજસ્થાનની પુલિસ હોય તો દારૂ વાળાના હાડકાં તોડી નાખે ? "
" કાન્તા.. બુન રાજસ્થાનના કાયદા ઘણા કડક કહેવાય. નહીંતર ગુજરાતના કાયદાના રખેવાળ જ ચોર બની ગયા છે પછી ક્યાં સમાજ અને દેશના ગુનેગારને સુધારતા હશે "
" કાન્તા.. તારી વાત એકદમ હાચી છે. "
" માં.. આ તો રાજકારણની ગંદી રમત કહેવાય. "
" કેમ.. કાન્તા ".
" માં.. આ તો બધા ચોરના ચોર ઘંટી ચોર કહેવાય કારણે જ્યારે લોકોની જરૂર પડે ત્યારે આપણી ભોળી અભણ જનતાને વાતની માયા જાળમાં ફસાવે છે.
" કાન્તા.. હારુ થયું કે એ ટેમે તું.. આઠ ચોપડી ભણી નહીતર આવી સમજ આજના દનમાં તારામાં ન હોત. "
" માં.. એ તો તારો ભણતર પ્રત્યે લગાવ અને સમજને કારણ એ ટેમે હું.. આઠ ચોપડી ભણી શકી, નહીંતર મારા સંગાથ ની ઘણી છોકરીઓ આજના ટેમે અભણ રહી ગઈ.. "
આમને આમ વાતો કરતાં બધા એ ખાઈ લીધું , એ પણ રાજુ સિવાય..! કારણ કે રાજુ દારૂ પીવા માટે અસલ મોકો જોઈને છટકી ગયો હતો.

( પ્લીઝ વેટ એન્ડ ર્વાચ નેક્સ્ટ ચેપ્ટર - 12 )

----? ✍ શેખર ખરાડી ઈડરિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED