કબીર : રાજનીતિ ના રણમાં - 3 Ved Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કબીર : રાજનીતિ ના રણમાં - 3

કબીર 26 વર્ષ ની વયે સૌથી નાની ઉંમર નો મુખ્યમંત્રી બનશે !!!

ચારે બાજુ ફટાકડા ફૂટતા હોય છે.મીઠાઈઓ વહેંચાય છે.
કબીર મીડિયા સમક્ષ પોતે કરેલા બધા વાયદા પુરા કરશે અને પ્રજા ની આકાંક્ષાઓ પુરી કરશે , એવા નિવેદનો આપે છે.

કબીર રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવ માટે દાવો રજુ કરે છે.ગુજરાત ની પ્રજા કબીર ને વિજયમાલા પેરાવે છે અને આશીર્વાદ આપે છે.કબીર પોતાના પક્ષ માંથી ચૂંટાયેલા નેતાઓને જવાબદારી પૂર્વક અને પ્રજા ના કલ્યાણ માટે કામ કરવા તૈયાર રહેવા જણાવે છે.કબીર બહુ જ ખુશ હોય છે.

પણ બધા ના મનમાં અમુક સવાલો પણ હોય છે જેમ કે શું કબીર સારો વહીવટ કરી શકશે ? પ્રજા ના સપના પુરા કરવા માટે કબીર શું પગલાં લેશે ???
આ બધી ઇંતેઝારી વચ્ચે સાંજે કબીર પોતાનું બહુમત પુરવાર કરીને શપથ લેવાનો હોય છે.એક નવો જ માહોલ બનેલો હોય છે.

બીજા દિવસે સવારે જયારે જયારે પ્રજા જાગે છે પોતે સમાચાર વાંચે છે અને T.V જોવે છે.

શું વાત કરે છે ભાઈ ???
હા સાચી વાત છે !!!!!
કબીર બહુમત પુરવાર ના કરી શક્યો ?????
આવું કેવી રીતે બને ???

કબીર જયારે પોતાના 51 ધારાસભ્યો ને લઇ ને જયારે બહુમતી પુરવાર કરવા જાય છે ત્યારે પેલાનો સત્તાધારી પક્ષ " પ્રજા કલ્યાણ પક્ષ " કબીર ની પાર્ટી માં ચૂંટાયેલા એક દલિત નેતા ને ભડકાવે છે કે કબીર દલિત વિરોધી છે , એ ભારત ના સંવિધાન નો વિરોધી છે.

જયારે બીજી બાજુ જૂનો વિપક્ષ " સર્વહિત પક્ષ " કબીર ના પાર્ટી ના એક બ્રાહ્મણ નેતાને ભડકાવે છે.કે કબીર સવર્ણો નું જીવન હરામ કરી નાખશે.કબીર બ્રાહ્મણ વિરોધી માનસિકતા રાખે છે.

આમ કબીર જયારે રાજ્યપાલ સમક્ષ બહુમત પુરવાર કરવા જાય છે ત્યારે 51 ના બદલે 49 ધારાસભ્યો જ હાજર હોય છે.કબીર ને બહુમતી તૂટી જાય છે.અને સરકાર બન્યા પેલા જ પડી જાય છે.

ચારે બાજુ કબીર ની ફજેતી થાય છે....
મુખ્ય વિપક્ષી પાર્ટી કબીર પર હશે છે !!!
જે પોતાના ધારાસભ્યો સાચવી ના સકી એ રાજ્ય કેવી રીતે સાચવશે ???

મીડિયા વાળા પણ કબીર વિશે નકારાત્મક પ્રચાર માં લાગી જાય છે.આમા વિપક્ષ ની સાજીસ હોય છે.એ પણ મીડિયા વાળા ને રૂપિયા આપીને પ્રચાર માં લગાવી દે છે.કબીર પોતે હાઈ -લેવલ મિટિંગ બોલાવે છે પણ કોઈ ને કઈ સુજતુ નથી.કબીર ની હાલત ઇધર કુઆ ઉધર ખાઈ જેવી થાય છે.

શું કબીર અને એની પાર્ટી ની અસ્તિત્વ જોખમમાં મુકાશે ???
હવે ફરી ઇલેકશન થશે તો શું પ્રજા કબીર ને સાથ આપશે ???
ઇલેકશન માં કરોડો રૂપિયા ના ખર્ચ બદલે પ્રજા કબીર ને માફ કરી શકશે ???

1 મહિના પછી ઇલેકશન ના બ્યુગલ ફૂંકાય છે.ઇલેકશન થાય છે.અને એના પરિણામ પણ આવે છે.

કબીર ના પક્ષ ને 100 માંથી 75 સીટો મળે છે.
વાહ ભાઈ વાહ !!!!
માનવું પડે !!!

કબીરે કર્યું શું ? કબીર ઇમોશનલ ગેમ રમે છે.એ યાત્રા નીકળે છે … ગામે - ગામ જાય છે. પોતે સિદ્ધાંત વાળો રાજનેતા છે. પ્રજાના ભલા માટે કામ કરવાનો હોય છે.પોતાને સત્તા ના મળી એ માટે વિપક્ષ ની પાર્ટી ને જવાબદાર ગણે છે.

કબીર પોતાને પ્રજા ના પૈસાનો સિપાહી , વિકાસ નો રાહી બતાવે છે.આમ જાતિવાદ વિરૃદ્ધ વિકાસ ની લડાઈ બની જાય છે.પ્રજા ને પણ વિપક્ષ ના નેતાઓ ની વાસ્તવિકતા ખબર હોય છે.એ ખોબે ખોબે કબીર ના પક્ષ ને વોટ આપે છે.આમ કબીર સત્તા પાર પાછો આવી જાય છે અને મુખ્યમંત્રી પદ ના સપથ લે છે.

લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893