કબીર મુખ્યમંત્રી તો બન્યો પણ ત્યાં સુધી એને કેવી શતરંજ બિછાવી , કેવા મોહરા ચાલ્યો , કઈ ચાલ અને કેવી રીતે રમ્યો એ જોઈએ...
કબીર ની ચાલ -1
"ગુજરાત કલ્યાણ પાર્ટી" ની જયારે સ્થાપના થાય છે ત્યારે પ્રજા નું ખુબ સમર્થન મળે છે જેથી સત્તા અને વિપક્ષ ના પેટ માં તેલ રેડાય છે.આ પાર્ટી ના નેતાઓ પોતાના ભાડા ના લોકો ને " ગુજરાત કલ્યાણ પાર્ટી " માં જોડાવા કહે છે.એમાં ફાટફૂટ પાડવા , જાતિવાદ નું ઝેર ફેલાવવા માટે કહે છે.આ ભાડા ના માણસો નવી પાર્ટી માં પોતાનું કામ કરતા હોય છે.
આ ભાડાના જ માણસો I.A.S અધિકારી ના ઘરે રૂપિયા ભરેલી બેગ મૂકે છે અને C.B.I ની રેડ પડાવે છે. જયારે પાર્ટી ના 2 જા નંબર ના નેતા ને દારૂ પીવડાવી બેભાન કરી યુવતી સાથે વિડિઓ ઉતારી લે છે.
કબીર ને કંઈક અજુગતું થવાની ગંધ આવી જાય છે કેમ કે પેલા કબીરે સત્તા પક્ષ અને વિપક્ષ એમ બંને પાર્ટી માં કામ કરેલું હોય છે.માણસો જોઈને એને ખ્યાલ આવી જાય છે કે આ માણસો ભાડા ના ગુંડા છે.
તો પછી કબીર પોતાની પાર્ટી ના નેતા ને જાણ કેમ કરતો નથી ???
કબીર ને ખબર હોય છે કે પોતાની પાર્ટી ના નેતા એક સજ્જન માણસ છે એ આ ખંધા રાજકારણીઓ સામે ટકી શકશે નહિ.એ જાણી જોઈને આ બધું થવા દે છે , એમાં એને પોતાનું રાજકીય ભવિષ્ય અને પોતાની રાજનીતિમાં જવાની એક માત્ર તક દેખાય છે.
કબીર ની ચાલ -2
પેલા જોયું એમ ઇલેકશન પહેલા સત્તાધારી અને વિપક્ષ ના નેતાઓ ની સેક્સ ક્લિપ અને લાંચ લેતા વિડિઓ બહાર આવે છે.કબીર પોતાની પાર્ટી ને મજબૂત કરવા સત્તા અને વિપક્ષ એમ બંને ના સારા સારા નેતાઓ અને કાર્યકરો ને પોતાના પક્ષ માં જોડાવા આમંત્રણ આપે છે અને કહે છે કે બંને પક્ષ માં માત્ર ને માત્ર પરિવાર વાદ ચાલે છે તમારા લોકો નું કોઈ ભવિષ્ય નથી ત્યાં.
જે નેતા ઓ કબીર નો પક્ષ જોઈન કરે છે એમાં એક વ્યક્તિ પાસે ગૃહમંત્રી નો વિડિઓ હોય છે.
કબીર પોતાના I.T cell ના હેકર પાસે થી એ વિડિઓ વિપક્ષ ના નેતા ના મોબાઈલ માં દાખલ કરે છે અને એના મોબાઈલ માંથી વિડિઓ ફરતો કરે છે.
સત્તાધારી પક્ષ એવું માને છે કે વિડિઓ વિપક્ષે ફેલાવ્યો તેથી સત્તાધારી પક્ષ પણ વિપક્ષ ના નેતાઓ નો વિડિઓ ફરતો કરે છે.આમ પેલી વાર્તા ના જેમ 2 કુતરા લડે ને 3 જો વાંદરો રોટલી લઇ જાય છે.
પ્રજા ના મન માં બંને જુની પાર્ટી પ્રત્યે નારાજગી વધી જાય છે.અને પોતાનો સત્તા માં આવવા માટે નો રસ્તો સાફ થઇ જાય છે.
કબીર ની ચાલ -3
પેલા જોયું એમ કબીર 100 માંથી 51 સીટો જીતે છે પણ એની સરકાર પડી જાય છે.એક વિપક્ષી પાર્ટી એક દલિત નેતા ને જયારે બીજી બ્રાહ્મણ નેતા ને ફસાવે છે અને કબીર મુખ્યમંત્રી બની શકતો નથી.
વાસ્તવમાં આ કબીર ની જ ચાલ હોય છે.કબીર ને ખબર હોય છે 51 સીટો હોવાથી પોતે આ ખંધા રાજકારણીઓ સામે લાંબો સમય ટ કી શકશે નહિ.એ પોતાના 2 ધારાસભ્યો ને આ ચાલ ચાલવા કહે છે જયારે વિપક્ષ તો કબીર ની સરકાર બને નહિ એ માટે તૈયાર જ હોય છે.
વિપક્ષ ના મન માં કબીર ની સરકાર પડી જશે એતો રાહ જોઈને જ બેઠા હતા પણ એમને ક્યાં ખબર હતી કબીર ની ગોઠવેલી રાજનીતિની !!!
એક બ્રાહ્મણ અને દલિત નેતા તો કબીરે જ ગોઠવેલા પ્યાદા હતા !!!
આ બંને દલિત-બ્રાહ્મણ ધારાસભ્યો વિપક્ષી નેતાઓ જોડે જે વાતચીત કરે એનું રેકોર્ડિંગ પણ કરે.વિપક્ષી નેતાઓ એમને કબીર ની સરકાર પાડવા જાતિવાદ નું ઝેર અને રૂપિયા આપવા ની લાલચ આપે છે.
કબીર ઇલેકશન ના 2 દિવસ પેલા આ રેકોર્ડિંગ પ્રજા સમક્ષ ખોલી દે છે.જેથી પ્રજા ને ખબર પડે કે જાતિવાદ ના નામ પર આ નેતાઓ જ અંદર અંદર લડાવે છે અને એમના રોટલા શેકે છે.
પછી ઇલેકશન માં કબીર સીધો 51 માંથી 75 પર પહોંચી જાય છે.
લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893