Kabir - rajniti na ranma - 2 books and stories free download online pdf in Gujarati

કબીર : રાજનીતિ ના રણમાં - 2

"ગુજરાત કલ્યાણ પાર્ટી " ના I.A.S નેતા ના ઘરે થી કરોડો રૂપિયા ની બેનામી સંપત્તિ મળે છે. જયારે પાર્ટી ના બીજા નંબર ના નેતા ની સેક્સ ક્લિપ બજાર માં ફરતી થઇ જાય છે.

ચારે બાજુ હાહાકાર મચી જાય છે.અમુક લોકો હવે નવી પાર્ટી પર વિશ્વાસ ગુમાવે છે.કબીર પાર્ટી ના કોર કમિટી માં સામેલ હોય છે.જતા જતા નવી પાર્ટી ના I.A.S અધિકારી કબીર ને પોતાના પક્ષ નો નેતા બનવા માટે કેહતા જાય છે.કબીર હવે " ગુજરાત કલ્યાણ પાર્ટી " નો નેતા બને છે.

કબીર નેતા બનતા ની સાથે જ T.V , મીડિયા , ફેસબુક , વગેરે માં પ્રસાર ચાલુ કરે છે.સત્તાધારી પક્ષ ના લોકો નું આ ષડયંત્ર છે.લોકો નવી પાર્ટી માં વિશ્વાસ રાખે.પોતાના પક્ષ ના લોકો નિર્દોષ છે.કબીર પ્રજા વચ્ચે જાણ યાત્રા નીકળે છે લોકો ને પોતાની પાર્ટી ની વિચારધારા અને સત્તાધારી પક્ષ ના ષડયંત્ર વિશે માહિતી આપવા.અહીં અમુક લોકો કબીર પાર વિશ્વાસ કરે છે જયારે બાકીના વિરોધ પણ.

કબીર ને જમીન પર થી અમુક રિપોર્ટ મળે છે જે કબીર ની પાર્ટી ના ભવિષ્ય માટે અને આવનારા ઇલેકશન માટે સારા નથી હોતા.ગુજરાત રાજ્ય માં ઇલેકશન ને હવે 2 મહિના જ બાકી હોય છે.સત્તાધારી પક્ષ હવે પોતે જીતી જશે એવું માની લેછે. કબીર ને નવો નિશાળીયો બતાવે છે.

ઇલેકશન ના 1 મહિના પહેલા સત્તાધારી પક્ષ ના નાણા મંત્રી લાંચ લેતો વિડિઓ જયારે ગૃહ મંત્રી નો એક સ્ત્રી સાથે નો વિડિઓ ફરતો થાય છે.પ્રજા માં હાહાકાર મચી જાય છે!!!

એક તો સત્તાધારી પાર્ટી ના નેતાઓ દાગી હોય છે ઉપર થી આટલા મોટા મંત્રી ના વિડિઓ બહાર આવવા.સત્તા પક્ષ ની સત્તા જશે એ લગભગ નક્કી હોય છે…. જયારે આનો આરોપ વિપક્ષી પાર્ટી " સર્વહિત પક્ષ " પર લાગે છે.આમ સત્તાપક્ષ પણ વિપક્ષી પક્ષ ના નેતાઓ ના સેક્સ અને લાંચ લેતા વિડિઓ બજાર માં ફેરવે છે.

આવું પહેલી વખત બને છે જયારે મુખ્ય 3 પાર્ટી ના નેતાઓ નો સેક્સ અને લાંચ લેતા વિડિઓ બહાર આવેલા હોય છે.

સત્તાધારી પાર્ટી અને વિપક્ષ ની પાર્ટી હવે પોતાના ઉમેદવારો ઉતારવાનું ચાલુ કરે છે.મોટા ભાગે ભારત માં છેલ્લા 50 વર્ષ થી થાય એમ દાગી , બળાત્કારી , અમીર ઉમેદવારો જ ઉભા રાખે છે.

ઉમેદવારો જાહેર કરવાના છેલ્લા દિવસે કબીર પોતાના ઉમેદવારો જાહેર કરે છે.

કબીર પોતે રણનીતિ , પોતાની રાજ્યની પ્રજાના મુદ્દા , વગેરે લઇ ને પ્રજાની સમક્ષ જાય છે.રેલીઓ કરે છે.રાત-દિવસ એક કરે છે.પરિવર્તન લાવવા માટે પ્રજા ને લલકારે છે.પોતાના થી બનતા બધા જ પ્રયાસ કરી છુટે છે.

આજે ઇલેકશન નું રિઝલ્ટ આવવાનું હોય છે.બધા સવાર થી જ T.V સામે ગોઠવાઈ જાય છે.પાર્ટી મુખ્યાલય પણ ભરાઈ જાય છે.કબીર ના રાજકીય અસ્તિત્વ નો દિવસ હોય છે.કબીર ની રાજનીતિક સુઝબુઝ , એની રણનીતિ , એને ગોઠવેલા સોગઠાં.બધું જ આજે ખબર પડી જવાની હતી.

બીજા દિવસે ગુજરાત અને ના છાપા,મીડીયા માં સમાચાર આવે છે.

કબીર ની "ગુજરાત કલ્યાણ પાર્ટી" 100 માંથી 51 સીટો પાર વિજય મેળવે છે!!!
શું વાત છે ???
કબીરે કેવી રીતે આટલી સીટો જીતી ???

કબીર પોતે 70% ટિકિટો 28-32 વર્ષના યુવાનો ને આપે છે.જે I.I.T , I.I.M માંથી પાસ કરેલા હોય.જે પ્રજા માટે કંઈક સારું કરવાની ભાવના રાખતા હોય.કબીર દરેક વિસ્તાર , જાતી-જ્ઞાતિ , બધું જ ધ્યાન માં રાખે છે.મહિલાઓ ને પણ કબીર 33% ભાગ આપે છે.

બાકીના 30% માં કબીર સેવા-નિવૃત I.A.S,I.P.S , સમાજસેવી લોકો ને ટિકિટ આપે છે.કબીર પોતાની રાજનીતિક કુનેહ નો પરિચય આપી દે છે.પ્રજા હવે ખુશી થી નાચી ઉઠે છે.

લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893

બીજા રસપ્રદ વિકલ્પો