( રાતે ૧૦ વાગે બંને ઓનલાઇન )
જાનવી : હેલો જયલા.
જય : હેલો જાનવા.
જાનવી : શું કરે છે?
જય : હું લેસન કરું છું.
જાનવી : ત્યાં શેનું લેસન વળી.
જય : એ કાલ મને સરસ્વતી માં એ ગાયત્રી મંત્ર બોલવાનો કિધો તો મને ન આવડો તો માતાજી કે દિકરા કાલ પાક્કો કરતો આવજે પણ જાનવા હું રખડવામાં ભુલી ગ્યો.. તો પછી મને ૧૦ વાર લખી ને પાક્કો કરવાનો આવ્યો..
જાનવી : મજા આવી ગય બાપુડીને.
જય : એ બધું ઘોયરું.. તને ખબર આજ કાવ થયું?.
જાનવી : ના રે... કાવ થયું?
જય : હું છે ને આજ મારું નવું ટાયર ફેરવતો ફેરવતો જાતોતો એવામાં તો મારા કાન સાથે ગુજરાતી લોકસાહિત્યનાં શબ્દો સંભળાયા.. તો મને થયું આયા કોન હશે.. અને
હું અવાજ ની દિશામાં આગળ વધ્યો અને જાનવા મેં જે દ્રશ્ય જોયું ને રૂવાડા ઢયડાય ને બેઠા થય જાય હો... અરે આખું ભગવાન નું દરબાર ડાયરો ભરી ને બેઠું તું... અને આપણી ગુજરાતની ધીંગીધરતી નાં લોકસાહિત્યકાર ઇશરદાન ગઢવી સપાંખરું ગાતાતા... અરે એમ લાગે જાણે આખું ગુજરાત ભેગું થયું હોય હો બાપ..
જાનવી : ભાઈ.. ભાઈ.. એટલે તો કવિ એ કીધું છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..
બીજું કોણ કોણ હતું ડાયરામાં?
જય : ઈશરદાન ગઢવી, હેમુભાઈ અને દિવાળી બેન...
જાનવી હું તો બસ ખાલી સાંભળતો જ રહ્યો.. આજ સુધી જેને ફોનમાં ને ટીવી માં જોયા હતા.. એ સાક્ષાત મારી સામે બેઠા તા..
જાનવી : આયા હાય જયલા.. વોટ એ ભાગ્ય...
જય : તો પછી બાપુ તો બાપુ છે..
જાનવી : હકન
જય : પછી હું પણ ડાયરો સાંભડવા સૌની આગળ બેસી ગયો.. અને આપડે તો સૌરાષ્ટ્રવાળા દુહા સાંભળી એટલે ડાયરેક્ટ લોહી ઉકળવા માંડે...
હું પણ ઉકળતા લોહી ની સાથે હાથ ઉંચા કરીને દાદ દેવા લાગ્યો અને મને જોયને ઇશરદાનભાઈ ને મોજનાં ફુવારા છૂટવા લાગ્યા... અને પછી તો ખાલી... હા મોજ હા.
જાનવી : અરે પણ હા જયલા હા.
જય : પછી ડાયરો પુરો થયો એટલે બધા જવા માંડયા.. પણ હું તો દોડતો દોડતો ઈશરદાનભાઈ પાસે ગયો અને પગે લાગી વંદન કર્યા..
ઈશરદાનભાઈ ખુશ થય ગયા મારો પરિચય જાણ્યો.. પછી મેં કીધું મને પણ દુહા ગાતા આવડે છે. તમે મને શીખવજો વધારે સારું.. તો એ કે ગા જોય એકાદો...
જાનવી : ક્યો ગાયો તે?
જય : આપડો ફેવરેટ ફોરેવર
કાઠિયાવાડમાં કોક દિ તું ભૂલો પડ ભગવાન,
થાને મારો મોંઘેરો મેમાન તને સ્વર્ગ ભૂલાવુ શામળા...
આ દુહો પુરો કર્યો ત્યાંતો... ઈશરદાનભાઈ ની આંખમાં પાણી આવી ગયા... મને કે કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે..
જાનવી : હા જયલા કાઠિયાવાડ બીજે ક્યાંય ન જ મળે..
જય : હા યાર.. એ તો છે જ ને..
પછી એ મને એમનાં ઘરે લઈ ગયા... અને પોતાની ધરમ પત્નીનાં હાથનો રોટલો, ઓરો, ડુંગરી, છાસ... અને જાનવા મને એટલી મોજ આવીને કે મેં થોડુક લખી નાખ્યું...
જાનવી : અરે વાહ શું લખ્યું?
જય : સ્વર્ગમાં પણ સૌથી મોટો આ અમારો રોટલો,
આદર અને આવકારો મળે કાઠિયાવાડીનાં નેહડે..
અત્યારે ખબર પડી શું કરવા આપણો આવકારો વખણાય છે..
જાનવી : અરે પણ મારો લાડલો જયલો આજ હાસ્યરસ ને મુકી વીરરસ અને કરુણરસનાં બોઘેણાં ભરીને બેઠો લાગે છે..
જય : હકન.... જાને પાડા ... હરામી તયને...
જાનવી : હા.. હા.. હા.. હા. થાય થાય જયલા..
તું સાંભળ ડાયરા હું તો સૂઈ જાવ છું..
કાલ કરું વાત..
આવજો
જય : ઠાવકુ લે... સૂઈ જા..
જય શ્રી કૃષ્ણ..