Black Eye - 34 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - પાર્ટ 34 

બ્લેક આઈ પાર્ટ 34

સેમી એ જીગાને કહી તો દીધું કે ક્લાસ છૂટી ને મળજે પણ તે વાત શું કરશે , તે અસમંજસ માં અત્યારે ક્લાસ માં બેઠો હોય છે . તેને વિચારી લીધું કે અત્યારે તે ખાલી જીગાને બહાર આવવા માટે મનાવી લેશે , બંને ભાઈ બહેન એકબીજાને જોશે એટલે અડધો પ્રોબ્લમ તો એમ જ સોલ્વ થઇ જશે .
જયારે ક્લાસ છૂટીને બધા બહાર નીકળતા હતા ત્યારે સેમી બધાથી પાછળ હતો . જીગો આગળ ચાલ્યો ગયો હતો પરંતુ ત્યાં બધા ફ્રેન્ડને પોતાને કોલેજમાં થોડું કામ છે એમ કહીને રોકાઈ ગયો . ત્યાં સેમી પણ પાછળથી આવ્યો .

જીગો : તારા લીધે પહેલીવાર હું આ બધાથી ખોટું બોલ્યો , હવે જલ્દી બોલ શું કામ છે ?

સેમી : ખોટું બોલવાનો તને અફસોસ નહીં થાય એની ગેરંટી આપું છું પણ એ માટે તારે મને રાત્રે હોટેલ તાજવિહાર માં 8 વાગે મળવું પડશે , તારી માટે સરપ્રાઈઝ છે .

જીગો : કેને શું સરપ્રાઈઝ છે ?

સેમી : અત્યારે કહી દઉં તો એ સરપ્રાઈઝ ન રહે , એટલે રાત્રે 8 વાગે એકલો કોઈને લીધા વગર પોંહચી જજે , ચાલ હવે byy મારે મોડું થાય છે .

જીગો વાત આગળ લંબાવે એ પહેલા તો સેમી ત્યાંથી નીકળી ગયો , જો તે રોકાણો હોત તો તેને જીગા ના સવાલોના જવાબ આપવા પડત , જે માટે તે અત્યારે તૈયાર ન હતો .

સેમી ત્યાંથી સીધો જ તેની ઓફિસે ગયો અને તેણે બનાવેલા પ્રોગ્રામ પર કામ કરવા લાગ્યો .
તે ઓફિસે થી કામ પતાવીને નીકળો ત્યારે ઓલરેડી 7 વાગી ગયા હતા , આથી તે ફટાફટ કાર લઈને પોતાના ઘરે ગયો . ઘરે પોંહચયો તો સંધ્યા ઓલરેડી તૈયાર થઇ ગઈ હતી અને તે સાગરની રાહ જોઈને જ બેઠી હતી . સાગર ફટાફટ ફ્રેશ થઈને બહાર આવ્યો અને સંધ્યાને લઈને હોટેલમાં આવવા માટે નીકળી ગયો . સંધ્યાને પણ સરપ્રાઈઝ જાણવાની ખુબ જીજ્ઞાશા હતી ,અને તેને ખબર હતી કે તે સાગરને કઈ પૂછશે તો તે તેનો જવાબ દેવાનો નથી આથી તે ચુપચાપ કાર માં બેઠી હતી .

સાગર : કેમ મેડમ તમે ચુપચાપ બેઠા છો ?

સંધ્યા : તને તો ખબર છે મને સરપ્રાઈઝ ખુબ ગમે છે પણ હું તને કઈ પૂછીશ તો તું તેનો જવાબ દેવાનો નથી અને મને અત્યારે બીજી વાત કરવાની ઈચ્છા નથી .

સાગર : એ વાત બરાબર કે તને એના વિશે નહીં બતાવું પણ તું આજે મસ્ત લાગે છે 👌👌👌

સંધ્યા : શું કાયમ સારી નથી લાગતી એમ વાત કરે છે .

સાગર : ના ના કાયમ સારી લાગે છે પણ આજે તો વધારે જ સરસ લાગે

આમ લડતા ઝગડતા તેઓ પોતાની મંઝિલ તરફ એટલે કે હોટેલ તરફ આગળ વધે છે . થોડીવારમાં જ હોટેલ આવી જાય છે અને સાગર ત્યાં સંધ્યાને ઉતારીને કાર પાર્કિંગ તરફ કાર પાર્ક કરવા જાય છે , પછી બંને સાથે હોટલ માં અંદર જાય છે અને સાગરે બુક કરાવેલ ટેબલ પર જાય છે , સંધ્યા હોટેલ નું મેઈન ડોર સામેની તરફ આવે તેમ બેસવા જતી હોય છે પરંતુ સાગર ત્યાં બેસી જાય છે અને સંધ્યાને ડોર તેની પીઠ તરફ આવે તે રીતે બેસાડે છે . સાગર તેને એટલા માટે તેમ બેસાડે છે કેમ કે જો જીગો આવે તો પોતાને તે દેખાય અને ભાઈ બહેન એવી રીતે એકબીજાને ત્યાંસુધી ન જોઈ શકે જ્યાંસુધી જીગો ટેબલ પર આવી ન જાય .
થોડીવાર બેસે ત્યાં જ સંધ્યાથી નથી રહેવાતું અને પાછું સરપ્રાઈઝ વિશે પૂછે છે .

સાગર : આટલી રાહ જોઈ છે તો થોડી વધારે જોઈ લે . કોઈએ કહ્યું છે કે ઇંતઝાર માં જે મજા છે તે બીજા એકપણ માં નથી . હું તને ગેરેન્ટી મારીને કહું છું આ સરપ્રાઈઝ તારી જિંદગીનું બેસ્ટ સરપ્રાઈઝ હશે .

તેઓ હજુ વાતો કરતા જ હોય છે ત્યાં તેને દરવાજેથી જીગો આવતો દેખાણો . જીગો પણ દરવાજામાં ઉભો રહીને સેમીને જ ગોતતો હોય છે . સંધ્યાનું ધ્યાન ન જાય તે રીતે સાગરે હાથ ઉંચો કરીને જીગાને તેની તરફ બોલાવ્યો . જીગો તેની મંજિલ તરફ એટલે કે સાગરના ટેબલ તરફ આગળ વધે છે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED