હું તું અને આપણી દીકરી
આ એક આવી વાર્તા છે કે જેમાં પિતાની પુત્રી તરફની લાગણીઓનો અહેસાસ અપાવે છે
પુરુષ વિશેની વાર્તા
પુરુષ એક નારિયેળ સમાન હો છે,બહારથી કઠણ અને અંદરથી નરમ
પુરુષ એટલે વ્રજ જેવી છાતી પાછળ ધબકતું કોમળ ર્હદય (ડૉ. અવનિ વ્યાસ)
એક પુરુષ સરળતાથી પોતાની લાગણીઓ કયારેય વ્યક્ત નથી કરતો પરંતુ
આ એક એવા વ્યક્તિની વાર્તા છે જેને ઘણી વાર એની પ્રેયસી પાસે એની દીકરી પ્રત્યેની લાગણીઓ નો ઉભરો ઠાલવ્યો છે.
જેની પાસે દીકરી (ઝંખના) છે, એ પિતા એની સાથે છે પરંતુ અમને એમની લાગણી ઓને વ્યક્ત કયારેય નથી કરી, અથવા, દીકરી સામે પ્રેમની લાગણીઓ વ્યક્ત કરતા નથી આવડતી.
અને જેનાથી દીકરી દૂર છે, જીવરાજ, એની લાગણીઓનો ઉભરો એની પ્રમીકા પાસે ઠાલવે છે.
જીલ દીકરી અને પિતા જીવરાજની લાગણીઓથી ભરેલી નાની, સુંદર વાર્તા છે.
દીકરી માટે એના પિતા, એક માતા કરતા પણ વધારે વહાલા હોય છે અને પિતા દુનિયા ના શ્રેષ્ઠ હીરો વહાલી હોય છે. એટલા શ્રેષ્ઠ કે જયારે એ પોતાનો જીવન સાથી શોધે છે ત્યારે એ એનાં જીવનસાથીમાં આછી પાતળી પિતા જેવી છબી જોવે છે. એજ પ્રમાણે પિતા ને, એની દીકરી સૌથી વહાલી હોય છે.
દરેક પુરુષ ના જીવન માં ૧ સ્ત્રી અલગ- અલગ ભાગ ભજવે છે, એવી રીતે પુરુષ પણ પરંતુ જેટલા લાગણીશીલ પુરુષ વહાલી હોય છે એટલી કદાચ સ્ત્રી નથી હોતી.
“પુરુષ એટલે પ્રેમ અને કાળજીનો દરિયો”.
પુરુષ એક દીકરો હોય ત્યાં સુધી વધારે “attach” એની માં જોડે હોય છે પછી એ જયારે પ્રેમમાં વહાલી હોય ત્યારે એક પ્રેમી હોય છે, ત્યાર બાદ એક પતિ બને છે અને જયારે આ એક પિતા બને છે, અને એમાં પણ જયારે એક દીકરી નો પિતા બને છે ત્યારે એનો દીકરી માટે નો પ્રેમ સર્વશ્રેષ્ઠ છે.
જેમ કે જીવરાજ, પિતાને જો એક હૃદય તરીકે ગણિયે તો દીકરી, જીલ એનો ધબકારો છે.
પરંતુ જયારે એક દીકરી એના પિતાથી કોઈ કારણૉસર દૂર થઈ જાય છે ત્યારે એ પિતા માટે આ બધું એક વજ્રઘાત સમાન હોય છે.
વજ્ર સમાન વેદનાઓ એ કોઈને કહી નથી શકતો પરંતુ પોતે જ સહન કરે છે કયારેક મોકો મળે ત્યારે આ જ પિતા એની ખાસ મિત્ર (ઝંખના)ને એની દીકરી પ્રત્યેનો પ્રેમ અને વેદનાઓથી ભરેલી લાગણીઓ ઠાલવે છે. ઝંખના અનુભવી તો નથી શકતી પણ સમજદાર હોવાથી સમજી શકે છે.
દીકરીનો જન્મદિવસ વહાલી હોય છે, પિતા મળી નથી શકતો
પરંતુ
પિતા પાસે બહુ બધી સરસ મજાની દીકરીની યાદો છે.
જેમ કે રાત્રે ફરવા લઈ જવાની, આઈસ્ક્રીમ ખવડાવાનો, થાકી જાય એટલે ઘરે લાવીને સુવડાવી દેવાની, પોતાનો પગાર દીકરીના હાથમાં જ આપી દેવાનો
આ તો એવી વાતો છે ને કે જેને દીકરી વહાલી હોય એને જ સમજાય.
જીવરાજ હંમેશા હસતો જ રહે છે
દીકરી પણ એના પિતાને એટલું જ યાદ કરતી હશે જેટલા એના પિતા એને યાદ કરે છે. જે પિતા એને રાજકુમારીની જેમ પોતાની પાસે રાખવા માંગે છે પરંતુ સંજોગો એવા નથી.
પરંતુ, ઝંખના હંમેશા એવું ઇચ્છે છે કે જીવરાજને, જીલ કાયમ માટે મળી જાય.
એવું કહેવાય છે કે પુરુષને સમજી લ્યો એટલે એને “ઑટોમેટિક” ચાહવા લાગશો એ ભાઈ, પિતા, કાકા, મામા, પતિ કે મિત્ર પણ હોય શકે છે.
આ વાર્તામાં ઝંખના, જીવરાજની બેસ્ટ ફ્રેન્ડ છે, અને ઝંખના, જીવરાજને એટલો સમજી ગઈ, કે જીવરાજને ખુબ જ ચાહવા લાગી
“ઝંખના (રાધા) LOVES જીવરાજ”
“સમય, સંજોગ અને નસીબ ક્યારેક અમુક વાત આપણી પાસે એ કરાવડાવે છે, આપણે નથી કરવા માંગતાં” (I think That is about Destiny, it may be good sometime)