જાનવી : હેલો.. જયલા
જય : હેય..
જાનવી. : બોલ
જય : હું
જાનવી : કેવો રહ્યો આજનો દિવસ ? શું નવાં કાંડ કર્યાં ?
જય : આજતા વાતના પુછ એટલી મજા આવી... ફુલ એટલે ફુલ જમાવટ..
જાનવી : લે એવું તે શું થયું ?
જય : એ આજે હું કૈલાશ ગ્યોતો..
ત્યાં પેલાતો મને નંદીજી એ અંદર ન જવા દિધો.... પણ મેં એમને મારી કાલીઘેલી વાણીથી રીજવી દિધા...
પછી હું અંદર ગયો અને જાનવા સાપ કુંડળી મારી જેની ડોક માં બિરાજમાન હોય, ગળામાં જેનાં વીશ સંઘરાયેલુ હોય..
જેનું ત્રીજું નેત્ર ખુલતા જાણે બ્રહ્માંડમાં પ્રલય સર્જાય..
જેનાં નૃત્યથી ત્રણેય લોક ધ્રુજી ઉઠે... એવા દેવાથી દેવ મહાદેવના દર્શન થયા..... અને જેનાં વાલથી સમગ્ર સૃષ્ટિ હરખાય છે... ખુદ મહાદેવે જેને શાંત કરવા જેના પગ નીચે આવવુ પડે એવા માં શક્તિ એટલે પાર્વતી માં નાં દર્શન થયા...
જાનવી : જયલા તું તો ધન્ય થય ગ્યો..
જય : હાસ તો..
હું તો ભગવાન અને માતાને પગે લાગ્યો અને પછી ત્યાં એમની સામે બેસી ગ્યો..
ભગવાન જે સમજાવે એ સમજવા માંડ્યો..
જાનવી : ઓહો..... ભારી ડાયો..
જય : બાય બોર્ન..
એવામાં તો ત્યાં.. જેનાં નામ વગર કોઈ પણ સુભ કાર્યની શરૂઆત ન થાય એવા ગણપતિ બાપા આવ્યાં..
પછી ગણપતી બાપા અને કાર્તિકેય બંને નાસ્તો કરવા બેઠા તો પછી મનેય બોલાવ્યો.. અને બોલ હું તો અઢળક લાડવા દબાવી ગયો..
બડા મજા આયા.
જાનવી : ભૂખણ તે..
જય : હા.. હા.. હા.. હા.. હા.. હા..
પછી છે ને હે મારી ગણપતી બાપા અને કાર્તિકેય હારે દોસ્તી થય ગય..
તો ગણપતી બાપા અને કાર્તિકેય રમવા જતાતા મને કે આવવું.. હું કવ આવવું જ હોય ને..
મને કે ચડી જા ઠેક મારીને મુસકરાજ ઉપર અને ભાયડો તા બેસી ગ્યો..
જાનવી : કેવી મજા આવે હે એના ઉપર સવારી કરવાની?
જય : અરે વાત ન પુછ ઓ. ડી. પણ ટૂંકી પડે...
પછી વરી મેં રસ્તામાં ગણપતી બાપાને પૂછ્યું આપડે શું રમવા જવાના.. તો એ કે કબડ્ડી..
હું કવ આયા પણ કબડ્ડી રમે અને આપડે ત્રણ કેમ કબડ્ડી રમસુ ?
મને કે તું ખાલી જોતો જા..
જાનવી : પછી શું થયું?
જય : હું ત્યાં ગ્યો ને હે તો તા..
ફૂલોની પાંખડીથી બનાવેલું મેદાન હતું..
જેનાં ઉપર પડવાથી લાગવાની અસર જ ન થાય.. અને વેલ ને લીટા માટે ઉપયોગમાં લીધેલી હતી.
અને બોલ ત્યાં ખાલી અમે ત્રણ નતા.
જાનવી : તો બીજુ કોણ કોણ હતું ?
જય : હું, ગણપતી બાપા, કાર્તિકેય, ધ્રુવ ( ઓલો તારો છે ને એ ), પ્રહલાદ, લવ, કુશ અને બીજા વાનર શ્રેષ્ઠ બાળ...
હું તા જોતો જ રહ્યો. હું કવ ફુલ મજા આવશે..
જાનવી : હા મોજ હા
જય : સાંભળને..
પછી બે ટીમ પાડી તો હું ગણપતી બાપાની સામેની ટીમ માં આવ્યો.
તે હું રેડ મારવા ગયો.. હું ગણપતી બાપાને ટચ કરીને ભાગતો હતો...
કવરની સામેથી ડૂબકી મારી નીકળી ગયો.. પણ જેવો લીટો ટચ કરવા ગ્યો કે જરા પણ આગળ ન જવાનું...
જાનવી : લે કેમ ?
જય : બોલ ગણપતી બાપા એ સૂંઢ લાંબી કરી મને પકડી રાખ્યો..
મેં ફુલ બર લગાડ્યું પણ સેજ અમથોય ન ડગ્યો..
તો હું આઉટ થય ગયો.. અને પછી ગણપતી બાપા વારી ટીમ જીતી ગય..
જાનવી : લ્યો.. લ્યો..
આમ પણ જયલા ભગવાન ભેરુ ભરી શકાય... જીતી નઈ...
જય : મુદ્દો છે..
તો અમે હારી ગયાને.. તો અમને સજાના ભાગ રૂપે કાલની રમત માટેનું મેદાન તૈયાર કરવાનું આવ્યું...
તે મને કાર્તિકેય ભગવાન એ કીધું કે તું કમળનાં ફુલ લઇ આવ..
જાનવી : લઈ આવ્યો તું ?
( પછીના ભાગના કમળનાં ફુલ અને કાદવ ની કહાની.. )