બીજા દિવસે સવારે દેશ-વિદેશ ના T.V , News , માં સમાચાર વાયુ વેગે વહેતા થાય છે !!!!
આખો દેશ હચ-મચી જાય છે !!!
કબીર આરક્ષણ ના વાસ્તવિક આંકડા જાહેર કરે છે.આઝાદી ના છેલ્લા 50 વર્ષ માં કોને કેટલો લાભ લીધો.
આમાં દલિત સમુદાય ની 10 જ્ઞાતિ માંથી 3 જ્ઞાતિ ઓ એ અનામત અને સરકારી લાભો નો 80% જેટલો લાભ લીધો.જયારે બાકીની 7 જ્ઞાતિ તો શોભાના ગાંઠિયા ની જેમ ફક્ત નામ માત્ર ની જ અનામત માં સામેલ હતી.
આવી જ હાલત આદિવાસી સમુદાય ની હતી 15 કુલ જ્ઞાતિ માંથી 5 જ્ઞાતિ ઓ એ 90% લાભ લીધો જયારે બાકીનાને આરક્ષણ એટલે સુ એની પણ ખબર નતી.
સૌથી ખરાબ હાલત ઓ.બી .સી ની , કુલ 150 કુલ જ્ઞાતિ ઓ માંથી 25 જ્ઞાતિઓ એ આરક્ષણ અને સરકારી સહાય નો 75% લાભ લીધેલો.જયારે બાકીની જ્ઞાતિઓ ને કોઈ જ લાભ મળ્યો નહિ ઉપર થી એમાં અમુક પેહલે થી જ સુખી અને સમૃદ્ધ જ્ઞાતિઓ સામેલ હતી.
આઝાદી ના 51 વર્ષ પછી કોઈ વીર પાક્યો તો જેને અનામત ની વાસ્તવિકતા પ્રજા સામે ઉજાગર કરી !!!!!!!
હવે બાજી પલટાય છે.માહોલ બદલાય છે. જે SC,ST, O.B.C ના નામ પર રોટલી સેકતતા એવા નેતાઓ ની વાસ્વિકતા બહાર આવવાની હતી….
જે નેતાઓ પોતાની જાતને દલિત અને આદિવાસીઓ ના ઉદ્ધારક બતાવતા એતો વાસ્તવમાં એમના જ દુશ્મન નીકળ્યા.દલિત અને આદિવાસી ના નામ પર પોતાની રાજકીય સત્તા બનાવી અને પોતાના કુટુંબ અને નજીક ના લોકોને અનામત અને સરકારી સહાય નો લાભ આપ્યો.
બાકીની પ્રજા તો જેવી હાલત પહેલા હતી એવી અત્યારે. ..એમના જીવન માટે કોઈ સુધારો તો થયો હતો જ નહિ !!!!
બીજા દિવસે કબીર એક જ ધડાકે એક બિલ લઇ ને આવે છે...
1. જેમને આઝાદી ના 50 વર્ષ સુધી અનામત નો લાભ લીધો એમને અનામત નો ફરી લાભ નહિ મળે.
2. SC,ST,OBC ની સમૃદ્ધ જ્ઞાતિઓ આજ થી જ જનરલ કેટેગરી માં આવશે.
ગુજરાત ના ગરીબો આજે સૌથી વધુ ખુશ થાય છે.સાથે સાથે ગુજરાત ની પ્રજા પણ.પોતાના રાજ્યમાં બપોરે હોળી જયારે રાતે દિવાળી ઉજવાય છે.
જે જાતિવાદે આ દેશ માં માઝા મૂકી તી કબીર 1 દિવસ માં જ એનો ફેંસલો બોલાવી દે છે.માનનીય સુપ્રીમે કોર્ટ પણ કબીર ની સરકાર ના નિર્ણય ને આખા દેશ માં લાગુ કરવા માટે વાત કરે છે.
વાહ કબીર !!!
શું માસ્ટર સ્ટ્રોક !!!
રાજનીતિ ના ખેલ નો અઠંગ ખેલી !!!
બિલકુલ ખલનાયક !!!
કબીર હવે પોતાનું પૂરું ધ્યાન રાજ્ય ના વિકાસ અને નોકરી માં લગાવે છેઆજકાલ જીવનશૈલી બરાબર ના હોવાથી યુવાનો , મહિલાઓ , નોકરિયાતો વગેરે માં તણાવ , રોગ, વ્યસન , વગેરે ખુબ વધી જાય છે...કબીર પોતાની પ્રજાનું ભલું ઈચ્છતો હોય છે.કબીર ચારે બાજુ લાયબ્રેરી ચાલુ કરાવે છે જેથી લોકો નો સર્વાંગી વિકાસ થાય.સારું વાંચન એ સારા વ્યક્તિત્વ નો વિકાસ કરે.કબીર પોતે પણ લોકો ને સારા પુસ્તકો વાંચવા પ્રેરણા આપે છે.
આ બાજુ કબીર પોતાના રાજ્ય માં લોકો ને શરીર પ્રત્યે જાગૃત કરે છે.લોકો ને યોગ-વ્યાયામ વિશે સમજાવે છે.વિવિધ યોગગુરુ અને આધ્યાત્મિક ગુરુ ઓ નો સાથ લઇ પ્રજા નો શારીરિક અને માનસિક વિકાસ થાય એના માટે પ્રયાસ કરે છે.સરકાર ના ખર્ચે જિલ્લાઓ માં પ્રજા માટે યોગ શિબિર કરાવે છે.દોડવા માટે રેસ યોગે છે.
આમ કબીર નાની નાની વાતો થી મોટા બદલાવ લાવવા પ્રયાસ કરે છે.
લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893