આ વાર્તાની અંદર બે પાત્રનો વાર્તાલાપ છે, એક નું નામ જાનવી જેની ઉમર 15 વર્ષ છે અને બીજો જય જેની ઉમર 10 વર્ષની છે.
ભફ થય ગ્યો
જાનવી : હેલો જયલા.
જય : મને ન બોલાવ, હું મરી ગ્યો.
જાનવી : કેદી?
જય : કાલ સાંજે
જાનવી : હાય હાય, કેમ કરતાં?
મને કિધું પણ નઈ?
જય. : ભફ થય ગ્યો એમાં અલી..
જાનવી : કેતો તો ને મને કઈ?
જય : પણ ઓચિંતાનો ધાબેથી ગબડી ગ્યો..
કેવાનો વેતતા આવવો જોય ને.
જાનવી : લ્યો તો હવે?
જય : શું લ્યો, હવે હું આયાં રય ભગવાન નાં ઘરે ભાઈ....
બાપુ ને તા આયાં હાવ જલસા જ છે..
જાનવી : કેમ જલસા?
જય :તને તા ખબર ને હું કેટલો અપલખણો છું, હું ક્યાય સરખે થી ન બેસું.
તો એમાં મે આયાં રમતાં રમતાં રામ ભગવાન છે ને, એના રથ માંથી પયણું કાઢી લીધું..
પણ મને એવી કાવ ખબર, મને તા એમ કે આ ટાયર હશે આપડી સાઇકલ ની જેમ તી હું કવ ફેરવું..
જાનવી : કપાર તારું.
જય : પછી હું તા ટાયર લઈ ને રમવા વયો ગ્યો બધેય આંટો મારી આવ્યો.. ( કૈલાશ ને વૈકૂટ) અને બોલ આયાં ભગવાન ને મોકે ક્યાંક જવું તું અને હનુમાન બાપા પણ મોકે હટાણું કરવા ગ્યાંતા..
એટલે એને એમ કે રથ લઈ લવ પણ રથ માં તા ટાયર જ નઈ... બાપૂ ફેરવવા લઈ ગ્યાંતા.. હાહાહાહા
આખું અયોધ્યા ગોટે ચડયું અને બાપુ મોજથી ટાયર ફેરવે..
એમાં નારદજી મને ભાળી ગ્યાંતા રખડવા જતાં, તો પછી એને ભગવાન ને કીધું કે ટાયર જયલો લઈ ગ્યો,બરડા ઉપર ફેરવે છે .
જાનવી. : જયલા ક્યાંક તો સખણો બેસ એલા..
જય : તું સાંભડ હજુ,
એવામાં તા હનુમાન બાપા હટાણું કરી ને આવી ગ્યાં અને પછી ભગવાન એ હનુમાન બાપા ને કીધું મને લઈ આવવાનું,
હનુમાન બાપા મને ટાયર હોતો ખંભે ઉપાડી આવ્યા, પછી બોલ બધાં મારી સામે જોવે, હું તા નમાણો થય ને ઊભી ગ્યો, પણ હું જીણકો ને તો ભગવાન એ મને કઈ ન કીધું..
હુંરે હુંરે હુંરે હુંરે..... બડા મજા આયા
જાનવી : હે ભગવાન આનું કઈ ક કરો. ક્યાં માથું પછાડું..
અય જયલા હું નાસ્તો કરી લવ હો, પછી વાત કરું
આવજે
જય : ઠાવકું, જય શ્રી કૃષ્ણ
જાનવી : હેલ્લો જયલા.
જય : હાઈ જાનવા.
જાનવી : શું કરે છે?
જય : મોબાઇલ માં મથુ.
જાનવી : જયલા તારી જોડે મોબાઇલ ક્યાથી આવ્યો હે?
જય : હું બોવ તોફાન કરતો ને તો ભગવાન એ એના માટે બધાં ને પૂછ્યું આ ટાયા ને કેમ સાચવવું તો જાબુંવન કાકા છે ને જે સૌથી મોટાં છે એની આઇડિયા આપ્યો કે આજના ટાયા ને મોબાઇલ લઈ દયો તો એમાં પડ્યો રેસે.
તો ભગવાન એ મને મસ્તીનો નવો ફોન લઈ દિધો, ટકા ટક હો.. પણ એમાં કાર્ડ નતું બોલ ખાલી ગેમ હાલે..
જાનવી : તો આ કાર્ડ અને ઇન્ટરનેટ ક્યાથી?
જય : એ છે ને હું હમણાં વૈકુંટ ગ્યોતો હું કવ હાલો વિષ્ણુ ભગવાન ને મળતા આવી..
તે ત્યાં ગ્યો ને તો તા ઓલા મુકેશભાઈ નઈ રિલાયંસ વાડા એના પપ્પા છે ને ધીરુભાઈ એ ત્યાં હતાં..
અને મોકે મેં ત્યાં જય ને ભગવાન ને રામ રામ કિધા અને પગે લાગ્યો.
એટલે ધીરુભાઈ નું ધ્યાન ગયું કે આ કોક આપણો લાગે છે..
મારું તો ધ્યાન પણ નતું પણ હું પાછો જતો તો ને ત્યાંતો ધીરુભાઈ એ રાડ પાડી એ દિકરા, હું કવ આ કોણ? પાછળ ફરી ને જોયું તો તા ધીરુભાઈ,
પછી હું તા પગે લાગ્યો, રામ રામ કિધા મને કે કેમ છે દીકરા?
હું કવ મજા મજા.
જાનવી : અરે પણ હા મોજ હા
જય : સાંભળને તું,
મેં કીધું તમે આયા હું કરો?
ત્યારે ધીરુભાઈ કે, દિકરા નીચે જેવડી રિલાયંસ છે ને એનાથી 100 ગણી મોટી રિલાયંસ આપણી આયા છે.
અને મારા તા મોજના પોરહ છૂટી ગ્યાં..
અને સાલું અંદર થયુ ગુજરાતી એટકે ગુજરાતી...
જાનવી : પણ આપડે કાર્ડની વાત છે.
જય : હા જો,
મને ધીરુભાઈ જોડે વાત કરતા કરતા કાર્ડનું મોકે યાદ આવી ગ્યું અને મેં કીધું ધીરુભાઈ આ મોબાઇલ તા ભગવાને લઈ દિધો પણ કાર્ડ નઈ, એટલું કઈ ને હું તા નમાણો થય ગ્યો..
તો તા ધીરુભાઈ કે અરે દિકરા આયા જેટલા કાર્ડ અને ટાવર છે એ બધાય આપડા જ છે..
અને પછી એને મને એક કાર્ડ આપ્યું અને ફૂલ ટોકટાઇમ કરી આપ્યું, કોઈ દિવસ ન ખૂટે એવું નેટ અને કોલિંગ બંને એ પણ ફ્રી..
ભાઈ તો રાજીનાં રેડ થય ગ્યાં, હું કવ જમાવટ આવી ગય..
જાનવી : સારુ લ્યો હવે પછી વાત કરું મારે ભણવા જવું.
જય : સારુ જય શ્રી કૃષ્ણ