જય : હું કમળનું ફૂલ લેવા ગ્યોને તો રખડતો રખડતો એક રમણીય તળાવને કાંઠે પોચી ગ્યો ..
એની સુંદરતાથી મારું મન મોહાય ગયુ .. અને જાનવા તળાવની અંદર અનેક કમળના ફુલ ખીલેલા હતા ..
જાનવી : ઠીક , પછી ?
જય : ફૂલને તોડવા મેં મારા પગની પાનીનો સ્પર્શ પાણી સાથે કર્યો .. પણ સ્પર્શતાની સાથેજ પાણી અદ્રશ્ય થય ગયુ .. અને ખાલી રેતી વધી..
જાનવી : લે એવું કેવું ?
જય : હા બોલ ,
યાર હું તા આંઘો વાંઘો થય ગયો ..
ફુલ ટેન્શન માં આવી ગયો યાર કે હવે ફૂલ ક્યાથી લાવી ?
જાનવી : બાપા પછી શું થયું ક્યાથી લાવ્યો ફૂલ ?
જય : પછી હું રડતો રડતો ત્યાં એક જાડવાના થળ નીચે બેસી ગ્યો ..
એક કલાક , બે કલાક , ત્રણ કલાક થય ગઈ તો તા પવન દેવ મને ભાળી ગ્યા ,
એને થયું આયા અત્યારે કોણ છોકરું હશે ..
તો પવન દેવ નીચે આવ્યા અને હું તા રડતાં રડતાં સૂઈ ગ્યોતો ..
તો એની મારા માથે હાથ ફેરવીને ઉઠાડ્યો મને પૂછ્યું શું કરે છે આયા એકલો અને કોણ છે ?
પછી મેં મારો પરિચય જણાવ્યો અને મારું આયા આવવાનું કારણ બતાવ્યું ..
જાનવી : શું કીધું તે પવન દેવે પછી ?
જય : પછી એને મને કમળના ફુલ ને લેવા માટે અને તળાવને પાછું સર્જીત કરવા માટે નિવારણ જણાવ્યું ..
જાનવી : શું?
જય : એને મને કીધું કે દિકરા તું તા રામના દરબારમાં રેવા વાળો માણસ છે ..
અને દુનિયાના તમામ મુશ્કેલીઓનું નિવારણ રામનું નામ છે ..
જાનવી : વાહ વાહ ... જય શ્રી રામ
જય : હા જાનવા .
પછી હું જ્યાં તરાવ હતું ને એ જગ્યાની સામે બેસીને રામ નામનો જાપ કરવા માંડયો ...
અને જેમ જેમ હું જાપ કરતો રહ્યો એમ એમ તળાવનું નિર્માણ થવા માંડ્યું ..
જોતજોતામાં તો તળાવ સંપૂર્ણ રીતે નિર્મિત થય ગયુ હતું ..
પાછા કમળના ફૂલ એની સોભા વધારતા હતા ..
જાનવી : પછી શું તોડયા કમળ ?
જય : હા પણ ,
હું ફૂલ તોડવા પાણીમાં ઉતર્યો ત્યાંતો મારો પગ તળાવના કાદવ માં ખૂંચી ગયો ..
જાનવી : લે હવે ..
પછી કેમ નીકળો ?
જય : એ મને પવન દેવે કિધેલી વાત યાદ આવી ગય ..
અને મેં રામ નામના જાપનો ઉચ્ચાર નિરંતર ચાલુ રાખ્યો ..
ત્યાંતો એક કાચબાએ મને નીચેથી ધક્કો માર્યો અને કાદવ માંથી બહાર કાઢ્યો . અને પછી પોતાની પીઠ ઉપર સવારી કરાવી અને કમળ તોડવામાં મારી મદદ કરી .
પછી હું તા રાજીના રેડ થય ગ્યો .
જાનવી : હા મોજ હા
જય : સંભાળને તું ,
પછી ત્યાં ગ્યો , તો હું એકલો જ મોડો હતો બાકી બધા તા ક્યારના આવી ગયા હતા .. તો કાર્તિકેય એ મને કીધું કેમ મોડો થયો ?
મેં પછી બધી વાત કિધી કે શું શું થયું તું ..
એવા માં તો ગણપતિ બાપા આવ્યાં
જાનવી : હકન
જય : મને કે તું પરીક્ષામાં સફળ થયો ભૂરા
હવે તું અમારી કબડ્ડીની ટીમ મા પાક્કો
જાનવી : વાહ ભૂરા વાહ ..
મગજવગરના પણ ક્યારેક મગજવારુ કામ કરી જાય આજ ખબર પડી ..
જય : જાને ભાઈ તું, કામ કરને તારું ..
લોઈ પીતુ , નકામું ..
જાનવી : જયલો હુંઘરો ... જયલો હુંઘરો ..
જય : સટ અપ .. બબાય ..
કિટા
મને ન વતાવ ..
નવો કિસ્સો..
જાનવી : હેલો જયલા ..
જય : હાઈ જાનવા , તને ખબર આજ કેવુ થયુ ?
જાનવી : શુ થયુ વરી ?
જય : મને લાગ્યુ લે 😕😞
જાનવી : હાય હાય, કેવુ વાગ્યુ અને કેમ કરતા ?
જય : એ જાનવા હુ આજ પણ કબડ્ડી રમવા ગ્યોતો ને તો છે ને હે , ગણપતિ બાપા એ મને ડેશ કર્યો તો હુ ક્યાનો ક્યા ઘા થય ને પડ્યો ..
તો હુ બેહોશ થય ગયો બોલ .
જાનવી : બાપા, તારા આવાજ હોય ગાંડો, પછી શુ થયુ ?
જય : પછી શુ , હુ ઉઠયો ને તો વૈદજી મને પાંદડા ચોંટાડીને સારવાર આપતા હતા ..
જાનવી : હવે તો સારું છે ને ?
જય : હા યાર , પણ આ વૈદજી એ કાંઈક દવાનો કઢો બનાવીને આપ્યો તો એ બોવ કંટાડો આવે પીવાનો , કડવુ લાગે . છી ... યેક
જાનવી : પી લેજે હો છાનો મનો, ચૂપચાપ નખરા કર્યાં વગર .
જય : હા પણ પી લઈ લે .. વઢે શેની .. હુંહ
જાનવી : હા બાપા .
જય : તને ખબર મને લાગ્યુને તો હુ તા હવે ઘરે જ પડ્યો હોવ ,
તો રામ ભગવાનનું ઘર છે ને એની બાજુમાં આપડા રમૂજી કાકા રહે છે અને બોલ એના ઘરે કાલ એની ભાણી આંટો દેવા આવી ..
જાનવી : તો , તું લઈનુ મારતો તો એમ ..
જય : હકન
જાનવી : ભંગાણો છે ક્યાંકતો સખણો બેસ .
જય : તું સાંભળ ને , તો એની ભાણી કાલ રામ ભગવાન પાસે આશીર્વાદ લેવા આવી અને ભાઈ પણ ત્યાંજ હતા .
પછી શુ નજર થી નજર ટકરાણી અને મારા ઘાવ ભરાવા લાગ્યા .. બધુ દરદ એને જોયને ગાયબ થવા માંડ્યું ..
જાનવી : જયલા , માર ખાવો .
જય : લે કા ભાઈ , તું સાંભળ ને યાર .
પછી યાર એ જે મલકાણી ને આય હાય ..
ઘાયલ કર દિયા .
અરે જાનવા આવી કાઠીયાણી ક્યાથી મળે યાર ..
મારું તો હજુ પણ દિલ ત્યાંજ છે હવે તો કાલ દિવસ ઉગે એની રાહ જોવ છું ..
જાનવી : તો તે ખાલી હજુ એને જોય છે , તો તારું નઈ જ થાય , હુઘરા ..
જય : સટ અપ .. તુ જોને કાલ ,
જયલો બોલેતો ફૂલડા જરે ..
યાર શુ લુક હતો , મને તો એજ દેખાય છે , આજ તો સુવા પણ નઈ દે સપનામાં
જાનવી : તુ માય જા , હુ તો સૂઈ જાવ છુ .
જે કરવું હોય એ કરજે પણ માર ન ખાતો ..
જય : ઓકે ગુરુજી .
જાનવી : વિજય ભવ , પટી જાય ..
જય : અવવવવવ .. થેંકુ ..
જાનવી : આવજો , બબાય
જય શ્રી કૃષ્ણ
જય : જય શ્રી કૃષ્ણ